પ્યાર Impossible - ભાગ ૧૦

      "ક્યાં ખોવાઈ ગયો?અમે ક્યારના તને ફોન કરીએ છીએ." રોહિતે સમ્રાટનો ખભો હલાવતા પૂછ્યું.

     સમ્રાટ શામોલીના વિચારમાં એટલો બધો ખોવાઈ ગયો હતો કે રોહિત અને શશાંક ક્યારે એના ઘરે આવ્યા તેનો પણ સેમને ખ્યાલ ન રહ્યો. 

સમ્રાટ:- મોબાઈલ કશે આમતેમ પડ્યો હશે.

રોહિત:- કેવી રહી શામોલી સાથેની કાલની મુલાકાત?મજા આવી શામોલી સાથે? 

સમ્રાટ:- એવું કંઈ થયું જ નથી.

શશાંક:- સેમ શું થઈ ગયુ છે તને? એક જ છોકરી સાથે તે આટલો બધો સમય પસાર કર્યો ને હજી સુધી કંઈ કર્યું જ નથી?

રોહિત:- લગભગ એક વર્ષથી તું શામોલી સાથે છે અને તે કંઈ કર્યું નથી. એટલા માટે તો તને ગઈકાલે ફ્લેટની ચાવી આપી હતી.   

શશાંક:- તું એના પ્રેમમાં તો નથી પડી ગયો ને?

સમ્રાટ:- ના એવું કશું જ નથી. 

શશાંક:- કાલે રવિવાર છે. કાલે તને એક મોકો મળશે. શામોલીને લઈ ફાર્મ હાઉસ જા. મોજમજા કરીને આવજે.

     થોડીવાર ગપ્પા મારીને શશાંક અને રાહિત જતા રહ્યા. ફરી સમ્રાટ શામોલી વિશે વિચારવા લાગ્યો. "તું એના પ્રેમમાં તો નથી પડી ગયો ને?" શશાંકે કીધેલા વાક્યનો પડઘો પડતો રહ્યો. 

     બીજા દિવસે રવિવાર. સમ્રાટ શામોલી સાથે ફાર્મ હાઉસ જવાનો હતો. જવાની તૈયારી જ કરતો હતો કે ત્યાં જ શશાંક અને રોહિત આવી પહોંચ્યા. બંન્નેએ સમ્રાટને બેસ્ટ ઑફ લક કહી એના જેકેટમાં ડેરી મિલ્ક મૂકે છે. કોઈ દિવસ ડેરી મિલ્ક નથી લાવ્યા ને આજે કેમ ડેરી મિલ્ક લઈ આવ્યા આ લોકો?

સમ્રાટ:- શું છે આ બધું? આ ડેરી મિલ્ક..??

રોહિત:- આ સ્પેશિયલ ડેરી મિલ્ક છે. આ શામોલી માટે લઈ જા.

સમ્રાટ:- સ્પેશિયલ કેમ?

શશાંક:- આ ડેરીમિલ્કમાં અમે કંઈક ભેળવ્યું છે. શામોલી આ ડેરી મિલ્ક ખાશે તો અર્ધબેભાન થઈ જશે. પછી તારે જે કરવું હોય તે કરજે.

સમ્રાટ:- ના મારે નથી લઈ જવી.

"અરે, યાર તારા જેકેટના ખિસ્સામાં તો રાખ. ઈચ્છા થઈ જાય તો ખવડાવી દેજે. નહિતર પાછી લઈ આવજે." એમ કહી રોહિતે ડેરીમિલ્ક સમ્રાટના જેકેટના ખિસ્સામાં મૂકી દીધી. ડેરીમિલ્કના ચક્કરમાં શામોલીને મળવા જવામાં મોડું થતું હતું અને ગઈકાલે જે ઘટના બની હતી તેને લઈ સમ્રાટને શામોલીની ચિંતા હતી એટલે શામોલીને મળવાની થોડી ઉતાવળ હતી. "આમ પણ હું ડેરીમિલ્ક શામોલીને આપવાનો તો નથી તો ભલે ડેરીમિલ્ક ખિસ્સામાં રહેતી. આ લોકો સાથે અત્યારે વાત કરવાનો ટાઈમ નથી. અત્યારે તો બસ મારે શામોલીને મળવા જવું છે." એમ વિચારી સમ્રાટે બાઈક હંકારી મૂકી.

           શામોલી રાહ જોતી હતી ત્યાં સમ્રાટ પહોંચી ગયો. થોડી જ વારમાં બંન્ને ફાર્મ હાઉસ પહોંચી ગયા. સમ્રાટે જેકેટ કાઢી સાઈડ પર મુકી દીધું. બંને ભવિષ્યના સુનહરા સપના અંગેની વાતો કરતા બેઠા હતા. એટલામાં જ સમ્રાટ પર ઘરેથી ફોન આવે છે. સમ્રાટ વાત કરવા માટે બહાર જાય છે. પાંચેક મિનિટ થઈ તો પણ સમ્રાટની વાત જ ન પૂરી થઈ. એટલે શામોલી આમતેમ રૂમમાં ફરીને નજર કરી. નજર કરતા કરતા શામોલીનું ધ્યાન સમ્રાટના જેકેટ પર જાય છે. જેકેટના ખિસ્સામાં શામોલીને કંઈક દેખાયું. શામોલીએ ખિસ્સામાં રહેલી વસ્તુ જોઈ તો ડેરી મિલ્ક હતી. સમ્રાટ મારા માટે જ લાવ્યો છે એમ વિચારી શામોલી ડેરી મિલ્ક ખાઈ ગઈ. થોડી વારમાં જ ડેરીમિલ્કમાં ભેળવેલી દવાની અસર વર્તાવા લાગી.  શામોલીને ઘેન ચઢવા લાગ્યું. ઊંઘ જેવી આવવા લાગી. કાલનો ઉજાગરો અને ઉપરથી ચોકલેટમાં ભેળવેલી દવાની અસર થઈ અને પથારીમાં જ સૂઈ ગઈ.

         સમ્રાટ રૂમમાં દાખલ થયો અને શામોલીને આમ ઊંઘતી જોઈ. પછી સમ્રાટનું ધ્યાન બાજુમાં જ પડેલા ડેરીમિલ્કના કાગળ પર જાય છે. સમ્રાટને સમજતા એક ક્ષણ પણ ન લાગી કે શામોલી આ રીતે શું કામ ઊંઘી ગઈ. બધુ સમજી ગયો. શામોલી પાસે બેસી ગયો. શામોલીનાં ચહેરાને જોઈ રહ્યો. પછી શામોલીની એકદમ નજીક જઈ એનો માસૂમ ચહેરો નિહાળી રહ્યો અને શામોલીના કપાળ પર એક હળવું ચુંબન આપી દીધું. શામોલીની નજીક જ બેસી રહ્યો અને મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો. વચ્ચે વચ્ચે શામોલીના માસૂમ ચહેરા તરફ નજર કરી લેતો. એક કલાક પછી શામોલી જાગી ગઈ. 

શામોલી:- sorry કાલે ઉજાગરો હતો. થોડુ માથુ ભારે લાગતું હતું એટલે ઊંઘી ગઈ. 

સમ્રાટ:- વાંધો નહિ. 

થોડીવાર વાત કરીને સમ્રાટે કહ્યું "હવે ઘરે જઈએ." સમ્રાટ અને શામોલી ઘરે પહોંચ્યા. શામોલી સમ્રાટ સાથે વિતાવેલી પળોને યાદ કરવા લાગી. આજે હું ઊંઘી ગઈ હતી ત્યારે સમ્રાટે મને કપાળ પર કિસ કરી. એ ભ્રમ હતો કે સપનુ...જે હોય તે...સપનામાં તો સપનામાં મને કિસ તો કરી. 

       બીજા દિવસે સ્કૂલ છૂટ્યા પછી શામોલી સમ્રાટને શોધતી હતી. સમ્રાટ વિશે રાઘવને પૂછ્યું તો સમ્રાટ ઉપરના રૂમમાં હોવાનું રાઘવે જણાવ્યું. 

શામોલી રૂમમાં જતી જ હતી કે એને રોહિતનો રૂમમાંથી અવાજ સંભળાયો.

રોહિત:- તે આખરે શામોલીને એ ચોકલેટ ખવડાવી જ દીધી.

"ચોકલેટ ખાઈને શામોલીને ઘેન ચઢી ગયા પછી એની સાથે શું કર્યું? અમને ડીટેઈલમાં જણાવ. 
શામોલી સાથે ખૂબ મોજમજા કરીને આવ્યો લાગે છે." શશાંક એક્સાઈમેન્ટથી બોલ્યો.

      આ સાંભળતા શામોલીના પગતળેથી જમીન સરકી ગઈ. શામોલીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કાપો તો લોહી ન નીકળે એવી શામોલીની હાલત થઈ ગઈ. રોહિત અને શશાંકની વાત સાંભળી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર શામોલી ત્યાંથી નીકળી ગઈ.

ક્રમશઃ

***

Rate & Review

Bhakti Thanki 4 months ago

Bhakti Patel 4 months ago

jalpa patel 5 months ago

Minu Chudhari 8 months ago