Cable Cut - 32 books and stories free download online pdf in Gujarati

કેબલ કટ, પ્રકરણ ૩૨

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૩૨
હાબિદને લઇને ટીમ ક્રાઇમ બ્રાંચ પહોંચે છે. ખાન સાહેબ કુંપાવત સાહેબ, ઇન્સપેક્ટર સિંઘ અને ક્રાઇમ બ્રાંચની ટીમનું હાબિદને પકડવા માટે અભિવાદન કરતા હતાં ત્યાં ગફુરનો ફોન આવે છે.
"બોલ ગફુર, તું કયાં છે. તે આખરે કામ કરી બતાવ્યું .."
ખાન સાહેબની વાત અટકાવી ગફુર બોલ્યો, "સાહેબ, બધી વાતો પછી કરીએ. પહેલાં હાબિદને ક્રાઇમ બ્રાંચથી ખસેડી ખાનગી જગ્યા પર લઇ જઇ પુછપરછ કરો. જો મીડીયામાં તેની ધરપકડની વાત લીક થઇ તો તમારે તેને મેજીસ્ટ્રેટ સામે રજુ ..."
"હા હા. તારી વાત સાચી, અમે આ વિશે વિચાર્યું જ નથી પણ હાબિદને ઉપલક જ રાખવાનો છે. અને તું મીડીયા પર ધ્યાન રાખજે. જરુર પડે મેનેજ પણ કરજે."
હાબિદ પાસેથી ઇન્ફરમેશન મેળવવા માટે એટીએસ અને બીએસએફની ટીમે પણ તૈયારીઓ કરી લીધી હતી. હાબિદના સાગરિત અને જાયમલને ઉપલક રાખવાની વાત ખાન સાહેબ ટીમ સામે કરે છે.
કુંપાવત સાહેબે તેમના કોન્ટેક લગાડી હાબિદને ખાનગી જગ્યાએ રાખવાનું સેટીંગ કરે છે અને તેને ઉતાવળથી તે ખાનગી જગ્યા પર શિફટ કરવામાં આવે છે. 
ઇન્સપેક્ટર અર્જુને ક્રાઇમ બ્રાંચની ટીમની સામે હાબિદને રજુ કર્યો અને તેની પુછપરછ શરુ કરી. 
ખાન સાહેબે સમય બગાડયા વગર હાબિદને પુછ્યુ, "તું બબલુને ઓળખે છે ?"
હાબિદ નીચું મોં રાખીને ચુપચાપ બેસી રહ્યો. તે શાતિર ગુનેગાર હોવાથી સીધી રીતે કંઇ બોલે તેમાંનો ન હતો. ખાન સાહેબે બે ત્રણ વાર પુછવા છતાં તે ન બોલતાં ગુસ્સે થઇ તેમણે ઇન્સપેક્ટર અર્જુનને કહ્યું, "આની માટે રીમાન્ડ સ્પેશિયાલિસ્ટની જરુર પડશે. આ થર્ડ ડીગ્રી વગર નહીં બોલે."
ઇન્ટરોગેશન પુર્ણ થાય તરત હાબિદ અને તેના સાગરિતોની ડ્રગ્સના કેસમાં કાયદેસરની ધરપકડ કરી તેમને મેજિસ્ટ્રેટ સાહેબ સામે હાજર કરી રિમાન્ડ માંગવાની વ્યવસ્થા કરવા કુંપાવત સાહેબે સિનીયર પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું.
એટીએસની ટીમમાંથી રીમાન્ડ સ્પેશિયાલિસ્ટ ઇન્સપેક્ટર મોઇનને બોલાવવામાં આવ્યાં. ભલભલા ગુનેગારો તેમની આગળ બોલવા માંડે તેવી તેમની છાપ હતી. તેમણે ટીમની સામે હાબિદની પુછપરછ શરુ કરી, "બબલુને તુ આળખે છે? "
હાબિદે જવાબ ના આપતા કુંપાવત સાહેબે ઇન્સપેક્ટર મોઇનને ઇશારો કરતાં તેની પર થર્ડ ડીગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો. હવે તે બરોબર ડરી ગયો હતો અને થાકી પણ ગયો હતો. હાબિદને મનોમન સમજાતું નહોતું કે તેની આસપાસ શું થઇ થયું રહ્યું છે, કેટકેટલા અધિકારીઓ પુછપરછ કરી રહ્યા છે અને આ બબલુંની શું મેટર છે.
થોડીવાર પછી ફરી રીમાન્ડ સ્પેશિયાલિસ્ટ ઇન્સપેક્ટર મોઇન હાબિદની સામે આવીને તેની આંખોમાં આંખો પરોવીને પુછે છે, "હજુ ચરબી ઉતરવાની બાકી છે કે ઉતરી ગઇ."
હાબિદ વિસ્ફારિત નજરે તાકી રહ્યો અને હાથ જોડીને ધ્રુજતા સ્વરે બોલે છે, "મને માફ કરી દો. મને શા માટે અહીં લાવવામાં આવ્યો છે."
"તને માફ નહીં પણ સાફ કરવાનો છે અને તું ઘણા દિવસથી ભાગતો ફરતો હતો અેટલે મહેમાનગતિ માટે અહીં લાવ્યા છીએ." કુંપાવત સાહેબ હસતાં હસતાં બોલ્યા.
હાબિદની આંખોમાં આંસુ તરી આવ્યા અને તેની આંખોમાં ડર તથા થાક ખાન સાહેબ જોઇએ રહ્યા હતાં. 
ખાન સાહેબે કડક સ્વરે હાબિદને પુછ્યું, "બબલું ને તું ઓળખે છે? "
"હા." બંધ આંખે હાથ જોડીને હાબિદ બોલ્યો.
"તે બબલુંનું મર્ડર કેમ કર્યું."
"મેં ..મેં બધા ગેરકાયદેસરના ધંધા કર્યા છે સાહેબ પણ ..મેં કયારેય કોઇનું મર્ડર નથી કર્યું. ધ્રુજતા સ્વરે હાબિદ બોલ્યો."
"તારે બબલુ સાથે કેવા સંબંધો હતાં."
"બબલુને હું કેબલ સપ્લાય કરતો હતો. ધીમે ધીમે તે મારો ડ્રગ કેરીયર બન્યો હતો. તેને હું ડ્રગ સપ્લાય કરતો હતો પણ તેણે પેમેન્ટમાં ગોટાળો કરતાં મેં તેની સાથે ધંધો બંધ કરી દીધો હતો. તેણે મારા ધંધામાં ઘણી અડચણો ઉભી કરી હતી.. પણ .."
"એટલેજ તે એનું..."
"ના સાહેબ ના. મેં તેની સાથે સંબંધો ઓછા કરી નાંખ્યા હતાં એટલે તેની સાથેનો કોન્ટેકટ પણ બંધ થઇ ગયો હતો."
"છેલ્લે તું કયારે બબલુ ને મળ્યો હતો? "
"મને યાદ નથી પણ ઘણા વર્ષો થઇ ગયાં."
ખાન સાહેબ, ફેસ રીડર ચંપાવત અને ક્રાઇમ બ્રાંચની ટીમ હાબિદના જવાબો સાંભળી રહી હતી. તેની પાસેથી યોગ્ય જવાબો ન મળતાં ખાન સાહેબનાં ચહેરા પર હતાશા છવાઇ ગઇ. "તમે લોકો તમારે જોઇતી ઇન્ફરમેશન બહાર કઢાવો, બબલુના કેસની પુછપરછ પછી કરીશું." ખાન સાહેબ ઉંડો શ્વાસ લઇને કુંપાવત સાહેબને કહીને ટીમને લઇને ક્રાઇમ જવા નીકળે છે.
                     *****
ક્રાઇમ પહોંચી ખાન સાહેબ પોલીસ કમિશ્નરને મળવા પહોંચે છે અને હળવેકથી કહે છે, "સર, હાબિદ પાસેથી પણ બબલુ મર્ડરની યોગ્ય માહીતી મળતી નથી, તેની પુછપરછ ચાલુ છે ..પણ. "
"પણ શું. ખાન આ શું ચાલી રહ્યું છે? " પોલીસ કમિશ્નરે ગુસ્સામાં પુછ્યું.
"સર, કેસ ગુંચવાઈ ગયો છે. શકમંદો ઘણાં છે પણ યોગ્ય પુરાવા મળતાં નથી એટલે .."
"મારે પણ મીડીયા અને ઉપલા લેવલે શું જવાબ આપવાનો.
ખાન સાહેબ માથુ નીચુ કરી ચુપચાપ સાંભળી રહ્યા હતાં, પોલીસ કમિશ્નરે ખાનને કયારેય આવી હાલતમાં જોયા ન હતાં.
ઓફિસમાં થોડો સન્નાટો છવાઇ ગયો પછી પોલીસ કમિશ્નરે ખાન સાહેબના ખભે હાથ મુકી કહ્યું, "મને તમારી કાર્યક્ષમતા પર પુરો ભરોસો છે પણ આપણી પાસે સમય ઓછો છે."
"સર, મને આ કેસમાંથી .."
"તમારે જ આ કેસ સોલ્વ કરવાનો છે. તમે બે દિવસનો બ્રેક લઇ આરામ કરો, પછી તમે થોડા ફ્રેશ થઇ કેસ સ્ટડી કરો. પોઝીટીવ રીઝલ્ટ  મળશે જ."
ખાન સાહેબ બે દિવસની રજા પર ગફુરને લઇ ફેમીલીને મળવા તેમના ઘરે જાય છે. ઘણા દિવસે ઘરે જઇ ફેમીલી મેમ્બરને મળી ખુશ થાય છે. આખો દિવસ ફેમીલી સાથે વિતાવ્યા પછી ખાન સાહેબ અને ગફુર ટેરેસ પર બેસીને વાતો કરતાં હોય છે. 
ખાન સાહેબના ઘરની નજીકમાં કયાંક ધાર્મિક પ્રોગ્રામ ચાલતો હતો તેનો વધુ પડતો સાઉન્ડ ટેરેસ પર તેમની વાતોમાં ખલેલ પહોંચાડી રહ્યો હતો એટલે ગફુરે તેની ઘડીયાળમાં જોઇને કહ્યું, "સાહેબ, સાઉન્ડ બંધ કરવાનો સમય થઇ ગયો છે એટલે થોડીવારમાં આ બધુ બંધ થઇ જશે."
ગફુરે ખાન સાહેબને સિગરેટ સળગાવીને આપી એટલે તેઓ આકાશ સામે જોઇને વિચારતા વિચારતા સિગરેટનો કશ મારી રહ્યા હતાં. ગફુરે ફરી ઘડીયાળમાં ટાઇમ જોયો. સાઉન્ડ બંધ કરવાનો સમય ઓવર થઇ ગયો હતો તોય ઉંચા અવાજે સાઉન્ડ ચાલુ જ હતો. થોડીવાર પછી ત્યાંથી ઝઘડો શરુ થવાનો અવાજ આવતા ખાન સાહેબ અને ગફુરનું ધ્યાન તે તરફ જાય છે અને તે બંને તે જગ્યા પર જવા નીકળે છે.
તે જગ્યા પર સાઉન્ડ બંધ કરવા આવેલ પોલીસ અને લોકો વચ્ચે થઇ રહેલ ઘર્ષણ તેઓ જોવે છે. તે બંને પણ મેટર સોલ્વ કરવા વચ્ચે પહોંચે છે. હાજર પોલીસ ખાન સાહેબને ઓળખી જાય છે અને ત્યાંના સ્થાનિક લોકો પણ તેમને જાણતા હોવાથી મામલો થોડો શાંત થઇ જાય છે.
સ્થાનિકોનું કહેવું હતું કે ભજનના પ્રોગ્રામ પોલીસ બંધ કરાવતા ઝઘડો થયો, પોલીસનું કહેવું હતું કે પરમીશન વગર અને સાઉન્ડ બંધ કરવાનો સમય ઓવર થઇ જતાં પણ સાઉન્ડ બંધ કરવાનું કહેતા ઘર્ષણ થયું. ખાન સાહેબે ત્યાં હાજર સ્થાનિક અગ્રણીઓને સાઉન્ડ વગર ભજન ચાલુ રાખવાનું કહી મેટર સોલ્વ કરાવી ત્યાંથી નીકળે છે. 
ઘરે જતા ખાન સાહેબને એક આઇડીયા આવે છે અને રાતોરાત પરિવારને મળીને ક્રાઇમ બ્રાંચ જવા નીકળે છે. ગફુર કાર ચલાવતા રસ્તામાં વારંવાર પુછે છે, "સાહેબ, રજા કેન્સલ કરી કેમ તમે જઇ રહ્યા છો? તમને આમ અચાનક શું થયું છે? "
"એ બધુ તને ત્યાં પહોંચીને સમજાઇ જશે."
ખાન સાહેબે તેમની રજા કેન્સલ કરવાનો મેસેજ હેડ ઓફિસ મોકલી દીધો અને વહેલી સવારે ટીમને ઓફિસે હાજર રહેવાનો મેસેજ પણ આપી દઇ ચાલુ કારમાં સુઇ ગયાં.
ખાન સાહેબ તેમના ફેમીલીને મળીને સીધા જ વહેલી સવારે ક્રાઇમ બ્રાંચ પહોંચીને થોડો આરામ કરે છે અને ટીમ હાજર થઇ જતાં ફ્રેશ થઇ મીટીંગ શરુ કરે છે.
ઉત્સાહ ભર્યા સ્વરે ટીમના સાથીઓને કહે છે, "આપણને હજુ સુધી ભલે કોઇ સફળતા નથી મળી પણ હવે મારી પાસે એક આઇડીયા છે જેનાથી કેસ સોલ્વ થવામાં મદદ મળશે."
ખાન સાહેબનો ઉત્સાહ જોઇને ટીમના સાથીઓનો પણ નવો ઉત્સાહ મળે છે. તેમણે થોડી મોટીવેશનલ વાતો કરી ટીમને મેન્ટલી તૈયાર કરી. તેમની વાતો બધા શાંતિથી સાંભળી રહ્યા હતાં. તેમણે અત્યાર સુધી થયેલ તપાસની ટુંકમાં ચર્ચા કરી અને ટીમના સાથીઓને પણ સાંભળ્યા.
તેમણે ચાલુ મીટીંગમાં ઇન્સપેક્ટર નાયક અને ઇન્સપેક્ટર અર્જુનને કહ્યું,"તમે તાત્કાલિક લાખાને, સુજાતા અને પિન્ટોને અહીં લઇ આવો. તે ત્રણે આવે પછી આગળની મીટીંગ કરીશું તેવી વાત કરી તેઓ ઓફિસ બહાર આવી પોલીસ કમિશ્નરને ફોન કરી તેમના પ્લાનની વાત કરી મંજુરી મેળવે છે. 
                    ******
કુંપાવત સાહેબ ખાન સાહેબને ફોન કરે છે અને કહે છે, "હાબિદ પાસેથી એટીએસની ટીમને ઘણીબધી માહિતી મળી છે અને તેની પર મજબુત ગુનો બને તેમ છે."
"સરસ વાત છે, તો તમે તેને મેજીસ્ટ્રેટ સામે રજુ કરી કાયદેસરના રીમાન્ડ માંગી વધુ પુછપરછ કરો અને રીમાન્ડ પતે બીએસએફને સોંપી દે જો. છેલ્લે અમે પણ પુછપરછ કરીશું, કંઇ ઇન્ફરમેશન મળે તો કામ થઇ જાય."
"આ તમારી અને તમારા ઇન્ફોર્મરની મદદથી હાબિદ મળ્યો છે, નહિંતર આટલા વર્ષોથી તે ભાગતો ફરતો હતો."
"હા. ચલો દેશના સારા કામમાં અમારી ટીમ આવી તેનો આનંદ છે. વધુ કોઇ અમારા કામની ઇન્ફોર્મેશન મળે જાણ કરજો."
ખાન સાહેબે ગફુરને ફોન કરી કુંપાવત સાહેબે કહેલી વાત કરી અને તેણે દેશના મોટા ગુનેગારને પકડવા તેના યોગદાન માટે તારીફ પણ કરી.
"બસ સાહેબ બહુ થયું, દેશ માટે તો હજુ ઘણુ કરવાનું છે અને આગળના પ્લાનનું શું થયું."ગફુરે ઉતાવળથી કહ્યું.
"ચર્ચા ચાલુ છે, પુરી થયે તને જાણ કરુ છું."
                     ******
લાખો, સુજાતા અને પિન્ટો આવી પહોંચતા મીટીંગ શરુ થાય છે અને આગળનો પ્લાન વિશે ચર્ચા કરે છે. 
પ્રકરણ ૩૨ પુર્ણ 
પ્રકરણ ૩૩ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.