બડે પાપા - પ્રકરણ પાંચમું - રંજનકુમાર દેસાઈ

ગરિમાની સગાઈ થઈ ગઈ હતી . સત્યમ તે વિશે બિલકુલ અજાણ હતો  .

ગરમીની છુટ્ટીમાં તેના લગ્ન થવાના હતા .

તેના ખાસ મિત્ર અનુરાગે તેને જાણકારી આપી હતી . પણ સત્યમ તે વાત માનવા સ્વીકારવા તૈયાર નહોતો !  

તેની બહુ જ મોટી વજહ હતી . શાળામાં તેની સાથે ભણતા એક મિત્ર સુદેશે તેના કૉલેજના મિત્રો વિશે તેના કાનમાં વિષ રેડ્યું હતું .

'  તારા બધા જ મિત્રો બોગસ છે . કોઈનો પણ વિશ્વાસ નહીં કરીશ .' 

અનુરાગે તેને માહિતી આપી ત્યારે તેનાં  કાનમાં તે મિત્રની વાતો ગુંજી રહી હતી . તેથી જ સત્યમને તેની વાતમાં વિશ્વાસ આવ્યો નહોતો અને તે બિન્દાસ ગરિમાની દિશામાં આગેકૂચ કરી રહ્યો .તેનું નામ જાણવાને બહાને તેણે  એક સ્ટંટ કરી તેની નોટ બુક માંગી હતી . ત્યાર બાદ તેની નોટ  પરત કરતા બીજો સ્ટંટ કરી તેની નોટ બુકમાં મારા જરૂરી કાર્ડસ રાખી દીધા હતા .

બીજે દિવસે ધારણા મુજબ મને સવાલ કર્યો હતો .

તમારા કોઈ કાર્ડસ મિસિંગ છે ? '

થોડી ક્ષણ થોડુંક નાટક કરી જવાબ આપ્યો હતો .

' મારું લાઇબ્રરી અને આઇડેંટિટી કાર્ડ મળી નથી રહ્યાં .

' ચિંતા ના કરો .. બંને મારી નોટબુક ભેગા મારા ઘરે આવી ગયા છે .! ' 

' ઓહ માય ગોડ ! ' 


' મારાથી તો તેઓ વધારે નસીબદાર છે .તમારા ઘરે જઈ આવ્યા , તમારી સાથે રહી પણ આવ્યા .' 

 સત્યમ આ વાત કરવા માંગતો હતો .શબ્દો હોઠો સુધી આવી ગયા હતા ,  છતાં તેણે પોતાની ફીલિંગ્સ ને અંકુશમાં રાખી ચુપ્પી સાધી લીધી હતી .

થોડી ક્ષણ બાદ તેણે  અજાણ હોવાનો ડોળ જારી રાખી સફાઈ પેશ કીધી હતી .

'  આઈ એમ સોરી .મારા ભૂલકણા સ્વભાવને કારણે તમને તકલીફ આપી દીધી . ' 

'  કોઈ વાત નહીં . આવી નાની નાની વાતોમાં સોરીને કોઈ અવકાશ નથી . હું તમારા કાર્ડ્સ કાલે લેતી આવીશ .' 

' થેંક્સ  એન્ડ સોરી ! ! ' 

વાત આગળ વધારવાના ઇરાદે સત્યમે આવો સ્ટંટ કર્યો હતો . He was Aman of short words . તે  કોઈની સાથે વધારે વાત કરી શકતો નહોતો . તેની  પાસે વાત કરવાનો કોઈ વિષય યા ક્વોટા નહોતો .

તેણે શુરુઆતતો સારી કરી હતી . છતાં તેને  નિષ્ફળતા ની ચિંતા સતાવતી હતી . પ્રેમન મામલે તે  હંમેશા ઊંધે મોઢે પછડાયો  હતો . 

 પ્રેમ કરાતો નથી બસ થઈ જાય છે ..આ બાબત એક ગીત સદાય તેની  ઢાલ બની જતું હતું .
              
પ્યાર કિયા નહીં જાતા , હો જાતા હૈઁ , 

oooooooooo

તે  કોઈ પણ સ્થિતિમાં ગરિમાને ખોવા ચાહતો હતો .તેને ઇમ્પ્રેસ કરવાની હર શક્ય કોશિશ કરતો હતો 
એક વાર તેની હાજરીમાં રેડિઓ પર પ્રસારિત ફિલ્મ ગાઇડની જાહેરાતની હૂબહૂ નકલ કરી હતી .

' પતિને ઠુકરા દિયા તો સહારા દિયા એક ગાઇડને ' 

બીજી વાર તેણે  એક વિદેશી ફિલ્મના ટાઇટલનું ગુજરાતીકરણ કર્યું હતું ..


' torn curtain ' 

યાને ફાટેલો પડદો ! 

સામ્ભળીને ગરિમા જ  નહીં પણ તેની સઘળી સહિયર ખડખડાટ હસી પડી હતી .

સત્યમને ઊંચા અવાજે ગીત ગાવાની આદત હતી .

''  ધૂલ કા ફૂલ તેની મનપસંદ ફિલ્મ હતી . આ ફિલ્મ પહલી નજરના પ્રેમની વાત ચિત્રિત કરવામાં આવી હતી . સત્યમને  ગરિમાની મૌજૂદગીમાં થોડા ઊંચા અવાજે આ ગીતની પહેલી પંક્તિ દોહરાવી હતી .

'  તેરે પ્યાર કા આશરા ચાહતા હું , 
વફા કર રહા હું વફા ચાહતા હું ! 

તેણે આ ગીત ને ગુજરાતીમાં પણ ગાયું હતું .

તારા પ્રેમનો આશરો ચાહું છું ,, 
વફા કરી રહ્યો છું વફા ચાહું છું 

ટર્મિનલ પરીક્ષા ટાણે ગરિમા તેને  વિશ કરવા ખાસ તેના હૉલમાં આવી હતી .

સત્યમે પણ તેને વિશ કર્યું હતું . તે વખતે તેણે સત્યમને પૂછ્યું હતું .

'  તમારું શુભ નામ જાણી શકું ? '

તેણે  ખૂબજ ઉત્સાહથી જવાબ આપ્યો હતો .

' સત્યમ ભારતીય ! ' 

'  વેરી ઇંટ્રેસ્ટિંગ ! '  કહેતી ,, આછું સ્મિત વેરતી તે પોતાના હૉલમાં ચાલી ગઈ હતી ! 

સત્યમ  ગરિમા સાથે બહુ વાત કરવા ઉત્સુક હતો . પણ તેનો  અતડો સ્વભાવ જ તેનો  દુશ્મન બની જતો હતો .વળી ગરિમા હંમેશ પોતાની સહિયર સાથે જોવા મળતી હતી . સત્યમ તેને વિશે જાણવા માંગતો  હતો . પોતાની વાતો શેઅર કરવા માંગતો હતો .

 તેને અલગ બોલાવી વાત કરી શકતો નહોતો . આ કારણે તે પોતાની જાતને કોસી  રહ્યો હતો  , . લાચાર , અસહાય માની રહ્યો હતો ..ગરિમાના મામલામાં આગળ વધવા કંઈ વિશેષ કરવાની આવશ્યકતા હતી . પણ તેનો શરમાળ , ભીરુ સ્વભાવ તેની આડે આવી જતો હતો  .
આ હાલતમાં તેણે પોતાની પરેશાની અનુરાગને બયાન કરી હતી .

'  દોસ્ત !  આઈ લવ ગરિમા ! તે મારી ડ્રીમ ગર્લ બની ચૂકી છે . હું તેના વગર રહી શકું તેમ નથી ! મને તારી સહાયની સખત જરૂર છે . ' 

' હું આ મામલે તારી શું મદદ કરી શકવાનો ? '

' તું પાકી તપાસ કરી મને જણાવ કે ગરિમાની સગાઈની વાત કેટલે અંશ સાચી છે . મારું મન આ વાત સ્વીકારવા બિલકુલ તૈયાર નથી .' 

તે આ અગાઉ પણ તેના એક મિત્રની બહેનને ચાહવા લાગ્યો હતો . તેની સગાઈ થઈ ગઈ હોવા છતાં તે  પ્રેમમાં પડી ગયો હતો .કોઈને પ્રેમ કરવો તે અપરાધ નથી છતાં તેના  નિખાલસ એકરારે જ તેને કફોડી હાલતમાં લાવી દીધો હતો . તે ખલનાયક નહોતો . .છતાં અનુરાગની બૉડી લેંગ્વેજ આવો જ કોઈ સંકેત દઈ રહી હતી .તેના નવાં પ્રેમની વાતને લઈ તે ચોંકી ઊઠ્યો હતો . ગરિમાથી પ્રેમ થઈ જવાની વાતે તેની આંખોમાં અણગમાના ભાવ ઉભરાઇ આવ્યા આવ્યા હતા . તે પોતાનો હિતેચ્છુ હતો . સત્યમ  એ વાત  જાણતો હતો તેથી તેણે અનુરાગની નારાજગી પ્રતિ કોઈ લક્ષ આપ્યું નહોતું .


એક અઠવાડિયા બાદ તેણે સત્યમને પોતાના ઘરે બોલાવી સમર્થન આપ્યું હતું . છતાં પણ ના જાણે કેમ સત્યમનું મન તેની વાત સ્વીકારવા તૈયાર નહોતું . પહેલી વાર તેને  અનુરાગ પ્રત્યે સંદેહ જાગ્યો હતો . સત્યમ ત્યારે નૉર્મલ નહોતો . પણ તેને પોતાની હાલત વિશે કોઈ ઇલ્મ કે જાણકારી નહોતી .
તે ખુદ સમજી શક્યો નહોતો .તે માનસિક બીમારીનો શિકાર બની ગયો હતો .તે વિચાર વાયુનો રોગી બની ગયો હતો .તેના દિમાગમાં નોન સ્ટોપ વિચારો નું  આક્રમણ જારી હતું . 

ભગવાન હર વખત કોઈની સાથે આવું ના કરી શકે . તેની  હાલત હર કિસ્સામાં વક્ત ફિલ્મના રાજ કુમાર જેવી બની જતી હતી .આ સમાચાર ના માનવા પાછળ એક બીજી ખાસ વજહ હતી .   તેણે જૂના મિત્રને વાદે ચઢી હૉરૉસ્કૉપની બુક ખરીદી હતી . જેમાં ખાસ લખ્યું હતું .

' બહુ જલ્દી તમે જેને ચાહો છો તેની સાથે તમારા લગ્ન થશે ! ' 

આ વાતે સત્યમને ભટકાવી દીધો હતો . ગરીમાનો પ્રેમ મળી ગયાના ખ્યાલે તે રાતોરાત ખૂબજ બદલાઈ ગયો હતો .અત્યાર સુધી તે નકારાત્મક વિચારોને સહારે જીવતો હતો . પોતાની જાતને નક્કામો , નિષ્ફળ ગણીને ચાલતો હતો .તે સકારાત્મક બની ગયો હતો .પોતાને સર્વગુણસંપન્ન માનતો હતો . સમ્રગ દુનિયા પ્રત્યે તેને પ્રેમ જાગ્યો હતો .તેનામાં સૂપર મેન જેવી તાકાત આવી ગઈ હતી  તે હર કોઈની તકલીફથી ચિંતિત થઈ જતો હતો .તે પોતાની જાતને દુનિયાનો શ્રેષ્ઠ માણસ માનવા લાગ્યો હતો . તે પોતાની જાતને ટૉપ વન ગાયક તેમજ દુનિયાનો ફાસ્ટ બોલર માનવા લાગ્યો હતો .ફિલ્મ અનુપમામાં હેમંત કુમારે ગાયેલા ગીતે તેને તેમનો આશિક દિવાનો બનાવી દીધો હતો .

યા દિલ કી સુનો દુનિયાવાલોં
 યા મુજકો અભી ચુપ રહને દો 
મૈં ગમ કો ખુશી કૈસે કહડુ 
જો કહતે હૈઁ ઉનકો કહને દો 

આ ગીતનો સૂર નકારાત્મક હતો . સત્યમે તેને પૉજ઼િટિવ ટચ આપ્યો હતો ! 

યા દિલકી સુનો દુનિયાવાલોં 
યા મુઝ કો અભી કુછ કહને દો 
મૈં ખુશી કો ગમ કૈસે કહડુ 
જો માનતે હૈઁ  ઉન કો માનને દો 

જુનિયર બી એનું રિજ઼લ્ટ જાણવા સત્યમ એક સાંજે કૉલેજ  ગયો હતો ત્યારે ગરિમા તેને પોતાની નાનીબહેન સાથે મળી હતી  . સત્યમે તેને અભિનંદન આપ્યા હતા ..તેની સાથે વાત પણ કરી હતી . સારા ક્લાસમાં બે સ્ટૂડેંટ્સ નાપાસ થયા હતા . તે બદલ સત્યમે ગરિમા આગળ ખેદ વ્યક્ત કર્યો હતો .

 આ તેના બદલાયેલા વલણનો જીવંત પુરાવો હતો .
તેણે ગરિમાને મળવાની જીદ આદરી હતી . તેની જીદ અયોધ્યા પતિ રામચંદ્ર કરતા પણ વધારે મુશ્કિલ હતી .તેમણે જનેતા પાસે આકાશનો ચાંદો માંગ્યો હતો .માતાએ કુનેહનો ઉપયોગ કરી પોતાના પુત્રને અરીસામાં ચાંદો દેખાડી તેની જીદ પૂરી કરી હતી . પણ સત્યમની જીદ કરવી તે એક ગમ્ભીર સમસ્યા હતી . તેના માતા પિતા આ વાતને લઈ ખૂબજ પરેશાન હતા .


તેમના બિલ્ડિંગમાં દુર્ગા નામની એક વિવાહિતા સ્ત્રી રહેતી હતી . તેનો પતિ ગાંડો હતો . કંઈ કામ ધંધો કરતો  નહોતો . એક જાણકારી બાદ તેના કાકા સસરાના આગમન બાદ તેનાં પતિની આવી દુર્દશા થઈ હતી . દુર્ગા બે બાળકની મા હતી . એક છોકરો બીજી છોકરી . એક આદર્શ સુખી પરિવારનો જીવંત નમૂનો હતો . બધું જ ઠીકઠીક ચાલી રહ્યું હતું . તેજ વખતે શાંતિલાલ નામની ભયાનક આંધી તેનાં જીવનમાં આવી હતી અને તેનાં સઘળાં સુખ શાંતિ લૂંટાઈ ગયાં હતા . શાંતિલાલે તેના પતિને રવાડે ચઢાવી દુર્ગાનું યૌન શોષણ કરવા માંડ્યું હતું . ઘરમાં સદંતર લડાઈ ઝગડાનું વાતવરણ છવાયેલ રહેતું હતું .

તેમની હાલત જોઈ સત્યમ ખૂબજ ભાવુક તેમજ અસ્વસ્થ બની ગયો હતો . તેના હૈયે કરુણાનું ઝરણું વહી નીકળતું હતું . 

એક વાર ફરી તેમના ઘરે ઝગડો થયો હતો . ત્યારે સત્યમ તરત જ તેના ઘરે દોડી ગયો હતો . દુર્ગા રોઈ રહી હતી . સત્યમે તેને છાની રાખી આશ્વસ્ત કરી હતી . તેને પાણી પણ પીવડાવ્યું હતું . તે દુર્ગાના ઘરે ગયો હતો . તે જાણી ગીતા બહેન તેની પાછળ દુર્ગાના ઘરે ગયાં હતા . તેઓ પોતાના દીકરાને ઘરે લઈ જવા માંગતા હતા . ત્યારે દુર્ગાની સાસુએ તેમને રોકતા કહ્યું હતું :

' તમે ચિંતા ના કરો . તમારા દીકરાની સહાનુભૂતિએ અમારા અંતરને ખૂબજ ટાઢક બક્ષી છે .' 

દુર્ગાની આંખોમાં સત્યમ પ્રતિ સન્માનની લાગણી ઝળકી રહી હતી .

લોકો દુર્ગા માટે એલફેલ બોલતા હતા જયારે સત્યમે તેનું અસલી રૂપ નિહાળ્યું હતું . આવી હાલતમાં તે આવું માનવા પ્રેરાયો હતો .

કોઈ પણ વ્યક્તિ અસલમાં ખરાબ હોતી નથી .

                     oooooooooooo

સત્યમની હાલત બેહદ નાજુક હતો . તે માનસિક રીતે અત્યંત બીમાર હતો . પણ તેને આ વાતનો કોઈ ઈલમ કે અંદાજ નહોતો . તેની હાલતની જાણ થતાં અવનિ તેની પાસે દોડી આવી હતી . સત્યમે તેને વળગીને કાકલૂદી કરી હતી .:

' અવનિ ! હવે તો તું ખરેખર મારી બહેન છે . તે નાતે હું તને વિનંતી કરું છું . પ્લીજ઼ જઈ ને ગરિમાને બોલાવી લાવ . '

તેની જીદ આગળ ઝુકી જઈ અનુરાગ તેનાં બે મિત્રોને લઈ યેનકેન પ્રકારેણ ગરિમાના ઘરે પહોંચી ગયો હતો .. આટલું જ  નહીં પણ સત્યમની તસલ્લી ખાતર  ગરિમા જોડે ફોન પર વાત પણ કરાવી હતી . . તેની સાથે વાત કરતા સત્યમે સ્વર્ગ સમી લાગણીનો અહેસાસ કર્યો .

બીજે દિવસે બપોરના બે વાગ્યાના ટકોરે અનુરાગ ગરિમા અને તેની સહિયર સમેત બિલ્ડિંગની અંદર દાખલ થયો . સત્યમ ત્યારે બહાર ચાલીમાં ઊભો રહી તેની વાટ જોઈ રહ્યો હતો અને જોગાનુજોગ વિવિધ ભારતી પર ફિલ્મ '   સૂરજ '  નું ગીત વાગી રહ્યું હતું . જે તેની પ્રેમની છડે ચોક છડી પોકારી રહ્યું હતું .

બહારો ફૂલ બરસાઓ મેરા મેહ્બૂબ આયા હૈઁ ,, 
હવાઓં રાગની ગાઓ મેરા મેહ્બૂબ આયા હૈઁ , 

તે લોકો દાદરો ચઢી રહ્યો હતા . ગણતરીની પળોમાં તેઓ ઘરમાં દાખલ થયા . તેમને આવકાર આપતા સત્યમે ગરિમા જોડે વાર્તાલાપ કરતા કહ્યું .

'  આઈ એમ  પર્ફેક્ટ્લી ઑલરાઇટ . મને કંઈ જ થયું નથી . મારા ઘરવાળા નાહકના મારી ચિંતા કરી રહ્યાં છે .મને બીમાર માની રહ્યાં છે !  ' 

ગરિમાએ તેની વાતનો કોઈ પ્રતિભાવ ન આપતા ચૂપકીદી ધારણ કરી હતી .તે જોઈ સત્યમે સીધું જ કહી દીધું .

 ચાલ અંદર !  આપણે ભગવાનને પગે લાગી લઈયે !  ' 
સત્યમની વાત સુણી જાણે પળભર માટે ઘરમાં સોપો પડી ગયો .

આવા મામલામાં કામ સે કમ છોકરીની મરજી જાણવી જરૂરી હોય છે . તેને પ્રપોજ઼ કરવાની હોય છે . પણ સત્યમતો ઠેકડો મારી છેક ઉપલે પગથિયે પહોંચી ગયો હતો ..તેજ વખતે અવનિએ તેને બ્રેક મારી રોક્યો હતો .

' ગરિમા કંઈ કહેવા માંગે છે ! ' 

' સ્યોર ! પ્લીજ઼ ગો અહેડ ! ' 

' મારા એંગેજમેન્ટ થઈ ગયા છે ! ' 

' હવે ગરિમા તારી બહેન થઈ ને ? '

' તેમા સંદેહને કોઈ અવકાશ નથી !  ' 

' તો પછી ગરિમા પાસે રાખડી બંધાવી લે ! ' 

સત્યમે વિના દલીલ અવનિનો પ્રસ્તાવ સ્વીકારી લઈ પોતાનો જમણો હાથ ગરિમા ભણી લમ્બાવી દીધો . તે બદલ ના તો ગરિમાએ કોઈ પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો ના તો રાખડી બાંધવા માટે કોઈ ઉત્સાહ દાખવ્યો હતો .

તેની સગાઈની વાતે સત્યમે ગુન્હાની લાગણી અનુભવી હતી . તેણે તરતજ અંદર જઈ ભગવાનની છબી સમક્ષ 
મસ્તક ઝુકાવી અંત:કરણ પૂર્વક માફી માંગી હતી . અને બહાર આવીને બધાંની સામે ગરિમાના માથે હાથ દઈ શપથ લીધા હતા .:

' આજથી તું મારી બહેન છે . હું સદાય તને આ નજરે જ નિહાળીશ .મારી નજરમાં કોઈ વિચાર કે વિકાર જાગ્યો તો હું આ દુનિયા છોડી દઈશ !  ' 

તેણે ગરિમાની સહેલીને પણ હૈયાં ધારણ દીધી હતી . તેની સહેલીને સત્યમની વાત પર કોઈ ભરોસો નહોતો .તેની બૉડી લેંગ્વેજ નિહાળી સત્યમ આવું માનવા પ્રેરાયો હતો .

' હું જાઉં છું .'  કહી ગરિમા વિદાય થઈ ગઈ .

તેનાં ગયા બાદ સત્યમ બિલકુલ તૂટી ગયો હતો . તે ધમપછાડા પર ઉતરી આવ્યો હતો . મોટા અવાજે રડવા લાગ્યો હતો ..તેનું રોકકળ , આક્રંદ નિહાળી ગરિમા  ક્ષણભર અટકી ગઈ હતી  પણ તેની સહેલી '  પાગલ ના બન '  તેવું કહી તેને લઈ ગઈ હતી .

ભગવાન કેમ હરેક વાર તેની સાથે આવું વર્તન કરતો હતો ? દરેક વખતે તેને કેમ '  નો એન્ટ્રી '  સાઇન બોર્ડનો સામનો કરવો પડતો હતો ?

આ બદલ તે કંઈ આવું વિચારતો હતો :

' જરૂર પાછલા જન્મમાં તેણે કોઈનું સુખ છિનવી લીધું હશે . કૉઈની આંતરડી કકળાવી હશે . જેની ભગવાન મને આવી ક્રૂર સજા કરી રહ્યો છે .' ! ! 

બીજે દિવસે સવારે ચાલીના કઠેરા પરથી એક લાવારિસ રાખડી સત્યમને મળી આવી હતી .ગરિમાએ  તેને રાખડી નહોતી બાંધી .આ વાત સત્યમનું નાજુક દિલ બરદાસ્ત કરી શક્યું નહોતું . તેનાં આવા વ્યવહારે તેના  હૈયામાં ગુનાની લાગણી જગાડી  હતી . તે સતત પોતાની જાતને સવાલ પૂછી રહ્યો હતો . '  શું હું તેનો ભાઈ બનવાને પણ લાયક નહોતો ?  ' તેણે ગરિમાના માથે હાથ મૂક્યો હતો .શું તે બદલ ગરિમાને તેની નિયત પર શંકા જગાડી હતી ?

તેની હાલત નિહાળી ગીતા બહેને તેને ધરપત દીધી હતી .

' બેટા !  તેં કેટલી આસાનીથી ગરિમાને તારી બહેન તરીકે સ્વીકારી લીધી હતી .આ હાલતમાં રાખડી જેવી ઔપચારિકતાની કોઈ આવશ્યકતા નહોતી . આજ  કારણે  તેણે રાખડી બાંધી નહોતી . તેં ચાહત તો રાખડી પોતાની સાથે લઈ ગઈ હોત . પણ તારા વર્તનને લઈને તેણે રાખડી બાંધી નહોતી . સાથે  તેં જાણતી હતી . તને તકલીફ થશે . તે રાખડીથી તારો હ્રદય પલટો કરવા માંગતી હતી . પણ તારા ઉમદા વર્તને તેની  કોઈ ગુંજાઇશ જ ના રહેવા દીધી હતી ..તેં કદાચ કોઈ અવઢવમાં હતી .તેથી જ તે રાખડી કઠેરા પર મૂકી ચાલી ગઈ હતી .

માની વાતોમાં ઘણું જ તથ્ય હતું . તેથી સત્યમને નૈતિક ટેકો મળ્યો હતો .છતાં પણ એક અફસોસ રંજ તેના દિલો દિમાગ પર આરૂઢ઼ થઈ ગયો હતો .


ગરિમાની વિદાય બાદ સત્યમની માનસિક તંગદિલી માઝા મૂકી ગઈ હતી .તેને માનસિક ચિકિત્સાની જરૂર પડી હતી . આ હાલતમાં તેણે મેન્ટલ હૉસ્પિટલમાં ભર્તી કરવો પડ્યો હતો . તેને ઇલેક્ટ્રીક શોકસ આપવા પડ્યાં હતા .

વર્તમાનમાં ઘટેલી સારી ઘટનાઓ સતત તેની આંખો સામે નર્તન કરી હતી . 

થોડા દિવસ બાદ તેની તબિયતમાં નોંધનીય સુધારો આવ્યો હતો .

 તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો . ડોક્ટરે સત્યમને હવા ફેર માટે હિલ સ્ટેશન લઈ જવાની સલાહ આપી હતી .

અને બીજે જ દિવસે સત્યમ તેના માતા પિતા તેમજ બહેન સાથે લક્શરી બસમાં મહાબળેશ્વર ગયો હતો .  તેની તબિયતમાં ઉતરોત્તર સુધારો આવી રહ્યો હતો . તે બદલ તેના માતા પિતા બેહદ ખુશી અનુભવી રહ્યા હતા . પણ શાયદ તેમના નસીબમાં ખુશી જ લખી નહોતી .

બીજે અઠવાડીએ તેની બાજુની રૂમમાં એક નવપરિણીત યુગલ હનીમૂન માટે આવ્યું . તેમને જોઈ સત્યમના ઘા તાજા થઈ આવ્યા .
ooooooooooo

***

Rate & Review

Daksha Gala 3 months ago

Gomsi Bhanushali 3 months ago

Loopy 5 months ago

Rashmi Patel 5 months ago