kaliyajna - 2 books and stories free download online pdf in Gujarati

કાલીયજ્ઞ - 2

આગળ આપણે જોયું કે, ભૂમિ, અને તેણીના ફ્રેન્ડસ બરડા ડુંગર પાસે પ્રવાસ માટે જાય છે અને રસ્તામા સાધુઓ બસ આડે આવી જતા જોરદાર બ્રેક લાગવાથી સ્વાતિ થોડી ઘવાઈ છે. જ્યારે પેલા સાધુઓ સ્વસ્તિકને ત્યાં જવાથી રોકે છે, અને કહે છે કે યજ્ઞ તુમ સબ કોં નીગલ જાયેગા., હવે આગળ...)

સ્વાતિની સારવાર માટે તેને ગ્લુકોઝ પીવડાવવામા આવ્યો, અને ઘાવ પણ વધારે ન હોવાંથી બધાં શાંતિનો શ્વાસ લે છે.
એવામા ભૂમિના પપા એ ડ્રાઇવરને સાદ કર્યો - ભગુભાઈ, ચાલો ,હવે ઉપાડો બસ..., ડ્રાઇવર હા કહી બસમા ચડી ગયો. 
હાલ બેટા સ્વસ્તિક , કહી એમણે સ્વસ્તિકને પણ બસમા ચડવા ઈશારો કર્યો,. પણ આ તરફ સ્વસ્તિક કઈક અલગ જ વિચારોમા ખોવાયેલો હતો. તે થોડી વાર બહાર ઉભો રહ્યો, અને તેણે પોતાની પાછળ રાખેલા હાથમા રહેલા કાગળ પોતાની સમક્ષ જોયો. એ કાગળ એકદમ ઝાંખો અને ગંદો હતો, સ્વસ્તિકે કાગળ પરની ધૂળ ખંખેરી જોયું, તેં અચંબિત થયો. પણ એટલાંમા પેલા અંકલે તેને ફરીથી સાદ કર્યો એટ્લે, તેણે ઝડપથી એ કાગળ ખિંસામા ખોસી અને તેં નોર્મલ એક્ટ કરતો બસમા ચડી ગયો.
હકીકતમા આ કાગળ પેલા સાધુ જે ભસ્મ ઉડાડી ગયા તેં ઊડતી ભસ્મ માંથી સ્વસ્તિકના હાથે ચડ્યો હતો. પરંતું એ કાગળમા કઇંક એવાં સંકેત કે આકૃતિ હતી જે સ્વસ્તિક ઓળખીતો શક્યો પણ સમજી શક્યો નહીં.


   *                                *                              *

હવે બધાં સ્વસ્થ હતાં, આજે તેઓ રાણાવાવની ગુફામા જોઇ આવ્યાં હતાં, અને ત્યાંથી ભાણવડ તરફ જવા રવાના થયાં.
બસમા સ્વાતિએ ભૂમિને ધીરેથી પોતે જોયેલા સ્વપ્નની વાત કરતા કીધું, કે મને આવુ ભયાનક સ્વપ્ન આવ્યુ બોલ,... આ તો હુ એ સંભારીને અકળાતિ હતી એટલે મે તને કઇ દીધું. એટ્લે ભૂમિની આંખો ફાટી રઇ. તેણી મૌન રહી વિચારવા લાગી, આવુ કઇ રીતે બની શકે?
સ્વાતિએ હલબલાવીને પુછ્યું , હવે તુ શુ વિચારવા માંડી!!
એટ્લે ભૂમિએ ધીરેથી કહ્યુ ' સ્વાતિ આ વાતેં તો મને અચંબિત કરી દીધી. કેમકે આવુ જ એક સ્વપ્ન મને 2 વીક પહેલા આવ્યુ હતુ. ત્યાંજ ધેર્યાં તેમની વચ્ચે આવી ટપકી.. શુ ખૂસુંરપુસુંર કરો છો ?? મને પણ કહો!; એટલાંમા જ બસ ફરી ઊભી રહી એટ્લે અવિનાશ બોલ્યો, એલા, સ્વસ્તિકડા આ તારા મામાનું ગામને... બિલેષ્વર?
હમ્મ... કહી સ્વસ્તિકે પ્રત્યુત્તરતો આપ્યો પણ ,એટલાં મા જ તેં ને નિસર્ગને ભાળી ગયો.
એ જો પપા નિસર્ગ ઉભો ફોરવ્હીલ લઇને ..
ભગુ ભાઈ એ ફોરવ્હીલની પાછળ જવા દો બસ....
                                *       *

નિસર્ગ સ્વસ્તિકનાં મામાનો દિકરો.. દેખાવમા એકદમ સ્ટાઇલીશ લાગતો પણ સ્વભાવે ભોળૉ.
નિસર્ગ અમદાવાદ કૉલેજમા એમબીબીએસ કરેલો, તેની પી.જી. ની તૈયારી કરતૌ હતો, જ્યારે તેની  બહેન પ્રીતિ સીવિલ એન્જિનિયર , જેનાં લગ્નને  દોઢ મહિનાની વાર હતી. નિસર્ગનાં પપા એટ્લે કે સ્વસ્તિકના મામા બિલેષ્વરમા પોસ્ટઓફીસમા કામ કરતા , પણ સાથે સાથે જમીનદાર પણ ખરાં, એટ્લે તેમનુ ગામનાં સીમાડે એક ફાર્મહાઉસ પણ હતુ. આજે નિસર્ગ બસને એ ફાર્મહાઉસના રસ્તે દોરી જતો હતો. નિસર્ગના મમ્મી મીનાબેનઅભણ એટ્લે બોલી પણ એકદમ દેશી કાઠીયાવાડી, અને એ પણ પાછા જેતપુરના જ..

*         
બધાં જેન્તિભાઈના ફાર્મ હાઉસે પહોચી ગયા. બધાં મોટેરાઓ એ જેન્તિભાઈ(સ્વસ્તિકનાં મામા) સાથે મુલાકાત કરી, અને પોતાના રૂમમા જઇ ગોઠવાઈ ગયા.
ભૂમિ અને અવની સૌની પાછળ હતાં., અને અચાનક ભૂમિને
દાદર ચડતા ઠેસ લાગી, અને તેં પડવાની જ હતી, તેવામા એક મજબૂત હાથે તેણીની કમર ઝાલી,,....હા એ નિસર્ગ હતો.  એટ્લે ભૂમિ એ પેલાની આંખોમા જોયું , બન્ને એકબીજાનાં નેત્રોના સમુદ્રમા મોતી શોધતા હોય તેમ સ્થિર થઈ ગયા, ભૂમિ એનાં વાદળી ટોપ અને ગુલાબી ગાલની અદાઓમા ઘાતક લાગતી હતી. નિસર્ગ એનાં રુપ પર  મોહી ગયો. હજુ નિસર્ગ અને ભૂમિ એજ ફિલ્મી અવસ્થા મા ઉભા હતાં. નિસર્ગે ભૂમિને ઝાલી રાખી હતી.

અવની ઊભી ઊભી બધુ જોઇ રહી હતી.
અચાનક અવનીએ કહ્યુ - ઓહો!!
એટ્લે ભૂમિ જસકિ તેણી શરમાયને દાદર ચડવા લાગી.

ત્યાં જ નિસર્ગ ભૂમિનાં રુપનું કટાક્ષ કર્યું - 'આજે સમજાયું કે પુષ્પો શરમથી લાલ-ગુલાબી રહે કેમ રહે છે.

એટ્લે ભૂમિ ઊભી રહી ગઇ,, તેણીએ પાછળ ફર્યા વગર જવાબ આપ્યો-' પુષ્પો કદી શરમાતા નથી કેસર શરમાય છે, કેમકે પુષ્પો દ્રારા કેસર રક્ષાય છે.'

નિસર્ગે વળતા જવાબમા કહ્યુ- કેસર પુષ્પોનો તો ખ્યાલ નથી,  પણ આ માનવ હૈયા બહુ ઘાતક લાગે છે.
ભૂમિ  પાછળ જોઇ બોલી- 'હમ્મ આખરે તુ ડૉક્ટર છે પણ બોલીમાં તો શાયર લાગે છે.'
આમ કહી ભૂમિ અંદર ચાલી ગઇ , પણ નિસર્ગની આંખોમા ભૂમિની દરેક અદાઓ જાણે વસી ગઇ હતી. તેણે મનોમન પોતાની પ્રેમકથા શરુ થઈ હોય એવું લાગ્યું પણ, તેને ખ્યાલ ન હતો કે આ પ્રેમકથા કેટલી હોરર હશે!!.

*

ભૂમિ થોડી થાકી ગઇ હોવાથી તેં ફાર્મહાઉસમા પોતાને મળેલા રૂમમા જ સુઈ ગઇ હતી. જ્યારે બાકી બધાં ચા- નાસ્તો કરી, બિલેષ્વર ગામમા આવેલા બિલનાથ ભગવાનના મંદીરમા દર્શનાર્થે ગયા , બિલનથ મંદીર અને તેની એકદમ સામે બિલગંગા ઘાટ , એક સુન્દર આધ્યાત્મિક દ્રશ્ય સર્જતાં હતાં.
અને પૂજારી તરફથી સુચન મળ્યું હતુ કે આજે સાંજે યજ્ઞનું આયોજન થનાર છે, તો સૌ કોઈ મહેમાનો લઇ યજ્ઞની પ્રસાદી લેવા આવી જજો.
એટ્લે નિસર્ગના મમી મીના બેન બોલ્યા-' લ્યો તમે આયવા તેં હારું થયુ, હવનનો લાભ ય મળી ગ્યો.
એટ્લે સ્વસ્તિકને યજ્ઞનું નામ સાંભળી ફરી પેલા સાધુ યાદ આવ્યાં.
તેણે મીનાબેનને પૂછી લીધુ- ક્યાં અર્થે યજ્ઞ છે માસી?
કાળીકામા નો યજ્ઞ છે બટા, 'કાળીયજ્ઞ'- મીનાબેને પોતાના અંદાજમા કીધું.
મંદિરેથી આવ્યાં બાદ પણ સ્વસ્તિકના મગજમા પેલા સાધુબાબા જ ઘૂમતા હતાં, તેણે ફરી પેલા રહસ્યમય કાગળને જોયો અને સમજવાનો પ્રયત્ન કર્યો, પણ તેને કશુ સમજાયું નહીં. 'હવે જે થશે તેં જોયું જશે' તેમ કહી તેણે પોતાના મનને મનાવી રાખ્યું.

*

સાંજ સુધીમાં બધાંને યજ્ઞની માહીતી મળી ગઇ હતી., અને સાંજે બધાજ બિલનાથ મંદીરના પટાન્ગણમા પોહચી ગયા હંતા, મંદીરની ચારે તરફ ચાંદની પથરાય હોય તેવી લાઈટો આયોજિત હતી. સાંસ્કૃતિક પહેરવેશમા ગામલોકો સજીધજીને આવ્યાં હતાં. અહિ આવતાંની સાથેજ સ્વાતિ અને ભૂમિની તો આંખોજ ફાટી રહી..... તેં બન્ને એ જોયેલ સ્વપ્નમા નું મંદીર અને જે નદી હતાં, તેજ રૂપે અહિ બિલનાથ મંદીર અને બિલગંગા ઘાટ સામસામે જ હતાં. ભૂમિનું મગજ કઈંક તો ગડબડ છે એ શોધવામા મથતૂ રહ્યુ, જ્યારે આ બાજુ સ્વાતિતો મનમાં જ ફફડી રહી હતી, આમેય તેં ડરપોક તો હતી જ. પણ છેલ્લે તેં બન્ને યજ્ઞના સમારોહમા પોતાનુ મન બનાવી બેસી ગઈ. મંદીરના આંગણમા ઉતર દિશા તરફ મહાકાળીની મૂર્તિ બિરજમાન હતી. મંદીરનો પ્રવેશદ્વાર પુર્વ તરફ બિલગંગા ઘાટ તરફ ખુલતૌ હતો.
અને થોડા સમયમા તો બ્રાહ્મણોના મંત્રોચ્ચારની ધારાઓથી મંદીરની દિવાલો ગુંજવા લાગી. જેન્તિભાઈ ગામના મુખ્ય જમીનદાર એટ્લે બીડું હૉમવાનું કાર્ય તેનાં પરિવારને મળ્યું હતુ.
યજ્ઞની સમાપ્તિ સમયે જ્યારે યજ્ઞમા શ્રીફળ હૉમવામા આવે છે, તેં સમયે બધા આ કાર્ય માટે ઉભા થઈ ગયા.
અને જેવા તેઓ બીડું હૉમવા જતા હતાં, એટલા માજ ...
'બચાવો'નો ભેદી નાદ સાથે એક અવાજ મંદીર તરફ આવતો સંભળાયો, એટ્લે બધાએ મુખ્ય પ્રવેશદ્વાર પર નજર કરી,  તેટલામા તો એક માણસ હાંફતો જતો આવતો હતો, તેની આંખોએ જાણે મૃત્યુ જોઇ લીધુ હોય તેવી લાલ હતી, થોડી વારમા તેં પ્રવેશદ્વાર ના દાદર ચડી ગયો, અને જેવો તેં મુખ્ય પ્રવેશદ્વારની અંદર પ્રવેશ્યો કે તેનુ માથું ધડથી અલગ થઈ ગયુ,  પણ હજુ તેનુ ધડ હજી ગતિમા હતુ, તેં દોડતું આગળ વધતું ગયુ અને જ્યારે તેં ધડ યજ્ઞથી ચાર ફૂટ આઘૂ હતુ ત્યાંજ તેં માણસ પડી ગયો, અને તેનાં ધડનો ગળાનો ભાગ સીધો યજ્ઞકુંડના મુખ પર પડ્યો, અને લોહીની ધારાઓ યજ્ઞમા હોમાઈ.

( હાજર સ્ત્રીઓની ચીસ અને ચીકારીઓથી મંદીર ગુંજી ઉઠ્યું., અને બધાંને જબરદસ્ત ધ્રાસકો લાગ્યો, અને આ મૃત્યુ પામેલ માણસનો ચહેરો પણ જાણીતો હતો.)

(કોણ છે આવી ભયાનક રીતે મૃત્યુ પામેલ માણસ?? સ્વસ્તિકને મળેલા રહસ્યમય કાગળમા શુ આલેખયૂ છે??
આ ઘટનાનું સાર્થક કોણ છે?? જાણવા માટે વાંચતા રહો 'કાલીયજ્ઞ'.)