ATUL NA SANSMARANO BHAG 1 - 3 books and stories free download online pdf in Gujarati

અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૩

પ્રકરણ ૩ શેઠ શ્રી સિધ્ધાર્થભાઈ

૩ . अ આનાથી વધુ મુશ્કેલી નહિ પડે.

વલસાડ -ધરમપુર- દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી. જુન-જુલાઈમાં વરસાદ ૮૦ થી ૧૦૦ ઈંચ જેટલો વરસાદ પડે. ૧૫ મી જુલાઈ ૧૯૫૬ ને દિવસે વલસાડ સ્ટેશને ઉતર્યો. તે વખતે ટ્રાન્સપોર્ટની આજના જેવી સુવિધા નહોતી. એસ.ટી. ની એક બસ સવારે વલસાડથી ૦૭-૦૦ વાગે અતુલ જાય તેમાં સવારે કામ કરતા કર્મચારીઓ અતુલ જાય અને રાત પાળીમાં કામ કરતા કર્મચારીઓ તેમાં વલસાડ પાછા આવે; અને તે જ પ્રમાણે સાંજે ૦૫-૦૦ વાગે વલસાડથી અતુલ જાય તેમાં સાંજે ઑફીસના કર્મચારીઓ પાછા વલસાડ આવે. આ સિવાય ટાન્સપોર્ટનું બીજું કોઈ સાધન ન મળે. ઑટો રીક્ષાનો જન્મ તે વખતે થયો નહોતો. એસ.ટી. બસ સિવાય અતુલ જવા માટે ઑલ્ટરનેટીવ ફક્ત ઘોડા ગાડી જ એક સાધન હતું. ગુજરાત એક્ષપ્રેસા ટ્રેઈન સવારે ૧૦-૩૦ વાગે વલસાડ આવે. તે વખતે અતુલ જવા માટે એસ.ટી તો મળે નહિં. તેથી ઘોડાગાડી (ટાંગા)માં નીકળ્યો.

વલસાડથી અતુલ જવા માટે સ્ટેટ હાઈ-વે નં ૬ તે વખતે અસ્તીત્વમા હતો. નં ૮ નહોતો. ટાંગાવાળો મારા હાલ હવાલ જોઈ પારખી ગયો કે હું નવો સવો છું. ટાંગાવાળો મને દોઢ બે માઈલ દુર આવેલી વાંકી નદી ના પુલ સુધી લાવ્યો. જુલાઈ મહિનો ભરપુર વરસાદ હોવાથી વાંકી નદી બે કાંઠે વહે, પુલ ઉપરથી પાણી વહે, ટાંગાવાળો કહે હમણાં પાણી ઉતરી જશે થોડી રાહ જોઈએ. અર્ધો કલાક રાહ જોઈ પણ કંઈ ફેર પડ્યો નહિ. ટાંગવાળો પણ કંટાળ્યો તેણે કહ્યું કે સાહેબ પાણી હમણાં ઉતરે તેવું લાગતું નથી, તમે એમ કરો, " આ રેલની પટરી પટરીએ (રેલ્વેના પાટે પાટે) ચાલ્યા જાઓ ચાર પાંચ બંગલી (રેલ્વે ક્રોસિંગ પાસે ફાટક ઉઘાડ-બંધ કરનારની ઝુંપડી) પછી ડાબી બાજુ અતુલ આવશે. ઢુંકડું જ છે, બહુ દુર નથી.

હવે બીજો કોઈ ઉપાય ન હોવાથી ટાંગાવાળાને ભાડું ચુકવી રેલ્વેને પાટે પાટે ચાલવા માંડ્યું. રેલ્વે ટ્રેક ઉંચાઈ પર અને બે બાજુ ઢાળવાળી ઉંડી ખીણ જેવી જમીન તેથી ડુંગરની ધાર પર ચાલતા હોઈએ તેવું લાગે, સાથે સાથે સખત પવન પણ એવો કે ઘડીમાં આમ હડસેલો મારે અને ઘડીમાં આમ. ડાબા- જમણી જાણે નટ "એક્રોબેટ" દોરડા ઉપર હાથમાં લાકડી લઈને સમતોલન જાળવી ચાલે તેમ દોઢ બે કલ્લાકે "દિવેદ" રેલ્વે ક્રોસીંગ પાસે મને મારી મંઝીલના દર્શન થયા. હવે રેલ્વે ટ્રેક છોડી અતુલ તરફ પ્રયાણ કર્યું. ફરજ ઉપરના વોચમેન વલીચાચા (તેમના નામની જાણ મને ઘણા સમય પછી થઇ હતી) તેમને અતુલનો રસ્તો પુછ્યો. તેમણે સલામ સાહેબજી કરી રસ્તો બતાવ્યો. તેમના મનમાં હું અતુલનો કોઈ ઓફીસર હોઈશ.

બપોરે ૧૨-૩૦ વાગે અતુલ પહોંચ્યો.ત્યારે લંચ ટાઈમ થયો હોવાથી બધા જ લંચ માટે ઉપડી ગયા હતા.મારા મિત્ર શ્રી નીરંજન પરીખનું સરનામું પૂછતાં પૂછતાં તેની રૂમ પર ગયો.તે 'મેસ'માં જમીને પાછો ફરતો હતો.મારા દિદાર - કાદવવાળું પેન્ટ, એક હાથમાં છત્રી, એક હાથમાં બેગ."बरसातमें हमसे मीले तुम ,तुमसे मीले हम." કરતાં તેની રૂમ ઉપર લઈ ગયો. હા મોં ધોઈ મને મેસમાં લઈ ગયો અને જમીને કહે કે શ્રી સિધ્ધાર્થભાઈ શેઠ તો હવે બપોરે ૦૨-૩૦ વાગે મળશે. ત્યાંસુધી આરામ કર.અને આ સામે રસ્તો દેખાય છે, તે ઑફીસમા શ્રી સિધ્ધાર્થ ભાઈ શેઠ મળશે."

બપોરે આરામ કરી કપડાં બદલી તેમની ઑફીસમાં ગયો.તેઓ આશ્ચર્ય પામ્યા."વાંકી "તો 'ઑવર ફ્લો' થાય છે, રસ્તા બધા બંધ છે તો તમે આવ્યા કેવી રીતે? મેં તેમને મારી વિગત જણાવી. તેઓના મુખ ઉપર સાધારણ હાસ્ય ફેલાયું અને હસતાં હસતાં જણાવ્યું કે ખરેખર તમે ઘણું સાહસ કરી ઘણીજ મુશ્કેલી વેઠીને આવ્યા છો, આનાથી વધુ મુશ્કેલી તમને નહિં પડે.

???????

૩ ब. શ્રી સિધ્ધાર્થભાઈ શેઠની સહ્રદયતા.

ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું રંગ અને રસાયણનું વિશાળ ઔદ્યોગિક સંકુલ 'અતુલ' આવેલું છે. વલસા સ્ટેશનથી આશરે દસેક માઈલ દૂર તેના કર્મચારીઓ માટે સુંદર ટાઉનશીપ બાંધેલી છે. ટાઉનશીપમાં લોકો કુટુંબભાવનાથી રહે છે. કર્મચારીઓના મનોરંજન માટે, વિવિધ પ્રવૃત્તિઓ માટે સાંસ્કૃતિક મંડળ 'ઉત્કર્ષ, બાળપ્રવૃત્તિઓ માટે 'ઉદય' અને સ્ત્રી પ્રવૃત્તિઓ માટે 'ઊર્મિ 'જેવાં મંડળૉ કાર્યરત છે.

આ પ્રસંગ ૧૯૬૧નો છે.' અતુલ'ની શરૂઆત ૧૭ મી માર્ચ,૧૯૫૧ ના રોજ સ્વ. પંડિત જવાહરલાલ નહેરૂના વરદહસ્તે થઈ હતી.તે સમયે આજના જેવી ટેલિકમ્યુનિકેશન કે ટ્રાન્સપૉર્ટની વ્યવસ્થા ઉપલબ્ધ ન હતી. વલસાડથી કામપર આવવા -જવા માટે એસ.ટી. બસની સુવિધા હતી.એક બસ સવારે આઠ વલસાડથી આવે અને એક બસ સાંજે પાંચ વાગે 'અતુલ'થી વલસાડ જાય. ટેલિફોન, ટેલિગ્રાફ,ટપાલસેવા પણત્યારે આટલી ઉપલબ્ધ ન હતી.અમદાવાદથી કરેલો ટેલિગ્રામ સુરત આવે અને સુરતથી ઑર્ડિનરી ટપાલમાં વલસાડ જાય.(વલસાડમાં તે વખતે તાર-ઑફીસ નહોતી.) વલસાડથીઅતુલ ટપાલ માટે સરકારી વ્યવસ્થા નહોતી. અતુલથી કંપનીનો માણસ વલસાડ પોસ્ટઓફીસે જઈ 'અતુલ'ની ટપાલ જીપમાં લઈ આવે અને તેની વહેંચણી કંપનીના દરેકખાતાવાર થાય -ઘેર ઘેર ટપાલ આવે નહીં.

ફેબ્રુઆરી,૧૯૬૧. મારાં માતુશ્રી નું અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયું.અમદાવાદથી કરેલો ટેલિગ્રામ સુરત થઈ, વાયા વલસાડ પોસ્ટ ઑફીસે બીજે દિવસે ૧૧-૦૦ વાગે મને કંપનીમાં મળ્યો.'અતુલ'થી વલસાડ જવા માટે કંપની તેના સ્ટાફને જીપની સગવડ આપતી હતી .અમદાવાદ જવા માટે વલસાડ સ્ટેશનેથી ટ્રેન પકડવી પડે. આ સમય દરમ્યાન ફક્ત સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન બપોરે ૧૨-૩૦ વાગે મળેતેમ હતી.આથી કંપનીના ટ્રાન્સપોર્ટ ખાતામાં મેં વિગત જણાવી જીપની માંગણી કરી.

ટ્રાન્સપોર્ટ ખાતાના ઑફીસર શ્રી એસ. કે. સોમણે તપાસ કરી તો ખબર પડી કે એક જીપ કંપનીના કામે વલસાડ નીકળી ગઈ છે, અને બીજી જીપ ઈંમરજન્સી માટે 'સ્ટેન્ડ ટુ' રાખવી જરૂરી છે. તેથી મને તે જીપ અળી શકે તેમ નથી.

સમય પસાર થતો હતો. મારી મુંઝવણ વધતી હતી. આખરે કંપનીના મેનેજિંગ ડિયરેક્ટર શ્રી સિધ્ધાર્થભાઈ કસ્તુરભાઈ લાલભાઈ શેઠને મળ્યો. તેમને ટેલિગ્રામ વંચાવ્યો અને જીપ મળે તેમ નથી તેની વિગત જણાવી. તેમણે ટ્રાન્સપોર્ટ ઓફીસરને બોલાવી તપાસ કરી.એમ.ડી.એ પરિસ્થિતિનો તાગ પામી તેમની પોતાની કાર લઈ જવા કહ્યું;અને ડ્રાઈવરની વ્યવસ્થા ન થાય તો જાતે જઈને મને વલસાડ સ્ટેશને પહોંચાડવાની વ્યવસ્થા કરવા કહ્યું,

આવો આદેશ થતાં કંપનીના ડ્રાઈવરે એમ.ડી.ની કાર લઈ મને સમયસર વલસાડસ્ટેશને પહોંચાડ્યો.

આ ઘટનામાં મને કંપનીના મૅનેજિંગ ડિરેક્ટરની તેમના કર્મચારી પ્રત્યેની સહૃદયતા અને માનવતાનાં દર્શન થયાં

???????