poem and Gazal books and stories free download online pdf in Gujarati

કવિતા અને ગઝલ

No 1

તારી શોધમાં છું છતાં તુ જડતો નથી
સાચું કહું તો તું હવે માણસમાં ય મળતો નથી.

અહીંયા તારા તરફી અને વિરોધી બંને છે
છતાં તું એ બને માં કેમ વેરભાવ રાખતો નથી.

પ્રશ્ન હવે થાય છે તારા અસ્તિત્વનો છતાં
તુ તો તારા આ અહમ્ ખાતર પણ બોલતો નથી.

અમે બધા તારા જ સંતાનો છીએ ભૂલતો નઈ
સૌની આપવીતી જાણવા છતાં કંઈ કરતો નથી

No 2


વાત મારી ન  કરશે તો હું શું કરું
વાતો તારી  સતાવે તો હું શું કરું

પ્રેમ છે એ ન કે'શે તો હું શું કરું
કલ્પના કર્યા કરતે તો હું શું કરું

દુઃખ વધે, સુખ ઘટે એમ ચા
લ્યા કરે
સાથ ખુદના જ નહિ દે તો હું શું કરું

થઈ શકે એટલી લાગણી આપતે
લાગણીને સૌ માપે તો હું શું કરું

જાણે સંબંધની તો ઉજાણી  કરી
એ અકારણ જ તૂટે તો હું શું કરું

શબ્દો સૌ મારા એને જ ખાતર બસ
એને એ નહિ સ્પર્શે તો હું શું કરું

કારણ વિના મળવા મને દરરોજ બોલાવે ભલા
હું જઈ શકું એવું નથી એ કોણ સમજાવે ભલા

મરવા ન દે, રડવા ન દે ને જીવવા મુજને ન દે
બોલો જુદાઈ કેટલુ મુજને જ ગભરાવે ભલા

હું શું કહું આ જિંદગી માટે, નથી હક એ મને
પગભર થવા એ કિન્તુ સાચે બહુ જ દોડાવે ભલા

શા કારણે તું નિમ્ન પ્રિયાથી ગણે ખુદને 'કિશન'
એને જ લીધે એ તને હંમેશ દબડાવે ભલા
- કિશન દેસાઈ


No 3

સૌને તો બસ આપણે એકમેકના થયાનો વ્હેમ છે
બસ મને તો માત્ર તારા થઈ જવાનો વ્હેમ છે

વાતને અડધી જ રાખીને તમે ચાલ્યા ગયા
આયખું આખું મને એમાં  જીવ્યાનો વ્હેમ છે

બે દિલોનું એક થયાનું પણ મને તો યાદ છે
હા મને સૌ આપણી નજરો  મળ્યાનો વ્હેમ છે

શબ્દની કોઈ રમત રમવી હતી એની
જોડે
સૌ જ મારી ગઝલો  યાદ તમને રહ્યાનો વ્હેમ છે

વાત તારી સાથ કરવા માટે હું મથતો હતો

વાત શું થોડી કરી,તને પ્રેમ મુજને થયાનો વ્હેમ છે
-કિશન દેસાઈ 


No 4

કારણ વિના મળવા મને દરરોજ બોલાવે ભલા
હું જઈ શકું એવું નથી એ કોણ સમજાવે ભલા

મરવા ન દે, રડવા ન દે ને જીવવા મુજને ન દે
બોલો જુદાઈ કેટલુ મુજને જ ગભરાવે ભલા

હું શું કહું આ જિંદગી માટે, નથી હક એ મને
પગભર થવા એ કિન્તુ સાચે બહુ જ દોડાવે ભલા

શા કારણે તું નિમ્ન પ્રિયાથી ગણે ખુદને 'કિશન'
એને જ લીધે એ તને હંમેશ દબડાવે ભલા
- કિશન દેસાઈ

No 5

વર્ષના વર્ષો થયા છે,ચાલ પાછા મળીયે
યાદ કરવા આપણે તો, કાલથી પાછા મળીયે

રૂબરૂ પાછા મળીયે,ખ્યાલમાં પાછા મળીયે
ચલ વિતેલી આપણી ગઈકાલમાં પાછા મળીયે

કે અરજ છે બસ એટલી,ના તું લાવે અંત જલદી
વાત આજે કર તું ખાલી,સાલમાં પાછા મળીયે

ગીત ગાતા શીખવાડી હું તને તો નીરખી જવ
બસ પછી આપણે સૂર તાલમાં પાછા મળીયે

No 6

તૂટી ગયેલા સંબંધને જાણે બાંધી લીધો
ફકત એટલું થયું કે કો'કે અમારું માન છીનવી લીધું

બગડી ગયેલા પ્રશંગને જાણે માણી લીધો
ફકત એટલું થયું કે કો'ક અમારાથી રિસાઈ
ગયું

હારી ગયેલી રમત જાણે જીતી લીધી
ફકત એટલું થયું કે કો'કે રમવાનું ભુલાવી દીધું

સગલી ગયેલા હ્રદયને જાણે બુઝાવી દીધું
ફકત એટલું થયું કે કો'કે એને કાપી લીધું

'કિશને' ન જાણવા છતાં જાણે કવિતા લખી કાઢી
ફકત એટલું થયું કે કો'કે દાદ છીનવી લીધી
                                         -કિશન દેસાઇ 'KD'