ઓફીસ નં ૩૦૮ - ભાગ ૬

( આગળ આપડે જોયુ કે મુક્તિ ડરી ને ઓફીસ છોડવાનો વિચાર કરે છે. પણ ફેમિલી નાં લીધે પાછી જાય છે ઓફીસ. ઓફીસ માં તે એક આત્મા ને જોવે છે તે આત્મા નો લોહીયાળ હાથ તેનાં તરફ વધી રહ્યો. હવે આગળ )

તે છોકરી નો લોહીયાળ હાથ મુક્તિ તરફ આવી રહ્યો હતો. હાથ તેની નજીક આવ્યો એટલે તે ખસી ગઈ.તે ડરી ગઈ અને તેનાં મોં માંથી ચીસ નીકળી. તેણે જોરથી ચીસ પાડી અને દરવાજા તરફ આગળ વધી. વોશરુમ નો દરવાજો ખુલ્યો નહી તેનાંથી. બહાર મંથન એ મુક્તિ ની ચીસ સાંભળી. તે ડરીને બારણા પાસે આવ્યો. બારણુ ખોલવાની કોશીશ કરી જોઈ પણ ન ખુલ્યુ.

" મુક્તિ તુ ઠીક તો છે ને? શું થયુ મુક્તિ દરવાજો ખોલ "

" મંથન.. મંથન બચાવ મને. દરવાજો નથી ખુલી રહ્યો પ્લીઝ ખોલ "

મુક્તિ પાછળ વળી ને જોયુ તો તે છોકરી ઊભી હતી તેની પાછળ. મુક્તિ એ હવે થોડી હિંમત દાખવી.

" કોણ છે તું? શું જોઈએ છે તને? શું કામ મારા પાછળ પડી છે? "

" ચલી જા યહાંસે...... ચલી જા....."

મંથન બહાર અસમંજસ માં હતો શું કરે ખબર ન હતી પડતી. લોક તોડવા કાંઈ શોધી રહેલો. તેવા માં જ ગણપતિ બાપ્પા ની મૂર્તિ આગળ ઊભી દીવી જોઈ તે લઈને મંથન એ દરવાજા  નાં લોક પર મારી. લોક તુટી ગયું દરવાજો ખુલતાં જ મંથન અંદર ગયો. મુક્તિ તેને વળગી પડી અને રડવાં લાગી.

" મ..મંથન.. ત્યાં.. પ..પેલી  "

" શું મુક્તિ ? ત્યાં કોઈ નથી જો. "

મુક્તિ એ વળીને જોયુ તો ત્યાં કોઈ ન હતું. તે સ્તબ્ધ બની જોઈ રહી.

" મંથન અહીંથી ચાલ બહાર બસ "

" પણ મુક્તિ થયું શું? "

" કીધુ ને ચાલ "

મુક્તિ મંથન ને ત્યાંથી બહાર લઈ ગઈ. અને બંન્ને શિવશક્તિ કોમ્પલેક્ષમાંથી નીકળી ગયાં. મંથન એ અંકીત ને ફોન કરી દીધેલો ઓફીસ લોક કરવાં. મંથન એ મીતાબહેન ને ફોન કરી ને કહી દીધુ કે ઓફીસ માં કામ છે તો મોડુ થશે અને પોતે મુક્તિ ને મૂકી જશે. મીતાબહેન ને મંથન પર પૂરો ભરોસો હતો માટે મંજૂરી આપી દીધી. મંથન એ તેમનાં ગામ નાં શિવમંદીર ની બાજુ નાં બગીચા ની બહાર બાઈક પાર્ક કરી. બંન્ને અંદર ગયાં. રાતે બહુ ખાસ કોઈ હતુ નહી. બંન્ને ખુણા નાં બાકડાં પર જઈને બેઠાં. મુક્તિ હજીય રડી રહી હતી. અને મંથન ને સમજાતુ ન હતું કે શુ કરે. તેણે મુક્તિ નાં હાથ પર હાથ રાખી પ્રેમ થી કહ્યું.

" મુક્તિ પ્લીઝહવે રડીશ નહી. હવે કહે તો ખરી શું થયું "

" મંથન કહેવાથી પણ શું ફાયદો. તુ મારો ભરોસો નહી કરે "

" મુક્તિ આજ સુધી એવુ બન્યુ છે ખરુ? તુ કહે તો ખરી પેલાં  "

" મંથન એ ઓફીસ માં કાંઈ છે "

" કાંઈ છે મતલબ? "

" મતલબ કે કોઈ આત્મા છે ત્યાં જે મને ડરાવે છે "

" વોટ? મુક્તિ તું ભણેલી ગણેલી થઈ આવું બોલે? "

" કીધું તું ને તુ નહીં માને "

" પણ મુક્તિ કદાચ તને ભ્રમ થયો હોય "

" ના મંથન આજે તો મેં એને જોઈ. મારો ભ્રમ નથી એ તુ તો મારો વિશ્વાસ કર "

મુક્તિ વળગી પડી મંથન ને.મંથન માટે હવે ધર્મ સંકટ હતું. પોતે વાત મા માનતો ન હતો. પણ મુક્તિ ને સમજાવે પણ કઈ રીતે.

" ઠીક છે મુક્તિ તુ જ કહે હવે શું કરુ હું કે તારો ભ્રમ દૂર થાય? "

" સ્ટોર રુમ. મને તેમાં જ કાંઈ ગડબડ લાગે છે. મને એ ખોલીને જોવો છે. "

" પણ મુક્તિ તેની ચાવી તો સર પાસે જ રહે છે. આપણે કેવી રીતે ખોલીશું "

" ડુપ્લીકેટ ચાવી થી. બોલ તું મારો સાથ આપીશ? "

" હું તો હંમેશા તારા સાથે જ છું "

આમ કહી મંથન એ મુક્તિ ના હાથ માં હાથ મુકી પ્રોમીસ આપ્યુ. અને તેને ઘરે મુકી ગયો.

મુક્તિ સૂવા પડી. તેને પેલી આત્મા નાં બદલે મંથન નાં વિચારો આવતાં હતા. અત્યાર સુધી એનાં સાથે વીતાવેલો સમય. હંમેશા એણે આપેલો સાથ. તેનાં ફેસ પર એક હલ્કી સ્માઈલ આપી ગયો. મુક્તિ ને પોતાને જ ખબર ન હતી કે શું કામ આમ થઈ રહેલું. પછી તેણે નિર્ણય કર્યો કે ઓફીસ નું રહસ્ય તે જાણી ને જ રહેશે.  અને મંથન નો સાથ તેને ટેકો આપશે. તેમ વીચારતી એ સૂઈ ગઈ.

મંથન બેડ પર પડ્યો વિચારી રહ્યો. મુક્તિ ને પ્રોમીસ તો કરી દીધુ પણ પોતે હજીય તેની વાત પર વિશ્વાસ ન હતો આવતો. પછી તેણે વિચાર્યું કે તેને સ્ટોર રુમ ખોલી ને બતાવી ને તેનો ભ્રમ દૂર કરી દેશે. તેમ વીચારતા તેની અાંખ મીંચાઇ ગઇ.

બીજાં દીવસે બંન્ને એ નક્કી કરેલુ ગમે તે કરી ઓફીસ નો સ્ટોર રુમ ખોલાવાનું. સમીર સર ની કેબીન માં મુક્તિ ફાઈલ લઇ પહોંચી ગઈ.

" ગુડ મોર્નિંગ સર "

" ગુડ મોર્નિંગ મિસ મુક્તિ "

" સર મને એકાઉન્ટ નો જૂનો ડેટા જોઈતો હતો. જે ફાઈલ સ્ટોર રુમ મા છે. તો તમે ખોલાવી આપોને "

" ખોલાવી તો હું આપુ મિસ મુક્તિ પણ ચાવી મારા પાસે નથી. ચાવી મહેતા સર પાસે છે અને એ રજા પર છે તને ખબર જ છે. તો એ આવે પછી જ કાંઈ થઈ શકે. "

" પણ સર અરજન્ટ છે આપણે ડુપ્લીકેટ ચાવી બનાંવી લઈએ તો ? "

સમીર સર ને મુક્તિ એ મનાંવી જ લીધાં. અંકીત ચાવી વાળા ને લઈ આવ્યો. કલાક માં તો ચાવી બની પણ ગઈ. સમીર સર કામથી જતાં રહેલાં. અને કાલે જ આવાનાં હતાં. લંચ બ્રેક પછી મુક્તિ એ સ્ટોર રુમ નું તાળુ ખોલ્યું. સ્ટોર રુમ ઘણાં સમય થી બંધ હતો એટલે ધૂળ ખૂબ હતી તેમાં. અને અંધારુ પણ એટલું જ. જૂનું એક કબાટ હતું અને બાકી જૂની ફાઈલો. મંથન અને મુક્તિ એ બધું ધ્યાન થી જોયું. કાંઈ પણ સંદેહજનક ન લાગ્યું. મુક્તિ એ ફાઈલ લીધી અને પાછું અંકીત એ તાળુ મારી દીધું. ઓફીસ છુટીને મંથન અને મુક્તિ ગાર્ડન માં બેઠાં.

" જોયુ ને મુક્તિ કાંઈ જ હતુ નહી સ્ટોર રુમ માં. તુ બેકાર જ ડરતી હતી "

" હા પણ મંથન મેં જે જોયુ એ શું તો પછી? "

" ભ્રમ હોઈ શકે ને મુક્તિ "

" ના મને નથી લાગતું ભ્રમ હોય. "

" ઓફો મુક્તિ હવે બસ કર. સ્ટોર રુમ, ચાવી , ઓફીસ , આત્મા. જસ્ટ સ્ટોપ ઈટ. તારા શક માટે આટલુ બધુ કરી જોયું હવે તોબસ કર અને પોતાની લાઈફ પર ધ્યાન આપ. "

" મંથન તને મારા પર વિશ્વાસ જ નથી તો કાંઈ વાંધો નહી તુ આઝાદ છે તને જે કરવું હોય તે કર "

મંથન અને મુક્તિ વચે ઝડડો થયો. મંથન પોતાનં ઘરે ગયો અને મુક્તિ પણ. મુક્તિ ખૂબ દુખી હતી કે આજે મંથન એ પહેલી વાર એનો વિશ્વાસ ન કર્યો. તે રડી પણ કેટલુંય. અને રડતાં રડતાં આંખ લાગી ગઈ એની.

મુક્તિ  ઓફીસ નાં સ્ટોર રુમ માં પોતાને જોવે છે. અને ત્યાં ના કબાટ માં પોતાને કેદ જોવે છે. તેને ખુબ ગુંગળામણ થઈ રહી હતી.  તેણે કબાટ નું બારણું પછાડ્યુ પણ ખુલ્યુ નહી. તેનો શ્વાસ રુંધાવા લાગ્યો. તેને કબાટ ની બાજુની દીવાલ દેખાઈ. તેણે જોરથી મંથન ને બૂમ પાડી.
અને સફાળી બેઠી થઈ ગઈ. સપનું હતું તે એનું. મુક્તિ વિચાર કરી રહી કે આ બધું એના સાથે જ કેમ. તે મંદીર માં ગઈ. તે માતાજી ની ભક્ત હતી. મંદીર સામે બેસી હાથ જોડી આંખો બંધ કરી. અને પછી પોતે નિર્ણય કર્યો.

" હવે જે થાય એ હું આ ઓફીસ નું રહસ્ય જાણી ને જ રહીશ. કોઈ સાથ આપે કે ના  આપે. "

શું કામ મુક્તિ ને આવા સ્વપ્ન આવે છે? શું મુક્તિ એ રહસ્ય સુધી પહોંચી શકશે? શું મંથન એનો સાથ આપશે કે મુક્તિ અને મંથન નાં સંબંધ નો અંત હશે આ? જાણીશું આગળ નાં ભાગ માં.

મિત્રો આ મારી પહેલી હોરોર સીરીઝ છે. તો આપને કેવી લાગી રહી છે જરૂર જણાંવો. જો ગમે  તો   સારી   કહેજો ન   ગમે  તો  ન વાંચો   પણ ખરાબ ટીપ્પણી કરી   કોઇને   ડીમોટીવેટ  ન   કરવું.  

***

Rate & Review

Verified icon

Ashish Rajbhoi 3 months ago

Verified icon

rajnish patel 5 months ago

Verified icon

Chetna Bhatt 6 months ago

Verified icon

Jitendra 7 months ago

Verified icon

Parth Pandya 8 months ago