Review of Thackeray books and stories free download online pdf in Gujarati

રીવ્યુ ઓફ ઠાકરે

                           રિવ્યુ ઓફ ઠાકરે

દોસ્તો આજે હું રીવ્યુ કરીશ હિન્દૂ હૃદય સમ્રાટ અને શિવ સેના સુપ્રીમો એવાં બાલસાહેબ ઠાકરેનાં જીવન ને રજૂ કરતી ફિલ્મ ઠાકરે વિશે.
Writer અને ડિરેકટર:-અભિજીત પણસે
પ્રોડ્યુસર:-સંજય રાઉત,viacom 18
મ્યુઝિક:-રોહન
ફિલ્મ ની લંબાઈ:-136 મિનિટ

  સ્ટાર કાસ્ટ:-નવાઝુદ્દીન સીદીકિ, અમૃતા રાવ,સુધીર મિશ્રા,રાજેશ ખેરા, અબ્દુલ કાદિર

  પ્લોટ:-મરાઠી લોકોનાં હક માટે લડનાર અને હિન્દુત્વ ની વાત ને જાહેરમાં કહેનાર હિન્દૂ હૃદય સમ્રાટ અને શિવસેના સુપ્રીમો એવાં બાલાસાહેબ ઠાકરે નાં જીવન ને રજૂ કરતી આ એક બાયોપિક છે.

    સ્ટોરી લાઈન:-ફિલ્મની સ્ટોરી શરૂ થાય છે ઈસ.1994 માં લખનઉ કોર્ટના એક દ્રશ્યથી જ્યાં બાલાસાહેબને બાબરી મસ્જિદ વિધ્વંસ્ત અને એની પછી થયેલા હિન્દૂ-મુસ્લિમ કોમી રમખાણો માટે જવાબદાર ગણી કોર્ટની અંદર લાવવામાં આવે છે.જ્યાં વિરોધ પક્ષનો વકીલ બાલાસાહેબને અમુક સવાલો કરે છે.આ સવાલોની સાથે-સાથે ફ્લેશબેકમાં સ્ટોરી આગળ વધે છે.
ત્યાંથી સ્ટોરી સીધી જાય છે ઈસ.1960 નાં સમયગાળામાં ફ્લેશબેકમાં..આ ફ્લેશબેક બધો બ્લેક એન્ડ વ્હાઇટ તરીકે તમને જોવા મળશે.જ્યાં તમે જોશો કે બાલાસાહેબ પહેલાં પ્રેસમાં એક કાર્ટૂનિસ્ટ અને વ્યંગકાર ની જોબ કરતાં હતાં અને પછી એ નોકરી મૂકીને તેઓ એક માર્મિક નામનું સાપ્તાહિક શરૂ કરે છે.

  આ દરમિયાન તેઓ જોવે છે કે મુંબઈમાં સાઉથ ઇન્ડિયન લોકોનો દબદબો છે તો ત્યાંનાં મરાઠી લોકો માટે તેઓ આવાજ ઉઠાવે છે..માંગવાથી ના મળે તો છીનવી લેવું જોઈએ એ વાત સાથે તેઓ આગળ વધે છે અને મરાઠી લોકોનું એક સંગઠન બનાવે છે.એમનાં પિતાજીની સલાહથી તેઓ આ સંગઠનને નામ આપે છે શિવ-સેના.

  ફિલ્મમાં આગળ બતાવાયું છે કે કઈ રીતે ત્યાંનાં લોકો બાલસાહેબમાં પોતાનો એક લીડર દેખવા લાગે છે..બસ આગળ ની કહાનીમાં એમની પર્સનલ જીંદગી ની સાવ ઉપરછલ્લી માહિતી સાથે ફિલ્મ એક પોલિટિકલ એંગલથી આગળ વધે છે.બાલાસાહેબ મુસ્લિમ લીગ જોડે સંધિ પણ કરવાનું વિચારે છે પણ એમનાં તરફથી મળેલાં દગાને લીધે તેઓ હિન્દુત્વ ની વાત રજૂ કરે છે.

  શિવસેના ની સફળતા અને લોકોનાં સપોર્ટ પર શિવસેનાનો વિધાનસભાની ચૂંટણીમાં વિજય અને મનોહર જોશીનું મુખ્યમંત્રી પદ તરીકે શપથ લેવું,ઈન્દીરા ગાંધી અને મોરારજી દેસાઈ સાથેનાં મતભેદ અને બાબરી મસ્જિદ નો વિધ્વંસ્ત બધું વારાફરથી અલગ અલગ દ્રશ્યોમાં ફિલ્મમાં બતાવાયું છે.આ ફિલ્મ માં ઠાકરે સાહેબનું તમે એક લાર્જર ધેન લાઈફ કેરેકટર જ જોશો..એમની અંગત જીંદગી કરતાં આમાં ફક્ત ને ફક્ત એમનાં રાજકીય હોદ્દા ને બતાવાયું છે.

એક્ટિંગ:-બાલાસાહેબનું વ્યક્તિત્વ એટલું મોટું હતું કે કોઈપણ વ્યક્તિ એમની પ્રતિભા આગળ ઝાંખો જ લાગે..છતાં આ ફિલ્મ માં નવાઝુદ્દીન થી વધુ સારી એક્ટિંગ બીજો કોઈ એકટર શાયદ કરી જ ના શક્યો હોત.

  જે રીતે ફિલ્મમાં નવાઝ ચાલે છે,બેસે છે,બોલે છે બધાંમાં બાલસાહેબની ઝલક જરૂર જોવા મળે છે..બાલસાહેબનાં જનમેદની સામે હાથ ઊંચો કરવાથી લઈને શાલ ઉઠવાની એક્ટિંગ આબેહુબ લાગે છે.હા એક વસ્તુ માં નવાઝ થોડો 19-20 લાગ્યો તો એ છે ડાયલોગ બોલતી વખતે મરાઠી ઢલણ. છતાં પણ આ ફિલ્મ નવાઝની એક્ટિંગ પ્રતિભા ને વધુ નિખારવામાં કામયાબ જરૂર થઈ છે.

  ફિલ્મમાં બાલસાહેબની પત્ની મીના તાઈનાં રોલમાં જોવા મળી છે ટેલેન્ટેડ અદાકારા અમૃતા રાવ..અમૃતા નાં ભાગે વધુ કામ આવ્યું નથી પણ જેટલું આવ્યું છે એ એને સારી રીતે નિભાવી જાણ્યું છે.બીજાં સાથી કલાકારો નો અહીં જમેલો છે અને બધાં ની એક્ટિંગ ઠીકઠાક છે.

  ડાયલોગ અને ડાયરેક્શન:-અરવિંદ જગતાપ અને મનોજ યાદવનાં લખેલાં ડાયલોગ ઘણી જગ્યાએ ફિલ્મને વધુ સારી બનાવી જાય છે..એમાં પણ વકીલનાં જવાબો આપતી વખતે બાલાસાહેબ જે કટાક્ષમાં જવાબ આપે છે એ સાંભળવાની મજા વધુ આવશે.

  એ સિવાય પોતાને એક ભારતીય કહેતાં ઠાકરે સાહેબ જ્યારે ઈન્દીરા ગાંધી જોડે ચર્ચા કરે છે એ દરેક ડાયલોગ પણ ઘણી બારીકાઈથી લખાયાં છે.

  અભિજીત પણસે નું ડાયરેક્શન સારું છે પણ વધુ સારું કહી શકાય એવું નથી..ફિલ્મનાં ફ્લેશબેકને બ્લેક એન્ડ વ્હાઈટમાં દર્શાવવો સારું પગલું હતું.એ વખતની મુંબઈ ને પણ યોગ્ય રીતે ફિલ્મવાયી છે.બે ત્રણ દ્રશ્યોમાં ડાયરેકટર નાં વખાણ કરવાનું મન જરૂર થાય છે..જેમાં બાલસાહેબ સ્ટેજ પર ઉભાં થાય ત્યારે એમનાં ચહેરાની પાછળ સિંહ નું ચિત્ર બતાવી એમની પ્રતિભા ને નિરૂપવાયી છે.

  બીજી બે ત્રણ વસ્તુઓ છે કે અમુક સીન ને સેન્સેબલ રીતે શૂટ કરાયાં છે..એક દ્રષ્યમાંથી બીજાં દ્રશ્યમાં આવતી વખતે તમે એ મહેસુસ કરી શકશો.એક નેતાનું વિધાનસભામાં ઠાકરે સાહેબને બોલવું અને બીજાં દ્રષ્યની શરુવાતમાં કુતરાનું ભસવું.ફિલ્મનાં અંતમાં to be continue.. લખ્યું છે મતલબ કે આ ફિલ્મનો બીજો ભાગ આવશે જેમાં 1994 પછી બાલાસાહેબ કઈ રીતે હિન્દુત્વ નાં પ્રણેતા બન્યાં એની વાત રજૂ કરાઈ છે.

  મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર:-રોહનનું મ્યુઝિક ઠીક છે..પણ અમર મોહિલે નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અમુક દ્રશ્ય ની સાથે એકદમ પરફેક્ટ ઇફેક્ટ આપવામાં સફળ થાય છે.

રેટિંગ:- ફિલ્મનો ફર્સ્ટ હાફ અને સેકંડ હાફ બને થોડાં વધુ યોગ્ય રીતે લખાયાં હોત તો સારું લાગત.મારાં મતે અલગ-અલગ દ્રશ્યો બતાવવાને બદલે ઠાકરે સાહેબનાં નાનપણ થી લઈને યુવાની સુધી ની સ્ટ્રગલ અને કઈ રીતે તેઓ મરાઠી લોકોનાં જન માનસ પર ઉંડી છાપ છોડવામાં સફળ થયાં એનું નિરૂપણ થયું હોત તો ફિલ્મ વધુ સારી બની શકત..કેમકે લોકો બાલાસાહેબ જોડે જોડાયેલી અંગત વાતો જાણવાં પણ ઈચ્છુક છે જે દુનિયાની સામે ક્યારેય આવી નથી.

  આ ફિલ્મ એવાં લોકો ને ઓછી પસંદ આવશે જેમને પોલિટિક્સથી કોઈ નીસબત જ નથી.પણ જે લોકો ને થોડો ઘણો પણ પોલિટિક્સ કે બાલાસાહેબનાં વ્યક્તિત્વ ને જાણવાનો રસ છે એમનાં માટે આ ફિલ્મ જોવાંલાયક છે.ખાસ તો નવાઝુદ્દીન ની દમદાર એક્ટિંગ માટે.હું આ ફિલ્મને આપું છું 5 માંથી 3 સ્ટાર..
-જતીન.આર.પટેલ.(શિવાય)
સીટી ગોલ્ડ,બોપલ,અમદાવાદ.