ઓફીસ નં ૩૦૮ - ભાગ ૯

આત્મા એ  ફેંકેલો કબાટ મુક્તિ અને મંથન તરફ આવી રહ્યો  હતો.  મંથન   એ   એમાં   ચપળતા  દાખવી. અને  મુક્તિ  ને લઈને  ખસી  ગયો. જેથી કબાટ દીવાલ સાથે અથડાયું અને તુટી ગયું.  મંથન એ મુક્તિ ને  ઊંચકી લીધી કેમ કે તેનાં પગ માં વાગ્યુ હોવાથી દોડી ન હતી  શકતી. મંથન ઝડપથી મુક્તિ ને લઈને રુમ ની બહાર નીકળી ગયો અને બહાર  નીકળતી વખતે  એ  રુમ માં લાગેલુ તાળુ  તેને  પગ માં અ‌ાવ્યું. જે તેણે  તોડી  નાંખ્યુ હતું.  તે ઝડપથી બહાર નીકળ્યો. મુક્તિ  ને સોફા પર બેસાડી  ઓફીસ માં રાખેલી ગણપતિ ની મૂર્તિ  માં પેરાવેલો હાર  તેણે  દરવાજે  બાંધી  દેવા ગયો. મંથન દરવાજે હાર લઈને ઊભો હતો. મુક્તિ ને ડર હતો કે મંથન ને કાંઈ થઈ ન જાય. પણ તે મજબૂર હતી કે કાંઇ કરી ન શકતી હતી. મંથન હાર લઈને ઊભો હતો. સામે પેલી  આત્મા હતી જે તેનાં તરફ ગુસ્સા માં આવી રહી હતી. મંથન દરવાજે હાર બાંધી રહ્યો  હતો. તેનાં દીલ ની ધડકનો  ડર નાં કારણે તેઝ હતી. આ તેનો પોતાને અને  મુક્તિ  ને બચાવાનો  છેલ્લો  પ્રયત્ન હતો. આત્મા સામે જોયા વગર તેણે હાર બાંધવાનુ ચાલુ રાખ્યું. છેલ્લી ઘડીએ તે સફળ થયો. હાર બંધાઈ ગયો. અને આત્મા એ જેવો  તેને હાથ લગાવવા કોશીશ કરી તે પાછી ફેંકાઈ. મંથન હવે સમજી ગયો કે બાપ્પા ના હાર એ બચાવી લીધા છે. તે ઝડપથી મુક્તિ પાસે ગયો. મુક્તિ તેને જોઈને ખુશ થઈ. તેણે મુક્તિ ને ઊંચકી અને ફટાફટ ઓફીસ ની બહાર નીકળી ગયો. દરવાજો બંધ કરી દીધો. તેણે નીચે જઈ તેણે રીક્ષા રોકવા પ્રયત્ન કર્યો. થોડી વાર માં તેમને રીક્ષા મળી ગઈ અને તેઓ નીકળી ગયાં ઘર તરફ. અત્યારે બંન્ને એટલા આઘાત માં હતાં કે શું બોલે એ સમજ જ ન હતી પડતી. મંથન એ રીક્ષા વાળા ને  પોતાનાં ઘરે જ લેવા કહ્યું. મંથન ના દાદા નું ઘર બધાં જાણતા જ હતાં.

" મંથન આ તો તારા ઘર તરફ નો રસ્તો છે "

" હા આપડે મારા જ ઘરે જઈએ છે "

" પણ મંથન "

" મને કાંઈ નથી સાંભળવુ મુક્તિ. અત્યારે હું તને એકલી ન મૂકી શકું. અને તારા ઘરે પણ કોઈ નથી. આપણે મારા ઘરે જ જઈશું. બધાં સૂઈ ગયાં હશે. દાદુ દવા લઈને સૂતા હશે એટલે જાગશે નહી. "

મુક્તિ  એ આત્યારે વધુ આનાકાની કરવું યોગ્ય ન સમજ્યું. અને હવે ઘરે એકલાં રહેવાની એની હિંમત પણ રહી ન હતી.

બંન્ને મંથન નાં ઘરે પહોંચ્યા. મંથન પાસે વધ‍ારાની ચાવી હતી જેથી તેણે ધીમેથી દરવાજો ખોલ્યો. બંન્ને ઘરમાં દાખલ થયાં. હંમેશા ની જેમ વિશાળ હોલ. જ્યાંથી જમણી બાજુ દાદર ચડી મંથન નો રુમ અને લાઈન માં જ ગેસ્ટ રુમ હતો. બંન્ને ઉપર ચડી ગયાં. મંથન મુક્તિ ને તેનાં રુમ માં લઈ ગયો. રુમ વિશાળ અને ડેકોરેટેડ હતો. મંથન ને સ્પોર્ટ્સ નો ઘણો શોખ હતો માટે રુમ ની થીમ એ પ્રમાણે ડીઝાઈન કરી હતી. આમ તો મુક્તિ આ ઘર માં અને આ રુમ માં ઘણી વાર આવી હતી. પણ આજે એને અજૂગતુ લાગતુ હતું. કેમ કે આજ પેલા જ્યારે પણ આવી હતી તે એક દોસ્ત ની હેસીયત થી જ આવી હતી.પણ આજે એ મંથન ની દોસ્ત કરતાં વધુ બની ગઈ હતી. મુક્તિ ને બેડ પર બેસાડી મ‍ંથન ફર્સ્ટ એડ કીટ લઈ આવ્યો. મંથન એ મુક્તિ નાં વાગેલા પર દવા લગાડી  અને પાટો બાંધી આપ્યો.

" હવે દુખાવો નથી ને ? "

" ના મંથન "

" પણ મંથન તું તો જતો રહ્યો હતો ને? પાછો કઈ રીતે આવ્યો? "

" હા હું બસ માં બેસી ગયો હતો. બસ ઊપડી પણ ગઈ હતી. પણ આગળ જતાં જ મને બેચેની વધવા લાગી. તારી ફીકર વધવા લાગી. એટલે હું ચોકડી પર જ ઉતરી ગયો. અને મારા મન એ મને કહ્યું કે મારે તને ઓફીસ માં શોધવી જોઈએ. હું ઓફીસ માં ગયો તો આગળ નો મેઈન ડોર ખુલો જ હતો. હું અંદર આવ્યો. સ્ટોર રુમ નું બારણુ ખુલુ હતું તેનાં પર તાળુ ન હતું. એટલે મેં દરવાજો ખોલી નાંખ્યો. "

" પણ તને કેવી રીતે ખબર પડી કે હું મુસીબત માં છું? "

" કદાચ અાને જ ... "

મંથન સાચો પ્રેમ કહેવતો હશે એ વાત મન માં જ ગળી ગયો. પણ મુક્તિ સમજી ગઈ. મંથન જવા જતો હતો ત્યાં જ મુક્તિ એ તેનો હાથ પકડી બેસાડી દીધો.

" મારી સાથે બીજી વાત નહી કરે મંથન ?"

" હવે શું બાકી છે વાત કરવામાં મુક્તિ તને ક્યાં મારી જરુર છે "

મંથન નાં એટલું બોલતાં જ મુક્તિ ની આંખો ગંગા જમુના વહેવડાવા લાગી. તે મંથન ને ભેટી પડી અને રડવા લાગી. મંથન પણ તેને માથે હાથ રાખી શાંત કરાવા લાગ્યો.

" તને ખબર છે મંથન તને એવુ કહેવા માં મને કેટલી તકલીફ થઈ? તને દુખ થયુ તેનાં કરતાં વધુ મને થયું. તારા જવાનાં વિચાર થી જ મારી દુનિયા ખતમ થઈ ગઈ હતી. હું તારા વગર જીવવાનુ વિચારી પણ ન શકું. મને તારી જરુર હતી છે અને રહેશે. બેકોઝ આઈ......લવ યુ. આઈ લવ યુ વેરી મચ. "

" તો મુક્તિ તે મને એ દીવસે શું કામ આમ કહ્યું ? "

" તને બચાવવા "

" મને બચાવવા ? શેનાંથી ? "

" મેં સ્ટોર રુમ નું રહસ્ય જાણવાનું નક્કી કરી લીધુ હતું. અને મને એ પણ ખબર હતી કે એમાં રીસ્ક છે. હું તારો જીવ જોખમ માં મૂકવા ન હતી માંગતી. માટે મે તને મારાથી દૂર કર્યો "

" આટલો બધો પ્રેમ મુક્તિ. મારા માટે "

મુક્તિ શરમાઈ ને નીચું જોઈ ગઈ.

" પણ આજે જે થયું તેનાં પછી આપણે એ ઓફીસ થી દૂર જ રહીશું. કાંઈ નથી જાણવું. "

" પણ મંથન..."

" હવે અત્યારે સુઈ જા. કાલે વાત બધી. "

" ઠીક છે "

મંથન નું મન શાંત થયું હતું હવે.  તેને હવે ઓફીસ નં  ૩૦૮ થી નાતો તોડવાનો નિર્ણય કરી લીધો હતો. તેવા જ વિચારો માં તેને ઊંઘ આવી ગઇ. તે આજે ગેસ્ટ રુમ માં  સૂતો હતો કારણ કે મુક્તિ તેનાં રુમ માં સૂતી હતી. મુક્તિ  ને પણ ઊંઘ  આવી  ગઈ. તેણે  ઊંઘ માં એક સુંદર નિર્દોષ અને  માસૂમ છોકરી સ્વપ્ન માં આવી. તેનો ચહેરો સ્પષ્ટ તો ન હતો દેખાતો પણ માસૂમ હતી તેવો ખ્યાલ આવતો હતો.  તે મુક્તિ ને કાંઈ કહી રહી હતી. પણ મુક્તિ ને સમજાતુ ન હતું. અને તે ગાયબ થઈ ગઇ.

    મુક્તિ સ્વપ્ન માંથી જાગી. તેને સમજાયુ નહી કે આવુ સપનું કેમ આવ્યુ હશે. કોણ હશે તે? પછી વધુ વિચાર્યા વગર સૂવા પડી પાછી. પણ તેને ઊંઘ ન આવી. માટે તેણે મંથન નો રુમ જોયો. આમતેમ ટાઈમપાસ કરવા લાગી. ત્યાં જ ટેબલ પર એક આલ્બમ હતું. જેમાં મંથન નાં નાનપણ થી માંડી ને અત્યાર સુધી નાં ફોટા હતાં. અને તેનાં ફેમીલી નાં પણ. મુક્તિ એ નોટીસ કર્યું કે મંથન પહેલાં વધુ ખુશ રહેતો હતો. કદાચ માતા પિતા થી દૂર રહી ને તેના માં થોડી ઉદાસી આવી ગઈ હતી. પણ તેનાં દાદાજી ને તે ખૂબ પ્રેમ કરતો અને તેઓ પણ. એ આલ્બમ માં સ્પષ્ટપણે દેખાતુ હતુ. ત્યારબાદ મુક્તિ ને ઊંઘ આવી ગઈ.

શું છે રાઝ એ ઓફીસવાળી આત્મા નો? કોણ હશે એ? શું કામ મારવા માંગતી હતી મુક્તિ ને? મંથન નો નિર્ણય અટલ રહેશે તો શું મુક્તિ જાણી શકશે ઓફીસ નં ૩૦૮ નો રાઝ? જાણીશું આગળ નાં ભાગ માં. 

***

Rate & Review

Verified icon

Ashish Rajbhoi 3 months ago

Verified icon

rajnish patel 5 months ago

Verified icon

Chetna Bhatt 6 months ago

Verified icon

Jitendra 7 months ago

Verified icon

Parth Pandya 8 months ago