Happy Birthday Dear 3 books and stories free download online pdf in Gujarati

Happy Birthday Dear 3

                Happy birthday Dear-3

"બાર બાર દિન એ આયે..બાર બાર દિલ એ ગાયે
તુમ જીઓ હજારો સાલ..સાલ કે દિન હો પચાસ હજાર.."

સવારે આંખ ખુલતાં જ મારી નાની બહેન દિશાએ મને બર્થડે ની wish કરી..આજે પણ બેનનાં જ કોલ કરવા પર બર્થડે નાં દિવસની મારી સવાર પડે છે.સવારે હું હાથે કરીને સ્કુલમાં મોડો પહોંચ્યો..અમારે સ્કુલમાં જેનો બર્થડે હોય એને યુનિફોર્મમાંથી છુટ્ટી મળતી.હું પણ રંગીન કપડામાં હોવાથી મારાં જે મિત્રોને મારી બર્થડે ખબર નહોતી એમને પણ મારો જન્મદિવસ આજે છે એવી ખબર પડી ગઈ હતી.
બધાં એ મને બર્થડે wish કરી..મેં બધાં નો આભાર તો માન્યો પણ મારી અંદર કોઈ જાતનો ઉત્સાહ નહોતો વધ્યો.પ્રથમ બે લેક્ચર પૂર્ણ થઈ ગયાં અને ત્રીજું લેક્ચર P.T નું હતું..બધાં સ્ટુડન્ટ્સ રમવા માટે ગ્રાઉન્ડ ઉપર ચાલ્યાં ગયાં જ્યારે હું એકલો જઈને સ્કૂલની લાયબ્રેરીમાં બેઠો..લાયબ્રેરીયન પરેશ ભાઈ ને 11 આર્ટસ માં લેક્ચર આપવા ગયાં હોવાથી લાયબ્રેરીમાં ફક્ત એ સમયે હું એકલો હતો.
મેં જઈને સફારી મેગેઝીનનો નવો આવેલો અંક શોધ્યો અને એને લઈને વાંચવા ખુરશી પર બેઠો..આ મેગેઝીન મારાં સ્કૂલ ટાઈમનું ફેવરિટ મેગેઝીન હતું..દસેક મિનિટ વીતી હશે ત્યાં મારાં કાને કોઈનાં પગરવનો અવાજ સંભળાયો..અવાજ લાયબ્રેરી તરફ આવી રહ્યો હતો જે એનાં અવાજની વધી રહેલી ગતિ પરથી સમજાઈ રહ્યું હતું.
મારી નજર લાયબ્રેરીનાં દ્વાર તરફ મંડાયેલી હતી કે ત્યાંથી કોણ આવી રહ્યું છે..ત્યાં આવનારી વ્યક્તિને જોઈ મારાં તો જાણે મોતિયાં મરી ગયાં.. એ રિયા હતી.પણ રિયા કેમ અહીં આવી હશે એ વિચારવાની શક્તિ એ સમયે મારામાં નહોતી.. રિયા એ લાયબ્રેરીમાં પગ મુકતાની સાથે મારી તરફ જોયું..આજુબાજુ નજર ફેરવી એ સીધી મારી તરફ આગળ વધી રહી હતી.
"અરે આતો મારી તરફ જ આવે છે.."હું મનોમન બબડયો.
"Happy birthday Dear.."મારી જોડે આવીને એને મને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવતાં કહ્યું.
આમ તો મેં મન મક્કમ કરી લીધું હતું કે કોઈપણ સંજોગોમાં રિયાની સામે એક હરફ પણ નહીં ઉચ્ચારું.. પણ રિયા દ્વારા જન્મદિવસની મુબારક વાત કહેતાં મારાં મુખેથી અનાયાસે જ thanks નીકળી ગયું.
"આ તારી બર્થડે ગિફ્ટ.."રિયા એ એક કાગળ અને એક બોક્સ મારી તરફ લંબાવતાં કહ્યું.
"શું છે આ..મારે આવી કોઈ ગિફ્ટની જરૂર નથી.."મેં ગુસ્સામાં કહ્યું.
મારાં આ ગુસ્સાનાં પ્રતિભાવમાં રિયા થોડો સમય ચૂપ રહી અને પછી બોલી.
"આ ગિફ્ટ હું તારાં માટે લાવી છું..મને ક્યારનીયે ખબર હતી કે તારો આજે બર્થડે આવે છે માટે મેં આ ગિફ્ટ તને આપવા લાવી રાખી છે..આ ગિફ્ટ પર ફક્ત તારો હક છે.જો તારે સ્વીકાર કરવો હોય તો કર નહીં તો તારી પાછળ બારી ખુલ્લી જ છે.."
એક ક્ષણ તો વિચાર્યું કે હું રિયાની આપેલી એ ગિફ્ટ બારીમાંથી બહાર ફેંકી દઉં..પણ મારી હિંમત જ ના થઈ એવું કંઈ કરવાની.હું શું કરવું શું ના કરવું એ વિશે વિચારતો વિચારતો મારી જગ્યાએ બેસી ગયો..મારી સામે ટેબલની બીજી તરફ રિયાએ સ્થાન લીધું અને મને ઉદ્દેશીને બોલી.
"જો શિવ..આ ગિફ્ટની જોડે એક લેટર પણ છે..એમાં મેં કંઈક લખ્યું છે..તું એકવાર એ લેટર વાંચી લે પછી હું અહીંથી જતી રહીશ અને તું કહીશ તો તારી જોડે ક્યારેક વાત કરવાનો પ્રયત્ન નહીં કરું કે ના તારી સામે નજર ઉઠાવીને જોઈશ..તું આવું જ ઈચ્છે છે ને અત્યારે..?"
રિયાનાં વેધક સવાલનો સામનો કરવાની મારી હિંમત જ નહોતી એટલે હું કંઈપણ બોલ્યાં વગર ચૂપ રહ્યો..મારાં હાથમાં રહેલાં લેટર તરફ મેં નજર કરી અને પાછું રિયા તરફ જોયું..આમ ને આમ બે મિનિટ સુધી હું ક્યારેક રિયાને તો ક્યારેક એને આપેલાં લેટરને જોતો રહ્યો.આખરે હું એ નિર્ણય પર આવ્યો કે રિયાનો જો પીછો છૂટતો જ હોય તો આ લેટર વાંચી જ લઉં.. એ લેટરમાં શું લખ્યું હતું એ વાંચવા મેં ધડકતાં હૈયે અને ધ્રુજતાં હાથે એ લેટર ખોલ્યો.
"શિવ..હું તને પ્રથમ દિવસથી જ પસંદ કરવા લાગી હતી..આ પસંદ ધીરે ધીરે કઈ રીતે પ્રેમ બની ગઈ એની ખબર જ ના પડી.મને ભણવામાં કોઈ રસ નહોતો પણ જ્યારથી તને જોયો હતો ત્યારથી તને જોવા માટે ક્લાસમાં આવવું મને ગમવા લાગ્યું હતું..તું જ્યારે મારી તરફ જોતો ત્યારે મને દુનિયાની બધી ખુશીઓ એક સાથે મળી જવાની અનુભૂતિ થતી.
તું જ્યારે મારાં મહોલ્લામાં આવ્યો ત્યારે હું સમજી ગઈ હતી કે તું ફક્ત મને જોવાં આવ્યો હતો.તારી એ હરકત પર તો બધું કુરબાન કરી જવાનું મન થયું.મારાં માટે એ નવાં વર્ષની ગિફ્ટ હતી..દિવાળી પછીની તારી સાથેની એ મુલાકાત બાદ તો મને એવું લાગી રહ્યું હતું કે તું વહેલો મોડો મારી આગળ પ્રેમ નો પ્રસ્તાવ રાખી દઈશ.
મારી એ બધી આશાઓ પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે તારું મારી તરફનું વર્તન અચાનક બદલાઈ ગયું..મેં કોઈ ગુનો કર્યો હોય તો તું આપે એ સજા ભોગવવા તૈયાર છું..તું જો એમ કહીશ કે જીવ આપી દે તો હું જીવ પણ આપી દઈશ પણ તારો મારી તરફનો એવો વ્યવહાર મને જીવતા જીવ જ મારી નાંખશે.
શિવ જો તું મને પ્રેમ ના કરતો હોય તો કંઈ નહીં પણ ફક્ત એક મિત્ર સમજી મારી જોડે વાત કર તો પણ ચાલશે..હું તારી મિત્રતા ને પણ જીંદગી ની સૌથી મોટી ભેટ માની સ્વીકારવા તૈયાર છું..જો તું મારી જોડે વાત કરવા ના માંગતો હોય તો આ લેટર ને મારી નજરોની સામે ફાડી ને ફેંકી દે..હું તારી નજરો સામેથી ચાલી જઈશ..
                                                                -રિયા.
હવે એ લેટર વાંચ્યા બાદ મેં રિયાની તરફ જોયું..એની આંખોમાંથી ત્યારે અશ્રુધારા વહી રહી હતી..મને એ માસુમ જોડે મેં કરેલાં ઉદ્ધત વ્યવહાર માટે મારી જાત પર ગુસ્સો આવી રહ્યો હતો.મેં એ લેટર ને મારાં ખિસ્સામાં મુક્યો અને રિયાએ આપેલી એ ગિફ્ટ ખોલી..એ ગિફ્ટમાં એક વોચ બોક્સ હતું જેની અંદર એક સુંદર રિસ્ટ વોચ હતી..અને એની જોડે એક નાની ચિટ હતી જેની પર લખ્યું હતું..
"તારી લાઇફનો આવનારો સમય તારો ગુલામ બનીને રહે.."
જે વ્યક્તિ મને આટલો બધો પ્રેમ કરતી હતી એનું દિલ જાણે અજાણે દુભાવવાં ની મારી એ હરકત પર મને પારાવાર ગુસ્સો આવી રહ્યો હતો..આ દરમિયાન રિયા મારી તરફ જોઈ રડી જ રહી હતી..ફક્ત રડી રહી હતી.
હું ઉભો થઈ રિયાની જોડે ગયો અને એનાં હાથમાં એ રિસ્ટવોચ મૂકી દીધી..મારાં આમ કરવાનાં લીધે રિયા એ રડતાં રડતાં પૂછ્યું.
"તને આ ગિફ્ટ ના ગમી.."
"ગિફ્ટ તો ગમી છે..પણ.."હું આટલું બોલી અટકી ગયો.
"શું પણ..બોલ ને શિવ.."ડૂસકું લેતાં રિયા બોલી પડી.
"આ ગિફ્ટ હું ત્યારે જ પહેરીશ જ્યારે આ ગિફ્ટ આપનાર વ્યક્તિ એને મારાં હાથમાં પહેરાવશે.."મેં મારો ડાબો હાથ રિયા તરફ લંબાવીને કહ્યું.
મારી આ વાત સાંભળી રિયા ઉત્સાહમાં આવી ઉછળી પડી..અને ખુશીથી મારાં હાથમાં રિસ્ટવોચ પહેરાવી દીધી..એનાં આંસુ નું સ્થાન હવે સુંદર સ્મિત લઈ ચૂક્યું હતું.
"શિવ i love you.."રિયા એ મને ગળે લગાવીને કહ્યું.
"I love you too.."મેં પણ રિયાનાં ફરતે હાથ વીંટાળીને કહ્યું.
દોસ્તો હું એક એવો ખુશનસીબ છોકરો છું જેનો પ્રથમ પ્રેમ બનનાર છોકરીએ એને સામેથી i love you કહ્યું હતું..અને પ્રેમમાં જેને i love u too બોલવા મળે એ છોકરાઓ રિયલમાં બહુ લકી હોય છે.
"Happy birthday Dear.. થી શરૂ થયેલી આજ નાં આ શુભ દિવસની વાતચીત આખરે પ્રેમ નો એકરાર કર્યા બાદ અટકી હતી.હું અને રિયા બંને બહુ ખુશ હતાં. આજે અમારી જીંદગીમાં પ્રેમ ની હસીન પળોને માણવાની શરૂવાત થઈ ચૂકી હતી.
કાચી ઉંમરમાં થયેલાં પ્રેમ ની નીંવ પણ કાચી હોય છે એ મુજબ મારી અને રિયા વચ્ચેનો પ્રેમ સંબંધ પણ અમુક કારણો થી ખૂબ વહેલાં પૂર્ણ થઈ ગયો..આજે પણ સમયનું ચક્કર પાછું ઘુમાવીને જોવું છું તો એવું લાગે છે કે એ સંબંધ પૂરો થઈ ગયો એનું કારણ ફક્ત અને ફક્ત હું જ હતો એવું મને લાગે છે.
આજે એ વાત ને બીજાં બાર વર્ષ વીતી ગયાં..2019 ની બીજી ફેબ્રુઆરી એ હું 27 વર્ષનો પણ થઈ જઈશ.આજેપણ જ્યારે આ તારીખ આવે છે ત્યારે હું ખૂબ સાદાઈથી આ દિવસની ઉજવણી કરું છું..નકામો ખર્ચો કરવાનાં બદલે જરૂરમંદ લોકો પાછળ એ રકમનો યોગ્ય ઉપયોગ કરી લઉં છું.
સમય પોતાની રીતે ઘણો ઝડપી આગળ વધી ચુક્યો છે..બધાં મિત્રો હવે ફેસબુક અને whatsup પર જ મળે છે..કેમકે રૂબરૂ મળવા માટે તો આયોજન કરવું પડે છે.ઘણું બધું બદલાઈ ચૂક્યું છે પણ આજ સુધી એક વસ્તુ બદલાઈ નથી એ છે મારાં બર્થડે પર આવતો એક કોલ જેમાં કોઈ મને બર્થડે વિશ કરે છે..એ પણ happy birthday dear બોલીને.
હું આજે પણ એ કોલની રાહ જોઈને બેસી રહું છું જેમાં મને મારો ફર્સ્ટ લવ રિયા મને બર્થડે wish કરે છે..બાર વર્ષમાં અમારાં વચ્ચે ફક્ત બાર વખત વાત થઈ છે અને એ પણ બે-ત્રણ મિનિટથી વધુ તો નહીં..છતાં પણ હું દરેક જન્મદિવસનો બેતાબીપૂર્વક ઇંતજાર કરું છું કેમકે આજનાં દિવસે જ મારી રિયા સાથે વાત થાય છે.
રિયાનાં લગ્ન થઈ ચુક્યાં છે અને એ એક સુંદર પરી જેવી દિકરીની માં પણ બની ચુકી છે..એનાં કહેવા મુજબ એનાં હસબંડ પણ બહુ કેરિંગ અને લવિંગ છે..છતાં એ એવું તો કહે જ છે કે શિવ મારી માટે મારો પ્રથમ અને સાચો પ્રેમ તું જ હતો અને તું જ છે..તારી જગ્યા બીજું કોઈ ક્યારેય નહીં લઈ શકે..હું પણ એને આવું જ કહેવા માગું છું પણ મારી વાત સાંભળ્યાં પહેલાં એ હંમેશા કોલ કાપી નાંખે છે..શાયદ પોતાનાં રુદનને મારાથી છુપાવવા એ આવું કરતી હોવી જોઈએ.
મારાં આ જન્મદિવસ પર પણ મને રિયાની બર્થડે wish ની અધીરાઈ પૂર્વક રાહ રહેશે..મિત્રો તમને શું લાગે છે રિયા મને કોલ કરશે કે નહીં કરે..શું આ વખતે મારું એક વર્ષ સુધી એનાં કોલની રાહ જોવાનું ફળ મળશે કે મારાં મનમાં ઉભરાતો છૂપો ડર જેમાં આજ પછી રિયાનો કોલ ક્યારેય નહીં આવે એ સાચો પડશે..?..બસ એ રાહમાં બેઠો છું જ્યારે રિયાનાં બોલાયેલાં એ ત્રણ શબ્દો પુનઃ કાને પડે..
"Happy Birthday Dear.."

                            ***********
સમાપ્ત..
આ સાથે જ આ લઘુનવલ ને અહીં પૂર્ણ જાહેર કરું છું..મારી જેમ તમારી જીંદગીમાં જો તમને પણ સ્કૂલ સમયે જ પ્રથમ પ્રેમ થયો હોય તો તમે પોતાની જાતને નસીબદાર સમજજો.તમારી પણ કોઈ રિયા હશે..કોઈ શિવ હશે.તમને પણ તમારાં બર્થડે પર કોઈ ખાસ વ્યક્તિનાં કોલ કે મેસેજ નો વેઈટ રહેતો હશે ને..?
મારી અન્ય નોવેલો હવસ અને એક હતી પાગલ પણ તમે આ સાથે માતૃભારતી પર વાંચી શકો છો..હવસ નાં ભાગ આવે છે મંગળવારે અને શુક્રવારે જ્યારે હતી એક પાગલ આવે છે ગુરુવારે અને રવિવારે..આ ઉપરાંત મારી સિસ્ટર દિશા પટેલની નોવેલ સેલ્ફી પણ તમે સોમ,બુધ,શુક્ર વાંચી શકો છો..ફક્ત માતૃભારતી એપ્લિકેશન પર.
-જતીન.આર.પટેલ (શિવાય:).
કોન્ટેકટ નંબર-8733097096