sucide note books and stories free download online pdf in Gujarati

સ્યુસાઈડ નોટ

મિસિસ ત્રિવેદી ના પગ તળે થી જમીન સરકી ગઇ. બે ઘડી તો એમનુ મગજ શુન્ન થઇ ગયુ. એમને વિશ્વાસ જ ન થયો કે પોતે શુ વાચી રહ્યા છે. એ તરંગ ની સ્યુસાઇડ નોટ હતી.

તરંગ મિ.અને મિસિસ ત્રિવેદી નો એક નો એક પુત્ર હતો. દસ મા ધોરણ મા અભ્યાસ કરતો હતો.90% જેવા સારા ટકા એ કલાસ મા તૃતીય આવ્યો હતો. મિ અને મિસિસ ત્રિવેદી વ્યવસાયે ડૉકટર હતા. ડૉ. ત્રિવેદી એ પોતાની મોટી હોસ્પિટલ બનાવી હતી, એમની અંડર મા બીજા દસ ડોક્ટર કામ કરતા હતા. તરંગ ના પરિણામ થી ડો. ત્રિવેદી ખુશ હતા એને પણ મોટો ડોક્ટર બનાવવા માગતા હતા.

આ તરફ તરંગ ના સપના કંઇક અલગ જ હતા. એને પેઈન્ટિગ્સ મા રસ હતો. એ મોટો ચિત્રકાર બનવા માગતો હતો.દસ મા પછી એ સાઇન્સ નહી આટસૅ લેવા માગતો હતો. આમ તો તરંગ ને કોઇ રોક ટોક ન હતી પણ ડો. ત્રિવેદી એના આટ્સૅ લેવાના નિણૅય ની વિરુધ્ધ હતા. તેઓ એને મોટો ડોક્ટર બનાવવા ઇચ્છતા હતા.

તરંગ એવુ વિચારતો કે થોડી દલીલો થોડી આનાકાની પછી પપ્પા માની જશે. અને આ તરફ ડૉ. ત્રિવેદી પણ સમજતા કે તરંગ માની જશે.

મિસિશ ત્રિવેદી પણ તરંગ ને સમજાવતા કે તારા પપ્પા પછી તારે જ આ હોસ્પિટલ સંભાળવાની છે. તરંગ એમને સમજાવતો કે હુ સારો ડોક્ટર નહી બની શકુ કેમકે મને અેમા રસ જ નથી. મિસિસ ત્રિવેદી બંને ને સમજાવવાની કોશિશ કરતા, પણ બંને પોતાના નિણૅય પર અડગ હતા.

તરંગ માટે ચિત્રકળા એ એના શ્વાસ સમી હતી. એને બસ કોઇ પણ ભોગે ચિત્રકાર જ બનવુ હતુ. એ એની જીદ નહી પણ અેનુ પેશન હતુ, એ તરંગ ના ચિત્ર શિક્શક ખુબ સારી રીતે જાણતા હતા. તેઓ એક વાર અપોઇન્ટમેન્ટ લઇ ડૉ. ત્રિવેદી પાસે પહોચી ગયા.

" હેલો સર, હુ મનન પટેલ, તરંગ નો ચિત્ર શિક્સક " મનનભાઇ બોલ્યા.

" હા બોલો મનનભાઈ શુ કામ પડ્યુ, કોઈ ચેરિટિ માટે આવ્યા છો? " ડૉ. ત્રિવેદી એ દંભ થી પુછ્યુ

" ના, સર ના હુ તો તરંગ વિશે વાત કરવા આવ્યો છુ"

" જુઓ મિ. મનન તમે એની ચિત્રકળા ની સિફારિશ લઇને આવ્યા હોય તો પ્લીઝ મારો અને તમારો સમય ન બગાડશો , એણે ડોક્ટર જ બનવાનુ છે, એહજી નાનો છે એટલે આમ કરે છે, મારા પછી આખી હોસ્પિટલ એણે જ સંભાળવાની છે"

" પણ તરંગ ની ચિત્રકળા અદભુત છે, સર તમે..." મનનભાઇ વાકય પુરુ કરે એ પહેલા જ ડૉ. ત્રિવેદી ' એકસક્યુઝ મી' કહી જતા રહયા.

એ રાત્રે તરંગે ખુબ પ્રયત્નો કયાૅ ડૉ. ત્રિવેદી ને સમજાવાના પણ એ ન માન્યા, તરંગ રડ્યો, કગયૉ છતા પણ એ એક ના બે ન થયા.

" હુ તારો બાપ છુ મને ખબર છે તારા માટે શુ સારુ અને શુ ખરાબ છે, કાલે તારે સાઇન્સ નુ ફોમૅ ભરવાનુ છે, નહિતર મારુ મરેલુ મો જોઈશ" કહી ડૉ. ત્રિવેદી રુમ મા જતા રહયા.

તરંગ આખી રાત રડયો, ન સુઇ શકયો. આખરે એ એક નિણૅય પર આવી પહોચ્યો. એણ ે એક કાગળ લીધુ અને લખ્યુ

" પ્રથમ તો ચિત્રકળા છોડી હુ મારા સ્વપ્ન નુ ખુન કરીશ, પછી એક સારો ડોકટર નહી બની હુ કેટલાય દદીૅ ઓની જીંદગી બગાડીશ અને તમારુ નામ પણ ખરાબ કરીશ, એના કરતા હુ જઇ રહયો છુ મને શોધશો નહી, કારણ કે હવે આ દુનિયા મા હુ જીવતો નહી મળૂ.

તમારો દિકરો

તરંગ ત્રિવેદી"

મિસિશ. ત્રિવેદી ના હોશ કોશ ઉડી ગયા. એ તરંગ તરંગ ની ચીસો પાડવા માડયા. ડૉ. ત્રિવેદી એમની રુમ માથી દોડી આવ્યા. સ્યુસાઇડ નોટ વાચી એ ભોય પર ફસડાઈ પડયા અને બોલવા લાગ્યા " હે ભગવાન મારો દિકરો પાછો આપી દે એને જે કરવુ હોય એ કરવા દઈશ, મારા દંભ મા રહી ને મે બહુ મોટી ભુલ કરી છે" અને રડવા લાગ્યા.

તરંગ પડદા પાછળ થી બહાર આવ્યો અને કહયુ " હુ એટલો કાયર નથી કે સ્યુસાઈડ કરુ પપ્પા, પણ મારી પાસે તમને સમજાવાનો કોઇ રસ્તો ન હતો."

તરંગ ને જોઈ ડૉ. ત્રિવેદી ઉભા થયા અને એના ગાલ પર એક તમાચો ઝીકી દીધો અને બોલ્યા,

" ભુલ થી પણ મારી સાથે આવી મજાક ન કરીશ, તુ જ તો મારો જીવ છે, ચાલ જલ્દી થી તૈયાર થઇ જા, આટસૅ નૂ ફૉમૅ ભરવા નથી જવાનુ!"

આ સાંભળી તરંગ આંખ મા આસુ અને દિલ મા ખુશી સાથે ડૉ.ત્રિવેદી ને ભેટી પડ્યો. મિસિશ ત્રિવેદી હષૅ સહ બાપ દિકરા ને જોઈ રહ્યા.

"નહી વહુ હુ કોઇ ના પ્રવાહ મા,

મારો રસ્તો અલગ અને ઉડાન અલગ છે,

શા માટે ચાલુ હુ કોઈની ચીધેલી દિશાએ,

મારે પાંખો અલગ અને આસમાન અલગ છે"

(પંકતિ, વાતૉ- ફાલ્ગુની મૌયૅ દેસાઈ)