એક્ટર ભાગ 12. (અંતિમ પ્રકરણ)

એક્ટર ભાગ 12. (અંતિમ પ્રકરણ)  

 

 

 

બાઈક પાસે ઉભા ઉભા મારું હૃદય જોરજોરથી ધબકી રહ્યું. જાણે બંધ થવાની તૈયારીમાં હોય એવા સિગ્નલ આપવા લાગ્યું, પણ મારે આ એક્ટિંગ કેટલો સમય ચાલુ રાખવાની? શૈલી ખરેખર લંડન ચાલી જશે? હું મારી હૈયા વરાળ નહી ઠાલવી શકું?ટેવાઈ ગયો! એક્ટિંગ કરી કરીને એક બીબામાં ઢળી ગયો, મારાથી એક્ટિંગ સિવાય કશું થાય એમ નથી! કદાચ હું વધારે પડતો ઔપચારિક થઇ ગયો છું. કદાચ શૈલીને ક્યારેય ખબર નહિ પડે કે હું એને પ્રેમ કરું છું? ક્યારથી? આવા ઘણા બધા સવાલોએ મને ઘેરી લીધો હતો. બસ મારા ઈરાદાઓ ઈચ્છાઓ ચકનાચૂર થવાની તૈયારીમાં હતું. મારી અંદર ચાલતાં ઘમાસાણમાં વિક્ષેપ પાડતા શૈલે મારી પીઠ ઉપર હાથ રાખતા કહ્યું.

“નીલે, વેસ્ટર્ન યુંનીયની મની ટ્રાન્સફર છે અહી?”

“હા. હા. છે ને! જે એજેંટ પાસે આપણે ટીકીટ કઢાવવા જઈ રહ્યા છીએ ત્યાં જ સુવિધા છે.”

“ઓકે. મિસ લીલી પાસેથી કેશ મંગાવ્યા છે.”
“ચાલો ત્યારે,”

રસ્તામાં મારી બોલતી બંધ થઇ ગઈ હતી,

“શું થયું નીલ? શું વિચારી રહ્યો છે?”

“કશું જ નહી”

કહેતા હું બાઈક ચલાવવા લાગ્યો. ચાલો કમસેકમ મને આજે પહેલીવાર શૈલીએ મારો ચહેરો જોઈ મને સવાલ કર્યો હતો કે શું થયું? કાસ એ મારી અંદર ચાલતું ઘમાસાણ વાંચી જતી! પણ આજે મને લાચારી ફિલ થઇ રહી હતી, હવે શૈલીને પ્રપોઝ કરતા મને શું આડું આવે છે? કશુજ નહી! 
શૈલીએ મુંબઈની ટીકીટ કરાવી અને મુંબઈ થી લંડનની ટીકીટ કરાવી, વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરમાં મોકલાવેલ કેશ કલેક્ટ કર્યું, અમે પરત ઘેર આવી ગયા, શૈલી એના રૂમ તરફ જતી રહી. દીપક બહાર બેઠો હતો. દીપકને જોઈ મેં કહ્યું.
“દીપક, આવતીકાલે સવારે શૈલી જઈ રહી છે અને સાંજે હું પણ મકાન ખાલી કરી ગામડે જતો રહીશ. તને જોયો તો વિચાર્યું કે તને જાણ કરું અને પરમદિવસથી નોકરી ઉપર આવવાનું ચાલુ કરી દઈશ. એજ મારું જુનું રૂટીન.”

“અરે નીલ આ તારુ જ ઘર છે, તારે જેટલો સમય રહેવું હોય રહી શકે છે.”

“ના દીપક, પણ એક તકલીફ આપીશ તને.”

“અરે તકલીફ કેવી દોસ્ત? તું બોલ કામ શું છે?”

“સવારે દસ વાગ્યે શૈલીની ફ્લાઈટ છે. શૈલીને મુકવા જવું છે તારી કાર લઈને તું આવે તો સગવડતા રહેશે, બે ત્રણ ભારી ભરખમ બેગ છે શૈલીની.”

“અરે ચોક્કસ દોસ્ત.હું આવીશ એરપોર્ટ ઉપર.”

અમારી વાત ચાલી રહી હતી, શૈલી રૂમમ જઈને એનું પેકિંગ કરવા લાગી.
દીપકે પૂછ્યું.

“શૈલી કેમ જાય છે? તારું સેટિંગ ન થયું? હું વાત કરું?”

“ચુપ, એની મરજી નથી, એને અહીં રોકાવું નથી.”

“બેવકૂફ છો તું! એમ થોડી રોકાશે? તારે રોકવી પડશે.”

“હું નહી રોકી શકું.”

“એ તો મને ખબર છે. તારાથી કાચો પાપડ પણ ભાંગે એમ નથી, તું બસ સારી એક્ટિંગ કરી શકે છે. એક કામ કર નાટક કંપની જોઈન કરી લે.” દીપકે હસતા હસતા કહ્યું.

“મને ખબર હતી તારી, તું બોલ્યા વગરનો રહી ગયો હતો. જો કાલે છોડવા આવે તો કોઈ નાટક ના કરતો પ્લીઝ.” મેં દીપકને વિનંતી કરતા કહ્યું.

“નાટક? સાલ્લા નાટક તો તું કરી રહ્યો છે. ચાર વર્ષથી એક છોકરી ને પ્રેમ કરે છે અને એને કહેવાની હિમંત નથી થતી! એનાથી મોટું બીજું નાટક શું હોય?”

“ક્યારેક તો હું એને કહીશ કે હું એને પ્રેમ કરું છું.”

“હા ત્યારે એ બે બચ્ચાની માં બની ગઈ હશે, અને એના બચ્ચા તને મામુ મામુ કહેશે ત્યારે તું કહીશ કે શૈલીઈ ઈ ઈ ઈ ઈ આઈ લવ યુ. હા હા હા. નાટકબાજ. શૈલી તને સામેથી નહી કહે કે મારે અહી રોકાવું છે.”

“છોડ દીપક તું નહી સમજે. કદાચ એ મને એટલો પ્રેમ નથી કરતી જેટલો એ લંડનને કરે છે.”

“હા સમજદાર તો તું જ છો. છોડ ચાલ, સવારે મળીએ.”

દીપક હસતા હસતા એના રૂમમાં જતો રહ્યો,,

હું પણ મારા રૂમમાં જતો રહ્યો, 
બીજા દિવસે સવારે દીપક અને શૈલી વહેલા સવારે આઠ વાગ્યે તૈયાર થઇ ગયા. હું હજુ ઉઠ્યો જ હતો, દીપક બે વખત આવી ને કહી ગયો.

“નીલ, જરા ઉતાવળ રાખજે, જો ટ્રાફિક માં ફસાઈ ગયા તો ફ્લાઈટ ચુકી જવાશે.”

‘એ હા, બસ દસ મીનીટમાં તૈયાર.”

કહેતા હું ઉતાવળે તૈયાર થયો, બાથરૂમમાંથી બહાર નીકળી, અલ્માંરીમાંથી મારા કપડા કાઢી રહ્યો હતો, અને મારું ધ્યાન સુનીલે આપેલ પાર્સલ ઉપર પડ્યું, અને મને દિમાગમાં કંઇક ક્લિક થયું, એ પાર્સલ ખોલી સુનીલે આપેલું ટી-શર્ટ પહેર્યું. કેટલો બેવકૂફ છું હું સુનીલનું ટીશર્ટ પહેરીશ તો શું મારામાં હિમત આવી જશે? બ્લુ જીન્સ અને પર્પલ ટીશર્ટ! કેવું કોમ્બીનેશન રહેશે? હું બહાર આવ્યો શૈલી અને દીપક કંઇક વાત કરી રહ્યા હોય એવું લાગ્યું પણ મને જોઇને બંને ચુપ થઇ ગયા. હું દીપકની બાજુમાં આગળની સીટ ઉપર ગોઠવાયો અને દીપકે મને હસતા હસતા ટોક્યો.

“પાછળ બેસ મારી બાજુની સીટમાં મારી ગર્લફ્રેન્ડ સિવાય કોઈને હું બેસવા નથી દેતો.”

“નૌટંકી સાલા તારી ગર્લફ્રેન્ડ કોઈ દિવસ બતાવી મને? હવામાં વાતો કરે છે.”

“ચાબખા તો એવી રીતે મારી રહ્યો છે જાણે તારી પોતાની ચાર પાંચ ગર્લફ્રેન્ડ હોય.” એમ કહેતા દીપકે કાર સ્ટાર્ટ કરી અને શૈલી હસવા લાગી. આજે શૈલી ખુબ ખુશ દેખાઈ રહી,
શૈલીએ સફેદ લોંગ મેક્ષી પહેરી હતી. શૈલીએ મારા ટી-શર્ટ ઉપર હાથ ફેરવતા કહ્યું.

“નાઈસ ટીશર્ટ.”

“આઈ નો નાઈસ છે. તારા નાઈસ ન કહેવાથી આ ટીશર્ટ ખરાબ નથી થઇ જવાનું.”

“દીપક તમે આજે નીલ નું મૂડ ખરાબ કરી નાખ્યું.”

શૈલી અને દીપક જોર જોરથી હસવા લાગ્યા. મારું મૂડ કેમ ખરાબ છે એ તો હું જ જાણતો હતો.ઉપરથી શૈલી પણ જબરી નાટક બાજ છે. સાલ્લી સુનીલનું ટી-શર્ટ ઓળખી ગઈ તો પણ ચોખવટ નથી કરતી! મારી સામે આ ટી-શર્ટ શૈલીએ સુનીલને ગીફ્ટ કર્યું હતું. મને એમ હતું કે આ દુનિયામાં હું એકલો જ એકટર છું. સાલ્લ્લું અહીં તો આખી દુનિયા નાટકબાજ છે..
અમે એરપોર્ટ ઉપર પહોંચી આવ્યા.

દીપકે કાર પાર્કિંગમાં ઉભી રાખી શૈલીનો સામાન કેરિયર ઉપરથી  ઉતાર્યો, અમે ત્રણેય એક એક બેગ ઉઠાવી ચાલતા થયા. સવારે નવ વાગ્યે અમે એરપોર્ટની અંદર સીટીંગમાં પહોંચી આવ્યા હતા. શૈલીએ એનો સામાન ચેક-ઇન માટે મુક્યો. દીપક વારે ઘડીએ મને કાનમાં કહી રહ્યો.

‘જો આજે તું નહી કહે તો હું કહી દઈશ.”

શૈલી મારી સામે જોઈ રહી. મારી આંખના ભરાયેલા ખૂણા જોઈ શૈલીએ કહ્યું.

“શું છે નીલ? તારે કશું કહેવું છે?”

“ના”

“તું નારાજ છે મારાથી.”

“ના”

“તો? થેંક યુ સાંભળવું છે?”

“ના”

“તો બોબડી કેમ બંધ છે?”

“અચ્છા સોરી સાંભળવું છે?”

“ના ના ના... મારે કશુજ સાંભળવું નથી, તારો ટાઈમ થઇ ગયો છે અને તું જા અહીંથી પ્લીઝ,”
મેં ખુબ ગુસ્સામાં કહ્યું..

“પણ તો ગુસ્સો કેમ કરે છે?”

હું સીટીંગ ઉપરથી ઉભો થયો અને એરપોર્ટની બહાર નીકળતા બોલ્યો..’

“બાય શૈલી, મારે મોડું થાય છે?”

“ના તારે મોડું નથી થતું, તારે કંઇક કહેવું છે. શું કહેવું છે? ઓકે ચાલ આ ટી-શર્ટ તને મસ્ત લાગે છે, બસ! હવે તો ગુસ્સો ના કર! અને આમ મારા જવાના ટાઈમે તું ગુસ્સો કરીશ તો મને પણ ટ્રાવેલિંગમાં મજા નહી આવે.”

“હા પણ તું ચાલી જઈશ એટલે મારી ટ્રાવેલિંગ મસ્ત થશે! મને ખુબ આનંદ થશે!”

“ઓહ! તો એમ વાત છે. હવે સમજાય છે નારાજગી શા માટે છે?”

“શું સમજાય છે? મને એમ લાગે છે કે હું એક જ એવો છું જે મને પોતાને સમજી શકું છું. શૈલી પ્લીઝ તું અહીંથી જા..”

“તું શું કહેવા માંગે છે એ મને હજુ પણ સમજાતું નથી પ્લીઝ નીલ કામ ડાઉન. હું નેક્સ્ટ યેર ફરી પાછી આવીશ તો સીધી તારા ઘરે આવીશ, ઓકે?”

“ના પ્લીઝ તું મારા ઘરે પણ નાં આવતી.”

“નીલ તને પ્રોબ્લેમ શું છે? અચાનક આટલો ચીડચીડીયો કેમ થઇ ગયો.?”

“શૈલી એવું ના થઇ શકે કે તું અહી રોકાઈ જા?”

“હવે? કેમ? મારે કોના માટે રોકાવાનું? હવે મારું કોણ છે અહી?”

“ઓહ યસ. સમજી ગયો, આ દીપક તારો ડ્રાઈવર છે, હું તારો નોકર છું.”

“નીલ હજુ પણ હું નથી સમજી શકતી તને અચાનક શું થઇ ગયું છે? તું પાગલ તો નથી થઇ ગયો ને?”

“હા બસ તું જા એટલે હું સીધો પાગલખાનામાં ભરતી થવાનો છું. તું એકવાર અહીંથી નીકળી જા પ્લીઝ?”

“ઓકે..ઓકે...નીલ કામ ડાઉન, ગુસ્સો ના કર તને તકલીફ શું છે એ મને જણાવ.”
શૈલી આટલું બોલી હતી અને મુંબઈની ફ્લાઈટની એનાઉન્સમેન્ટ થઇ...

“જા તારી ફ્લાઈટની એનાઉન્સમેન્ટ થઇ...”

“ના મારે પહેલા આ હૃદયમાં ધરબાયેલી એનાઉન્સમેન્ટ સાંભળવી છે. પછી હું અહીંથી જઈશ.”

“ઓહ! મતલબ એનાઉન્સમેન્ટ સાંભળીને પણ તું જઈશ એ નક્કી ને?”

“નીલ તો શું તું મને અહી રોકવા માંગે છે.”

મેં શૈલીની આંખોમાં ખુબ આક્રોસ સાથે જોયું ખુબ ગુસ્સા સાથે મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા. અને એનાઉન્સમેન્ટ ચાલુ હતી. અને હું ખુબ જોરથી ચિલ્લાયો...

“શૈલી આઈ એમ ફ્ર્સટ્રેટેડ પ્લીઝ ડોન્ટ ટોર્ચર મી.. આઈ એમ બીઇન્ગ ટોર્ચરડ બીકોઝ આઈ કાંન્ટ લીવ વિધાઉટ યુ.”
“ઓકે.ઓકે . ડીડ યુ મીન....યુ....”
“યેસ આઈ લવ યુ.”

મારી વાત સાંભળી શૈલીના મો ઉપર થોડીવારમ માટે હતાશા છવાઈ ગઈ. કદાચ હજુ પણ હું ઉતાવળ કરી ગયો હતો એવું મને લાગ્યું, હજુ સુનીલની યાદ શૈલીના દિમાગમાંથી ભુંસાઈ નહોતી અને મેં આજે ઉતાવળે કહી દીધું. પણ મને એ વાતનો હવે અફસોસ ન હતો. હવે શૈલી ચાલી જાય તો પણ મને અફસોસ નહી રહે. મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું...શૈલી અનિમેષ મારી આંખોમાં જોઈ રહી. અને ફરી એનાઉન્સમેન્ટ થઇ...મુંબઈ જાનેવાલી ફ્લાઈટ પાંચ મીનીટ મેં રવાના હોગી.

“શૈલી તારી ફ્લાઈટ!” મેં ખુબ શાંતિ થી કહ્યું...

શૈલીએ એના પર્સમાંથી પાસપોર્ટ કાઢ્યો અને પાસપોર્ટની વચ્ચે ફસાવેલી ટીકીટ કાઢીને ફાડી નાખી અને ઉપર હવામાં ઉડાવી દીધી. અને એ મને ભેટી પડી..

“નાટક બાજ,,, આટલું કહેવા માટે કેટલો સમય લગાવ્યો.”

“બસ હવે નાટક કંપનીમાં ભરતી થવાનું બાકી છે,, તું રોકાઈ જઈશ તો એ સપનું પણ પૂરું થઇ જશે..’

 

 

સમાપ્ત...

 

 

-નીલેશ_મુરાણી.
મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯
ઈમેઈલ:- nileshmurani@gmail.com

===============

વાચક મિત્રો જોગ.

===========

મિત્રો

પ્રતિભાવ એટલે શું એ ખુલાસો કરી દઉં? વાર્તાના અને પાત્રના વખાણ એટલે માત્ર પ્રતિભાવ નહી પણ વાર્તાના સારા અને નબળા પાસા વિગતે જણાવશો  તો આનંદ થશે અને એથી આગળ મને સારું અને વધુ સારું લખવા પ્રેરણા મળશે... આપ થકી જ હું લખું છું અને આગળ પણ લખીશ..

 

મિત્રો જો તમે આ આખી વાર્તા વાંચી હોય તો તમારા માટે આ મેસેજ છે..

વાર્તા એક્ટરમાં તમને ક્યુ પાત્ર ગમ્યું? વાર્તા કેવી લાગી? વાર્તામાં કયુ પાત્ર તમને ન ગમ્યું?

ક્યુ પાત્ર તમને ન ગમ્યું? તમને આ વાર્તા કેમ ન ગમી? વાર્તા વિશેનો  તમારો અભિપ્રાય મને મોકલાવો મારા ઈમેઈલ આઈ.ડી  ઉપર અથવા મારા વોટસએપ નંબર ઉપર...

ઈમેઈલ આઈડી:-  nileshmurani@gmail.com

whatsapp number:- 9904510999

તમારો પ્રતિભાવ ૩૦૦ થી ૮૦૦ શબ્દોની અંદર હોવો જોઈએ.

તમારા પ્રતિભાવને હું મારા પેજ ઉપર પ્રકાશિત કરીશ તેમજ માતૃભારતી બાઈટ ઉપર તમારા નામથી પોસ્ટ કરીશ,  સૌથી સારા (અહી સારા એટલે તટસ્થ નહી કે વખાણ) આવેલ પ્રતિભાવને આપીશ એક ભેટ  “પુસ્તક”.

આભાર..

 

-નીલેશ. મુરાણી.  

 

***

Rate & Review

Verified icon

Sneha Zandawala 8 months ago

Verified icon

Bhoomi Surani 10 months ago

Verified icon

nihi honey 10 months ago

Verified icon

Ina Shah 10 months ago

Verified icon

Viral Vaghasiya 10 months ago