ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧

ઓમ  શ્રી ગણેશાય નમ:

આ કહાની  છે  એક ઓફીસ ની. તેમાં છુપાયેલા એક રહસ્ય ની. મુક્તિ  નામની છોકરી ઓફીસમાં નવી જોઈન થાય છે. તેને તેમાં કાંઈક રહસ્ય નો એહસાસ થાય છે. શું જાણી શકશે એ ઓફીસ નં ૩૦૮ નું રહસ્ય. ? જાણવા માટે વાંચો અોફિસ નં ૩૦૮.

         અમાસ ની અંધારી કાળી રાત છે. કમોસમી મૂશળધાર  વરસાદ વરસી રહ્યો છે. રાત નાં દસ વાગ્યા છે પણ છતાંય રોડ બધાં સૂમસામ છે. એક  છોકરી  માં  પોતાનાં ભાઈ ને નીચે ઉભો રાખી કહે છે કે હું ઉપર જઈને આવું.  એ શિવશક્તિ કોમ્પલેક્ષ માં દાખલ થાય છે. ભયંકર વીજળી સાથે વરસાદ વરસી રહ્યો છે. તે લીફ્ટ માં ગઈ અને ૩ જા માળનું બટન દબાવ્યુ. ક્ષણ વાર માં લીફ્ટ  પહોંચી ગઇ ત્રીજા માળે.  આછી લાઈટ નો પ્રકાશ આવી રહેલો સાથે જ વીજળી નાં ચમકારા સાથે તેનો પ્રકાશ પણ ઘડી ઘડી ડોકીયુ કરી જતો. છોકરી એ છતાંય પોતાનાં ફોન ની બેટરી ચાલુ રાખી. એણે ચાવી થી એક દરવાજો ખોલ્યો. " ટરરર..." કરતો દરવાજો ખુલ્યો. તે અંદર ગઈ અને લાઈટ કરી.  અને કાંઈ શોધવા લાગી.  બે મિનીટ થઈ કે લાઈટ ચાલુ બંધ થવા લાગી. છોકરી ને કાંઈ અજુગતુ હોવાનો એહસાસ થયો. એ પાછળ ફરી તો એણે જે જોયુ એ જોઈ એનાં હોશ જ ઊડી ગયાં. એના ચહેરા પર ડર સાફ વર્તાતો હતો. તે ભાગી દરવાજા તરફ અને બહાર ગઈ  દાદર ઉતરી જતી રહી. દરવાજો જોરથી બંધ થઈ ગયો. અને ઉપર નંબર મારેલો હતો. ઓફિસ નં ૩૦૮.

૬ મહિનાં પછી 

ખુશનુમા સવાર છે. સૂર્ય નાં ગુલાબી કીરણો  પ્રસરી રહ્યા છે. સવાર નાં ૭ વાગ્યા છે. સુરત થી  થોડાંક અંતરે  હાઈવે પર એક રસ્તો  પડે  જે  અંદર જતાં એક નાનુ ટાઉન  હતુ  શિવનગર.  શિવનગર આમ તો ટાઉન હતુ નાનુ પણ સારી  એવી  વસ્તી હતી ત્યાં. એક મોટો ગેટ ખુલતાં ત્યાં અેંટર થવાય. એકદમ સ્વચ્છ અને સુઘડ જાણે નરેન્દ્રભાઈ મોદી ના સ્વચ્છ  ભારત ની મિસાલ કાયમ કરતું હોય. ઠેર ઠેર નાના મોટા મકાનો હતાં. બગીચા થી માંડી ને બજાર સુધી બધું જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલુ. જાણે મોહે જો દડો ના જમાનાં ની વ્યવસ્થા.  ત્યાં જ  એક સાંકડી ગલી માં નાનુ અમથુ એક રૂમ  રસોડાંનુ  મકાન હતું. જોતાં જ લાગતુ હતુ મધ્યમ વર્ગ નાં લોકો હશે. ઘરમાં જતાં જ પહેલાં રૂમ આવે જેમાં જમણી બાજુ ખુણામાં નાનુ અમથુ ટીવી ટીપોઈ પર ગોઠવેલુ હતુ. તેને અડીને એક નાનો પલંગ  હતો. જેનાં પર  એક  બાર વર્ષ નો છોકરો સૂતો હતો. નીચે બે ગાદલા પાથરેલા હતાં જેમાં એક માં એક છોકરી સૂતી હતી અને બીજુ ખાલી હતું. આગળ જતાં રસોડું આવતું એમાં જ નાનું પણ સુંદર મંદીર બનાંવેલુ જેની આગળ બેસી એક  બહેન પૂજા કરી રહેલાં. રસોડા થી આગળ જતાં ટોઈલેટ બાથરુમ આવતાં અને થોડી ખાલી જગ્યા હતી એની બહાર જ્યાં નાની ચોકડી હતી. અને વધેલી જગ્યા માં હિંચકો બાંધેલો. પૂજા કરતાં બહેન એ આરતી કરી ટોકરી વગાડી.

ટોકરી નાં અવાજ થી  છોકરી ઉઠી. હાથ લંબાવી આળસ મરોડતાં બગાસા ખાતી એ ઉભી થઈ. નહાઈ ને કપડાં પહેરી સીધી મંદીર માં ગઈ. દીવો કર્યો અને દીવા નાં પ્રકાશ માં તેનો સુંદર ચહેરો ઝળકી ઉઠ્યો. સુંદર અણીયારી   આંખો. પાપણો તો એટલી સુંદર કે લેશેસ લગાવતાંય એટલી ના દેખાય. બહુ ગોરી નહી કે કાળી પણ નહી. ઘઊંવર્ણ  રંગ. એકદમ ભોળો અને માસૂમ ચહેરો. હાથ જોડીને પ્રાથનાં કરતી હતી ત્યાં જ કાન માં અવાજ પડ્યો.

" મુક્તિ  ચા  પી લે  ચાલ. "

" હા મમ્મી  આવી. "

    એ ઘરમાં ત્રણ સદસ્યો રહેતાં હતાં. મુક્તિ , તેનાં માતા મીતાબહેન અને  તેનો નાનો ભાઈ  મુંજ. મુક્તિ નાં પિતા વર્ષો પહેલાં જ મૃત્યુ પામ્યા હતાં. મુંજ અને   મુક્તિ ને મીતાબહેન એ જ મોટા કરેલાં. મુક્તિ નાં પપ્પા આ ઘર મૂકીને ગયાં હતાં બસ. મીતાબહેન અને તેમનાં પતિ મનોજભાઈએ ભાગીને લગ્ન કર્યા હતાં એટલે તેમનું પરીવાર એમને ક્યારેય બોલાવતું ન હતું. જે બીજાં સીટી માં રહેતાં હતાં. મનોજભાઈ નાં ગયાં પછી મીતાબહેન એ જ બંન્ને બાળકો ને ઉછેર્યા. તે ત્યાંની પ્રાથમીક શાળા માં પહેલાં બીજાં માં ભણાવે છે. તેમનો પુત્ર પણ તેમની જ શાળા માં  અભ્યાસ કરે છે. નોકરી કરતાં અને બચત કરી કરી તે પોતાનાં બાળકો ની બધી જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરતાં. અને કરી પણ હતી. તેમનો પગાર સામાન્ય હતો અને બાળકો ને સારુ ભણાંવવા માટે બચત કરી હતી. તેથી મુક્તિ ને બી.કોમ પૂર્ણ કરાવ્યુ. તે અેકાઉન્ટ માં બહુ હોંશિયાર છે.

" ચાલ હવે ચા નાસ્તો કરી જલ્દી તૈયાર થઈ જા આજે તારી જોબ નો પહેલો દિવસ છે ને "

"  હા મમ્મી "

મીતાબહેન એ મુંજ ને ઉઠાડી નહાવા મોકલ્યો. અને  મુક્તિ તૈયાર થવાં ગઈ. આજે મુક્તિ  ની જોબ નો પ્રથમ દિવસ હતો. તે ખુબ ખુશ છે આજે. મીતાબહેન ની ઉંમર થઈ ગઈ હતી એટલે હવે થાકી જતાં. મુક્તિ એ બી.કોમ પછી જોબ કરવાનો નિર્ણય કર્યો હતો જેથી ઘરમાં સહાય રહે અને ભાઈ નાં મોંધા ટ્યુશન ની ફીસ ભરી શકે. એકાઉન્ટન્ટ ની જોબ મળી હતી એને. પહેલી જ વાર માં એણે ઈંટરવ્યુ ક્લીયર કરી નાંખેલો. તેનાં કોલેજ માં તેનાં કરતાં એક વર્ષ આગળ ભણતો હતો મંથન. જે તેનાં ઘર ની નજીક જ રહેતો હતો. તેને પૈસાની કમી તો ન હતી. બહાર જવાની તૈયારી કરતો હતો એટલે ટાઈમ પાસ માટે જ આ જોબ લીધેલી. તે સ્વભાવે ઘણો સારો હતો. તેને મુક્તિ ની પરિસ્થિતિ વીશે જાણ હતી એટલે જ  તેની ઓફીસ માં વેકેન્સી પડતાં તેણે મુક્તિ ને જણાંવેલુ. મુક્તિ  એની સારી એવી દોસ્ત હતી. મુક્તિ સીલેક્ટ થઈ ગઈ અને આજે એનો પ્રથમ દિવસ હતો.

તેણે બ્લુ કલરની લેગીસ ઉપર સફેદ ફ્લોરલ પ્રીંટવાળી ખુરતી અને તેનાં ઉપર બ્લુ ઓઢણી નાંખી હતી. જ્વેલરી તો બહુ એનાં પાસે હતી જ નહી બસ હાથમાં ઘડીયાળ પહેરી. બ્લેક કલર નું પર્સ લઇ એ આગળ નાં રૂમ માં આવી. મીતાબહેન આરતી ની થાળી અને દહીં સાથે તૈયાર જ હતાં. તેમણે આરતી ઉતારી અને દહીં ખવડાવ્યુ. મુક્તિ એ પગે લાગી આશિર્વાદ લીધાં. અને નીકળી પડી નવી જોબ નાં સફર પર.

બહાર નીકળી અને મેઈન રોડ પર આવી. ત્યાં જ મંથન બાઈક લઈને આવ્યો. બ્રાઉન કલર નું ફોરમલ જીન્સ અને તેનાં ઉપર બ્લેક શર્ટ. ચહેરો દોરો અને દેખાવે કોઈનું પણ મન મોહી લે તેવો મનમોહન. કાળા ગોગલ્સ પહેરેલા અને બાઈક ચલાવતા સ્પીડ નાં લીધે હવામાં તેનાં ઉડતા વાળ કોઈ પણ છોકરી ના હોશ ઉડાવવા કાફી હતાં. પણ મુક્તિ નો એ પહેલાથી સારો મિત્ર હતો. અને એ પણ પોતાનાં કરીયર ને ફોકસ આપવા માંગતો હતો એટલે જ કેટલીય છોકરીઓ નાં દીલ તોડી ચુક્યો હતો. મુક્તિ ને તે બહુ સારી મિત્ર ગણતો. તેણે આવીને બાઈક ઉભુ રાખ્યુ.

" ગુડ મોર્નિંગ મેડમ. કેવી છે તૈયારી "

" બસ એકદમ સરસ "

" ચલ તો જઈએ "

" ઓકે  લેટ્સ ગો "

બંન્ને  બાઈક પર રવાનાં થયાં.  ૨૦ મિનિટ માં તેઓ કોમ્પલેક્ષ એ પહોંચી ગયા જે તેમનાં ગામથી હાઈવે જતાં વચે પડતુ. જેમાં વિવિધ પ્રકારની ઓફીસ અમે દુકાનો હતી. મંથન ને થોડું કામ હોવાથી તે મુક્તિ ને ઉતારી બીજે ગયો. મુક્તિ લીફ્ટ માં ગઈ અને ૩ જા માળનું બટન દબાવ્યુ. લીફ્ટ નો દરવાજો ખુલ્યો. ત્યાં એક જ ઓફીસ ઓપન હતી. જેમાં તેને જોબ મળી હતી. તે દરવાજાં ની સામે ઉભી રહી અને ઉપર નંબર વાંચ્યો.  ઓફીસ નં ૩૦૮.

શું હશે ઓફીસ નં ૩૦૮ નું રહસ્ય? શું થશે મુક્તિ સાથે આગળ? શું મુક્તિ એ પોતાનાં પરીવાર માટે જોયેલાં સપનાં પૂરા કરી શકશે? કે આ ઓફીસ નું રહસ્ય જાણી શકશે? જાણવા માટે વાંચતા રહો.
મિત્રો આ મારી પ્રથમ હોરર સીરીઝ છે. તમારો અભિપ્રાય જાણવાં  માંગીશ. કેવું લાગ્યો આજનો એપીસોડ જરૂર જણાંવવા વિનંતી.

    

***

Rate & Review

Verified icon

rajnish patel 5 months ago

Verified icon

Chetna Bhatt 6 months ago

Verified icon

Kriyanshi Joshi 6 months ago

Verified icon

Usha Dattani 6 months ago

Verified icon

Jitendra 7 months ago