The Author Dr Sejal Desai Follow Current Read દ્વિધા By Dr Sejal Desai Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books महाभारत की कहानी - भाग 4 महाभारत की कहानी - भाग-४ प्रजापति और सृष्टि के प्रसार का व... अनोखा विवाह - 6 अखण्ड प्रताप अनिकेत से ," हमें यकीन है कि आप सारी जिम्मेदारी... नशे की रात - भाग -1 अनामिका एक मध्यम वर्गीय परिवार की बहुत ही खूबसूरत लड़की थी।... I Hate Love - 3 कल हमने पढ़ा था,,,,,,कि अंश अपनी मां से बात कर रहा था ,,,,,,... इश्क दा मारा - 34 तब गीतिका की बुआ जी बोलती है, "आते ही सब कुछ पता कर लोगी, पह... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share દ્વિધા (42) 1.1k 3.1k 4 "હેલ્લો રાધિકા,તારો કાલે શું પ્લાન છે ? " ફોન નું રીસીવર ઉઠાવતા જ સામે થી અવાજ આવ્યો.રાધિકા એ વિસ્મય થી પુછ્યું કે "હેલ્લો! રોહન ; પણ વાત શું છે એ તો કહે?" રોહન બોલ્યો:" કાલે મારી વર્ષગાંઠ છે તો સાંજે સાત વાગ્યે કૉફી શોપમાં પાર્ટી રાખી છે તારે આવવાનું છે. " આટલું કહીને રોહને ફોન મૂકી દીધો. ડૉ. રાધિકા અને ડૉ.રોહન વડોદરાની એક મોટી હોસ્પિટલમાં સાથે ઈન્ટર્નશીપ કરતા હતા.રાધિકા ખૂબ જ શાંત અને સરળ સ્વભાવ ની હતી.એ ગરીબ ઘરની છોકરી હતી પરંતુ દિલથી એ અમીર હતી..એ એનું બધું કામ ચીવટ પૂર્વક પૂરું પાડતી. અરે ઘણી વખત તો એ રોહનને પણ મદદરૂપ થતી.એ બધા દરદીઓ સાથે પણ સહાનુભૂતિ પૂર્ણ વર્તન કરતી. રોહન એક શ્રીમંત ઘરનો એક નો એક દિકરો હતો.એનો સ્વભાવ ખુશમિજાજી હતો. રોહન ક્યારે રાધિકા ને મનોમન પસંદ કરવા લાગ્યો એ એને ખબર જ ન પડી. રાધિકા ફોન પકડી ને વિચારમાં પડી જાય છે....party અને એ પણ એક છોકરાની?...... એના ઘરના બધા જ સભ્યો જૂનવાણી વિચારના હતા. એને થયું કે હું કેમ કરીને પુંછું?....... બધા ચોક્કસ ના જ પાડશે.એને એના પપ્પા ના ગુસ્સાની ખબર હતી. એને એક વાત યાદ આવી જ્યારે એકવાર એ એની બહેનપણીઓ સાથે પિક્ચર જોવા ગઈ હતી અને મોડી આવી હતી ત્યારે એને પપ્પા એ ખૂબ જ ઠપકો આપ્યો હતો..........એ યાદ આવતાં એણે કોઈને કંઈ પૂછ્યું જ નહીં......બીજા દિવસે એ પાર્ટી માં નહીં દેખાય એટલે રોહનને ખૂબ જ ખરાબ લાગ્યું.એ રાધિકા ની રાહ જોતા જોતા થાકી ગયો.પણ રાધિકા આવી નહીં.એ નહી આવતાં રોહનને ખૂબ ખરાબ લાગ્યું.એને મનમાં અનેક વિચારો આવી ગયા... બીજા દિવસે હોસ્પિટલમાં ડ્યુટી પર ગયો .રાધિકા એ દિવસે હોસ્પિટલમાં આવી જ નહીં.આથી રોહન ખૂબ જ બેબાકળો બની ગયો.એણે રાધિકા ને ફોન કર્યો પણ એનો ફોન બંધ આવતો હતો. એણે એ દિવસ મુશ્કેલી થી જેમ તેમ પસાર કર્યો.એને રાત્રે ઊંઘ પણ ન આવી.એ વિચારો માં ખોવાઈ ગયો.... આપણી આ દોસ્તી સપનું નથી ?મળે એકમેકના વિચારો એ પૂરતું નથી ?લાગણી વ્યક્ત કરવાની આ રીત સરળ નથી ?કલ્પના સભર આકાશ માં ઉડવું બરાબર નથી ?અનંત પ્રવાહ માં વહેવું શું જરૂરી નથી ? ત્રીજા દિવસે તો રોહન અચાનક બ્લડ બેંક માં જ પહોંચી ગયો જ્યાં રાધિકા ની ડ્યુટી હતી.એ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો હતો. અને લોકો ના ટોળેટોળાં હતા. રાધિકા એના કામમાં વ્યસ્ત હતી ત્યાં જ રોહન આવી બોલ્યો"રાધિકા! મારે તારી સાથે અત્યંત જરૂરી વાતો કરવી છે તું હમણાં જ મારી સાથે કેન્ટીનમા ચાલ. " રાધિકા એ આંખો ના ઈશારે ના પાડી.પણ રોહન નો ચહેરો જોઈને એ પીગળી.પછી એને અંદર લૅબ માં લઇ ગયી પછી પુછ્યું : "બોલ, શું વાત છે,રોહન ?" રોહનને હવે એક ક્ષણ પણ વેડફવી ન હતી.એણે રાધિકા ની આંખો માં આંખો નાખી કહ્યું કે "ડીયર રાધિકા! આઈ લવ યુ! આઈ વૉન્ટ ટુ બી વીથ યુ ફોરેવર...' પછી એ રાધિકા તરફ જોતો જ રહ્યો.એ પરસેવે રેબઝેબ થઇ ગયો.આ સાંભળી રાધિકા સ્તબ્ધ થઈ જાય છે અને ત્યાં થી ચાલી નીકળે છે. રસ્તામાં એને કેટલાય વિચારો આવે છે.... પ્રેમ નો પહેલો પ્રસ્તાવ... રોહને એને માટે દર્શાવેલ લાગણી...... અને આવી દૂવિધા ! એક તરફ એના પપ્પા એ લેવડાવેલ સોગંદ... એના નાના ભાઈ બહેન ની જવાબદારી....એની મમ્મી ની માંદગી..... અને બીજી તરફ એક અજાણ્યા વ્યક્તિ એ માંગેલ એનો સાથ..... શું કરવું? રાધિકા ઘરે જઈને સીધી એની ડાયરી ના પાના ઉપર પોતાના વિચારો ઠાલવે છે."રોહન, હું તારી લાગણી ને સમજું છું.તુ એક સારો છોકરો છે પરંતુ મને માફ કરજે મારાથી તારો આ પ્રસ્તાવ સ્વીકારી શકાય તેમ નથી.આઈ એમ સો સોરી.આ પત્રને મારો આખરી નિર્ણય સમજી લેજે.લિ.રાધિકા." Download Our App