bhopi books and stories free download online pdf in Gujarati

ભોપી - જીવી રહીયો છું

જીવી રહીયો છું

   હા હવે જિંદગી જીવવાનું શીખી લીધું છે મેં.. એટલું બધું અઘરું પણ નોહતું, જોકે તું નથી હવે પણ સાલું હવે ફરક પણ ક્યાં પડે છે? હવે ક્યાં સમય છે કે તપતો સુરજ હોય કે અમાવાસ ની રાત ના અંધારા મા તારી ઓફીસ ની સામે ઊભા રહી ને તારી રાહ જોવી, હવે તો દરેક કામ મારા દિમાગ થી વિચારી ને થાય  છે. પહેલા ની માફક દિલ નું નથી સાંભળતો.

    ગાડી પણ આરામ થી ચલાવું છું, કારણ કે હવે કોઈ મારી રાહ નથી જોતું હોતું, રસ્તા માં મારી નજર સુંદર ચહેરા માં તને નથી શોધ્યા કરતી! મિત્રો સાથે ચા અને સિગારેટ માં હવે ચા જ પીતો છું.. સિગારેટ હવે પસંદ નથી કેમકે તે કોઈ અસર પણ નથી કરતી હદય ને બાળવા મા અને કોઈ ઓલ્ડ મંક ની બોટલ અને એક પેકેટ નમકીન માં શાંતિ નથી શોધી, હવે કોઈ કામ કરવાની ઉતાવળ નથી રહેતી,

    તારી આદત કાંઈક એવી લાગી હતી કે હવે તો વ્હોત્સુપ ના એસ.એમ.એસ ડિલીટ કરવાજ ખાલી ઓપન કરવું પડે છે,

    પુરો દિવસ હવે ઓફિસ માં જ પસાર કરવો ગમે છે, બહાર જઈ ને કોઈક મળવા જવાની ઉતાવળ જરા પણ નથી હોતી, મોટા બિઝનેસ ના સપના હવે નથી આવતા ઘણી વાર કોના માટે મોટો બિઝનેસ કરવો તેની સુજ નથી પડતી,

   મોબાઈલ માં નેટ પેક પણ નોર્મલ mb નું કરાવું છું , હવે નથી મોબાઈલ ની બેટરી પુરી થવા ની બીક રહેતી કે નેટવર્ક નહીં હોવાની, હવે તો સેટ કરી ને મૂકેલી રીંગટોન વાગસે તેની રાહ પણ પૂરી થઈ ગઈ છે, જાણું છું કે જો વાગી ગઈ તો પોતાને નહીં રોકી શકુ.

   સવાર માં આજે પણ વહેલા ઊઠી જવાય છે પણ ઉઠી ને ફોન ઓન કરી એસ.એમ.એસ મોકલવાની જલ્દી નથી રહેતી, હવે તે સિંહણ ના પડકાર જેવી વાતો સાંભળવા કાન આતુર નથી રહેતા, અરીસા સામે હવે પોતાને જોવાનું પણ ક્યાં યાદ આવે છે, હવે તો કોઈ પણ જિન્સ પર ગમે તે ટીશર્ટ પેરી લવ છું, સાલું મેચઈંગ ની કોઈ પળોજણ નથી રહેતી

    નવી મોવી અને નવા ગીત ની જાણકારી તો હવે મિત્રો પાસે થી જ જાણવા મળતી છે, બોવ નવાઈ થી પૂછે કે પાગલ तेरे बिना... વાળુ ગીત નથી સાંભળીયુ કે? અને હું પ્રેમ થી જવાબ આપતો કે આજ કાલ તો યે દિલ હે મુશ્કેલી અને તેરે નામ જ ચાલે છે તે પણ રિપીટ મોડ પર

    તે ગલી અને સડક કડવા આવે છે, તે રસ્તે ચાલવાનું પણ જતું કરું છું કે ક્યાંક સામે મળી ગઈ તો.. ક્યારેક ક્યારેક તે વિચારી ને પણ ખૂબ ડર લાગે છે કે દુનિયા ખૂબ નાની છે અને ગોળ પણ, તે સમયે જે સમય તારી સાથે જીવ્યો હતો તે પણ એક જિંદગી જ હતી, હા તે છાતી ઠોકી ને કહી શકું તે સમય ને હું જીવ્યો હતો અને હવે બસ જિંદગી ને જીવી રહીયો છું

  કહેવાય છે ને કે જાત સાથે લડનાર ક્યારેય જંગ નથી જીતતા, તે પોતાનાવ થી જ હારી જતા હોય છે, જ્યારે તે લોકો જંગ લડતા હોય તો તે વાત નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જેની સાથે તે લડી રહ્યા છે તેને કોઈ તકલીફ ના થાય, ગજબ છે તે ફોર્મૂલો કોઈ થી હારવું કે તેની જીત મા ના તમે હારી શકો કે જીતી શકો! બસ કનસતું રહેવાનું.

    મને ખુદ સાથે લડવું બિલકુલ પસંદ નથી, જ્યારે હું અંદરો અંદર પોતાના થી લડી ને હારી રહીયો હોવ ત્યારે દુનિયા ની કોઈ પણ વાત થી મને ફરક નથી પડતો, નવા વિશ્વયુધ્ધ થી પણ નહીં, કે પછી મારી પોતાની મ્રુત્યુ થી પણ નહીં

મારી પાસે જ્યારે હારવા માટે કાંઈ નથી બચતું ત્યારે હું મારું મન હારી જાવ છું, આ સ્થિતિ મારા માટે સહુ થી ખરાબ હોય છે, ત્યારે મને હસવું નથી આવતું, કે નહીં દુખ, બસ બધું રીયેકટ કરવાનું બંધ કરી દવ છું, માથા પર કોઈ બોજ જેવું બેસી જાય છે અને હદય ખાલી,

કદાચ મને જીવન જીવાવા ના રસ્તા નથી ખબર, પણ મારવાના અખાતારાં ખબર પડવા લાગે છે, ડીપ્રેશન તો બસ એક શબ્દ માત્ર લાગે છે, કદાચ હું નિર્જીવ માં જતો રહું છું આજુ બાજુ ની ચીજો સંભળાતી નથી હોતી, hmm hmm બસ એક માત્ર જવાબ હોય છે, પછી તે કોઈ સવાલ હોય કે પછી કોઈ વાત, કાંઈ પણ સમજ નથી આવતું.

હશે તે સમય પણ કપાઈ જાય છે, ફરક બસ એટલોજ પડે છે કે મારવાનો પૈમાનો બસ તે સમએ જ સમજ આવે છે, દુનિયા નો કોઈ ખજાનો મારા માથા પર નો બોજ હરિ નથી શકતી,

     ના કોઇ નો સાથ મરી ભીતર ની લહેરો ને રોકી શકતી નથી, જુત્ઠું હાસ્ય, જુઠ્ઠા દિલાસા કે પછી જુત્થી વાતો ત્યારે મને સહુ થી વધુ પીડા નો અનુભવ થાય છે, જેમ કે ઠંડી મા અંગૂઠો કોઈ પત્થર સાથે ટકરાઇ જવા સમાન પીડા કે અચાનક પગ નું હાડકું ખસી જવાની પીડા કે અને હસી ને બધું ઠીક છે કહેવાની પીડા

    દુખ અને દુખદ વચ્ચે નો ભેદ ત્યારે જ ખબર પડે છે, હશે સમય નું તો શું છે તે તો વહી જ જવાનો છે, કાલે ગુજરી ગયો હતો, આજે ગુજરી રહીયો છે, અને કાલે પણ ગુજરી જ જશે, બસ લડાઈ ચાલતી રહેશે, ક્યારેક પોતાની સાથે તો ક્યારેક પોતાનાવ સાથે, તો ક્યારેક પારકાં સાથે, હાર જીત તો અંત માં થાય છે પણ ઉજરડા? તે તો સંઘર્ષ માં લાગે છે.

    મારા માટે સહુ થી મુશ્કેલ હતું પસંદ કરવું અને પસંદગી તરછોડવી! તો મેં પસંદગી તરછોડવી  પસંદ કરી એટલે આજે ના પસંદગી માટે કઈ વધિયું છે કે ના તો તરછોડવા માટે વધિયું છે

હવે લાશ પર બેફિકર થઈ સૂઈ શકીશ હું
કાલ સુધી તારા વિયોગ નો વિચાર
મને પાગલ કરતો હતો

❤️? બાળક