બડે પાપા - નવલકથા

 ' મારૂં નામ રોશની છે જેનો મતલબ થાય છે પ્રકાશ . હું તમારા માર્ગમાં ઉજાશ પાથરીશ . તમને ખૂબ જ પ્રેમ અાપીશ , તમારી દોસ્ત બની રહીશ ! '

પ્રથમ મુલાકાતમાં જ તેણે પોતાનો પરિચય અાપતાં વાયદો કર્યો હતો . તે સાંભળી સત્યમે ધન્યતાની લાગણી અનુભવી હતી . સ્નેહા તેને માટે પ્રેમનો શ્રેષ્ઠ ઉપહાર લઈને તેની જીંદગીમાં દાખલ થઈ હતી . તે બદલ સત્યમે  પરમ કૃપાળું ઈશ્ર્વરનો પાડ માન્યો હતો ! તેના અા શબ્દો તેના માટે જીવન ભાથું બની ગયા હતા . તે કાદવમાં ખીલેલ કમળ જેવી હતી . સત્યમ અને તેની મુલાકાત કામાઠી પુરાની ૬૦૭ નંબરની ચેમ્બરની સીડી પર થઈ હતી . સેક્સની જરૂરિયાત તેને અહીં ધસડી લાવી હતી . પગાર થતાં વેંત જ તે ભરેલા પાકિટે અહીં દોડી અાવ્યો હતો !

સત્યમ પ્રિયાંશી નામની વેશ્યા પાસે ગયો હતો . તેણે તેણે સત્યમને જોઈતું બધું જ અાપ્યું હતું . તેણે પ્રિયાંશીને મોં માંગી રકમ ચૂકવી હતી , છતાં તેણે ચાલાકી કરી ' શયનેષુ રંભા ' નો દેખાવ  કરી સત્યમના  પાકિટમાંથી પૈસા તફડાવી લીધા હતા ! કેબિનમાંથી બહાર નીકળી તે પડખેની ઈરાની હોટલમાં જઈ બેઠો . તે જ વખતે પાકિટ ખોલતાં વેંત જ તેના હોંશકોશ ઊડી ગયા . પ્રિયાંશીએ તેના પાકિટનો અડધો અડધ ભાર ઉતારી દીધો હતો . સત્યમ હાવરી બહાવરી હાલતમાં કેબિન નંબર ૬૦૭ની કેબિનની તે ખોલીમાં દાખલ થયો જયાં તે રમણીએ ' શયનેષુ રંભા ' હોવાનો ડોળ કરી તેને લૂંટી લીધો હતો .

તે ખોલીમાં પુન : દાખલ થયો ત્યારે નક્શો તદ્દન બદલાઈ ગયો હતો ! ત્યાં એક અજાણ્યો શખ્સ બેઠો હતો અને એક સ્ત્રી જેવી વિશાળ છાતી ધરાવતો શખ્સ તેની મહેમાનની માફક ખાતિરદારી કરી રહ્યો . સત્યમે તેને સીધો જ સવાલ કર્યો .

' પ્રિયાંશી કહાં હૈં ? '

' યહાં ઉસ નામ કી કોઈ લડકી નહીં હૈં . ફિર ભી બાજુકી ખોલીમેં સબ લડકિયા મૌજૂદ હૈં ઉસે ચેહરે સે પહચાન લો ! '

સત્યમ તરત જ બાજુની ખોલીમાં દોડી ગયો . પણ પ્રિયાંશી તેમાં શામેલ નહોતી . તે એકાએક કયાંક અંતર્ધાન થઈ ગઈ હતી . સત્યમ વીલા મોઢે સીડી ઊતરવા લાગ્યો . એક પળ તેને પોલીસ ફરિયાદ કરવાનો વિચાર અાવ્યો . પણ તેથી પોતાની જ બદનામી થશે , ધર્મ પત્નીને તકલીફ થશે તે વિચારે તેણે પૈસા ગયા છે તે સચ્ચાઈ સ્વીકારી લીધી . તે નીચે ઊતરી રહ્યો હતો ત્યારે સફેદ બ્લાઉઝ તેમ જ કાળું શર્ટ પહેરેલી એક વીસ બાવીસ વરસની છોકરી ખૂણામાં ઊભી બીડીના કસ લઈ રહી હતી . સત્યમની બોડી લેંગ્વેજ નિહાળી તેણે સવાલ કર્યો .

' કયા હુઅા બાબુજી ? '

' એક લડકીને મેરે પાકિટસે પૈસે નિકાલ લિયે ! '

' કિસને ઐસા કિયા ? '

' ઉસને અપના નામ પ્રિયાંંશી બતાયા થા ! '

' હા બાબુજી ! બદકિસ્મત હૈં મેરા ! વહ મેરી બડી બહન હૈં ! ઉસે એચ અાઈ વી એઈડસ હો ગયા હૈ , ઉસ કે ઈલાજ કે લિયે વહ અકસર ઘિરાક લોગો કી જેબે કાટતી ફિરતી હૈં ! '

' અાજ હી મેરી સેલરી હુઈ હૈ ઔર ઉસને હાથ ચાલાકી કર દી . મૈં ઘર મેં અપની બીવી બચ્ચોં કો કયા મૂંહ દિખાઉંગા ? ' 

' કોઈ બાત નહીં ! મુઝે થોડા સમય દે દો . મૈં અાપકી પાઈ પાઈ વાપસ દિલાઉંગી ! ' 

સાંભળીને સત્યમે ધન્યતાની લાગણી અનુભવી . તેના મોઢામાંથી શબ્દો સરી પડયા .

' થેંકસ બેટા ! '

કૂટણખાનામાં એક શખ્સે તેને બેટા તરીકે સંબોધી હતી . તેથી રોશનીની અાંખો ભીની થઈ અાવી !

ત્યાર બાદ પૈસા લેવાના બહાને બંનેની બે ત્રણ મુલાકાત થઈ હતી . અહીં પૈસા વિના પ્રવેશ શકય નહોતો . અા હાલતમાં સત્યમે એક ઘરાકની માફક અા રસમ નિભાવી હતી . રોશનીએ ઘણી અાસાનીથી ' બડે પાપા કી પ્યારી બેટી ' ના ગ્રૂપમાં સ્થાન મેળવી લીધું હતું !

બંને વચ્ચે અા મુલાકાતમાં એકમેક વિશે ઘણી વાતો થઇ હતી . એક છોકરો નિયમિત રીતે તેની પાસે અાવતો હતો . તેણે એક પ્રેમપત્ર પણ સ્નેહાને લખ્યો હતો . અા પત્ર તેણે સત્યમ પાસે વંચાવ્યો હતો .

તે અા ધંધામાં કઈ રીતે અાવી ગઈ ? સત્યમે તેને સવાલ કર્યો હતો ! જેના જવાબમાં તેણે પોતાની વીતક કથા બયાન કરી હતી ! 

તેની પડોસમાં રહેતા અંકલે તેને લલચાવી , ફોસલાવી સ્નેહા જોડે શારીરિક સંબંધ બાંધ્યો હતો ! પરિણામે તે સગર્ભા બની હતી . માતા પિતા ડરે તે ઘરમાંથી ભાગી ગઈ હતી . તે પહેલા સહાનુભૂતિ દાખવવાનો ડોળ કરી તેના દીકરાએ લગ્નનો કોલ દઈ  બહેતી ગંગામાં હાથ બોળી કૂટણખાનાના દલાલ પાસેથી મોટી રકમ ઓકાવી તેનો સોદો કરી નાખ્યો હતો !  

ત્યાર બાદ લાંબો સમય સુધી બંને મળી શકયા નહોતા !

સત્યમ તેના ઈમિડિયેટ બોસ તિજોરીવાલાથી કંટાળી ગયો હતો . તે એક નંબરનો અાદમખોર , હવસખોર , લંપટ , શરાબી તેમ જ રૂશ્વત ખોર ઈન્સાન હતો . એક તરફ પોતાની શરાફતના ઢોલ પીટતો હતો અને બીજી તરફ બત્રીસ લક્ષ્ણો હર કોઈ ગેરકાનૂની હરકતો કરતો હતો !

અા હાલતમાં તેને બીજા ડિપાર્ટમેન્ટમાં વાંછિત ટ્રાન્સફર મળી ગઈ હતી ! તેને ડિપાર્ટમેન્ટલ હેડની પોસ્ટ પ્રાપ્ત થઈ હતી ! તેને એક ટાઈપિસ્ટની જરૂર હતી . અા માટે તેણે કંપનીના મેનેજીંગ પાર્ટનર પાસે ડિમાન્ડ કરી હતી . કુમાર ભાઈએ તેને પોતાની રીતે ટાઈપિસ્ટ ગોતી લેવાની અનુમતિ અાપી દીધી હતી !

અને એક વાર તેને માનેલી દીકરી મ્યુઝિકાની મમ્મી બજારમાં મળી ગઈ હતી . તેમણે સામેથી જ વાત કરી હતી !

' અમારી પડોસમાં એક નવોદિત પરણેલું અાવ્યું છે . પતિ અપંગ છે . તેની પત્ની જોબ ગોતી રહી છે .'

તે સાંભળી સત્યમે નિરાંતની લાગણી અનુભવી .

પણ તેની બાયોડેટા સાંભળી તેણે નિરાશા અનુભવી . તે અભણ હતી , નિરક્ષર હતી તેને કોઈ કામ અાવે તેમ નહોતી . તેણે પ્રાઈવેટમાં ઈંગ્લિશ કોર્સ કર્યો હતો . ટાઈપિંગ પણ શીખી હતી . પણ તે તદ્દન નવી હતી , કોઈ અનુભવ નહોતો . હું તેને તૈયાર કરી દઈશ તેવું વિચારી સત્યમે કહ્યુંં :

એક કાર્ડ તેમના હાથમા થમાવી સૂચના અાપી .

' કાલે સવારે દસ વાગે તેને મોકલી અાપજો ! મ્યુઝિકાના શું ન્યુસ છે ? '

' તે ખૂબ મજામાં છે . તમને ખૂબ યાદ કરે છે . તેને સારા દિવસો જાય છે !  '

' વાહ શું વાત છે ! તે મને દાદૂ બનવાનું સૌભાગ્ય અાપશે તે ખ્યાલે હું અાનંદ વિભોર બની ગયો છું . 

અને બીજે દિવસે સાડીમાં સજ્જ એક યુવતી ખભે પર્સ લટકાવી તેની સામે અાવીને ઊભી રહી ગઈ . ચાર અાંખોનું તારા મૈત્રક રચાયું ! તેણે પહેલ કરી .

' બડે પાપા અાપ ? '

' મેરી લાડો રોશની ! ? ' 

' હા બડે પાપા ! અબ મેરી શાદી હો ગઈ હૈં . અબ મેરા નામ સ્નેહા દેસાઈ હૈં ! '

' વેરી ગુડ ! ઈતના વક્ત નિકલ જાને કે બાવજૂદ તુમને મુઝે ઈતની ચાવ સે ' બડે પાપા ' કહકર બુલાયા . યહ સુનકર મેરા દિલ ખુશીસે ફૂલા નહીં સમા રહા હૈં ! '

' યહ સબ અાપ કે પ્યાર કા નતીજા હૈં . અાપને એક ધૂલ કો ફૂલ કા સન્માન બક્ષા હૈં ઉસી કી મહક હૈં ! '

' મૈને કભી સપને મેં ભી સોચા નહીં થા . ભગવાન હમે દોબારા ઈસ તરહ મિલાયેગા ! '
 
વરસો બાદ પુન : મુલાકાત થતાં તેણે પોતાના પ્રથમ ડાયલોગમાં થોડોક ફેરફાર કરી દોહરાવ્યો હતો .

' મારૂં નામ સ્નેહા છે , જેનો મતલબ થાય છે પ્રેમ . હું તમને ભરપૂર પ્રેમ લાગણી અાપીશ . અાજીવન તમારી દોસ્ત બની રહીશ . '
સત્યમે  ઇન્ટરવ્યૂ લીધા વિના તેને જોબ પર રાખી લીધી હતી !
તે તદ્દન નવા વાતાવરણમાં અાવી હતી . તેને ઘણું બધું શીખવાનું હતું . પણ તેનામાં નવું કંઈ શીખવાની ધગશ કે તમન્ના નહોતી ! બહું જલ્દી તે ઓફિસના રંગમાં રંગાઈ ગઈ હતી . સારૂં શીખવાની જગ્યાએ તેણે ખોટી અાદતો ગ્રહણ કરી લીધી હતી !
તેનો અમુક વ્યવહાર સત્યમને ખૂંચતો હતો . તેની કામ કરવાની રીત નિહાળી સત્યમને ખૂબ જ ગુસ્સો અાવતો હતો . તે સ્નેહાને ઉપર લાવવા માંગતો હતો . પણ તેનામાં વિલ પાવરનો અભાવ હતો ! તમે ઘોડાને પાણી પીવા નદીએ લઈ શકો પણ તે પાણી જ ન પીવા માંગતો હોય તો શું થઈ શકે ? સ્નેહાની પણ અાવી જ હાલત હતી !!
સત્યમ તેના પર ગુસ્સો કરતો હતો . તેથી સ્નેહા રિસાઈ જતી હતી , તેની અાંખો ભીની થઇ અાવતી હતી . તે સત્યમ જોડે અબોલા લઈ લેતી હતી
!
તેને જોબ પર રાખી હતી , ત્યારે એક બીજી વાત બની હતી . તે સ્નેહાને લઇ કુમાર ભાઈને મળવા જતો હતો . તે જ વખતે સીડી પર તિજોરીવાલા અને સ્નેહા અામને સામને થઈ ગયા હતા . બંનેની બોડી લેંગ્વેજ નિહાળી સત્યમ એવું માનવા પ્રેરાયો હતો . બંને એકમેકને ઓળખતા હતા !
અા બાબત સ્નેહાએ ખુલાસો કર્યો હતો . સાંભળી મારા રોમ રોમમાં અાગ ભભૂકી ઊઠી હતી . હું તિજોરીવાલાની રગેરગથી વાકેફ હતો . મને તેની બૂરી નિયતનો અંદાજ હતો . તે સ્નેહાને નહીં છોડે . અા વાતનો સતત ભય સતાવતો હતો ! તે સતત
તેનું દયાન રાખતો હતો . તેનો બોડી ગાર્ડ બની તેની ઈર્દગિર્દ ઘૂમ્યા કરતો હતો !
સત્યમ તેને દુનિયાગીરી શિખવાડવા માંગતો હતો જે ઓફિસમાં શકય નહોતું . અા હાલતમાં સત્યમે તેને  
 અરજ કરી હતી !
 ' સ્નેહા મારી દીકરી ! અાપણે અઠવાડિયામાં એક વાર ઓફિસેથી સ્ટેશન સુધી સાથે જઈ શકીએ ? અા માટે અાપણે તારા પતિની અનુમતિ લઈ લેશું !
' તેની કોઇ જરૂર નથી ! તે તો ઘણો જ દરિયાદિલ છે ! '
તેણે હા તો પાડી દીધી . પણ તે કયારેય સત્યમ સાથે જવા તૈયાર નહોતી . તેના બેવડા ધોરણનો અહેસાસ અનેક સવાલો જગાડી રહ્યા હતા . ચિત્રવિચિત્ર શંકાના જાળા ગૂંથતું હતું !
સ્નેહાએ તેના પતિ સુજીત સમક્ષ વાત કરી હતી .  તે બદલ તેણે સત્યમને ટોકયો હતો . સત્યમે વારંવાર પૈસાની મદદ કરી હતી , છતાં પણ સ્નેહાને તેની નિયત પર શંકા જાગી હતી . તેની અાવી હાલત માટે ઓફિસમાં કામ કરતી કલ્પના જવાબદાર હતી . બંને વચ્ચે કોઈ અણબનાવ બની ગયો હતો . સત્યમે તેની અાકરા  શબ્દોમાં ઝાટકણી કરી  હતી . તેનો બદલો વાળતા તેણે સ્નેહાને સત્યમ વિરૂધ્ધ ભડકાવી હતી ! તે વિધવા હતી અને તિજોરીવાલાની રખાત હોવાની વાત ઓફિસમાં જોરશોરથી ચર્ચાઈ રહી હતી !
તિજોરીવાલાની નજર સ્નેહા પર હતી , પણ સત્યમને કારણે તેનો ગજ વાગતો નહોતો ! !

તેનો પગાર ઘણો ઓછો હતો . તે બાબત તેણે સત્યમને ફરિયાદ પણ કરી હતી . અા બાબત તેણે કુમાર ભાઈ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે તેમની વાત સાંભળી સત્યમ ભડકી ગયો !

' તે તો યુનિયનમાં જોડાઈ ગઈ છે . હવે તેણે પગાર વધારો યુનિયન પાસે માંગવો જોઈએ ! '

કુમાર ભાઈની વાત સાંભળી સત્યમ ભોઠો પડી ગયો . તેને સ્નેહા યુનિયનમાં જોડાઈ ગઈ હતી તે વાતની જાણ નહોતી . અા વાતનું અચરજ થયું હતું . તેઓ તો સ્નેહાને નોકરીમાંથી બરખાસ્ત કરવા માંગતા હતા . તે માફી પત્ર લખી અાપે તો તે બધું ભૂલી જવા તૈયાર હતા . સત્યમે બધી જ વાત સ્નેહાને કરી હતી . સાંભળી તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી . તેણે નિવેદન પણ કર્યું હતું : ' યુનિયને મારા પણ દબાણ કર્યું હતું ! ' તેની વાત સાંભળી સત્યમ યુનિયન લીડર અાખડી પડયો હતો . તેની વાત સાંભળી સત્યમનું અરજ બેવડાયું હતું

' અમે કોઈને પણ યુનિયન જ્વોઈન કરવા માટે દબાણ કર્યું નથી ! ' 

હકીકત કંઈ ઓર હતી ! તે કલ્પનાના વાદે યુનિયનમાં જોડાઈ ગઈ હતી ! અા વાતની તેના પતિને કોઈ જાણ નહોતી . સાંભળીને સુજીત તેના પ્રત્યે ગુસ્સો કરશે તે કારણે સ્નેહા ગભરાઈ ગઈ હતી . તેણે જેટલી ઉતાવળથી યુનિયન જ્વોઈન કરવાનો નિર્ણય લીધો હતો તેનાથી બેવડી ઝડપથી માફી પત્ર લખી અાપ્યો હતો . કુમાર ભાઈએ તેનો પગાર વધારવાની બાંયધરી અાપી હતી . 
.પણ હાલાત તદ્દન વિપરિત હતા ! અા કારણે તેનો પગાર વધારો થવા પામ્યો નહોતો . સ્નેહા એકાએક બદલાઈ ગઈ હતી . અા વાતનો સત્યમને સતત રંજ થઈ રહ્યો હતો !

ઓફિસની મેનેજમેન્ટ બદલાઈ ગઈ હતી ! સત્યમની પગાર વધારાની જૂની માંગણીને મેનેજમેન્ટે માંગણી અાપી હતી . અા વાતે પણ સ્નેહાની ગેરસમજણને વધારી હતી ! તેનો પગાર વધ્યો નહોતો . અા વાતનો તેને સતત રંજ થતો હતો ! પોતાના સ્વાર્થ કાજે જ તેણે સ્નેહાને મ્હોરો બનાવી હતી . કલ્પનાએ અા વાત દિમાગમાં ઠસાવી દીધી હતી .


સત્યમ સ્નેહાને લઈને ખૂબ જ ચિંતીત રહેતો હતો ! પણ તેને સત્યમની લાગણી જોડે કોઈ જ લેવા દેવા નહોતી ! અા જ કારણે તેણે પૈસાની મદદ કરવાનો વિચાર પડતો મૂકયો હતો ! અાથી તેની નારાજગી બેવડાઈ હતી . તેણે અઠવાડિયામાં એક વાર ઓફિસેથી સ્ટેશન જવાની વાત કરી હતી . અા જાણી સુજીતે રોષ વ્યકત કર્યો હતો . તે પહેલા પણ તેણે બે ત્રણ વાર તેમને મદદ કરી હતી . છતાં તેનું રૂણ ભૂલી તેના પર અાક્ષેપોની ઝડી વરસાવી હતી ! યુનિયન સમક્ષ તેણે પલટી મારી હતી ! ' અાટલા બધા શરીફ હતા તો સુજીતની પરવાનગી કેમ ન લીધી .? '

સત્યમે સુજીત જોડે વાત કરવા તેને ઓફિસ બોલાવ્યો હતો . સ્નેહાને તેને જાણ કરી હતી . તેઓ હોટલમાં જવાના હતા . તેને સાથે અાવવાની ભલામણ કરી હતી ! પણ તેણે વાતને રદિયો અાપ્યો હતો .

સત્યમે ટૂંકમાં બધી વાતો સુજીતને કરી હતી .

અને સ્નેહાએ ? મને અાઘાત અાપ્યો હતો !!

ક્રમશ :***

Rate & Review

Jalpa Gohel 4 weeks ago

vipin shah 2 months ago

Samer Patel 2 months ago