પ્યાર Impossible - ભાગ ૧૧

    રોહિત અને શશાંકની વાત સાંભળી શામોલી નીચેના રૂમમાં બેગ લેવા જાય છે.

    આ બાજુ શશાંક અને રોહિતને સમ્રાટે કહ્યું "હા...શામોલી સાથે ખૂબ જ સારો સમય પસાર થયો. એ ઊંઘી ગઈ ત્યારે હું એને જોઈ જ રહ્યો. હું એને પ્રેમ કરવા લાગ્યો છું. ખબર નહિ ક્યારથી પણ હું એને ખૂબ ચાહું છું. હું શામોલીને બધુ સાચેસાચું કહી દઈશ."

    શામોલીને આ રીતે રડતી જોઈ ક્લાસમાં શામોલી અને સમ્રાટની રાહ જોઈ રહેલાં રાઘવ અને સ્વરા તો આભા જ બની ગયા.

"શું થયું તને? કેમ રડે છે?" સ્વરાએ ચિંતાના સૂરમાં પૂછ્યું.

"કંઈ નથી થયું. મારે ઘરે જવું છે બસ." આંસુ લૂછતા શામોલી બોલી.

એટલામાં જ ત્યાં સમ્રાટ આવે છે. શામોલીને રડતા જોઈ એની પાસે આવીને કહે છે " શું થયું? કેમ....? 

સમ્રાટ વાક્ય પૂરું કરે એ પહેલાં જ સમ્રાટના ગાલ પર શામોલીના હાથનો તમાચો પડ્યો.

"શું કરવા લઈ ગયો હતો મને ફાર્મ હાઉસ? શું કર્યું મારી સાથે? શશાંક શું કહી રહ્યો હતો મજા આવી કે નહિ? એનો શું અર્થ કરવો મારે?" શામોલી ગુસ્સામાં બોલી.

"હું તને એટલા માટે લઈ ગયો હતો કે આપણે  થોડું વધારે એકબીજાને જાણીએ, એકબીજાને સમજીએ. હું તને ખૂબ ચાહુ છું શામોલી." સમ્રાટે કહ્યું.

"રિયલી સમ્રાટ? કેટલું જૂઠુ બોલીશ. ક્યાં સુધી આ પ્રેમનું નાટક કરીશ." શામોલીએ કહ્યું.

"શામોલી પહેલા મારી વાત સાંભળ. હું તને સારી રીતે સમજાવું છું." હું તને ત્યાં લઈ ગયો....." સમ્રાટ વાક્ય પૂરું કરે એ પહેલાં જ શામોલીએ કહ્યું "સાંભળવા અને સમજવા જેવું કશું નથી રહ્યું." 

સમ્રાટ:- શામોલી પ્લીઝ મારી વાત તો સાંભળ.

"સ્વરા ઘરે જવાનું મોડું થાય છે જઈએ?" આટલું કહી શામોલી ત્યાંથી નીકળી જાય છે.

"હવે શામોલીથી દૂર જ રહેજે." સમ્રાટને આટલું કહી સ્વરા પણ શામોલીની પાછળ ગઈ.

     શામોલી અને સ્વરાના ગયા પછી સમ્રાટ લાચાર બની ત્યાં જ ઉભો રહ્યો. સમ્રાટની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. આટલા વર્ષોમાં કોઈ છોકરી માટે ક્યારેય સમ્રાટ રડ્યો નથી. શામોલી માટે એની આંખોમાં આંસુ હતા. રાઘવ મનોમન બોલ્યો.

"અત્યારે શામોલી ગુસ્સામાં છે. કાલ સુધીમાં એનો ગુસ્સો શાંત થઈ જશે. હું,તું અને સ્વરા શામોલીને શાંતિથી સમજાવશું. પછી બધુ ઠીક થઈ જશે. સેમ અત્યારે ચાલ ઘરે જઈએ." રાઘવે સમ્રાટને દિલાસો આપતા કહ્યું.

     સ્વરાએ જાણવાની કોશિશ કરી કે શું થયું? પણ અત્યારે શામોલીના મનની હાલત જોઈ કાલે શાંતિથી વાત કરીશ એવું વિચાર્યું. આજે રાત્રે  સાથે જ ઊંઘવાનું કહેતી સ્વરાને શામોલીએ જણાવ્યું કે પ્લીઝ સ્વરા leave me alone.
મારે થોડો સમય એકલું રહેવું છે. શામોલીને  દિલાસો આપી થોડીવારમાં સ્વરા જતી રહી. શામોલી અને સમ્રાટે નામ પૂરતું જમી લીધું. ન તો શામોલીને ઊંઘ આવી કે ન તો સમ્રાટને. શામોલી આખી રાત સીસકારા ભરતી રહી. સમ્રાટે કેટલાય મેસેજ કર્યા, ફોન કર્યો. પણ શામોલીએ ન તો મેસેજનો રિપ્લાય આપ્યો ન તો ફોન રિસીવ કર્યો.

       બીજા દિવસે શામોલીને સ્કૂલે જવાનું જરા પણ મન ન થયું. ઘરે રહીશ તો મમ્મી પપ્પા જાતજાતના સવાલ પૂછશે...શું થયું? સ્કૂલે કેમ ન ગઈ? કોઈ સાથે ઝઘડો થઈ? ટીચરે કંઈ કહ્યું? વગેરે વગેરે. આખરે મન મારીને શામોલી સ્કૂલે ગઈ. ક્લાસમાં સમ્રાટ અને શામોલી અચાનક એકબીજા સામે આવી ગયા. શામોલીએ પોતાનો ચહેરો ફેરવી દીધો અને પોતાની જગ્યાએ બેસી ગઈ. દિવસ દરમ્યાન સમ્રાટે શામોલી તરફ કેટલીય વાર નજર કરી પણ શામોલી સમ્રાટને નજરઅંદાજ કરતી રહી.

आ गया  है फर्क
तुम्हारी नजरों में यकीनन
अब एक खास 
अंदाज से
नंजर अंदाज
करते हो मुझे

સાંજે ઘરે જવા માટે ઉતાવળી થતી શામોલી પાસે આવીને સમ્રાટે કહ્યું "કાલે આખી રાત રડી છે ને તું?"

શામોલી:- હું રડી હોય કે ન રડી હોય..તારે શું લેવા દેવા?

સમ્રાટ:- આંખ જોઈ છે તારી? ઉજાગરા અને રડવાને લીધે આંખો કેટલી સોજી ગઈ છે.

"તને તો ખુશી થતી હશે ને કે ચાલો મારા પ્રેમમાં વધુ એક છોકરી મૂર્ખી બની ગઈ તો એની ખુશીમાં પાર્ટી રાખી હશે ને? શામોલીએ સ્મિત સાથે કટાક્ષમાં વાણીનો ઘા કર્યો.

સમ્રાટ:- બસ કર શામોલી બહુ થયું.

"એ જ તને કહું છું કે બસ બહું થયું સમ્રાટ. 
By the way તારી આંખો પણ લાલ છે. તું પણ ઊંઘ્યો જ નથી ને આખી રાત?" શામોલીએ કહ્યું. આ સાંભળી સમ્રાટના ચહેરા પર થોડો આનંદ વરતાયો કે ચલો શામોલીને એટલો ખ્યાલ આવ્યો કે હું પણ એની જેમ એની યાદમાં આખી રાત સૂતો નથી. એને સમજમાં તો આવ્યું કે હું પણ એને પ્રેમ કરવા લાગ્યો છું.

"કોની સાથે હતો આખી રાત? સ્વાતિ,મેઘા,શ્રુતિ કે ભુમિ સાથે...કોઈને કોઈની સાથે રાત વિતાવીને આવ્યો હશે તો આંખો તો લાલ હોવાની જ..કેમ સાચું કહ્યુંને સમ્રાટ..?" શામોલીના આ કટાક્ષવાક્ય સમ્રાટના હ્દયમા શૂળની જેમ ખૂંચ્યા. 

"પ્લીઝ મારી વાત એક વાર સાંભળ." સમ્રાટે રિકવેસ્ટથી કહ્યું.

શામોલી:- Stay away from me...મારાથી દૂર રહેજે...

"મેં કહ્યું હતું ને કે શામોલીથી દૂર રહેજે." સ્વરાએ ક્લાસમાં આવતા જ કહ્યું.

સમ્રાટ:- જો સ્વરા તારે અમારી વચ્ચે પડવાની જરૂર નથી. આ અમારી પર્સનલ મેટર છે.

શામોલી:- પણ મારે તારી એકપણ વાત નથી સાંભળવી. Do you understand? 
ચાલ સ્વરા.

થોડા દિવસ સમ્રાટે વાત કરવાની ઘણી કોશિશ કરી પણ શામોલી કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતી. 

ક્રમશ:

***

Rate & Review

Verified icon

Bhakti Thanki 6 months ago

Verified icon

Bhakti Patel 6 months ago

Verified icon

Mira Parmar 7 months ago

Verified icon

jalpa patel 7 months ago

Verified icon