Antarni abhivyakti - 1 books and stories free download online pdf in Gujarati

અંતરની અભિવ્યક્તિ ભાગ ૧

કવિતા રૂપે શબ્દો ની સરગમ રજુ કરૂં છું.એ મારા અંતરની અભિવ્યક્તિ છે . મેં મારા દિલમાં ઉભરતા ભાવને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની કોશિશ કરી છે.
****""""""******
દિવાની
 
તારા લખાયેલ શબ્દો ફેલાવે સુગંધ મસ્તાની;
બની હું તારા સુગંધિત શબ્દો ની દિવાની !

તારી મુરલી ના સૂર છેડે  તાન તોફાની ;
બની હું તારા  સુરીલા સંગીત ની દિવાની !

તારા  રચિત ચિત્રો દર્શાવે એક કહાની; 
બની હું તારી અનન્ય અનૂભૂતિની દિવાની !

તારો સાથ મળ્યો ને ખીલી હું જાણે ચાંદની;
બની હું તારા  પ્રેમાળ વ્યક્તિત્વની દિવાની ! 

**""""*********
હોઠ

આ હૈયાની વાત હોઠોં પર આવશે કદી ?
લાગણીઓ શબ્દ બની નિખરશે કદી ?

દિલમાં ઉઠેલ  ભરતી ને ઓટ આવશે કદી ?  
મધદરિયે ઝઝૂમતી નૌકા પાર થશે કદી ?

કોરો  કાગળ   અક્ષરો થી શોભશે કદી ? 
બંધ પડેલ કલમને વાચા  મળશે કદી ?

હૈયાથી હોંઠો ની સફર ને મુકામ મળશે કદી?
અવિરત લાગણીઓ નાં પ્રવાહ ને વિરામ મળશે કદી ?

*******"""""**********
મિલન
આ લાગણીઓનું પૂર મુજ ઉર મહીં ઉભરે;
વહી જાઉં છું એમાં ,એ ક્યાં લઇ ને જશે?

તારા મોહની માયાજાળ ફેલાય મુજ અંતરે ;
જકડાઈ જાઉં છું એમાં, એ ક્યાં લઈ ને જશે?

તારા ગીતનાં શબ્દો છેડે મધુર સંગીત મારા તંબુરે ;
રેલાઈ જાઉં છું એમાં, એ ક્યાં લઇ ને જશે ?

તારા મિલનની ઝંખના હરદમ  ઉઠતી મુજ ઉરે ;
શરમાઈ જાઉં છું  વિચારી , એ ક્યાં લઇ ને જશે ? 

*************""""""*******
મર્મ

શું હું ખાળી શકું તારા મૌન  મહીં છુપાયેલ મર્મ ? 
ભલે હું જાઉં નિષ્ફળ,મને કોશિશ તો કરવા દે !

શું હું જાણી શકું તારી એકલતા મહીં છુપાયેલ મર્મ ?
ભલે મને ન સમજાય,  મને તારી સાથે વાત તો કરવા દે !

શું હું જાણી શકું તારી અંદર દબાયેલી લાગણીઓનો મર્મ ?
ભલે મારી લાગણીઓ દુભાય, તારી લાગણી ઓ સમજવા તો દે ?

શું હું જાણી શકું તારા ચહેરા પર ની ઉદાસી નો મર્મ?
ભલે મને તકલીફ થાય, પણ તારા ચહેરા પર એક સ્મિત
તો લાવવા દે ? 

******""""""********
ભાવ
તારી આંખો દર્શાવે દિલમાં છુપાં ભાવ;
ભલે ને તું એને  તારા ચહેરા ઉપર છુપાવ !

તારા અંતરની ઉર્મિઓ  શાને ભિતર દબાવ ?
તારા  લખાયેલ શબ્દો થકી એને  તું  બતાવ !

તારી કોમળ લાગણીઓ ને શું કામ કરે ગરકાવ ?
એને મધુર સંગીત સંગ દશે દિશામાં   ફેલાવ !
 
તારા મનની  સુષુપ્ત  ઝંખના ને જગાડ ;
એને તારા નૃત્ય થકી જગતને જણાવ  !

મનમાં ઉઠતા ભાવને  મન મહીં ન સિમિત રાખ;
એને અનન્ય અભિવ્યક્તિ સંગ જગતમાં ફેલાવ !

 ***********
શબ્દ

તું શબ્દ બની ને આવ, હું લખું એક કવિતા ;
તારા શબ્દો મારી કવિતા માં ભળી વહેશે જાણે સરિતા !

તું સૂર બની ને આવ , હું ગાઉં એક ગીત ;
તારા સૂર મારા ગીત માં  ભળી  રચશે મધુર સંગીત !
 
તું રંગ બનીને આવ, હું બનાવું એક  રંગોળી ;
તારા રંગ મારી રંગોળી માં ભરી  ઉજવશે દિવાળી !

તું  પ્રેરણા બની ને આવ, હું કંડારુ એક મૂર્તિ,
તારી પ્રેરણા મારી મૂર્તિ માં નવા પ્રાણ પુરતી !

*********""""""********
મારી અભિલાષા

તારા હ્રદયમાં રહું
હું ધબકાર બનીને !
તારા મનમાં રહું
હું વિચાર બનીને !
તારી આંખો માં રહું
હું  પલકાર બનીને !
તારા રોમેરોમમાં રહું
હું  વિસ્તાર બનીને !
તારા જીવનમાં રહું
હું શણગાર બનીને !

*******************
સંગમ

મળે જો એક મેક ના વિચારો,
તો રચાય મધમીઠી મિત્રતા નો સંગમ !

ખીલે જો ઉર મહીં પુષ્પ પ્રેમ નું,
તો રચાય લાલિત્યસભર લાગણીઓનો સંગમ !

વહે જો  સમીર સ્નેહભરી સરવાણીનો ,
તો રચાય  સૂરીલા સંબંધો નો સંગમ !

છલકે જો અમીરસ આંખોમાંથી,
તો રચાય અમૃત સમાન જીવન નો સંગમ ! 


ડૉ.સેજલ દેસાઈ
સુરત ?