The days after darkness books and stories free download online pdf in Gujarati

ઊંડા અંધકાર પછી ઉજાસ ના દિવસો... પ્રકરણ..૧

વાત તો સમય ની છે પણ સમય જતા સમય ભુલાઈ જાય પણ અમુક ઘટના કે યાદો એ કાયમી આપનામાં સમાઇ જાય. જેથી તારીખો નો ઉલ્લેખ તો નઈ મળે પણ વર્ષો તો યાદગાર છે.

             વાત હતી વર્ષ ૨૦૧૪-૧૫ ની જ્યારે હું સુરત જિલ્લાના વલથાન ગામ ની હાઈસ્કૂલ શ્રી વાલ્મીકિ વિદ્યાલય (છાત્રાલય) માં હું ૯ માં ધોરણ થી ગયો અને ત્યાં હોસ્ટેલ માં બે વરસ રહ્યો અને વર્ષ ૨૦૧૫માં ધોરણ ૧૦ માની બોર્ડ ની પરીક્ષા આપી ને ત્યાં થી નીકળી ગયો .
   
              પણ પ્રશ્નો એ હતા કે હવે આગળ શું? શું ભણવું ? ક્યાં ભણવું ? એડમિશન મળશે કે નહિ ? જેવા પ્રશ્નો ના વમળ માં હું વિંટાયો પણ તે સમય દરમિયાન રજાઓ માં હું કમ્પ્યુટર ના ક્લાસ કરી રહ્યો હતો ને થોડા સમય માં પરિણામ આવવાનું હતું એટલે એની ચિંતા અને તે સમય દરમિયાન નક્કી કર્યું કે આણંદ માં સાઈન્સ માં ભણવા જવું ધોરણ ૧૧-૧૨ માટે અને તે સમયે હું આણંદ માં જ મારા મામા ના ઘરે હતો ને થોડા દિવસોમાં reslt  જાહેર થયું ને સરાસરી માં ૬૪% થી હું પાસ થયો અને હવે તો એડમિશન માટે દોડધામ ચાલુ થઈ ગઈ મારી બેન જેનું નામ મયુરી (આક્કા) કહીને બોલાવતો તે મારા માટે બે જાણીતી સ્કૂલના આડમિશન માટેનું ફોર્મ લઈ આવી.

         પણ પ્રશ્ન હતો કે વહેલી તકે વાલ્મીકિ વિદ્યાલય માંથી L.C અને result  વહેલી તકે ફી ભરી ને કઢાવી પણ નબળી આર્થિક પરિસ્થિતિ ના ચક્ર ના એ દિવસો ફરી ૭ દિવસ મોડા એ આણંદ મંગાવ્યા પણ મોડું થઈ ચૂક્યું હતું એટલે બીક એ હતી કે સાઈન્સ પ્રવાહ માં એડમીશન મળસે ? ત્યારથી બીજા જ દિવસે હું પપ્પા ને મામાં સાથે ડી. એન સ્કૂલ માં ગયા પણ ત્યાં એડમિશન ફૂલ થઈ ગયા હતા અને ત્યાંથી અને આણંદ હાઈસ્કૂલ ગયા ત્યાં પણ સીટ ફૂલ હતાં .આશા ના કિરણો બદ્ધેજ તૂટી રહ્યા હતા ને હવે કરવું શું એ મારા ઉપર હતું છેલ્લે તો બધું જ મારા ઉપર હતું તે સમયે મને સલાહ મળી કે વાણિજ્ય પ્રવાહ માં પ્રવેશ લઈ લે કે જેમાં ફ્યુચર જોબ opportunity વધારે હોય છે  થોડા વિચાર પછી કોઈ ને પણ પૂછયા વગર મે વાણિજ્ય પ્રવાહ માં પ્રવેશ લઈ લીધો અને તે પછી તેના માટે ની તૈયારી પણ કરી યુનિફોર્મ વગેરે ની

      અને નવી કોમર્સે લાઈન માં પણ બોર રૂટિન શરૂ થયું સાડા પાચ વાગે ઊઠવાનું બસથી સ્કૂલ. મજવાનું જે ભણાવે એ ભણીને આવવાનું ને બપોરે ઘેર આવીને થોડો આરામ કરીને પછી વાંચવાનો ઢોંગ કરવાનો ને પછી મૂકી દેવાનું ને બીજા કામે
આમ સતત તેમાં આળસ પરોવતી ગઈ ને મે ૨ મહિના સુધી એવું pretend કર્યું કે મને કોમર્સ માં ફાવે છે પણ વાસ્તવિકતામાં તેવું હતું જ નઈ. મને વાણિજ્ય પ્રવાહ માં રસ નહોતો પણ હવે લેવાઈ ગયું તું તો કરવું પડે તેમ હતું પણ મને પછી ના સમય માં કંટાળો આવતો હતો કોમર્સ માં મે રાહ જોઈ દિવાળી ની ૬ માસિક પરીક્ષા ની ને reult આવ્યું ૭ માંથી ૩ માં નાપાસ અને પછી મે વિચાર્યુ કે હવે કોમર્સ કરવું નથી ને પણ વળી વેકેશન માં હું મારા ગામ તાપી જિલ્લાના
બાલદા ગામે ગયો ને ત્યાં જઈને જાણ કરી કે મારે ડ્રોપ મૂકવો છે કોમર્સ નથી કરવું

      આવો મોટો અને અનિશ્ચિત વળાંક લેવા માં મને જરા પણ
ગુચવન ના અનુભવ્યું ને વિચાર્યુ કે ફરીથી ૧૧ સાયન્સ માં પ્રવેશ લેવો ને મે નક્કી કરી લીધું અને પછી મે બાલદા થી થોડા દૂર મહારાષ્ટ્ર માં ફરી કમ્પ્યુટર ક્લાસ ચાલુ કર્યા અને તે પછી એક કામ બાકી રહ્યું હતું કે આણંદ થી L.C કાઢવાનું પણ એના ફોર્મ માટે મારી હાજરી જોઈતી હતી પણ હું ત્યાં નહતો ગયો અને ત્યાં રહીને મયુરી આક્કાં ને કીધું કે તેઓ L.C કઢાવી લે પણ તેમના ઘણા પ્રયત્નો પછી પણ ના આપ્યું પણ છેલ્લે ના છૂટકે એમને આપી અને રાહત થઈ.

        ત્યાંથી ઘણા બધાંના  કટાક્ષો ના તીર તો જાણે ઊંડા ઘા કરતા હતા, લોકો ના ટોન્ટ, અને પરિવાર ના સભ્યો તો આશ્વાસન ને બદલે બળે લા પર નમક છાંટવું તેવા તેમના શબ્દો અને ત્યાર બાદ ઘણી સલાહો સાંભળી ને બધાએ કીધું કે મહારાષ્ટ્ર માં સાઈન્સ માં પ્રવેશ લેવો ને હવે રજાના દિવસો ના છેલ્લા દિવસો અને પ્રવેશ ચાલુજ થવા ના હતા પણ મહારાષ્ટ્ર માં ઓપનિંગ ડેટ મને ખબર નતી તે થી હું દરરોજ ત્યાં જતો અને એડમિશન ની તારીખો પણ સરખી નતા આપતા ને રોજ ધક્કા ખવડાવવા એ મહારાષ્ટ્ર ના સિસ્ટમ ની ભ્રષ્ટ નીતિ તો હોય જ છે જે મારા અનુભવ ઉપર થી કઉ છું જેમાં હું દરરોજ જતો ને પાછો આવતો કોઈ તારીખ પણ નહોતું સરખું કેતું ને પ્રવેશ ચાલુ થઇ ગયો તેવા સમાચાર અચાનક મળ્યા ને હું ગયો ત્યાં ફોર્મ લઈ ને ફોર્મ ભર્યો ને હવે listing  માટે ની રાહ ને તે દિવસો માં મને લાગતું કે મને પ્રવેશ મળસે કે નહિ ???