પેહલા પેહલા પ્યાર હે !! 3

બીજા દિવસે પાયલ વાપી જતી રહે છે.અને આકાશ પણ મન મનાવી લઈને આગળ વધે છે
.
3 વર્ષ પછી
.
પાયલ નું 10th નું વેકેશન પડતાં એ એના મોટાપપ્પા ના ત્યાં રહેવા માટે જાય છે.એના ભાઈ વિશાલ નું પણ એ વખતે કૉલેજ નું છેલ્લું વર્ષ હોય છે. તો પણ પાયલ સાથે સમય વિતાવવા માંગે છે. પાયલ મોટા ના ત્યાં આવીને ખૂબ જ ખુશ હોય છે કારણ કે ઘણા બધા વર્ષ પછી આવી રીતે રહવા આવી હોય છે અને બીજી ખુશી 10th ખતમ થવાની હોય છે.
      આવીને પછી જમીને થોડો આરામ કરીને સાંજે વિશાલ જોડે ફરવા નીકળે છે. બન્ને ભાઈ બહેન બહાર જ નાસ્તો કરી લે છે અને અંતે આઈસ્ ગોળા ખાઈને ઘરે જાય છે. મોટી અને મોટા હમણાં  જ જમીને બેઠા હોય છે. મોટી ના પગ માં fracture હોવાથી એ બરાબર બેસી નથી શકતા.પાયલ આવીને બધું સમેટી ને વાસણ ઘસવા માટે બેસી જાય છે.એ રસોડામાં જ હોય છે અને એને કોઈનો અવાજ સંભળાય છે.કોઈ ઘરે આવીને મોટી મોટા અને વિશાલ કોઈ જોડે વાત કરી રહ્યા હોય એવું લાગે છે.પાયલ ને આ અવાજ કઈ જાણીતો લાગે છે. એ બધું કામ પતાવીને બહાર નીકળે છે. અને જોવે છે તો ચોંકી જાય છે.
"આકાશ" એના મોઢા માંથી નીકળી જાય છે. આકાશ પણ પાયલ ને જોઇને નવાઈ લાગે છે 
"ઓહો..પાયલ ..ક્યારે આવી તું? કેમ છે?"આકાશ
.
"બસ ..મજામાં .. અને તું?" પાયલ
.
"બસ.. ચાલે જાય છે.. તારા મમ્મી પપ્પા નથી આવ્યા?"આકાશ
.
"ના..આં તો વેકેશન હતું એટલે અહીંયા આવી છે રેહેવા માટે.." વિશાલ
.
"સારું ત્યારે..તમે ત્રણેવ વાતો કરો.. હું ને તારા મોટા ટેરેસ પર જઈને સૂઈ જઈએ છીએ."મોટી મમ્મી
.
" હા પાયલ દીકરા..તને ઊંઘ આવે ત્યારે ઉપર આવી જજે.."મોટા પપ્પા
.
"સારું મોટા..તમે જાઓ ..હું આવું જ છું થોડી વારમાં..એમ પણ બહુ થાક લાગ્યો છે આજે.." પાયલ
.
મોટી  અને મોટા ઉપર જઈને સૂઈ જાય છે. અહીં પાયલ અને આકાશ બન્નેને એમનું ભૂતકાળ યાદ આવી જાય છે. બંને એકબીજા ને કંઇક કહેવા માંગે છે..પણ શું એ વાત થી બન્ને અજાણ હોય છે.બન્ને ને એક નવો એહસાસ થાય છે.પણ આં બધું શું થઈ રહ્યું છે એ સમજાતું નથી.
.
થોડી વાર માં વિશાલ નો કૉલ આવતા તે બહાર જાય છે.અને પાયલ અને આકાશ ને વાત કરવાનો મોકો મળી જાય છે. કોણ વાત શરૂ કરે એ સમજાતું નથી. આકાશ આખરે મોન તોડે છે અને પાયલ ને પૂછે છે.
"પાયલ યાર તું ક્યાં હતી આટલા વર્ષ થી..તને ખબર નહિ હોય પણ મે તારા જોડે વાત કરવાના ઘણા પ્રયત્નો કર્યા હશે...તને ફેસબૂક પર શોધી પણ તું નહતી..પછી વિશાલ ના મોબાઈલ માંથી તારો ફોન નંબર લેવાનો try કર્યો..પણ એમાં પણ તું ન હતી.. પછી જાણવા મળ્યું કે તારા જોડે તો મોબાઈલ જ નથી.. I missed u so much Yar😥"  આકાશ એક જ શ્વાસે બધું બોલી જાય છે.
.
પાયલ ક્ષણ ભર તો એની બાજુ જ જોયા કરે છે.આકાશ પાયલ ની આંખ આગળ ચપટી વગાડતાં એનું ધ્યાન દોરે છે.
"બોલને યાર..કંઇક તો બોલ!"આકાશ
.
"અરે એવું કઈ નથી આકાશ..મારા ઘરે બધા બહુ strict છે એટલા માટે મને એમને બધી છૂટ નથી આપી..આં જો આ મારો મોબાઈલ.. હમણાં અહી આવી રહી હતી ત્યારે પપ્પા એ આપ્યો..10th ની પરીક્ષા પૂરી થઈ એટલે..પણ મને નતું ખબર કે કોઈ મને આટલું બધું મિસ કરી રહ્યું હતુ..😜" પાયલ આંખ મારતા બોલે છે.આગળ વધારતા અને વાત બદલતા આકાશ ને પૂછે છે
" so.. તું તો હાલ કૉલેજ કરી રહ્યો છે ને..મને મોટી એ કીધું...હોસ્ટેલ માં રહે છે..તો હાલ અહીં કેમ?? અને તારા મમ્મી પપ્પા તો યુએસએ ગયા છે તારી બેન ને મળવા માટે ..તું નહિ ગયો??"
.
"હમણાં કૉલેજ માં વાચવાની રજા છે..સો હજુ કાલે જ આવ્યો હું..અને મમ્મી પપ્પા તો 4 મહિના પછી આવશે..એટલી બધી થોડી રજા મળે મને..પેહલા જ વષૅ માં impression down થઈ જાય.." આકાશ
આગળ વાત વધારતા પૂછે છે.."તું અહીં કેટલા દિવસ છે??"
.
" 10 15 દિવસ...પછી પપ્પા આવશે લેવા એટલે જતી રહીશ.."પાયલ
.
"અલ્યા અક્કીડાં કેટલા run થયા.."વિશાલ આવતા પૂછે છે.
.
પછી બધા match જોવા બેસી જાય છે..અને પાયલ ઉપર જઈને સૂઈ જાય છે. પાયલ ને ઊંઘ નથી આવતી હોતી..એનું મન વિચારે ચઢી જાય છે.. કે આ આકાશ આજે બદલાયો બદલાયો કેમ લાગતો હતો..અને એ શું કરવા મને miss કરતો હશે??..હવે તો એ કૉલેજ માં આવી ગયો..શું એની કોઈ girlfriend નહિ હોય??આં બધા વિચારોમાં એ ક્યારે સૂઈ જાય છે ખબર નથી પડતી..12 વાગે આકાશ પણ match જોઇને ઘરે જઈને સૂઈ જાય છે..એનું ઘર નજીકમાં જ હોય છે..
.
સવારે એ જલ્દી જલ્દી તૈયાર થઈને ફટાફટ એની માસી ના ઘરે જાય છે..ક્યાંક પાયલને જોવાની ઉતાવળ માં હોય છે.. ત્યાં પોહચી ને વિશાલ જોડે અંદર રૂમ માં જઈને કમ્પ્યુટર પર game રમતા હોય છે..એ આજુ બાજુ જોવે છે પણ પાયલ એને ક્યાંય દેખાતી નથી.. મન માં જ બબડે છે"ક્યાં ગઈ હશે..એક તો એના માટે આટલો જલદી આવ્યો..ન એ મહારાણી ક્યાં જતી રહી..કોઈને પૂછાય પણ નહિ..પાયલ તું ક્યાં છે યાર..જલ્દી આવી જા..  આ મારી આંખો તને જોવા માટે તડપે છે"
.
થોડી વાર માં માસી અંદર આવે છે..અને પૂછે છે " શું ખાવું છે તમારે બન્ને ને.. ઢબુડી તો ગઈ એ ગઈ.. પાછી આવવાનું નામ જ નથી લેતી!!"
.
આકાશ મોન તોડતા બોલે છે.."કેમ માસી ..ક્યાં ગઈ છે?"
.
"અરે બેટા..અપેક્ષા આવી હતી સવારે એને બોલાવા માટે..બન્ને જણા સાથે એમના ઘરે ગયા.."મોટી
.
"અચ્છા..એવું છે.." આકાશ
.
અપેક્ષા  એ વિશાલ અને આકાશ બન્ને ના મામાં ની છોકરી હોય છે.. આકાશને હવે બસ એના મામા ના ઘરે જઉં હોય છે..એમનું ઘર પણ નજીક જ હોય છે.. આકાશ વિશાલ ને બહાનું કાઢી ને નીકળે છે ..કે એને કંઇક કામ છે થોડી વાર માં આવી જશે..એમ કરીને એ એના મામા ના ઘરે જાય છે.. અપેક્ષા અને આકાશ બન્ને સગા ભાઈ બહેન ની જેમ જ રહે છે..આકાશ ત્યાં પોહચી ને જોવે છે.. અપેક્ષા અને પાયલ બન્ને બહાર જ બેસીને એના ભાઈ જય સાથે મસ્તી કરતા હોય છે..અપેક્ષા ની નજર આકાશ તરફ જાય છે..
" ઓહો..આકાશ ભાઈ આજે કઈ રીતે રસ્તો ભૂલી ગયા..સવારે સવારે..2 દિવસ થી આવ્યો છે..પણ અમારા ઘરે ના અવાય નહિ.." અપેક્ષા આકાશ ને taunt મારતા બોલે છે
.
"શું યાર અપેક્ષા..એક તો આવ્યો એમાં પણ તને problem.."
.
" ચલ હવે..હું તો મજાક કરું છું.."અપેક્ષા
.
બધા હવે સાથે વાતો કરવા લાગે છે..અને મસ્તી કરે છે..વાત વાત માં આકાશ અને પાયલ એકબીજા ને સ્માઈલ આપી દેતા..
.
જમવાનો સમય થતાં પાયલ ત્યાંથી નીકળે છે..અને આકાશ પણ "મારે પણ આજે માસી ના ત્યાં જ જમવાનું છે" એમ કરીને પાયલ જોડે જ નીકળે છે.રસ્તા માં બન્ને વાત કરતા કરતા જાય છે.
"પાયલ એક વાત કહું??.." આકાશ
.
"હા બોલને.." પાયલ
.
"જો યાર..ખોટું ના લગાડતી પણ..  નૈના બેન(અપેક્ષા ના મમ્મી અને આકાશ ના cousin બહેન) તારા થી બહુ બળે છે યાર..કેમ કે તું સારી દેખાય..અને અપેક્ષા થોડી શ્યામ છે..અને બીજું કે તારા ટકા સારા આવે અને અપેક્ષા ના દર વખતે તારા કરતા ઓછા આવે એટલે..મારા બેન થાય પણ ખબર નહિ મારે તને આં વાત કેહવી હતી એટલે કીધું.."આકાશ
.
"હા..મને બધી ખબર છે..પણ અપેક્ષા ના મન માં એવું કઈ નથી..એ મારી સારી ફ્રેન્ડ છે.. અને અત્યાર થી. જા બધું મન પર લઈને બેસી રહીશ..તો કોઈના જોડે વાત જ નહિ કરી શકીશ.."પાયલ
.
"ઓહો.. તું તો બહુ સમજદાર થઈ ગઈ છે ને.."આકાશ
.
"હા..હા..હા.. હાસ તો થવું જ પડે ને" પાયલ
.
અને ઘર આવી જાય છે.. બન્ને ઘરે જઈને જમે છે..પાયલ બધું કામ પતાવીને બેસે છે.પછી પાયલ , મોટી , વિશાલ અને આકાશ ludo રમે છે..3 4 વખત રમે છે અને પછી મોટી અને પાયલ સૂઈ જાય છે..આકાશ અને વિશાલ  આકાશ ના ઘરે જાય છે અને વિડિયો game રમે છે.. 
.
આમ કરતાં કરતાં કરતાં અઠવાડિયા ઉપર થઈ જાય છે..જેમ જેમ પાયલ ને વાપી જવાનો સમય આવતો હોય છે એમ એમ આકાશ ને થોડી બેચેની લાગવા લાગે છે.. આટલા દિવસો માં પાયલ જોડે ફરવું રોજનું થઈ ગયું હોય છે..રોજ રાતે આંટા મારવા જવુ..સ્કૂલ કૉલેજ ની વાતો કરવી.. થોડી અંગત વાતો કરવી... કોઈક દિવસ અપેક્ષા ના ઘરે કોઈક દિવસ વિશાલ ના તો કોઈક દિવસ આકાશ ના ઘરે આવવા જવાનું થતું રહે છે..આકાશ એકલો હોવાથી કોઈક દિવસ વિશાલ જોડે સુવા માટે આવી જતો..અને રાતે ચૂપકે ચૂપકે થી પાયલ ને જોયા કરતો..પાયલ ને પણ આકાશ તરફ એક અલગ જ આકર્ષણ અનુભવાય છે .
.
હવે બસ પાયલ જોડે 3 દિવસ બચ્યા હોય છે..પછી એના પપ્પા એને લેવા માટે આવવાના હોય છે..આકાશને એમ થાય છે કે આ 3 દિવસ માં હું મારા દિલ ની વાત પાયલ ને કહી જ દઈશ..
.
એ દિવસે રાતે આકાશ વિશાલ ના ત્યાં સુવા માટે જાય છે..9 વાગતા બધા ટેરેસ પર જઈને સૂઈ જાય છે..પણ પાયલ ને થોડી બેચેની જેવું લાગતું હોવાથી એને ઊંઘ નથી આવતી.. એ પાણી પીવા માટે ચાવી લઈને નીચે જતી હોય છે..આકાશ એને જોઈ જાય છે..એને એમ લાગે છે. કા સરસ મોકો છે..કેમ કે બધા સૂઈ ગયા છે અને નીચે પણ કોઈ નહિ હોય..  પાયલ ની પાછળ પાછળ નીચે જાય છે..પાયલ એ વાત થી અજાણ હોય છે..પાયલ પાણી પીને પાછળ ફરવા જાય છે અને આકાશ ને જોઇને shocked થઇ જાય છે અને પાડવા જ જતી હોય છે ત્યારે આકાશ એને પોતાની બાહો માં સમાવી લે છે.. અને એને ઉંચકીને સોફા પર બેસાડે છે..પાયલને પણ આકાશ પ્રત્યેય આકર્ષણ હતું જ એટલે એ કઈ બોલી નથી શકતી..પાયલ થોડું કંઇક બોલવા જાય છે ત્યાં  આકાશ એના મોઢા પર આંગળી મૂકીને અટકાવી દે છે..અને કહે છે
"shhhh..આજે તું કઈ નહિ બોલે..બસ મને જ સાંભળીશ.."આકાશ
એ પાયલ નો હાથ પોતાના હાથમાં લે છે..અને ઘૂંટણ પર બેસી જાય છે અને બોલવાનું શરૂ કરે છે.." પાયલ.. મને ખબર નહિ પણ મને તારા તરફ અલગ જ આકર્ષણ છે..જ્યારે હું સવારે ઉઠું તો પેહલા તને જોવાનું મન થાય છે રાતે સૂતા પેહલા પણ તારો જ ચેહરો સામે આવે છે..બસ આખો દિવસ તને જ જોયા કરું..તારી જ વાતો સાંભળ્યા કરું..બસ હવે આ જ કરવું મને ગમે છે જો આં પ્રેમ છે ..તો મને તને જ પ્રેમ કરવો ગમે છે..I am madly in love with u ..from the bottom of my heart.. I love u so much sweetheart..😘"
.
પાયલ પણ કંઈ વિચાર્યા વગર એને કહી દે છે" I love u too આકાશ.." બન્ને એકબીજા ને હગ કરે છે 5 10 મિનીટ સુધી તો આમ જ રહે છે..પછી પાયલ એને દૂર હટાવતા કહે છે "ચલ હવે ઉપર..કોઈ આવી જશે ને તો વાત લાગશે આપણા બન્ને ની" 
.
બન્ને ઉપર જઈને સૂઈ જાય છે..સવાર પડતા પાયલ ની આંખ ખૂલે છે..અને જોવે છે તો બધા ઉઠી ને નીચે જતા રહ્યા હોય છે..ખાલી આકાશ એને એ જ ટેરેસ પર હોય છે.. પાયલ આકાશ જોડે જાય છે..એના માથા પર હાથ ફેરવે છે અને આકાશ ઉઠીને એનો હાથ પકડી દે છે જેમ કે એને ખબર જ હોય કે પાયલ જ હશે..અને પાયલ ની નજીક આવતા કહે છે.."કાશ..આવી જ સવાર રોજ આવે..રોજ તું મને આવી રીતે ઉઠાડે..પાયલ...પાયલ તું ખાલી મારી જ છે.. I am not going to share u with anyone else"
.
" હું ખાલી ને ખાલી તારી જ છું આકાશ અને જીંદગી ભર તારી જ રહીશ..બસ તું ક્યારેય પણ મારો સાથ ના છોડતો.."પાયલ
.
બન્ને હાથ પકડીને બેઠા હોય ત્યારે જ વિશાલ આવી જાય છે..અને બન્ને એકબીજા નો હાથ જલ્દી થી છોડી દે છે..પણ વિશાલ એ એમને જોઈ લીધા હોય છે. પાયલ ને હવે tension થવા લાગે છે..કે હવે વિશાલ એ એની મમ્મી ને કૉલ કરીને કહી દીધું..તો એની મમ્મી તો એનું બહાર નીકળવાનું બંધ કરાવી દેશે..મોબાઈલ પણ લઈ લેશે..એ આકાશ ને મેસજ કરીને કહે છે કે એ વિશાલ સાથે વાત કરે અને એને એની મમ્મી ને કહેતા રોકે..
.
શું વિશાલ પાયલ ની મમ્મી ને કહી દેહશે? શું પાયલ અને આકાશ મળવા પેહલા જ અલગ થઈ જશે? 
(ક્રમશઃ)

***

Rate & Review

Parul Varia Shah 2 months ago

Khyati Mehta 4 months ago

gohel rajeswaree 4 months ago

Shaba Shaikh 4 months ago

Bhaval 4 months ago