drashtikon no fark books and stories free download online pdf in Gujarati

દ્રષ્ટિકોણનો ફર્ક

તમન્ના નું નામે સાંભાળતા જ સોસાયટી માં સૌની આંખો પોહળી થઈ જતી.તમન્ના એટલે રૂપ રૂપ નો અંબાર,એને જોતાજ એમ થઈ કે ખરેખર જો આ પૃથ્વી પર અપ્સરા હશે તો તે બિલકુલ આવી જ હશે.એની આંખો,એની ચાલ,એનું એ મનમોહક હાશ્ય,એની એ બોલવાની કળા.બસ એમ થઈ કે એને જ જોઈયા કરીયે.આજુબાજુ ની સોસાયટી માં પણ તમન્ના નું નામ બોલતા લોકો તેના ખ્યાલોમાં ખોવાઈ જતાં.તે જ સોસાયટીમાં રહેતો તેજ.તેજ એટલે મધ્યમી વર્ગીય ઘર માં રહેતો મસ્તી ખોર,ગુંડા ગરદી માં પ્રથમ નંબર,મારપીટ કોઈને ધમકી આપવી આ બધા કામ તો જાણે એના માટે રમત વાત.તેનું નામ લેતા જ લોકો તેના કારનામા ની લિસ્ટ દેવા લાગતા.તેજ સોસાયટી ના છોકરાઓનો લીડર. સોસાયટીમાં બે જ વાતો ચર્ચા માં રહેતી એક તેજ ના કારનામા,અને બીજું તમન્ના નું રૂપ,બને જાણ એક બીજા ને જાણતા તો હતા જ.પરંતુ તમન્ના ને મન તેજ એટલે ગુંડો,મવાલી.અને જ્યારે તેજ સૌને ખબર હતી કે તેજ તમન્ના ને ખૂબ પ્રેમ કરતો.પરંતુ તમન્ના તેને જોતી સુધા નહોતી.તેજ ને પણ આ વાત ની ખબર હતી,છતા તેનો તમન્ના પ્રતીયે નો પ્રેમ ઓછો નહતો થતો.તમન્ના ના પપ્પા એ કરોડા ના માલિક હતા.જ્યારે તેજ એ સાવ મધ્યમી વર્ગીય પરિવાર નો છોકરો હતો.કહેવાઈ છે ને કે જયા રૂપ હોય ત્યાં અભિમાન તો હોય જ,તેમ તમન્ના ને પણ પોતાના રૂપ પર બહુ અભિમાન હતું.

સોસાયટી ના દરેક લોકો ગણેશઉત્સવ ની રાહ જોતાં હતા.દર વખત ની જેમ આ વખતે પણ સોસાયટી માં ગણેશપંડલ બેસ્ટ ડેકોરેશન ની હરીફાઈ-૨૦૧૬ કોણ જીતસે તેની ચર્ચા ચારે તરફ થવા લાગી હતી. દર વખતની જેમ આ વખતે ૫ સોસાયટી વચ્ચે આ હરીફાઈ થવાની હતી . દર વખતની આ હરીફાઈ તમન્ના અને એમના મિત્રો જ જીતતા હતા.એટલે તમન્ના એ તેમના મિત્રો ને જણાવી દીધું કે દર વખત જેમ આ વખતે પણ આપને જ આ હરીફાઈ જીતશું,અને પોતાના મિત્રો ને બેસ્ટ ડેકોરેશન કરવાના આદેશ આપી દીધા.હરીફાઈ ના ૧૦-૧૨ દિવસ પહેલાં ગણેશઉત્સવ ની કમિટીએ મીટિંગ રાખેલી ,આ મીટિંગ સોસાયટીના પ્રમુખ અને ગણેશપંડલ બેસ્ટ ડેકોરેશન ની હરીફાઈનાં જજ એટલે મૂળજીભાઈ બોલાવી હતી,મૂળજીભાઈ એટલે તમન્ના ના પપ્પા.તેમણે આ મીટિંગ માં કહીયું કે પોતે આ વખતે જજ રહેવા માંગતા નથી પરંતુ દરેક જણ એ વાત નો વિરોધ કરિયો અને આ મીટિંગ માં એ નિર્ણય લેવાયો કે આ વખતે પણ જજ તરીકે મૂળજીભાઈ જ રહે.કારણકે દર વખતે તેમણે નિષ્પક્ષ નિર્ણય લઈ ને સાચા અને વિજેતા ધરાવતા હોય તેમને જ ઈનામ દીધા હતા.

તો જેની સૌ લોકો રાહ જોઈ રહીયા હતા તે દિવસ એટલે ગણેશચતુર્થી નો દિવસ આવી ગયો હતો અને આજે જ ગણેશપંડલ બેસ્ટ ડેકોરેશન ના વિજેતા નું નામે જાહેર થવાનું હતું.પરંતુ આ વખતે બધા ને દર વખત કરતાં વધુ રિજલ્ટ જાણવાની ઉત્સુકતા હતી,કારણકે આ વખતે આ સ્પર્ધામાં તમન્ના ની સામે તેજ એ કરલું ગયા વખતનું ચેલેંજ નું પણ રિજલ્ટ હતું.અને એટલેજ કદાચ મૂળજીભાઈ જજ રહેવાની ના પાડતા હતા.

ગઈ ગણેશચતુર્થી માં જ્યારે તમન્નાનાં મિત્રો ગણેશ મંડપમાં આ વખતે કઈ થીમ -રાખવી કઈ રીતે આ વખતે પણ ગણેશપંડલ બેસ્ટ ડેકોરેશન ની હરીફાઈ જીતવી તેની માથાપચી ચાલી રહી હતી. ત્યારે ત્યાં ઉભેલા તેજ એ તેમણે એક સલહ આપી, તેજ એ કીધું આ વખતે થીમ એમ રાખીએ તો કે ગણેશમંડપ માં પ્રથમ આરતી દરમિયાન પોતાના મોબાઇલ ની ફ્લૅશ લાઇટ ચાલુ રાખે અને જે ગણપતિ પર પડતી હોય બાકી દરેક લાઇટો બંધ હોય.બીજું કે મંડપ માં દરેક સ્થાન પર મોબાઇલ થી થતાં નુકસાન અને ફાયદા ના પેમ્પ્લટેસ (ચિત્રો) લગાડીએ.અને છેલ્લા દિવસે ગણપતિના વિસર્જન વખતે તેમણે જેમાં બેસાડીને આપડે દરિયા માં પધરાવસુ તે પણ કઇંક મોબાઇલ નું ચિત્ર હોય.આ વાત સાંભળી ત્યાં ઉભેલા લોકો જોઈ જ રહીયા કારણકે તેજ નું જેવુ નામ હતું એના પરથી તેના પાસેથી આવા વિચાર ની અપેક્ષાજ ન કરી શકાઈ.જ્યારે તેજ એ પોતાની વાત પૂરી કરી ત્યાં ઉભેલા દરેક જાણ તાળિયો થી તેના આ વિચારને વધાવા માંડ્યા. પરંતુ દરેક ને ખબર હતી કે છેલ્લો નિર્ણય તો તમન્ના નો જ રહેશે. એટલે હવે બસ તમન્ના આવે અને તેજ તેને આ આઇડિયા આપે એટલે આ વખત ની ગણેશપંડલ ની સજાવટ ની તૈયારી શરૂ થાય. થોડી વાર થઈ એટલે તમન્ના તેના બેસ્ટ ફ્રેન્ડ તેજશ સાથે કાર માં આવી.

તેજશ અને તમન્ના બંને બાળપણ થી જ બહુ સારા મિત્રો હતા.તમન્ના એક વાર તેના પિતાની વાત ના મને પણ તેજશ ની કીધેલી વાત જરૂર માને. જેવી જ તમન્ના આવી એટલે તેજ ની નજર તો સાવ સ્થિર થઈ ગઈ. તે એક જ નજરે જોવા લાગીયો તે તેના ખ્યાલોમાં ખોવાયેલો હતો ત્યાંજ તેના મિત્ર એ તેને કીધું કે જોતો આને કેટલું અભિમાન છે,એટલે તેજ તેના પર બગડિયો કે તું બંધ થા.એના જેટલું રૂપ જો તેના પાસે હોત તેને પણ આટલુ જ અભિમાન હોત.જેવી તમન્ના આવી એટલે તરત જ એને પુછીયું કે કોઈએ ગણેશપંડલ માટે થીમ વિચારીકે હું જ આ વખતે પણ વિચારું.આટલુ જ બોલતા ત્યાં ઉભેલા તેજ સીવાય બધા એ કીધું કે હા...હા..હા... આ વખતે તો તેજ એ બહુ જ જોરદાર થીમ કીધી છે અને આપણે આ વખતે પણ આ થીમ થી ગણેશપંડલ બેસ્ટ ડેકોરેશન ની હરીફાઈ જીતશું જ ..!!!

આટલું સાંભળતા જ તમન્ના એ કીધું કે કોને થીમ કીધી છે ?? તો બધા કહે તેજએ...તેજ...ઓલો મવાલી ?? તમન્ના એ કીધું.એટલે બધા આશ્ચર્યચકિત થઈ ને તમન્ના ને જોઈ રહીયા.બધા ને ખબર હતી કે તમન્ના તેજને જરા પણ પસંદ નથી કરતી.તમન્ના ની આ રીતે વાત કરતાં જોઈ તેજ ને પણ ઘણો ગુસ્સો આવીયો,તેજ કશું બોલે તે પહેલા તેજશએ કીધું કે એક વખત સાંભળીતો લે શું આઇડિયા છે...આટલુ સાંભળીને એક જણા એ આખી થીમ સમજાવી અને કીધું કે અમે બધા ક્યારના વિચારતા હતા કે શું થીમ રાખવી પણ કાંય સમજાતું નહોતું,ત્યારે તેજએ આ જોરદાર થીમ આપી.થીમ સાંભળીયા બાદ તેજશને તો આ થીમ બહુજ ગમી અને તેને તો આ થીમનાં વખાણ પણ કરિયા.જ્યારે આનાથી બિલકુલ અલગ તમન્નાએ આ થીમ સાંભળીયા બાદ તરત જ કીધું આવી થીમ થી થોડી સ્પર્ધા જીતી શકાઈ.આવી બકવાસ થીમ થોડી રાખીશું આપડે.પહેલી વખત તેજશ અને તમન્ના નાં વિચારો અલગ અલગ જઇ રહીયા હતા એ પણ તેજનાં આપેલી થીમ નાં લીધે.તમન્નાનું આવો પ્રતીભાવ જોઈ તેજ ખૂબ જ ગુસ્સે થઈ ગયો ત્યાં ઉભેલા દરેક જણ તેની આ થીમ ને વખાણી રહીયા હતા,તેના માટે તાળીઑ વગાડી રહીયા હતા,પરંતુ તમન્ના જ એક એવી વ્યક્તિ હતી જેને આ થીમને જરા પણ ભાવનાં આપીયો.તેજ ત્યાંથી જાતોજ હતો કે તમન્ના એ કીધું બીજી વખત આ મવાલી ને અહિયાં આઇડિયા કહેવા પણ નાં દેજો,બસ આટલું સાંભળી તેજનાં ગુસ્સાનો પારો વધી ગયો,તે તમન્ના પાસે ગયો અને બોલીયો..અહિયાં ઉભેલા દરેકને આ થીમ ગમે છે,તેનો મિત્ર તેજશ પણ આ થીમ રાખવા માટે થઈને તૈયાર છે.તો તને શું વાંધોને છે આ થીમ માં..?? કે પછી તને થીમ બતાવનારા પ્રત્યે વાંધો છે...?? તમન્ના એ કહિયુંકે હું તારા જેવા સાથે બહેશ કરવા નથી માંગતી,આ વખતે આ થીમ નથી રેવાની એ નક્કી છે,અને આ મારો છેલ્લો નિર્ણય છે.વાત બહુ ગંભીર બની રહી હતી એટલે તેજશ કહે ઠીક છે પણ તારા પાસે બીજી કોઈ થીમ છે ગણપતિઉત્સવ માટે,જો છે..તો કે આપડે એ રાખીયે.તમન્ના કહે હજુ તો મે કોઈ થીમ વિચારી નથી પણ આ થીમ તો નહીજ રહે એ નક્કી છે.હવે તેજ વધુ ગરમ થઈ ગયો એણે કીધું દર વખતે તું કહે એમજ થાય એ જરૂરી થોડું છે ..?? તમન્ના કહે હું કહીશ એમજ થશે જો તને વાંધો હોય તો તું તારું અલગ મંડળ બનાવી એમાં બીજા ગણપતિને લાવીને તારે જે થીમ રાખીવી હોય તે રાખ,પરંતુ આ મંડપમાં દરવખતે અમેજ ગણેશ લાવીયે છીયે અને આ વખતે પણ અમેજ ગણેશ લાવીશું એ નક્કી છે.આટલું સાંભળી તેજશ બોલીયો કે આપડે બધા એક જ સોસાયટી માં રહીયે છીયે અને દરવખતે બધા ભેગા મળીને જ ગણેશચતુર્થી નો આ કાર્યકમ મનાવીયે છીયે,આમ અલગ અલગ ગણપતિ લઈને આવીને સોસાયટી અને સોસાયટીનાં લોકો ને બે ભાગમાં વહેચીને શું મતલબ.જો તમન્ના તું સાંજ સુધી કોઈ થીમ વિચાર જો તને કોઈ સારી થીમ મળે તો ઠીક નહિ તો આપડે તેજની થીમ પ્રમાણે સજાવટ શરૂ કરીશું.આ વાતની સાથે જ સૌ છૂટા પડીયા.

આજે એ વાતને પુરૂ એક વર્ષ થઈ ગયું,આજે પાછું ગણેશચતુર્થીના એ વાત તાજા થઈ ગઈ.આજે સોસાયટીમાં બે મંડપ લાગેલા હતા એક તમન્ના અને તેના મિત્રોનો મંડપ અને બીજા મંડપ માં તેજ ની ગેંગ.હવે દરેક જણ બસ એ પળની રાહ જોઈ રહીયા હતા કે ક્યારે જજ આવે અને બને મંડપ ના પડદા હટે અને બંને પ્રતિસ્પર્ધીની શું થીમ છે તે જાણવા મળે.જેટલું લોકોને આજે ઉત્સાહ હતો કે કોની થીમ કઈ હસે તેટલોજ ઉત્સાહ તે દિવસે પણ હતો.આજથી એક વર્ષ પહેલા જ્યારે તેજશએ તમન્ના ને સાંજ સુધી નો સમય આપીયો હતો તેથી તમન્ના બહુ જ ટેન્શન માં વિચારી રહી હતી કે એવી કઈ થીમ રાખે જે તેજની થીમ કરતાં પણ સારી હોય અને લોકો ને પણ આજ થીમ ગમે.પરંતુ તેને એવી કોઈ થીમ ધ્યાનમાં જ નહોતી આવતી.હજુ તે થીમ વિચારી રહી હતી કે એટલા માં તેના ઘરની બેલ વાગી તેને બહારે જઇ ને જોયું તો કોઈ જ નહતું,પરંતુ ત્યાં એક કવર પડેલું હતું.તેને એ કવર ને ઉપાડિયુંઅને જોયું તો એમાં લખેલું હતું “ બેસ્ટ થીમ ફોર ગણપતિ ડેકોરેશન ”.

તેને એ કવર લીધું અને બહારે પાછું જોયું પણ કોઈ દેખાયું નહીં એટલે એ ઘરમાં આવી અને તેનેએ કવર ખોલ્યું,એમાં ગણપતિ ડેકોરેશન માટે ની થીમ લખેલી હતી.તેને એ થીમ વાચી અને તે બહુજ ખુશ થઈ ગઈ અને હવે તેને પૂરો વિશ્વાસ આવી ગયો કે આ થીમ તેજની થીમ કરતાં ઘણી સારી છે,અને આ વખતે આ જ થીમ રહેશે.પરંતુ તેને એ વાત નહતી સમજાતી કે આ થીમ કોણ અહીયાં મૂકી ગયું હશે.

જજ આવી ગયા છે આ વાત લઈને તેજનો મિત્ર આવીયો.એટલે તેજએ કહીયું બધી તૈયારી થઈ ગઈ છે,જરા પણ ગડબડ ના થવી જોઈએ.

તૈયારી તો બધી થઈ ગઈ છે પણ..!!!

પણ...પણ શું...?? તેજ એ કહીયું.

તમન્ના અને તેમના મિત્રો દરવખતે આ સ્પર્ધા જીતે છે અને આપણે આ પ્રથમ વખત કરી રહીયા છીયે,જો કઇં ગડબડ થઈ ગઈ તો સોસાયટી માં રહેવું ભારે થઈ જશે...! તેજના મિત્રોએ કહીયું.

ઓ..આટલી વાત છે ચિંતા ના કરો આપણે જ આ સ્પર્ધા જીતીશું, આપણે થીમ એટલી જોરદાર છે કે જજ આપણેને જ વિજેતા જાહેર કરશે.

જેટલું ટેન્શન તેજનાં ગ્રુપ માં હતું તેટલુજ ટેન્શન તમન્ના અને તેના મિત્રો માં પણ હતું.કેમકે તેજ ગુંડો,મવાલી હતો પણ તેને નવું જાણવું નવું શીખવું આ બધાનો એને બહુ શોખ હતો.આંમતો દરવખતે તમન્ના અને તેમનું ગ્રુપ આરામથી જીતી જતાં હતા,પરંતુ આ વખતે ચેલેંજ લાગેલું હતું અને તમન્ના અને તેના મિત્રો ને પણ ખબર હતી કે તેજ જીતવા માટે કઈ પણ કરી શકે છે.એટલે જ આ વખતે તમન્ના એ તેના કોઈ પણ મિત્ર ને સજાવટમાં સાથે લીધા નહતા આખી તૈયારી તેને એકલે હાથે કરી, તેને ખાલી તેના મિત્રો ને એટલું કીધું હતું કે દરેક જણ પોતાનો મોબાઇલ લઈને આવે બસ બાકી બધુ તે સંભાળી લેશે .એટલે તમન્ના ના મિત્રોને પણ ખબર નહતી કે તમન્ના ના મંડપ ની શું થીમ હશે.

આમતો ૫ સોસાયટી વચ્ચે આ સ્પર્ધા હતી પરંતુ જજીશ ને પણ આ સોસાયટી ની શું થીમ હસે કેવું ડેકોરેશન હશે તે જાણવાની વધારે ઉત્સુકતા હતી અને એમાં પણ ઉપરથી આ વખતે તમન્ના અને તેજ વચે લાગેલી શર્ત,એટલે બધાને વધુ રસ પડવા લાગીયો.પહેલાથી જ નક્કી કરીયું હતું કે પહેલા તેજ એની થીમ બતાવશે,એટલે જજીશ પહેલા તેના તૈયાર કરેલા મંડપ પાસે ગયા,એટલે તેમની પાછળ-પાછળ આખી સોસાયટી અને તમન્ના અને તેના મિત્રો ગયા.હાં તો હવે જેની બધાને ઉત્સુકતા હતી અને જેની તમન્ના પણ રાહ જોતી હતી,તે ઘડી આવી ગઈ હતી તેજ તેના મંડપ નું ડેકોરેશન બતાવવા જઇ રહીયો હતો.

તેજએ પોતાના મંડપનાં પડદા હટાવિયા અને,તેના પડદા ખોલતા ની સાથે જ બધી જ લાઇટો બંધ થઈ ગઈ અને પછી સૌથી પહેલી લાઇટ ભગવાન ગણેશ ની મુર્તિ પર પડી.અને જેવી ભગવાન ગણેશ પર લાઇટ પડી કે આખો મંડપ લાઇટથી જગમગી ઉઠીયો,કારણકે ગણપતિ આખા કાચ ના બનેલા હતા,અને જેવુજ એ કાચની મુર્તિ પર પર પ્રકાશ પડીયો એટલે તેના પ્રતિબિંબથી આખો મંડપ જબકારા મારતો થઈ ગયો.બધા ની આંખો પોહળી થઈ ગઈ કારણકે આટલો જબરદસ્ત વિચાર તેજને આવીયો,એ બહુ મોટી વાત હતી.બધા તેજ ની આ થીમ ને તાળીઓ થી વધાવી રહીયા હતા.જજીશ પણ બહુ ખુશ થઈ ને માર્કસ આપી રહીયા હતા.તમન્ના પણ આ થીમ જોઈ ને વિચારતી થઈ ગઈ હતી આટલી જોરદાર થીમ,આટલો અલગ વિચાર એ પણ તેજને આવીયો.તેજશ પણ લોકો ની સાથે તાળી વગાળી રહિયો હતો,તેને પણ આ થીમ ના ખૂબ જોરશોર થી વખાણ કરીયા.પરંતુ હવે લોકોને,તેજશ ને,જજીશ ને અને તેજ ને બધાને એ જાણવાની ઉત્સુકતા હતી કે તમન્નાની આ વખત ની થીમ શું હશે.

જજીશ અને લોકોએ તેજના મંડપના ગણપતિ ના વખાણ,દર્શન કરીને હવે તમન્ના ના મંડપ તરફ ચાલીયા.પહેલાની જેમજ જજીશ તેમની પાછળ સોસાયટીના અને આસપાસનાં લોકો,અને તેમની પાછળ તેજ અને તેના મિત્રો. તેજ અને તેના મિત્રો બહુ જોરશોર થી આગળ વધી રહીયા હતા તેમણેતો જાણે સ્પર્ધા જીતી લીધી હોય તેવી રીતે ચાલી રહીયા હતા.પરંતુ તેજને ખબર હતી તમન્નાની થીમ પણ જોવા જેવી હશે.

તો હવે ગણેશપંડલ બેસ્ટ ડેકોરેશન-૨૦૧૬ ની છેલ્લી થીમ દરવખતની વિજેતા ટીમ એટલે તમન્નાની ટીમનો વારો હતો.જજીશના આદેશ આપીયા બાદ તમન્નાએ તેના મંડપ ના પડદા હટાવિયા.તેના પડદા હટાવાની સાથેજ બધી લાઇટ બંધ થઈ ગઈ,અને તમન્ના જેવુ તેના મિત્રો ને કીધું હતું મોબાઇલ ની ફ્લૅશ લાઇટ ચાલુ કરી દરેક મોબાઇલ ની દરેક ફ્લૅશલાઇટ ભગવાન ગણેશ પર પડે,અને ત્યારબાદ તરતજ ગણપતિ ની આરતી ચાલુ થઈ.જેવુ જ તમન્ના અને તેના મિત્રો એ આંમ કરીયું એટલે બધા તેજ ની સામે જોવા લાગીયા કારણકે આ એજ થીમ હતી જે તેજએ ગયાં વર્ષ ડેકોરેશન માટે આપી હતી.

બધા ના ચહેરા પર એક જ સવાલ દેખાઈ રહિયો હતો કે તમન્ના એ તેજ ની થીમ શા માટે રાખી હશે ..? તેજશ પણ એ જ સવાલ સાથે તમન્ના ની સામે જોઈ રહિયો હતો કે શા માટે આ થીમ . અને સૌથી વધારે જો કોઈ અસમંજસ માં મુકાઇ ગયું હોય તો તે તેજ હતો , તેજ સમજી નહતો શકતો એ તમન્નાએ શા માટે એની બતાવેલી થીમ રાખી.

તેજશથી રેવાયું નહીં એટલે જેવી આરતી પૂરી થઈ એ તરત જ એ તમન્નાને મંડપ ની બીજી તરફ લઈ ગયો. તમન્ના આ શું છે ..? તે તેજ ની થીમ રાખી , તને તો તેજ મવાલી લાગે છે તું તો તેજ ને બિલકુલ પસંદ નથી કરતી તો પછી આ થીમ અચાનક અને તે મને પણ ના જાણ કરી કે તું આ થીમ રાખવાની છે. તેજશના સવાલો ની વચ્ચે તમન્ના ચૂપચાપ ઊભી હતી તે જાણે આ બધા સવાલો ની અપેક્ષા રાખી ને બેઠી હતી અને એને બધા જવાબ તૈયાર રાખીયા છે તેવું તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવતું હતું. જેવુ તેજશએ પણ આ જોયું એટલે તરત જ કીધું તમન્ના હવે તું બોલીશ કે શું છે આ બધુ..? જો તારે તેજ ની જ થીમ રાખવી હતી તો પછી પાછલા વર્ષે જ રાખી દીધી હોત ,તો આજે આપણી આ સોસાયટી માં બે-બે મંડપ તો ઊભા ના હોત. આજે બધા સાથે મળી ને ગણેશ ઉત્સવ માનવી રહિયા હોત

તમન્ના જાણે તેજશ ના સવાલ પૂરા થવા ની રાહ જોઈ રહી હોય એવું લાગતું હતું , એટલે જેવુ તેજશ એ બોલવાનું બંધ કરિયું એટલે તમન્ના એ તરત જ કહિયું કે , તેજશ તને યાદ છે પાછલા વર્ષે તે મને કીધું કે સાંજ સુધી જો મને થીમ નહીં મળે તો આપણે તેજ ની થીમ રાખીશું . હા યાદ છે ...!! તેજશ એ કહિયું. હું તે દિવસે બપોરે મારા ઘરે આ થીમને લઈને બહુ જ ચિંતામાં હતી મારે કઈ પણ કરી ને તેજ કરતાં સારી થીમ તૈયાર કરવાની હતી. પણ મને કોઈ જ થીમ યાદ આવતી નહતી , એવામાં મારા ઘરની બેલ વાગી.દરવાજો ખોલીને જોયું તો કોઈ જ નહતું , ખાલી એક કવર હતું અને જેના માથે લખીયું હતું “ બેસ્ટ થીમ ફોર ગણપતિ ડેકોરેશન “ .

એ કવર કોનું હતું...? કોણ મૂકી ગયું હતું ..?? તેજશ એ કહિયું .

તમન્ના એ કહિયું મને પણ એ જ સવાલ મનમાં આવીયો કે આ કવર કોનું હશે અને કોઈ શા માટે અહિયાં રાખી ગયું હશે .

એટલે પાછળ ના વર્ષે જે થીમ તું લઈને આવી હતી તે તારી થીમ હતી જ નહીં . તેજશ એ કહિયું

ના .. !! તમન્ના એ કહિયું.

સારું પણ પાછળ ના વર્ષની થીમ અને આ વર્ષે તે તેજની થીમ રાખી એ કઈ સમજ માં ના અવિયું, આ બને વચ્ચે શું સબંધ ..?? તેજશ એ કહિયું.

સબંધ છે , જ્યારે મે કવર માં ગણેશ ઉત્સવ ની થીમ જોઈ તેમાં છેલ્લે એમ પણ લખેલું હતું કે તમારે જો જાણવું જ હોય કે આ કવર કોનું છે અને શા માટે તમને આ આપવામાં આવિયું તો તમે આવતા વર્ષે તેજની બતાવેલી થીમ ગણપતિ ઉત્સવ માં રાખશો .

એટલે તને હજુ ખબર નથી પડી કે પેલું કવર કોનું છે ..?? તેજશએ કહિયું.

ના નથી ખબર અને મારે જાણવું છે એટલા માટે જ મે આ થીમ રાખી..!! તમન્ના એ કહિયું

તેજશ તરત જ બોલિયો કે બહુ સરળ છે તમન્ના... આ થીમ વાળું કવર બીજું કોઈ નહી પરંતુ તેજે જ રાખીયુ હશે. ના મને પણ પેલા એમજ લાગતું હતું કે આ તેજ જ હશે પરંતુ પછી મને થયું કે જો એને પોતાની થીમ રાખવી જ હોત તો એ મને ગયા વર્ષે બપોરે થીમ ના આપત અને તે દિવસે સાંજે જ્યારે હું બધા વચ્ચે કોઈ થીમ લઈને ના આવત તો તેજ ની થીમ સરળતાથી પાછળના વર્ષે જ રહી જાત અને આજે સોસાયટી માં અલગ અલગ મંડપ નો પ્રશ્ન નાહોત .

પણ તમન્ના એમ પણ હોય શકે કે તેજ ને બધાની વચ્ચે બતાવું હોય કે તમન્ના પાછલા વર્ષે મારી થીમ નો વિરોધ કરી રહી હતી , જ્યારે આ વખતે મારા જોડે સ્પર્ધા કરવાની વાત આવી ત્યારે તેને બીજી કોઈ થીમ ના સારી લાગી અથવા મારી થીમ ને ટક્કર મારે એવી કોઈ થી એની પાસે હતી નહીં એટલે તેને મારી બેસ્ટ થીમ પોતાના ડેકોરેશન માં રાખી , અને વિચાર જો તું આ થીમ થી વિજેતા જાહેર થઈ તો બધા ને તો એમજ લાગશે કે તું વિજેતા તેજ ની થીમ ના લીધે થઈ છે એટલે આમાં બને બાજુ તેજ નો જ ફાયદો છે.

હા તેજશ મે આ વાત નો તો વિચાર જ ના કરીયો...!! તમન્ના એ કહિયું.

આમાં તો બંને બાજુ વિજેતા તો તેજ જ થશે , અને હું તો બને બાજુ થી હારવાની છું અને જે રીતે લોકો નો પ્રતીભાવ અંદર મંડપ માં જોયો એમ પ્રમાણે તો મને લાગે છે હું જ વિજેતા બનીશ , અને જજીશ પણ બહુ ખુશ થઈ ને માર્કસ આપી રહિયા હતા.

એતો આપશે જ કારણકે આ થીમ છે જ એટલી સરસ અને ઉપર થી હમણાં ની પરિસ્થિતી ને ધ્યાન માં રાખીએ તો તો આ થીમ પરફેક્ટ છે. કારણ આજે બધા લોકો મોબાઇલ માં એટલા પડી ગયા છે કે એમનો અડધો તહેવાર અથવા એમ કહીયે આખો તહેવાર મોબાઇલ માં જ પસાર થાય છે કોઈ પણ તહેવાર હોય તે તહેવાર ની શરૂઆત સેલફી અને અંત પણ સેલફી જ છે. તહેવાર એ ભારત ની સંસ્કૃતિ નો એક અંગ છે આપણાં ઋષિમુનિઑ એ આપણ ને આ તહેવાર એટલા માટે આપીયા જેથી આપણે આપણી રોજિંદાની ભાગ દોડ ભરી જિંદગી માથી ફ્રી થઈ ને થોડો સમય પરિવાર અને દોસ્તો ને આપી શકીએ. પરંતુ આજે એનું ઊંધું જ જોવા મળે છે લોકો તહેવાર ના દિવસે પણ એટલા વ્યસ્ત હોય છે કે એ આવી રહેલા તહેવાર ને સરખી રીતે મનાવી જ નથી શકતા , અને એટલે જ લોકો એમ લાગે છે કે પહેલા જેવા તહેવાર માં મજા આવતી એવી હવે નથી આવતી .

એકદમ સાચું કીધું તે તેજશ અને હવે મને પણ થાય છે કે પાછળના વર્ષે જ્યારે તેજ એ આ થીમ કીધી ત્યારે તેનો વિરોધ કરવાને બદલે મે એનો સાથ આપીને ગણેશ પંડલ સજાવીયો હોત તો આજે સોસાયટી માં બે-બે મંડપ ના હોત અને આપણી સોસાયટી બે ભાગ માં ના વેચાત . પરંતુ ત્યારે હું મારા અભિમાન ના લીધે તે ના કરી શકી પણ હવે થાય છે કે ત્યારે એમ કરિયું હોત તો સારું હોત.

તમન્ના અહિયાં અભિમાન ની સાથે સાથે દ્ર્ષ્ટિકોણમાં પણ ફર્ક હોવો જોઈએ આપણે જે વ્યક્તિ ને જેવો સમજીએ છીએ અથવા જેના માટે આપણે આપણાં મંન માં એક છબી બનાવી લીધી છે તે વ્યક્તિ તેવી જ હશે તેવું આપણે ના માની લેવું જોઈએ.ભગવાને દરેક વ્યક્તિ ને અલગ બનાવી છે અને દરેક વ્યક્તિ પાસે કઇંક નવું છે અલગ છે તે વાત આપણે ના ભૂલવી જોઈએ.

સાચું કીધું તેજશ તે ખરેખર આજે મને મારી ભૂલ સમજાઈ રહી છે જે મે એક વર્ષ પહેલા કરી હતી અથવા જે હું આટલા વર્ષોથી કરતી આવું છું ..!! તમન્ના એ કીધું

જજીશ બધા ને રિજલ્ટ માટે બોલાવે છે... !!!! તમન્નાના એક મિત્રએ આવીને કીધું

તેજશ હવે આપણે શું કરીશું ..? મે તો પોતે જ પોતાના પગ પર કુલહાડી મારી દીધી છે , હું કદાચ જીતીશ તો પણ હું હારેલી જ ગણાઈશ . તમન્ના હવે બધુ ગણપતિબાપા પર છોડીદે એ બધુ સારું જ કરશે , તને તારી ભૂલ સમજાઈ ગયી એ જ બહુ મોટી વાત છે.અને તું વિચાર તું જેને ગુંડો અને મવાલી સમજાતી હતી જેની થીમ રાખવા માટે તૈયાર નહતી , એને આપણી સોસાયટી માં બે મંડપ તો કરીયા પરંતુ બંને મંડપ માં પોતાની જ થીમ રાખી.ચાલ હવે બધા આપણી રાહ જોતાં હશે .

જે ખડી ને આપણે સૌ રાહ જોઈને બેઠા હતા તે ખડી આવી ચૂકી છે ગણેશપંડલ બેસ્ટ ડેકોરેશન - ૨૦૧૬ ની સ્પર્ધા માં કઈ ટીમ છે જે વિજેતા થઈ છે તે જાણવાની ક્ષણ , જજીશ એમના રિજલ્ટની સાથે તૈયાર છે. દરવખતની જેમ આ વખતે પણ આ સ્પર્ધા પાંચ સોસાયટી વચ્ચે હતી . શું આ વખતે પણ દરવખત ની વિજેતા ટીમ એવી તમન્ના ની જ ટીમ જીતસે. કે પછી તેજ આ વખતે બાજી મારી જશે . તો હવે જજીશ એમના રિજલ્ટ ની સાથે તૈયાર છે તો આ વખતે ગણેશપંડલ બેસ્ટ ડેકોરેશન - ૨૦૧૬ ની સ્પર્ધા માં વિજેતા ટીમ છે એનું નામ છે..

બધા ને ઉત્સુકતા હતી કે રિજલ્ટ શું આવશે જ્યારે તેજ ને બિલકુલ ઊલટું હતું. તેજ ના મનમાં એક જ સવાલ ઉઠી રહીયો હતો કે શા માટે તમન્ના એ એની થીમ રાખી . અને જો તમન્ના ને એની થીમ આટલી જ પસંદ હતી તો પછી પાછળા વર્ષે શા માટે એને આ થીમ નો વિરોધ કરીયો જો ત્યારે તેને આ થીમ નો વિરોધ ના કરીયો હોત તો આજે સોસાયટી માં બે-બે મંડપ જ ના હોત. તેજ બહુ જ મૂજવણમાં મુકાઇ ગયો હતો તેને કઈ પણ સમજાઈ નહતું રહીયું કે શું થઈ રહીયું છે તેને વારે ઘડીએ એક જ સવાલ થઈ રહીયો હતો કે શા માટે તમન્ના એ તેની થીમ રાખી આખરે કારણ શું છે આ થીમ રાખવા પાછળ નું.

હાં તો આ વખતે ગણેશપંડલ બેસ્ટ ડેકોરેશન - ૨૦૧૬ ની સ્પર્ધા માં વિજેતા ટીમ છે જેનું નામ છે..તમન્નાના મિત્રો તમન્ના નું નામ જોરજોરથી બોલી રહીયા હતા અને તેજ ના મિત્રો તેજ નુ નામ જોરજોર થી બોલી રહીયા હતા . પરંતુ તેજ ના મિત્રો ના અવાજ ની સામે તમન્નાના મિત્રો નો અવાજ વધારે આવા લાગીયો જ્યારે જજએ તમન્ના ની ટીમ ને વિજેતા જાહેર કરી.તમન્નાના મિત્રો જાણે વર્લ્ડકપ જીત્યા હોય તેવી રીતે અને તેટલી ઉત્સુકતા થી નાચી અને અવાજ કરી રહીયા હતા , જ્યારે આનાથી બિલકુલ ઊલટું તેજ ના મિત્રો જાણે વર્લ્ડ વોર ૩ માં હારી ગયા તેવી રીતે મોઢું નીચું કરી ને બેસી ગયા હતા.

આ બધાથી અલગ બે વ્યક્તિ એવી હતી જેમણે ના જીતવાની ખુશી હતી ના હરવાનું દુખ હતું. આ બે વ્યક્તિ એટલે તમન્ના અને તેજ.તમન્ના એજ વિચારો માં હતી કે તે જીતી ને પણ હારી ગયી જ્યારે તેજ એ વિચાર માં હતો કે તમન્ના એ શા માટે એની થીમ રાખી..

આ બધા શોર ની વચ્ચે જજીશ એ તમન્ના અને એની ટીમ ને સ્ટેજ પર આવવા માટે કહીયું અને ભેટ રૂપે ગણપતિ ની નાની મુર્તિ સ્વીકારવા કહીયું. તમન્ના અને તેના મિત્રો સ્ટેજ પર જવા માટે આગળ એમ વધી રહીયા જાણે તેમણે કોઈ મોટો એવાર્ડ મળવાનો હોય એટલો અવાજ એટલો શોર.જ્યારે તમન્ના ને જજીશ ગણપતિ ની મુર્તિ ભેટ સ્વરૂપે આપી રહીયા હતા ત્યારે તમન્ના એ કહીયું ઊભા રહો આ ભેટ ના સાચા હકદાર અમે નથી . જેવુ તમન્નાએ આમ કહીયું બધો શોર નાચ ગાન બધુ બંધ થઈ ગયા બધા લોકો તમન્ના ની સામે જોવા લાગીયા કે તમન્ના આ શું બોલી રહી છે.

શું તમે હકદાર નથી તો કોણ છે ..?? જજીશે કહિયું

આ ભેટ અને આ સ્પર્ધા ના સાચા હકદાર તેજ અને એની ટીમ છે કારણકે આ વખતની મારી આ ગણપતિ પંડલ ની થીમ એ મારી નહીં પરંતુ તેજ ની છે , તેજે જ આગળા વર્ષે આ થીમ આપી હતી જેનો મે વિરોધ કરીયો હતો .

( ક્રમશ ... )