Kedavani books and stories free download online pdf in Gujarati

કેળવણી

મિત્રો હુ આસપાસ બનતા કિસ્સાઓ, બનેલી ધટના અને તેના વાંચન માથી જે સમજયો તે આપણા સમક્ષ રજુ કરૂ છું.
વાત છે આજના યુવાન અને તેમના માતાપિતા વિશે.
આપણા ભારત મા સર્વે મુજબ દર વર્ષે યુવાનો ના જીવન ટુંકાવાના કિસ્સાઓ નુુ પ્રમાણ વધી રહ્યું   છે. તો તેની પાછળ ના કારણો મારી સમજ મુજબ આ બે વધુ હોય છે.

1)ભણવામા કે કેરીયર ની બાબતમાં ડીપ્રેશન
2)લવ અફેયર કે દોસ્તી મા મળેલી હાર. 

તો શું આના માટે એ વ્યક્તિ પોતે જ જવાબદાર છે? તો જવાબ હશે કદાચ ના.  એના માતા પિતા અને યુવાન બન્ને જવાબદાર હશે. માતા પિતા એટલા માટે કેમ કે એમને એમના પુત્ર કે પુત્રી ને ગમે તે સ્થિતિમાં થી જાતે બહાર કઈ રીતે નીકળવું તે ના શીખવ્યુ ને યુવાન પોતે કેમ કે એને એ શીખવાની કોશિષ ના કરી. 
હવે તમનેે થશે આવુ તો બોલવામાં જ સારું લાગે પણ તેનો જીવનમા અમલ કેવી રીતે કરવો? તો તમારા પહેલા માતાપિતા ને ધ્યાન દોરીશ કેે તમે તેને પરિસ્થિતિ સામે લડતા શીખવો. 

 એના માટે એક ઉદાહરણ આપું...બે બાળક અલગ અલગ જગ્યા એ મોટા થયા. બન્ને બાળક નાનપણથી બહુ લાડકોડ થી ઉછરે છે પણ કેવી રીતે જરા જુઓ. 

પહેલુ બાળક  જયારે ચાલતા શીખ્યુ કે તરત તેના માતાપિતા તે જયા સુધી સ્વતંત્ર સહજ ચાલતા ના શીખ્યુ,  તેની કોઈને કોઈ આંગળી પકડતુ જેથી બાળક પડે નહી ને તેને લાગે નહી. બીજુ બાળક પણ લાડકુ તો હતુ જ પણ તે ઘર મા બાળક ને પડવાની છુટ હતી પણ તકેદારી રૂપે બધા એ કાળજી રાખતા કે કોઈ ધારદાર વસ્તુ તેના માર્ગે ન આવે જેથી બાળક પડે તો તેને ઈજા ન થાય., ને તે પડે તો પણ તેને જાતે ઉભું થાય તે માટે સામાન્ય મદદ કરતા. 

બન્ને બાળકો ધીરે ધીરે મોટા થાય છે સાથે રમતા થાય છે સાથે સ્કુલે જતા થાય છે. 

 બીજા બાળકો પણ સાથે મોટા થાય છે ને બધા મિત્રો શેરી રમત રમે છે. પહેલા બાળક ના પિતા ત્યા ખુરશી મા બેસે છે ને બાળકોને રમતા જોવે છે, રમતા રમતા બાળકો વચ્ચે ઝગડો થાય છે ને પહેલા બાળકના પિતા બીજા છોકરાઓને વઢે છે ને ત્યારે એ બાળક ને જંગ જીત્યાનો અહેસાસ થાય છે. આવુ બીજે દિવસે બીજા બાળક જોડે બને છે, તે રડતુ રડતું ઘરે આવે છે, એ આશાથી કે મારા પપ્પા પણ આવશે, પિતા બધુ જાણતા હોવા છતા બાળક ને સમજાવે છે, મિત્રો સાથે તો આજ મજા હોય, ને એ બાળક એના મિત્રો સાથે ફરી રમવા લાગે છે.

આ થયુ તે બન્ને બાળક નુ જીવનનુ પહેલુ પગથીયુ, સમજણનુ. એક બાળક શીખ્યું મારા પપ્પા છે ને, જ્યારે બીજું બાળક ને સમજાયું કોઇ પાસે ફરીથી જવાથી તે આપણા મિત્ર હશે તો સમજી જશે જાજા દુર નહી રહે. ને સાથે એ પણ કે આપણે આપણો રસ્તો જાતે શોધવો. 


ધીરે ધીરે બન્ને બાળકો ભણવા રમવા ની સાથે સાઈડ એકટીવીટી ચાલુ કરે છે જેમ કે સ્વીમીંગ, સ્કેટિંગ વગેરે
અહી પણ પહેલા બાળક સાથે એજ થાય બાળક ને એકલો નહી છોડવાનો કલાસ ચાલે ત્યાં સુધી બાળક ને નજર સામે જ રાખે અલબત્ત પોતાને તરતા પણ ના આવડતું હોય એટલે એ બાળક તેની મમ્મી કે પપ્પા સામે જોઈનેજ તરે છે. જયારે બીજા બાળક ને તેમને શીખવનાર શ્રેષ્ઠ છે તે માની તેમને છોડી જતા રહે છે ને સમય પર પાછા લઈ જાય છે. સાથે તેમની એ માન્યતા પણ કામ લાગે છે કે પહેલાના સમય મા રાજકુંવરો પણ અભ્યાસ અર્થે  વનમાં રહેતા ને તેમાંથી જ શ્રેષ્ઠ શાસકો બનતા. 

હવે બન્ને બાળકો થોડા વધુ મોટા થાય છે ને બન્ને એકજ કલાસમાં અભ્યાસ કરે છે ધોરણ 5 નુ રીઝલ્ટ આવે છે આ બન્ને બાળક સિવાય ત્રીજા બાળક નો પ્રથમ નંબર આવે છે, આપણી વાતના પહેલા બાળકનો બીજો નંબર ને બીજા બાળકનો ત્રીજો નંબર આવે છે, પ્રથમ બાળક નુ વિશ્ર્લેષણ તેના નંબર ને આધીન કરવામાં આવે છે કે તારા કરતા હજુ કોઈ હોશીયાર છે ને આમ તેને હરીફાઈ મા સર્વોચ્ચ જ રહેવું શીખવવામા આવે છે જ્યારે બીજા બાળકને તેને કરેલી ભૂલ સમજાવી આ ભુલ ના થાય તે શીખવવામા આવે છે. અહી બાળકને પોતાની ભૂલ સ્વીકાર નો પાઠ શીખવવામા આવ્યો. 




હવે બન્ને બાળકોને સ્કૂલે થી કોમ્પ્યુટર ઘરે હોય તો તમે વધુ સારી રીતે અભ્યાસ કરી શકો એવી સૂચના આપવામાં આવી , બન્ને મિત્રો એ ઘરે વાત કરી પ્રથમ ના પિતાએ તરત આઘાપાછા કરી કોમ્પ્યુટર ની વ્યવસ્થા કરી જયારે બીજા મિત્રના પિતાએ લોન મુકતા સમજાવ્યું કે થોડી રાહ જો મળી જશે, અહી શીખવવામા આવ્યો ધીરજ નો પાઠ કે જેવી કિમંત તેવી ધીરજ. 

આગળ જતાં બન્ને બાળકો સ્વતંત્ર રીતે હરવા ફરવા લાગ્યા એક દિવસ રાત્રે બન્ને એક મુવિ જોવા જાય છે ને ઘરે ન આવવાથી ઘરના ચિંતા વ્યક્ત કરે છે, જયારે ઘરે પરત ફરે છે ત્યારે પ્રથમ ના ઘરના સ્વાભાવિક પુછી આનંદ સાથે કહે છે છોકરો જુવાન થય ગયો જયારે બીજાને ઘરે હળવો ઠપકો આપવામાં આવે છે ને ઘરના સદસ્ય તરીકે ની શુ ફરજ આવે તે સમજાવવા મા આવે છે. 

મિત્રો મારે અહીં એક ખાસ વાત ઉમેરવી છે બાળક ને સાચા ખોટા નુ આપણેજ સમજાવવુ પડે એનાથી પ્રેમ ઘટતો નથી.

હવે શરૂ થાય છે એમની જીવનની સાચી કસોટી યુવાની મા ડગ માંડતા, હવે યુવાની મા એકબીજા પ્રત્યે આકર્ષણ થવુ સ્વાભાવિક છે, જેમ જેમ સામેનુ પાત્ર તમને સમજતુ જાશે તેમ તેમ તે તમારી નબળાઈ તમારા હિતેચ્છુ તરીકે ધ્યાન દોરશે આ સમયે એ વાત સહજતાથી કયુ બાળક સ્વીકારી શકશે???  

કદાચ પ્રેમ મા પડછાટ મળશે તો કયુ બાળક તે એક પાત્ર જ મારી જવાબદારી નથી, પરંતુ બીજા ઘણા લોકો પણ મારા થકી છે, એવું કયું બાળક વિચારશે?? 

ઈન્ટરવ્યુ મા ફેઈલ થતા કયું બાળક વિચારશે કે મે શું ભુલ કરી, ને નેક્સ્ટ એ ભુલ ના થાય તે માટે શું કરવુ??? 

જોબ મળ્યા કે ધંધા મા ઝંપલાવી તરત સફળતા મળતી નથી, ધીરજ રાખી પરિશ્રમ કરવો પડે એ બેમાંથી કોણ સમજી શકશે??? 

આ લડાઈ મારીજ છે ને મારેજ લડવી પડશે એ બે માથી કોણ સ્વીકારશે???? 


હવેે આપણે સહુ જરા ભૂતકાળમાં જઈએ તો યાદ આવશે કે તમારા માતા પિતા તમને પ્રેમ કરતા હતા જ પણ તમને યાદ છે તમે તમારી સ્કુલ ફી જાતે ભરતા,  આગળ ના ભણતર માટે તમે જાતે તમારા શિક્ષકોની સલાહ લેતા. 
કહેવાનો મતલબ એ છે કે બાળક મોબાઈલ મા સારું એવું દિમાગ ચલાવે તેથી માતાપિતાએ ગદગદ થઈ જવુ પુરતુ છે કે તેની જાતે દરેક પરિસ્થિતિમાં લડી લે તે!!!!!! ને હવે મારે એ માતાપિતાના સંતાનો નેે કહેવું છે, કદાચ વધુ પડતા લાડ કોડ થી તમને ઉછેરયા તો એજ ભુલ તમારા માવતરની???? 

તમને પ્રેમમાં નિષ્ફળતા મળી તો એ પ્રેમ થોડાજ સમયમાં તમારા માતાપિતા ના પ્રેમ થી પણ વધી ગયો?? 


ધંધા નોકરી કે અભ્યાસમાં નિષ્ફળ રહ્યા તો શું આ લાઈફ નો છેલ્લો ચાન્સ હતો?????? 

હું કોઈ જ્ઞાન કે સમજ આપવા આ બધું નથી લખી રહ્યો. મારા જીવન ના અનુભવ ને મારી સફળતા નિષ્ફળતા ને પ્રયાસો ને નીચોવી ને તમારી સમક્ષ મારા વિચારો રજૂ કર્યો. આશા રાખું છું કે તમને આ ઉપયોગી થશે.