Khet Majurno Dikro Banyo Bhai no Vishvasu Sathi Part - 2 books and stories free download online pdf in Gujarati

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૨

સ્વયમ મારૂ નામ રાકેશ છે, પરંતુ શહેરમાં બધા મને રાકા ભાઇના નામથી ઓળખે છે. મારો ધંધો લોકોને ડરાવવાનો અને કામ કઢાવવાનો છે. તે કીધું હતુંને કે તારે નોકરી જોઇએ છે, બોલ મારે ત્યાં નોકરી કરીશ. તારે નોકરી ન કરવી હોય તો આ સુટકેસમાં ઢગલો રૂપિયા છે તેમાંથી તારે જોઇતા હોય તેટલા લઇને તું અહીંથી જઇ શકે છે. રાકા ભાઇને શું જવાબ આપવો તેનો એક ક્ષણ પણ વિચાર કર્યા વિના સ્વયમે સુટકેસ બંધ કરી અને ભાઇને તેમનો જવાબ મળી ગયો.

સ્વયમને ખબર ન હતી કે તે રાકા સાથે રહી શું કરવાનું છતાં પણ તેને પરિવારની ચિંતા સતાવતી હોવાથી તેને નોકરી સ્વીકારી લીધી. સ્વયમનો જવાબ સાંભળતાની સાથે જ રાકાએ ટેબલ પર પડેલી સુટકેસમાંથી રૂ. ૨૦૦૦ની નોટનું એક બંડલ કાઢયું અને સ્વયમને આપ્યું, અને કહ્યું કે, લે આ રાખ તારી માટે થોડા કપડાં અને બીજી વસ્તુની ખરીદી કરી લે. એક મોબાઇલ પણ લઇ લેજે. બાકીના રૂપિયા ઘરે તારા પરિવારને મોકલાવી દેજે. દર મહિને તને બે લાક રૂપિયા પહેલી તારીખે મળી જશે. તારે હવેથી મારી સાથે જ રહેવાનું અને ફરવાનું છે. રાકાની વાત સાંભળતાંની સાથે જ સ્વયમની આંખો ચાર થઇ ગઇ. તેની આંખમાં એક જાદુઇ ખુશીનો ચમકારો દેખાઇ રહ્યો હતો. સ્વયમને જોઇને રાકાને તે જ્યારે પહેલી વખત શહેરમાં આવ્યો તે દિવસો યાદ આવી ગયા હતા. પરંતુ તે કશું બોલ્યો નહીં.

સ્વયમનો આખો દિવસ રાકા સાથે જ વિતવા લાગ્યો. દરમિયાન રાકાએ એક દિવસ સ્વયમને એક સરનામું આપ્યું અને કહ્યું કે, આ જગ્યાએ જા ત્યાં તને રજત શાહ નામનો વ્યક્તિ મળશે. તેને કહેજે કે, રાકાએ મોકલ્યો છે. રજત તને એક સુટકેસ આપશે તે લઇને મારી પાસે આવજે. રાકાએ સ્વયમની સાથે તેના બે માણસો પણ મોકલ્યા હતા. સ્વયમ રજત શાહના ઘરે પહોંચ્યો. ઘરના દરવાજા પરની ઘંટડી વગાડતા જ થોડી ક્ષણોમાં એક સ્વરૂપવાન યુવતીએ ઘરનો દરવાજો ખોલ્યો. સ્વયમ તો તે યુવતીને જોતો જ રહ્યો, સ્વર્ગમાંથી કોઇ અપ્સરા ધરતી પર ઉતરી આવી હોય તેટલી સુંદર તે યુવતી હતી.

યુવતીએ સ્વયમનું ધ્યાન તોડવા માટે ચપટી વગાળી અને પુછયું કોનું કામ છે ? સ્વયમે કહ્યું રજત શાહ છે, રાકા ભાઇને ત્યાંથી આવું છું. યુવતી સ્વયમના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, હું રજત શાહની દિકરી દ્રષ્ટી છું, પપ્પા ઘરે નથી. તેમનો ફોન આવ્યો હતો કે તમે આવશો અને મારે તમને એક સુટકેસ આપવાની છે. તમે અંદર આવો બેસો હું સુટકેસ લઇને આવું છું. દ્રષ્ટીએ તેના ઘરની કામવાળીને બુમ પાડીને મહેમાનને પાણી આપવા માટે આદેશ કર્યો અને તે સુટકેસ લેવા રજતના રૂમ તરફ ચાલવા લાગી. સ્વયમ ઘરમાં તો આવ્યો પણ તેની નજર સતત દ્રષ્ટી પર જ હતી. સ્વયમ પહેલી નજરે જ દ્રષ્ટીના પ્રેમમાં પડી ગયો હતો. જોકે, દ્રષ્ટીએ આ બાબતે કોઇ જ ખ્યાલ ન હતો.

દ્રષ્ટી સુટકેસ લઇને આવી અને સ્વયમને આપી. સ્વયમ સુટકેસ લઇને ચાલવા લાગ્યો પણ તેની નજર સામે સતત દ્રષ્ટીનો ચહેરો જ રમી રહ્યો હતો. તે દિવસ પછી સ્વયમને રાતે સપના હોય કે પછી દિવસે જાગતી આંખો માત્ર દ્રષ્ટી જ દેખાતી હતી. તેને મનમાં નક્કી કરી લીધુ હતું કે, દ્રષ્ટીને જ તેની જીવન સંગીની બનાવશે. તેને એક સાથીને દ્રષ્ટીની સંપૂર્ણ વિગતો કાઢવા માટે જણાવ્યું. બે દિવસમાં જ સ્વયમનો સાથી દ્રષ્ટીની સંપૂર્ણ વિગતો સાથે હાજર હતો. તેને સ્વયમને જણાવ્યું કે, દ્રષ્ટી શહેરની એક નામાંકિત કોલેજમાંથી એમબીએનો અભ્યાસ કરી હાલ એક મોટી કંપનીમાં અનુભવ લઇ રહી છે. નજીકના ભવિષ્યમાં તે રજત શાહની કંપની સંભાળે તેવી શક્યતાઓ છે. તેના જીવનમાં ---- સુધી એક છોકરો નથી. તેને માત્ર તેના કામ સાથે જ પ્રેમ છે. તેને ચિત્ર દોરવાનો અને ખરીદી કરવાનો શોખ છે. તે રોજ સવારે ૬ વાગ્યે શહેરની મધ્યમાં આવેલા મોટા ક્લબમાં તરવા માટે જાય છે. તેમજ સાંજે તે જ ક્લબમાં તેની કેટલીક મિત્રોને મળવા પણ જાય છે. તે સિવાય બાકીનો સમય તે તેના શોખને જ આપે છે.

દ્રષ્ટી વિષે જાણતાની સાથે જ સ્વયમને થયું કે, દ્રષ્ટી ખુબ જ ભણેલી છે તો તેની સાથે લગ્ન કેમ કરશે ? સ્વયમ ઓછું ભણેલો હતો પરંતુ શહેરમાં લાંબા સમયથી રહેતો હોવાથી તેનામાં શહેરની બોલચાલ અને કપડાં પહેરવાની સ્ટાઇલ આવી ગઇ હતી. જેથી તે ઓછું ભણેલો હોવાનું પહેલી દ્રષ્ટીએ જણાય તેમ ન હતું. સ્વયમને કોઇ પણ સંજોગોમાં દ્રષ્ટીને પોતાના પ્રેમમાં પાડવાનો નિર્ણય કરી લીધો હતો. તે દ્રષ્ટીને મળવાનો બીજો મોકો શોધી રહ્યો હતો. તેવામાં એક દિવસ સાંજે દ્રષ્ટી ક્લબમાં તેની મિત્રો સાથે બેઠી હતી, ત્યારે સ્વયમ અચાનક ત્યાં આવી ચઢયો. તેને દ્રષ્ટીને જોઇ અને નક્કી કર્યુ કે, આજે તો તેને મળી તેની સાથે મિત્રતા કરીવી છે. તે સીધો જ દ્રષ્ટી જે ટેબલ પર બેઠી હતી ત્યાં પહોંચી ગયો. તેને જોતા જ દ્રષ્ટી તેને ઓળખી ગઇ અને પુછયું, તમે સ્વયમ છોને, એક દિવસ પપ્પાને મળવા માટે ઘરે આવ્યા હતા બરાબર ને...

પોતે કોણ છે તે દ્રષ્ટીને યાદ હોવાની ખુશીમાં સ્વયમના હોઢ પર એક સ્મીત આવી ગયું. દ્રષ્ટીએ ઉભી થઇ સ્વયમની ઓળખાણ તેની મિત્રો સાથે કરાવી. પછી સ્વયમની પણ હિંમત ખુલતા તેને દ્રષ્ટીને કોફી પીવાની ઓફર કરી. દ્રષ્ટી તરંત જ તેના મિત્રોને છોડી સ્વયમ સાથે કોફી પીવા ચાલી નિકળી. સ્વયમ અને દ્રષ્ટી તેજ ક્લબના કેફેમાં એક ટેબલ પર જઇને બેઠા. દ્રષ્ટીએ કોફી માટે ઓર્ડર કર્યો અને સ્વયમને પછયું તમે કંઇ કોફી પીશો ? સ્વયમને જવાબ આપ્યો તમે જે મગાવશો તે જ પીશ. એટલે દ્રષ્ટીએ પણ હસતા હસતા બે કોફીનો ઓર્ડર આપ્યો. કોફી આવે ત્યાં સુધી સ્વયમ અને દ્રષ્ટી વચ્ચે વાતચીત ચાલતી હતી. પહેલી નજરે તો કોઇને પણ જોઇને તેમજ લાગે કે સ્વયમ અને દ્રષ્ટી વર્ષોથી એક બીજાને ઓળખે છે.

તે દિવસ પછી સ્વયમ અને દ્રષ્ટીનો મળવાનો સીલસીલો સતત ચાલુ જ રહ્યો. પહેલા સપ્તાહમાં એકાદ વાર અને પછી હવે તો તેઓ રોજ મળવા લાગ્યા હતા. દ્રષ્ટી અને સ્વયમ એક બીજા સાથે મોડી રાત સુધી ફોન પર પણ વાતો કરવા લાગ્યા હતા. સ્વયમને તો દ્રષ્ટી સાથે પહેલી નજરે જ પ્રેમ થઇ ગયો હતો. પરંતુ હવે તો દ્રષ્ટીને પણ સ્વયમનો સાથ ગમવા લાગ્યો હતો. તેને પણ સ્વયમ સાથે વાત કર્યા વિના ઉંઘ આવતી ન હતી. દ્રષ્ટીને પણ સ્વયમ સાથે પ્રેમ થયાનો અહેસાસ થઇ ગયો હતો. પરંતુ દ્રષ્ટીને એક મુશ્કેલી હતી કે તે સ્વયમના પરિવાર વિષે તો જાણતી હતી પણ તે કામ શું કરે છે તે સ્વયમે ક્યારે પણ જણાવ્યું ન હતું. જેથી તે અસમંજસમાં મુકાઇ ગઇ હતી કે, પોતાના પ્રેમનો એકરાર તો કરવો પણ કરવો કઇ રીતે. જેવામાં જ એક દિવસ સ્વયમે પોતાના જન્મ દિવસે દ્રષ્ટીને એક મોટી હોટલમાં પાર્ટી માટે બોલાવી.

મનના માણીગરનો જન્મ દિવસ હોય અને તેની પાર્ટીમાં જવાનું હોય દ્રષ્ટી પણ સવારથી જ એક પછી એક કપડાં પહેરીને જોતી હતી. પણ તેને એક પણ ડ્રેસમાં મઝા ન આવી એટલે તેને પોતાની એક મિત્રની મદદ માગી અને અંતે એક સુંદર સાડી પહેરી તે પણ તૈયાર થઇ. સાડીમાં દ્રષ્ટી ખુબ જ સુંદર લાગતી હતી. તેની કામણગારી કાયા સાડીમાં વધારે કામણગારી બની ગઇ હતી. તેની આંખોમાં લાગેલું કાજલ કોઇ પણ જોનારને ઘાયલ કરી દે તવું હતું. હોઢ પર લગાવેલી લાલ લિપસ્ટીકના કારણે તેના હોઢ ગુલાબની પાંખડી જેવા બની ગયા હતા.