adhuri varta in Gujarati Moral Stories by Usha Agrawal books and stories PDF | અધુરી વાર્તા

Featured Books
Categories
Share

અધુરી વાર્તા

કોણે કહ્યું કે જે પ્રેમ પૂરો થાય એજ સાચો..મન માં સંઘરી રાખી સંપૂર્ણ જીવન એના વિના જીવી લઈએ એ પણ અખૂટ પ્રેમજ છે ને..... વાત શરૂ થાય છે  ઠંડી ની એક સવાર ની...સમય આશરે સવારના  સાત વાગ્યા હશે...મીનલ રોજ મુજબ કોલેજ જવા બસ ની રાહ જોતી હતી..ઠંડી ઠંડી ગુલાબી સવાર...મન કાઈ અનોખા આનંદમાં ઝુમી રહ્યું હતું...કોલેજ માં આજે ચોકલેટ ડે છે...અચાનક કોઈનો અવાજ કાને પડ્યો..Hello... મીનલ ..હું અનિકેત..તમારીજ કોલેજ માં છુ... મીનલ બસ એને સાંભળીજ રહી...આજે ચૉકલેટ ડે છે...તમે મારી મિત્ર બનશો..મીનલ એ કઈ બી કહ્યા વિના એના હાથ માંથી ચોકલેટ લઈ લીધી...બસ એજ દિવસ થી મીનલના જીવનમાં એક પાનુ અનિકેત ના નામનું ભી લખાઈ ગયુ.. પછી તો રોઝ બંને સાથે બસ માં કોલેજ જાય..બંને વચ્ચે સારી એવી દોસ્તી.... કદી અનિકેત રિસાઈ જાય તો મીનલ મનાવે. અને મીનલ રિસાઈ જાય. તો...તો..પોતે માની જાય..ખબર નહીં કેમ...કદાચ આ લાગણી એના જીવનમાં કાઈ અધૂરું રેહવાજ જન્નમી હશે....કોલેજ ના દિવસો ઝટપટ વીતી ગયા. આ ત્રણ વર્ષો ક્યાં  વીતી ગયા એની બંને ને ખબર પણ ના પડી... હજુ બંને લડતા ઝગળતા મિત્રતામાજ ખુશ હતા.....પણ જેમ મીનલ અનિકેત થઈ જુદી થઈ. જાણે કાઈ છૂટી ગયુ હોય એમ એ એકદમ મુરઝાઈ ગઈ...કદી કદી બંનેની વાત થઈ જતી phone ઉપર..પણ હવે મળવાનું ક્યાં..કયાં કારણસર. ધીરે ધીરે મીનલ વ્યાકુળ થઈ ગઈ. એને મનમાં ઘણી વખત થતું   જેમ હું અનિકેત વગર બૈચેન છું.. સુ એ બી....હસતી તો હતી પણ એનું સ્મિત ક્યાંક ખોવાઈ ગયુ હતુ....અચાનક એક દિવસ અનિકેત એની કૉલેજમાં એને મળવા આવ્યો..મીનલ ના તો ધબકારા ચુકી ગયા..એને થયુ આજે તો કહીજ દેવું છે મન ની વાત......આજે પણ એજ મીઠી મીઠી ઠંડી હવા ચાલતી હતી....મીનલ ખૂબ હિમ્મત કેહવાજ જતી હતી  ..ત્યાંતો  અનિકેતે તેનો હાથ પકડી ને કહ્યું...મીનલ  હું તારા વગર ના જીવી શકું....તું બી મને ચાહે છે?  મીનલ આજે બી કશુંજ ના બોલી શકી...બસ અનિકેત નો હાથ પોતાના ધબકારા ઉપર મૂકી દીધો.....બંને એક બીજાની આંખો માં બધુ વાંચી લીધું...પછી તો ફોને ઉપર બંને વાતો કરવા લાગ્યા...બંને ને એક બીજા માટે ખૂબ પ્રેમ....પણ. પણ. મીનલ અનિકેત પાસે commitment માંગતી હતી. કે અનિકેત એની mummy સાથે વાત કરે..દર વખતે અનિકેત હા ના કરે...આખરે અનિકેત એ છ મહિનાનો સમય માંગ્યો. કઇ બનીને બતાવાનું. Mummy સાથે વાત કરવાનું...ખૂબ દુઃખી મનથી મીનલ અને અનિકેત છુટા પડ્યા..મીનલ એના phone ની રાહ જોતી રહી..જોતી રહી....ઘણી વાર થતું. પોતે વાત કરી લે..પણ  ..એને પોતાની જાત ને  પણ time આપ્યો હતો..એને વિશ્વાસ હતો કે અનિકેત આવશે.  એના પપ્પા સાથે મીનલ ને માંગવા....પણ.  આખરે ફોને આવ્યો. અને એ દિવસ હતો. મીનલના લગ્ન નો...મીનલ તું પરણી ગઈ?  મીનલ આજે બી કાઈ ના બોલી શકી.. બસ આજે ધબકારા ની જ્ગ્યાએ અનિકેતે એના બહાર ન આવી શક્યા એવાં આંશુ ઓનો આવાજ સાંભળ્યો...... આજેબી એજ ઠંડી ઠંડી સવાર હતી...પણ આજે મીનલ અને અનિકેત બેઉ હંમેશ માટે જુદા થઈ ગયા.....મીનલ ખુશ રહી શકે માટે અનિકેત એને મળવા કદી ના આવ્યો....એતો એની mummy સાથે વાતજ ના કરી શક્યો........આજેબી મીનલ એના અધૂરા પ્રેમ ને મનમાં સંઘરીને જીવે છે.....ઘણી વાર અધૂરા પ્રેમના પાનાં ને ઉથેલી ને જોઈ લે છે....બસ એક સ્મિત આવી જાય છે હોંઠો ઉપર...કેમકે સાચો પ્રેમ એ રડવાનો નહીં પણ એને યાદ કરીને ખુશ થવાનો છે......અધૂરી વાર્તા પણ પૂર્ણ થાય છે.એની ખુશી માં ખુશ રહેવાથી...      મીનલ ના શબ્દોમાં..