jindgi no rang - 3 Last books and stories free download online pdf in Gujarati

જીંદગી નો રંગ ભાગ - 3 - છેલ્લો

1..ચાલ ને હવે...

ચાલ ને  હવે જીંદગી આપણે સમાધાન કરી લઈએ,ન જાણે આપણે ક્યારે  પાછી આવશે આ દિવસો,હવે ચાલ ને ભગવાન ની પણ આપણે થોડી ખેંચી લઈએ ચાલ ને હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ.....

એકબીજા ના અવગુણો ~ ગુણો ભુલી ને આપણે એક  માળા માં ગુંથાઈ જઈએ, ઘડીક નો સંગ છે ચાલ ને  આપણે એક સાથે જીવી લઈ એ,ચાલ ને હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ....

સમય નો દોષ ન નિકાળતા આપણે એક બીજા ને સહકાર રુપ થઇ એ ચાલ ને  હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ.....

આપણે તુ અને હુ નો ભાવ ભુલી ને આપણે બની જઇએ ને આખુ વિશ્વ કુંટુંબ બની જઈઅે ચાલને હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ.......

કોણ બ્રાહ્મણ ?કોણ હરીજન ? કોણ પ્રજાપતિ ? કોણ મુસલમાન? નાત જાત -ધર્મોના ભેદ ભુલી  માતા ના સંતાન થઇ જઈએ  ચાલ ને  હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ.......

વાંક ગુના સૌના દોષો ભુલી ને આપણે માફ કરીને ને  થોડુ નમી લઈ એ ઘડીક સંગ ની સફર જોત જોતા માં પતી જશે મિત્રો એક દિવસ આપણે મૃત્યુ રુપી અંતિમ સફર સુધી પહોંચી જઈશું  ચાલ ને દોસ્ત આપણે એક બીજા ને માફ કરી ભેટી લઈએ ચાલ ને હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ.......

અરસ પરસ થોડુ સાચવી ને અહમ ઓગાળી ને થોડુ સહન કરી સંબંધો ને દોર વડે ફરી થી બાંધી દઈએ, ફરી એક બીજા માટે જીવી લઈ એ... ચાલ ને હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ..... 

માત્ર આપણને આજ તો મળી છે,કાલ નજાણે મળે કે નહીં ચાલ ને આપણે દોસ્તી ખાતર થોડુ ઝુકી લઈ એ ચાલ ને  હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ......

ચિંતા રુપી ચિતા ને એક બાજુ રાખી ને પળ પળ ને મન રુપી મેમરી માં જીંદગી ની એક એક રંગીન પળો ને બચાવી ને જીવી લઈ એ, ચાલ ને હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ......

એક બીજા ને ગમતાં રહીએ ,થોડુ ઝુકી જઇએ,એકબીજા નાં દુખ માં આપણે હિંમત આપીએ, ચાલ ને હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ.......

એકબીજા ની હરીફાઈ, અદેખાઈ છોડી  આપણે સમાન બની જઈએ ચાલ ને  હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ..... 

              - શૈમી પ્રજાપતિ

2.તારી યાદ....

જયારે લહેરાતો પવન જયારે મને સ્પર્શ કરે છે.....
ત્યારે મને તારા મધુર સ્મિત ની યાદ તાજી થાય છે.....

આ વર્ષા ની ઋતુ પણ જોને કેવી તારી કેવી યાદ અપાવે છે,જાણે તું શરમ થી માથું ન ઝુકાવતી હોય.......

વર્ષા  ની એક એક બુંદ  મને એવી રીતે સ્પર્શ કરે છે કે જાણે તું મને પ્યાર થી આલિંગન માં લઈ ને ચુમતી ન હોય......

મુશળધાર વરસાદ નદી સરોવરો ને છલકાવે છે....
ને તને યાદ કરુ  તો મારુ દિલ લાગણી ઓથી છલકાઈ જાય છે...

વાદળ વરસે છે તો પાણી ની બુંદ વરસાવે 
ને તુ વરસે તો મારા પર પ્રેમ વરસાવે 
તારી યાદ માં તો મારી આંખ અાંસુ 
ઓનો વરસાદ વરસે જાનુ......

વરસાદ વરસે તો જમીન ભિંજવે...
તુ વરસે તો મને તારા પ્રેમ થી 
તરબોળ કરી નાંખે તારી યાદ માં 
મને એક એક દિવસ અધુરો છે,દિકુ.....

વરસતાં વરસાદ ને જમીન ઝીલે 
પણ બેટા તારા પ્રેમરુપી 
વરસાદ ને મારી બાહો ઝીલે બેટુ....
તારી યાદ આવશે મને  તો કોણ ઝીલશે?....

વરસાદ આવે તો વાદળાં ગરજે.....
પણ તુ ન આવે તો મારુંદિલ ધબકે 
પણ મારી આંખો રડી રડી ને નદી વહાવે
મારુ મન વ્યાકુળ થઇ જાય ને 
તારી યાદ તાજી થાય.......

ચાતક કાગનજરે વરસાદ ની રાહ જુએ....
ને હુ વરસાદ અને પ્રેમ નાં નશા માં 
ચકોર ની જેમ તને યાદ કરુ દિકા 
તારી યાદ માં મને વરસાદ પણ વસમો લાગે....

વરસાદ ની  એક એક બુંદ  
મારા શરીર ને  ભિંજવે તેમ 
તારી યાદ મારી આંખો ને ભિંજવે....

.........શૈમી પ્રજાપતિ

3.હે જીંદગી  તુ મને જવાબ આપને.....

હે જીંદગી હુ થાકેલો , ભટકેલો મુસાફર છું મને તુ મારી મંજીલ સુધી પહોચાડ ને ,મને આશા નું કિરણ આપને.....

હજી ઘણા ચડાવ ઉતરાવ જોવા છે મને થોડી તાકાત આપ ને......

માણસો તો મને ઘણા મળ્યા મને માત્ર મારો પોતાનો કોઈક આપને ,જેની સાથે મને ઘરડા થવું ગમે.....

અંધકાર ની છાયા છે  જીવન માં હુ સાવ સુકાની જેવી થઈ ગઈ છું, મારે વધારે ખુશી નથી જોઈતી મને માત્ર, મને થોડી આશા રુપી કિરણ આપને.....

એ જીંદગી તારા સફર ઘણા છે. પણ મને સારી સફર હમ સફર માં આપને.....

એ જીંદગી મે તારા બહુ રંગ જોયા છે,  
મને પ્રેમ નો રંગ ચડાવવા માટે  કોઈ આપને....

હજી ઘણા શ્વાસ લેવાના બાકી છે, દુઃખે મને ઘેરી લીધી છે, મને કોઈ હસવાનુ કારણ આપને......

સરવાળા તે મે બહુ કરી જોયા બધાં ની બાદબાકી થઇ ગઈ છે, કોઈ બચ્યું નથી મને કોઈ નવા માણસ ની હાજરી આપને.....

એ જીંદગી નથી જોઈતુ કંઈ જ મારે તારી પાસે પણ મને મારી મહેનત નુ ફળ આપને.....

મને લુખ્ખા તો બહુ મળ્યા પણ મને કોઇ કામનો હોય તેવો કોઇ આપને.....

એ જીંદગી તારા રાજ માં વણમાગી શિખામણ આપનાર ઝાઝા મળ્યા પણ મને તેમાંથી કોઈ સહકાર આપનાર આપને.....

એ જીંદગી મે તારી અંદર ચડાવ ઉતરાવ ઝાઝા જોયા પણ મને કોઈ સફળતા ની સીડી આપને.....

મને ખોટા વાયદા આપનાર ઝાઝા મળ્યા પણ મને એક સાચો માણસ તો બતાવ.....

4. આવું શુ સુઝયું હશે....

કોઈ કાળા કોઈ ધોળા તો કોઈ બંને વચ્ચે
કોઈ ગરીબ તો કોઈ અમીર ,
ભગવાન ને આવુ શુ સુઝયું હશે ?...

કોઈ ને ઉપવાસ કોઈ ને રોજા તો કોઈને રોટલી મેળવવી એક ધ્યેય ભગવાન ને આવુ શુ સુઝયું હશે?....

ચાહયું મે ખુશી ઓ વહેચવા નું સરખા ભાગે પણ ભગવાન ને આ નહીં સુઝયું હોય?

અમીરો મોટી મોટી મહેફીલો માણે ને ગરીબ એક ટંકના ભોજન માટે વલખા મારે,
ભગવાનને આવું શુ સુઝયું હશે?

કોઈ  ફરે લઈ ને  ' બેકાર' તો કોઈ ફરે 'બેકાર' 
ભગવાન ને આવું શુ સુઝયું હશે?....

કોઈ ની ખુશી ઓ જોઈને અરજી કરે  માણવા મને પણ ખુશી આપો ને પણ મને લાગે કે કોઈ ની ખુશી મે છીનવી એવું ભગવાન ને નહીં લાગતું હોય?....

કોઈ ની ખુશી નું કારણ કોઈ ના દુખ નું કારણ બનવું
ભગવાન ને શું સુઝયું હશે?....

કોઈ ની આશા નું કિરણ કોઈની
નિષ્ફળતા નું કારણ બની જવું આવું 
ભગવાન ને શું સુઝયું હશે?...

5. ફાવી નહીં 

જીંદગી રંગીન રીત મને ફાવી નઈ...
પણ હુ ભગવાન ને વચ્ચે લાવી નહીં...

મને તેને મનફાવે તેમ વર્તવા દીધો,
પણ કંઈ  ખલેલ પહોંચાડી નહીં.....

અન્યાયો તો બહુ જોયાં પણ ,
મેં આંખે પાટા બાંધ્યા નહીં.....

મને પોતાના ભુલી ગયાં....
પણ મેં પોતાની જાત ને બોલાવી નહીં....

એક દિવસ સોના નો સુરજ ઉગશે જીવન માં
પણ મે આંખ માં થી એક આંસુ લાવી નહીં....

મારી ઈચ્છા હદ મટી ને અનહદ વિસ્તરવા ની હતી 
એટલે મે મારી જાત ને કદી વિસતારી નહીં....

મારા સમણાં હતાં ઉંચા માટે 
પણ કયારે મે પોતાની જાત ને ડગાવી નહીં.....

       - શૈમી પ્રજાપતિ

6. યાદગાર મુલાકાત....

શુ તે યાદગાર મુલાકાત હતી 
એતો જીંદગી ની જાદુ ની રાત હતી....

શુ તનો અવાજ આંખો ની પરીભાષા 
પાછળ થી પડાતો તેનો સુરીલો સાદ શું
તે કેવી સરસ શરુઆત હતી?

ચાંદ ની શિતળ ચાંદની મંદ મંદ વહેતો પવન ...
ને શુ તારા ને મારા જન્મો ભર  સાથ રહેવાના સપનાં તારી ઝુકેલી આંખો આ તે કેવા સપનાં હતા...

કેટકેટલા સવાલો હતા ને એમાય તારી આંખો માં ઊંડા ઉતરી જવાની એક કેવી યાદગાર પળ હતી.....

તારી નાદાની માં તો ઉતરવા ની કેવી મજા હતી...
તારી એક એક બચ્ચાં જેવી હરકત  ને દિલ માં ઉંડા ઉતારવા ની તને  સાંભળવા ની પણ કેવી મજા હતી......

એને તો કહ્યાં જ કર્યું ને મે સાંભળજ કર્યું, 
જાણે વરસો ની વાતો અધુરી ન હોય, પણ એને સાંભળવા ની પણ એક મજા ની પળ હતી.......

તારો ઉત્તેજિત સ્પર્શ જે મને તારી સાથે બાધી જો રાખતો હતો, તારી વાતો જો મને આંખો નો પલકાર મારવા જ દેતી ન હતી તેવી તારી માદક વાતો હતી એ તો કેવી સરસ રંગીન દિલ માં 
કોતરી રાખે એવી રોમાંચક પળ હતી.....

આપણી મુલાકાત તો અંજાન હતી , આપણા સંબંધ નું કંઈ નામ ન હતુ પણ તેને કંઈ નામ આપવા ની કોશિશ આ તે કેવી બાળક જેવી 
તારી જીદ હતી?

એમના સ્પર્શ માં તો કંઈક ખાસ હતુ, મને એમને મારા બનાવવા ની તો દિલ માં આગ હતી , આ તો 
મારા દિલ માં તો કેવી મૂંઝવણ હતી?...

બધાં જ નિર્ણયો એમના જ હતા 'હા'કે 'ના'નો તો સવાલ જ ક્યાં હતો , આતો અમારી જીંદગી ની યાદગાર છેલ્લી મુલાકાત તો હતી.......??

           - શૈમી પ્રજાપતિ(રોમેન્ટિક કલમ)??❤❤??