પેહલા પેહલા પ્યાર હૈ!!

પાયલ જલ્દી તૈયાર થઈ જા..આપડે મારા ભત્રીજા ની જનોઈ માં જવાનું છે..વાર ના કરતી - પાયલ ની મોટીમમ્મી નો અવાજ આવે છે.

પાયલ એ વખતે નાની હતી. હજુ 7th માં ભણતી હતી. આમ તો એ એના માતા પિતા સાથે વાપી રેહતી પણ વેકેશન માં એના ગામ મેહસાણા ની નજીક વિસનગર એના મોટપપ્પા મોટીમમ્મી અને કાકા કાકી ના ત્યાં રેહવા જતી.

એ એના માતા પિતા ની એક ની એક છોકરી હોવાથી ઘર માં બધા ની લાડકી હતી.ઘરમાં બધા એને ઢબુ કહીને સંબોધતા.પાયલ દેખાવ માં એકદમ સુંદર જાણે ભગવાને ત્યાંથી જ makeup કરીને મોકલી હોય, રંગ ગોરો, brownish વાળ,આંખો તો એકદમ અણીદાર( જોતા ની સાથે જ કોઈક એમાં ખોવાઈ જાય)..

બહાર થી અવાજ આવે છે.."અલી ઢબૂડી તૈયાર થઈ કે નહી.. ઝડપ કર થોડી..મોડું થાય છે બકા..ક્યારનો ફોન આવી ગયો તારા મોટા(મોટપપ્પા - પાયલ એમને વહાલ થી મોટા બોલાવતી)નો..બધા રાહ જોવે છે."
.
"હા..હા..મોટી( મોટીમમ્મી)..બસ આ જોવેને મને દુપ્પટો નથી મળતો આ ડ્રેસ નો..બસ 5 જ મિનિટ ..હમણાં જ આવી.." પાયલ

પાયલ તૈયાર થઈને બહાર આવે છે.લાલ કલર ની કુર્તી અને સફેદ કલર નો સલવાર એને સફેદ કલર ની ઓઢણી.. ત્યારે તો એ નાની હોવાથી બહુ જ ક્યૂટ લાગતી હોય છે..એ એની મોટી સાથે નીકળે છે.

( એ બન્ને એની મોટીમમ્મી ની બહેન ના ઘરે જાય છે એ જ એમના ભાઈ નું ઘર..એમના ભાઈ બહાર રેહતા હોવાથી એમનું ઘર એમની બહેન ને રેહવાં માટે આપેલું હોય છે...હજુ તો જનોઈ બીજા દિવસે હોય છે પણ આ તો પેહલાથી તૈયારી કરવા માટે જઉં પડે કેમ કે મોટીમમ્મી નો ભત્રીજો રહ્યો)
.
અહીંયા થી ચાલુ થશે પ્રેમકહાની..
.
તો એ લોકો ત્યાં પોહચી જાય છે અને મોટી તો એમના કામ માં લાગી જાય છે.પાયલ પણ ત્યાં બધા ને ઓળખતી હોવાથી બધા જોડે વાતો કરે છે.અને મોટી ના ભાઈ ની છોકરી એની બેહનપણી હોવાથી એના જોડે રમવા લાગે છે.પછી જમવાનો સમય થતાં બપોરે બધા જમી ને શાંતિ થી બેસે છે.પાયલ વિશાલ સાથે મસ્તી કરતી હોય છે(વિશાલ એના મોટીમમ્મી નો છોકરો)અને અપેક્ષા કે જે એની બેહનપણી હોય છે એ બધા એકસાથે મસ્તી કરતા હોય છે....અને ત્યાં જ એન્ટ્રી થાય છે હીરો ની... "આકાશ" ( મોટીમમ્મી ની બહેન નો છોકરો)..એ હમણાં 10th માં હોવાથી ટ્યુશન ગયો હોય છે અને હમણાં આવે છે. 
.
"પાયલ જા તો બહાર થી જય ( મોટીમમ્મી ના ભાઈ નો છોકરો) ને બોલાવી આવ..બહુ તડકો છે અને તે હજુ રમવા માંથી ઉંચો નથી આવતો..કાલે એની જનોઈ છે..કઈ ભાન જ નથી પડતું એને.." મોટીમમ્મી
.
"હા.. બોલવું મોટી..ચલને અપેક્ષા તું પણ મારા જોડે.."પાયલ.
.
એમ કરીને બન્ને દરવાજા તરફ જાય છે ત્યાં જ આકાશ અને પાયલ એકબીજા જોડે અથડાય છે..અહા!!! શું નજારો છે.. બન્ને એકબીજાની સામે જ જોઈ રહ્યા છે..એમ તો એ બન્ને એકબીજા ને નામ થી ઓળખતા હતા..પણ બહુ નાના હતા જ્યારે એકબીજા જોડે રમતા..એ વખતે તો પાયલ બહુ નાની હોવાથી એને આ બધું સુ થઈ રહ્યું હતું એનાથી અજાણ હતી..પછી અપેક્ષા પાયલ ને ખખડાવે છે
"પાયલ ચલને હવે.. તને વાગ્યું તો નથી ને.. શું..આકાશ ભાઈ તમે પણ જોઈને નથી ચાલી શકતા.." અપેક્ષા
.
આકાશ તો હજુ પણ પાયલ સામે જ જોઈ રહ્યો હોય છે..પછી એ પાયલ ને પૂછે છે" sorry યાર પાયલ..મારું ધ્યાન નહોતું..તને વાગ્યું તો નથી ને??"
.
"ના ના કઈ વાંધો નહિ..I am fine.. મારી પણ ભૂલ છે.."પાયલ
.
" BTW કેમ છે તું? ઘણા વર્ષો પછી જોઈ તને..હવે તો તમે શેહર ના અહીંયા ગામડા માં થોડી આવો વધારે."આકાશ
.
" અરે ના ના..એવું કઈ નથી..હું તો દર વેકેશન માં આવું જ છું અહીંયા.."પાયલ
.
પાછળ થી અવાજ આવે છે.."અલ્યા અક્કીડા તું.. ક્યારે આવ્યો..હું ક્યારની તારી જ રાહ જોતો હતો.. કંટાળી ગયો યાર એકલો એકલો..આ બધા એ મને હેરાન કરી દિધો" વિશાલ
"હા હા..વિશાલ ભાઈ એટલે જ તો આજે જલ્દી આવી ગયો તમારા માટે.." આકાશ
.
"huh.. એટલે અમે તને હેરાન કર્યા એમ😒" પાયલ
.
"હાસ..તો..ક્યારની ખાલી બક બક કરે જાય છે..માથું દુઃખી ગયું મારું તો😁". ચીડવતા વિશાલ કહે છે.
.
"હા ok.. જાને.. હવે હું કઈ બોલવાની જ નથી..😒"પાયલ
.
અપેક્ષા પાયલ નો હાથ ખેંચતા બોલે છે "ચલને આ લોકો તો એમજ ચીડવતા જ રેહશે..બીજો કઈ કામધંધો જ નથી.."...
એમ કરીને બન્ને બહાર જઈને જય ને શોધવા લાગે છે..પછી એ બન્ને જય ને લઈને ઘરે આવે છે.અને બીજા રૂમ માં જ્યાં વિશાલ અને આકાશ બેસ્યા હોય ત્યાં જઈને બેસી જાય છે..અને બધા રમવા લાગે છે( એ રૂમ સ્પેશિયલ બાળકો માટે હોય છે જેથી કરીને તેઓ બધા ને કામ માં ડિસ્ટર્બ ના કરે)..
.
રમત રમત માં ઘણી વાર પાયલ અને આકાશ એકબીજા સાથે આંખો જ આંખો માં વાત કરે છે. હવે બધા બહાર જઈને છુપાછુપી રમે છે..એમાં દાવ અપેક્ષા નો હોય છે.અને બધા છુપાવા માટે જગ્યા શોધી રહ્યા હોય છે.. ગણતરી ચાલુ થાય છે."એક..બે..ત્રણ..ચાર....." અપેક્ષા
..પાયલ જગ્યા જ શોધી રહી હોય છે અને આકાશ એને ખેચી ને ગાડી પાછળ લઈ જાય છે.. ત્યારે આકાશ એ પાયલ નો હાથ પકડ્યો હોય છે..એ બધા થી અજાણ આકાશ અને પાયલ જોઈ રહ્યા છે કે ક્યાંક અપેક્ષા ના આવી જાય..પછી એ બન્ને ને ભાન થાય છે કે બન્ને એ એકબીજા ના હાથ પકડ્યા છે..પાયલ આકાશ સામે જોઇને ઈશારો કરે છે હાથ છોડવાનો..અને આકાશ એની સામે જ જોઈ રહે છે..અને હજુ વધારે tight હાથ પકડી રાખે છે..પાછળ થી અવાજ આવે છે "પાયલ અને આકાશ નો થપ્પો!! પાયલ અને આકાશ નો થપ્પો!!😂" અપેક્ષા.
.
શું પાયલ અને આકાશ ની આ ચાલુ થયેલી પ્રેમ ની શરૂઆત આગળ સુધી જશે...? કે પછી અહીં જ અટકી જશે..??
(ક્રમશઃ)

***

Rate & Review

Bhumi 3 months ago

Ratnadip 3 months ago

Khyati Mehta 4 months ago

Nirali Rana 4 months ago

gohel rajeswaree 4 months ago