Bade Papa - 7 - Ranjankumar Desai books and stories free download online pdf in Gujarati

બડે પાપા - નવલકથા - પ્રકરણ 7 - રંજનકુમાર દેસાઈ

હોળી - ધુળેટીના દિવસે બધા હોળી રમી રહ્યાં હતા . એકમેકને રંગ લગાડતા હતા . ભાવિકા અને નિરાલી  પણ હોળી ખેલી રહ્યાં હતા . સત્યમ સાઇડમાં ઊભો રહી  તેમની રમત નિહાળી રહ્યો   . હતો  . તે હોળી ખેલતો નહોતો છતાં  સુહાનીએ  આવીને તેને  રંગ લગાડ્યો હતો .તે જોઈ અનીસે નિરાલી ને રંગ લગાડવાની કોશિશ કરી હતી પણ તેને  રંગ લગાડવાની ના પાડી દીધી હતી . આથી અનીસને માઠું લાગી ગયું  હતું . તેણે જઈને લલિતા બહેનને ફરિયાદ કરી હતી .

'  નિરાલીએ સત્યમ ભાઈને રંગ લગાડવા દીધો . પણ મને રંગ નથી લગાડવા દેતી .' 

કંઈ પણ જાણ્યા સમજ્યા વગર લલિતા બહેને નિરાલીને પોતાની પાસે  બોલાવી ખખડાવી નાખી  હતી . તેણે જઈ ને સત્યમને વાત કરી હતી  


તેણે અનીસને માત્ર સવાલ  જ  કર્યો હતો .'  તેં મને નિરાલીને રંગ લગાડતા જોયો હતો .?'

તેણે આવી પરિસ્થિતિની કલ્પના કરી નહોતી . સત્યમનો સવાલ સુણી  તે  ફફડી ઊઠ્યો હતો . અને એલફેલ વાતો કરવા માંડ્યો હતો . આ હાલતમાં સત્યમે ગુસ્સામાં તેના પર હાથ ઉપાડ્યો હતો અને વાત વણસી ગઈ હતી .

ખબર પડતાં તેના મામા ઘટના સ્થળે દોડી આવ્યા હતા  . લલિતા બહેને આ મામલાની કમાન સંભાળી હતી . તેમના રિપોર્ટને આધારે કંઈ પણ જાણ્યા સમજ્યા વગર  તેમણે સત્યમને ખખડાવતા સવાલ કર્યો હતો . 

' તારી દાદાગીરી વધતી ચાલી છે . ' 

તેઓ સત્યમને સારી રીતે જાણતા હતા  છતાં એક પક્ષીય વાત સામ્ભળી તેમણે તેને ઉશ્કેરવાની ગુસ્તાખી કરી હતી . તેમના વર્તને સત્યમ આગ બબૂલો થઈ ગયો હતો  . તેણે ગુસ્સામાં મામાની કફની ફાડી નાખી હતી . તે જોઈ લલિતા બહેને આગમાં છિડકતા  કહ્યું હતું .

'  તમે તેને શા માટે  બોલાવો છો ? તે તો દિમાગનો ચસ્કેલ છે  ! ' 

આ સામ્ભળી સત્યમે તેમનું મોઢું તોડી લીધું હતું .'  તમે કાચા કાનના છો . પોતાની દીકરી કરતા તમને પારકામાં વધારે વિશ્વાસ છે !  ' 

આ સામ્ભળી લલિતા બહેનની બોબડી બંધ થઈ ગઈ હતી .

ત્યાર બાદ ખાસ્સા સમય સુધી લલિતા બહેન અને સત્યમ  વચ્ચે અબોલા થઈ ગયા હતા  . છતાં નિરાલી અને સત્યમ નિર્ભર બની એક્મેકને મળતા હતા  . ફરવા જતાં હતા  , સિનેમા પણ જોવા જતાં હતા  .

તે દરમિયાન નિરાલીએ   તેની માતા વિશે વાત કરી હતી  .

'  મેં મારી મા ને અનેક વાર અમારા જૂના પડોશી સાથે કઢંગી હાલતમાં  નિહાળી છે . ' 

સત્યમ એક જમાનામાં હોળી ખેલતો હતો . છતાં તે દ્વારા થતો અતિરેક તે ઝીરવી શકતો નહોતો .
એક ઘટના સત્યમ વિસરી શકતો નહોતો .

હોળીના દિવસે બિલ્ડિંગના બધા છોકરા હોળી ખેલી રહ્યાં હતા . . કૌશિક હોળી ખેલતો નiહોતો . આ કારણે તે ઘરની બહાર નીકળ્યો નહોતો !  
હોળીની રમત સામન્યતઃ બપોરના બે વાગ્યે પૂરી થઈ જતી હોય છે .

પાંચ વાગી ગયા હતા અને કૌશિક  સત્યમના ઘરમાં બેઠો હતો  . તે જ વખતે બિલ્ડિંગના છોકરાઓ તેના ઘરમાં ઘૂસી ગયા હતા  . તેમણે કૌશિકને જબરદસ્તી રંગ લગાડ્યો હતો આટલું જ નહીં પણ ઘરને નુકસાન પહોંચાડ્યું હતું . આ હાલતમાં સત્યમના પિતાજી પણ ગુસ્સે થઈ ગયા હતા જેને કારણે બહુ જ મોટો બબાલ ખડો થયો હતો .

હોળીના નામે થતાં ધતિંગને કારણે સત્યમના હૈયામાં હોળી પ્રત્યે સૂગ જગાડી હતી . છતાં એક વાર તેણે અવનિને રંગ લગાડ્યો હતો . આ વાત તેની મીઠી યાદ બની ગઈ હતી .
             ooooooooooooooooooooooooooo 

લલિતા બહેન સાથે વાતચીતનો પણ વ્યવહાર નહોતો . સત્યમ અને નિરાલી સત્વરે લગ્ન કરવા માંગતા હતા  . પણ નિરાલીએ  18 વર્ષ પૂરા કર્યા નહોતા  . આ હાલતમાં  તેમને રાહ જોયા વગર છૂટકો નહોતો .

સત્યમે તેના પિતાજીને વાત કરી દીધી હતી . તેઓ આ લગ્ન માટે તૈયાર હતા  . સત્યમ લગ્ન માટે લલિતા બહેનની અનુમતિ લેવા માંગતો હતો .પણ તેના પિતાએ  તેને રોક્યો હતો .ખુદ નિરાલી પણ તેની માતાને વાત કરી પોતાના પગ પર કુહાડી મારવા માંગતી નહોતી . 

નિરાલીની કોલેજ તરફથી ફિલ્મ ' સરસ્વતીચંદ્ર '  
ફિલ્મનો વિશેષ શો આયોજિત કરવામાં આવ્યો હતો . તેના બધા જ  મિત્રો આ ફિલ્મ જોવા જવાના હતા  . સત્યમે નિરાલી પાસે બે ટિકિટ મંગાવી   હતી .
ફિલ્મ જોવા જતી વખતે નિરાલીએ સત્યમ સમક્ષ પોતાનો સંદેહ જાહેર કરતા કહ્યું હતું . 

' મારા ઘરમાં ખબર પડી ગઈ લાગે છે . આપણે બંને ફિલ્મ જોવા જવાના છીએ !  મારી મા જરૂર કોઈને  આ માટે મોકલશે .' 

તેઓ કોને મોકલશે ? આ બાબત  નિરાલીએ પોતાનો તર્ક જાહેર કર્યો હતો .

સત્યમ તે વ્યક્તિને ઓળખતો હતો .આથી તેણે નિરાલીને ધરપત આપી હતી .

ધાર્યા પ્રમાણે ફિલ્મ છૂટવાના સમયે કોઈ જ આવ્યું નહોતું .

સત્યમ તેના બે  મિત્રો સાથે નિરાલીને લઈ  ટેક્ષીમાં  ગલીના નાકે ઉતર્યો ત્યારે લલિતા બહેન અને શોભા બહેન દીકરીની રાહ જોતાં ઉભા હતા  .

નિરાલીએ ખુલાસો કર્યો હતો . ' તેઓ ટેક્ષીમાં આવી રહ્યાં હતા  . તેમણે મને લિtફ્ટ આપી હતી . અને  હું તેમની સાથે આવી ગઈ  .' 

અને અહીં જ વાત પર પડદો પડી ગયો હતો . 

લલિતા બહેનને  બોલવાનો કોઈ મોકો બચ્યો નહોતો  .
 
સત્યમ નિરાલીની  એક સહિયરને ઓળખતો હતો .

બંને એક વાર  તેના આમંત્રણને માન આપી  તેના ઘરે  પણ ગયા હતા  . 

તે સહિયર એક વાર નિરાલીના ઘરે આવી હતી . સત્યમે તેને ઘરમાં બોલાવી હતી . બધા રસોડામાં બેસી વાતચીત કરતા હતા  . ભાવિકા અને ગીતા બહેન પણ ઘરમાં હતા  .

નિરાલીની સહિયર સત્યમના  ઘરમાં હતી . તે જાણી લલિતા બહેન તેના ઘરે પહોંચી ગયા  હતા  . તેમની બૉડી લેંગ્વેજ તેમનો અણગમો જાહેર કરી રહી હતી . તેઓ કોઈ બહાનું કાઢી નિરાલીને ઘરે લઈ ગયા  હતા  . તેમની પાછળ નિરાલીની સહિયર પણ તેમના ઘરે જતી રહી હતી .

તેના ગયા બાદ લલિતા બહેને દીકરાની આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી .

' તને તો ખબર છે . સત્યમના લખણ કેવા છે . તારી બહેનપણીને ત્યાં લઈ જવાની શી જરૂર હતી ? '

છતાં રાતના કંઈ શીખવાને બહાને સત્યમ પાસે ગઈ હતી . બંને બહાર ચાલીમાં બેઠા હતા  . તે જાણી લલિતા બહેન ગુસ્સો કરી નિરાલીને ને ઘરમાં લઈ  ગયા હતા  . તેઓ સત્યમને ભાંડી રહ્યાં હતા . તેમણે સત્યમને '  લુચ્ચો '  કહ્યો હતો .આ સુણી સત્યમનું લોહી ઊકળી આવ્યું હતું  તેણ મોટ મોટે અવાજે લલિતા બહેનને ભાંડતા '  રાંડના ઉપાધિ આપી હતી .
વાત  આગળ વધી જતાં  લલિતા  બહેનના  મોતિયા મરી ગયા . તેમણે સત્યમ સમક્ષ પોતાની દીકરીના જૂઠા સૌગંધ ખાઈ કહ્યું .  .


' મેં તને લુચ્ચો કહ્યો જ નથી . '  

તેમના આવા જૂઠાણાથી  સત્યમનો ગુસ્સો કાબૂ બહાર જતો રહ્યો.  તેને શાંત પાડવાનો કોઈ રસ્તો નહોતો  . આ હાલતમાં લલિતા બહેને એક રાજકિય  નેતાની અદાથી  સત્યમના પિતાજીની માફી માંગી હતી . અને બીજે દિવસે પલટી મારી હતી   .

'  મેં તમારા દીકરાનl ગુસ્સાને  શાંન્ત કરવાં જ માફી માંગી હતી . બાકી  મેં  તેને લુચ્ચો કહ્યો જ નથી.' 
નિરાલીને અઢાર વર્ષ પૂરા થતાં જ આર્ય સમાજ વિધિ અનુસાર સત્યમના સગા સંબંધીની હાજરીમાં  તેઓ લગ્ન બંધનમાં  બંધાઈ ગયા  .

લગ્ન બાદ એક કર્તવ્ય માનીને સત્યમના પિતાજીએ લલિતા બહેને ફોન પર લગ્નની જાણ કરી  હતી .  દીકરીને આશીર્વાદ આપવા નોતર્યા હતા  .

થોડી વારમાં લલિતા બહેન જેઠાણી શોભા બહેન અને ઘર ઘાટીને લઈ હૉલમાં દાખલ થયા   .તેમણે  
આવતા વેંત જ સત્યમના પિતાજી પર વાક પ્રહાર આદરી દીધો  .

'  તમારા ધોળામાં ધૂળ પડી .તમારા ગાંડયા દીકરાને મારી દીકરીને ભોળવી પરાણે તેના ગળે બાંધી દીધી ! ' 


તેમને શું જવાબ આપવો .તેં અંગે ઈશ્વર લાલ અવઢવ અનુભવી રહ્યાં હતા ! 


તેઓ કંઈ જવાબ આપે તેં પહેલાં તેમનો ઘર ઘાટી શમ્ભુ ઘરવાળાની સ્ટાઇલ માં તાડૂકી ઊઠ્યો .


'  આ તમે શું કર્યું ?  ' 

સત્યમે તેને બાજુ રહેવાનું કહી સાફ ચોપડાવી દીધું  ! 

'  તું કોણ છે ?  હું તને નથી ઓળખતો !  ' 


તેની વાત સુણી શમ્ભુએ તેને ધમકી આપી દીધી .

તેના તેવર નિહાળી આર્ય સમાજના લોકો પણ ખફા થઈ ગયા  .તેમણે સત્યમ અને નિરાલીને સલામત એક બાજુ   બેસાડી દીધા . અને શમ્ભુને મેથી પાક જમાડ્યો હતો  .

તેં વખતે સત્યમના એક સમ્બન્ધી એડવોકેટ ત્યાં હાજર હતા  . તેમણે સત્યમને ધરપત આપી હતી . 

' તું ફિકર ના કરીશ ..રસ્તામા કોઈ અન્ય પણ તને હાથ  લગાવશે તો આપણે શંભુને જેલ ભેગો કરી દઈશું !' 

તે  જ  વખતે શોભા બહેન પોતાની ભત્રીજી પાસે આવ્યા ..તેમને જોઈ સત્યમે સાફ શબ્દોમાં વાત કરી .

'  તમારી ભત્રીજી તમારી સામે બેઠી છે .તમે એને પૂછો  . તેના પર કોઈ પણ જાતનું દબાણ 
કરવામાં આવ્યું છે  ?  અગર તે કહે કે તેના પર જબરદસ્તી કરવામાં આવી છે  ?  તેને કોઈ ધમકી આપવામાં આવી છે  ?  અગર તે હા પાડે તો  તમે એને ઘરે લઈ જજો  .બહાર હજુ કોઈને અમારા લગ્નની જાણ નથી . હું આ લગ્ન ભૂલી જઈશ  !  ' 


સત્યમના હર એક શબ્દમાં સચ્ચાઈનો રણકો સાફ સંભળાઈ રહ્યો હતો . તેઓ મૂક ,  ખામોશ હતા  . તેમની બૉડી લેંગ્વેજ કહી રહી હતી . તેમને સત્યમની વાતમાં પૂરો ભરોસો હતો . તેઓ પોતાની દેરાણી અને ઘાટીને લઈ હૉલમાંથી જતાં રહ્યાં હતા  .


 બે ચાર દિવસમાં લલિતા બહેનની સાન ઠેકાણે આવી ગઈ  . સમજમાં પોતાની શાખ બનાવવાની કોશિશમાં લગ્ન બદલ સત્કાર સમારોહ યોજવા તૈયાર થઈ ગયા હતા  . સમારોહમાં પણ લલિતા બહેને પોતાની અક્કલનું પ્રદર્શન કર્યું હતું .પોતાના જમાઇને  બદલે તેમણે બધાની વચ્ચે પોતાના જમાઈને અવગણી સને પોતાના હાથે આઈસ્કીમ ખવડાવ્યો હતો .

બંને બાજુમાં રહેતા હતા છતાં સલામતી ખાતર તેઓ એક સમ્બન્ધીના ખાલી ઘરમાં રહેતા હતા  .
લગ્ન બાદ સત્યમનો અભ્યાસ જારી હતો .

થોડા જા દિવસમાં નિરાલીએ સત્યમને સમાચાર આપ્યા હતા . તે બાપ બનવાનો હતો આ ખ્યાલે હવામાં  ઊડવા  લાગ્યો હતો .

ઉનાળાની રજામાં તેની પ્રસૂતિ ! થવાની હતી . તેના થોડા દિવસ અગાઉ શોભા બહેને સત્યમને  આમંત્રણ આપતા કહ્યું હતું .

'  અમે લોકો બે દિવસ પછી મહાબળેશ્વર જઈ રહ્યા છીએ તો તમે પણ અમારી સાથે ચાલો . ' 
 
નિરાલી તો સાથે જઈ શકે તેમ નહોતી . તેને મૂકીને સત્યમ જવા માંગતો નહોતો .  તે પરીક્ષા આપીને ઘરમાં થાકને કારણે આરામ કરવા માંગતો હતો . પણ નિરાલી અને તેનાં માતા પિતાએ સામે ચાલીને તેને મહાબળેશ્વર મોકલ્યો હતો .

'  અમે અહીં નિરાલી સાથે છીયે . તું કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ફરી આવ . તારો થાક ઉતારી આવ  . ' 

અને સત્યમ નચિંત થઈ પોતાના સાસર પક્ષ જોડે  મહાબળેશ્વર ઊપડી ગયો 
હતો . 

રાતના દસેક વાગ્યાના સુમારે લક્શરી બસમાં તેઓ મહાબળેશ્વર માટે નીકળ્યા હતા .

પણ ના જાણે કેમ તેનો અતીત તેનો કેડો મૂકતો નહોતો . જે ચીજથી તે દૂર રહેવાની કોશિશ કરતો હતો તે જ  વસ્તુ યેનકેન પ્રકારેણ સામે આવીને ઊભી રહી જતી હતી .શોભા બહેનના નિમંત્રણને માન આપી  મહાબળેશ્વર ગયો હતો .

ત્યાં પહોંચતા જ સત્યમનો  અતીત આળસ મરડીને બેઠો થઈ  ગયો  . અહીં જ  ગરિમા સાથે  ગમ્ભીર અકસ્માત થયો હતો  અને  તેને હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું  .આ એક દુર્ઘટના હતી . ઈશ્વરની મરજી 
હતી  છતાં ન જાણે કેમ પોતાની જાતને સત્યમ  દોષિત ગણતો હતો .તેણે ક્યાંકા nવાંચ્યું હતું . નઠારા વિચારોના  માઠા પરિણામ આવે  છે  . બસ આ જ વાત તેના અંતરના પેટાળમાં ઘર કરી ગઈ હતી . .અમુક નબળી ક્ષણોમાં  તેણે ગરિમા વિશે દુષ્ટ વિચારોકર્યા હતા  .તેનાં પરિણામ સ્વરૂપ ભગવાને ગરિમાને આવી સજા કરી હતી .

હર કોઈ તેને સમજાવવા મથતું હતું . પણ સત્યમ કોઈની વાત કાને ધરવા  તૈયાર નહોતો  .

ગરિમાની યાદે  સત્યમના  ચેહરા પર ઉદાસીના  ઓળા ઊતરી આવ્યાં .તેની બૉડી લેંગ્વેજ નિહાળી સુહાની પણ છોભીલી પડી ગઈ . તેણે પોતાના જીજુનો હાથ ઝાલી ભાવુક મુદ્રામાં સવાલ કર્યો :

'  જીજુ !  એકાએક તમારો ચેહરો કેમ ફીકો પડી ગયો ? '

સત્યમે  ' કંઈ નહીં ' કહી પોતાની સાલીને  ટાળવાની કોશિશ કરી . પણ તેની આંખોમાં એક આપ્તજન જેવી ચિંતા ડોકાતી નિહાળી આશ્વસ્ત કરતા કહ્યું  .

' હું  તને બધી  જ  વાત કરીશ !  '  

બે દિવસ બાદ રાતનું ખાણુંપતાવી બંને ગેસ્ટ હાઉસના ગાર્ડેનમાં  બેઠા હતા ત્યારે સત્યમે પોતાની દાસ્તાને ઇશ્ક  સુહાનીને બયાન કરી દીધી  .

જીજુની  કહાણી સુણી સુહાની અત્યંત પ્રભાવિત થઈ ગઈ  . તેની આંખોમાં  ખુશીના આંસુ ઝળકી ઊઠ્યા  . પોતાના જીજુએ  એક જેંટલ્મેનની  માફક ગરિમાને વિદાય આપી હતી તે  જાણી તેણે સત્યમની અંતઃકરણ પૂર્વક  પ્રશંસા કીધી  .

'  જીજુ   તમે તો ખરેખર ભગવાનનું  માણસ છો  .' 

' તું જ  પ્રથમ વ્યક્તિ  છે  જેણે મારા દિલની વાત  જાણવાની  સમજવાની કોશિશ કરી છે .બાકી આ દુનિયાના માણસો તો મને નઠારો માણસ માને છે  '

 '  આપણે સાચા અને  સાચા હોઈએ તો લોકો શું કહે છે તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી . જે સાચા અને સારા  છે  તેઓ અન્ય  જલીકટી વાતો કરતા નથી . ' 

સુહાની તું તો એક વિધ્વાન જેવી વાતો કરે છે ! ' 


' નહીં જીજુ !  હું તો તદ્દનસામન્ય કક્ષાની છું દુનિયાદારીના નામે શૂન્ય છું . થોડા દિવસ પહેલાં મેં એક નૉવેલમાં આ વાત વાંચી હતી .


જોતજોતામાં સાળી બનેવી એકમેકની ઘણા જ નિકટ આવી ગયા હતા  .

તેઓ વધારે સમય એકમેકની જોડે રહેતા હતા  .સહપરિવાર બહાર ફરવા જવાનું , ફિલ્મો જોવાનું પણ થતું હતું . એક વાર સત્યમ સુહાની અને અન્ય સાળીઓને લઈ ફિલ્મ જોવા ગયો હતો તે જ વખતે નિરાલીએ પુત્રને જન્મ આપ્યો હતો .ત્યારે કોઇને આ વાતની જાણ નહોતી .

તે જ રાત્રે બધા જમી પરવારીને ગાઢ નીંદરમાં પોઢી રહ્યા હતા . લગભગ બે વાગ્યાના સુમારે ગેસ્ટ હાઉસના મેનેજરે સત્યમના નામની બૂમ પાડતા સમાચાર આપ્યા હતા .

'  મિ . સત્યમ આપનો ટેલિગ્રામ આવ્યો છે ! ' 

સત્યમ બૂમ સામ્ભળી તરત જાગી ગયો હતો ., અને આંખો ચોળતા ચોળતા ઑફીસમાં દોડી ગયો હતો .. તેની પાછળ સુહાની પણ ઑફીસમાં દોડી ગઈ હતી .તાર કોઈ શુભ સમાચાર લઈને આવ્યો હતો . તેની કલ્પના માત્રથી સત્યમના હ્રદયની ધડકન તેજ થઈ ગઈ હતી .

સુહાની એ કુળદીપકને જન્મ આપ્યો હતો .

તે જાણી સાળી બનેવી હરખ વિભોર બની ગયાં . બંનેએ એકમેક ને વારાફરતી અભિનંદન આપ્યા . 

' કોન્ગ્રેત્સ માસી ! '
 
' કોન્ગ્રેત્સ પાપા ! ' 

બંનેએ હાથ પણ મિલાવ્યા હતા .


થોડા . દિવસ પહેલાં સત્યમે એક parodi બનાવીને પોતાની સાળી સુહાનીને સુણાવી હતી .

' આ જા બાબા મૈં હું બાપ તેરા , 
વલ્લહ વલ્લહ ઈંતેજાર તેરા ,, 
આ જા હો બાબા , બાબા હો આ જા 
સામ્ભળીને સુહાની ખિલખિલાટ હસી પડી હતી .

તેને યાદ કરીને સત્યમે parodi દોહરાવી હતી ..


અને તેને  સુણીને સુહાનીએ તેના જીજુની ટેલેંટની સરાહના કરી હતી .

કુલદીપના આગમને ગેસ્ટ હાઉસનું વાતવરણ ખુશ મિજાજ બની ગયું હતું .

ઘરના અન્ય સભ્યોએ પણ તેને વધાઈ આપી હતી .
, સત્યમે આ  તબકકે  પોતાનો આત્મ વિશ્વાસ આ રીતે વ્યક્ત કર્યો હતો .


'  મારા દીકરાનો ચેહરો મારા જેવો જ હશે .'

તે સુણી સુહાનીએ કોલર ઊંચા કરી . પોતાના જીજની વાતનો અનાદર કરતા પોતાનો કક્કો ખરો
કરવાની કોશિશ કરી હતી .

'  મારો ભાણેજ મારી બહેન જેlવ જ હશે . '
આ મુદ્દે બંને વચ્ચે મીઠી રકઝક જારી હતી .


તે જ વખતે બીજો તાર આવ્યો હતો . વાંચી બધાના શ્વાસ અદ્ધર થઈ ગયાં હતા .


'  શોભા બહેન અને સત્યમને તરત જ મુમ્બઈ રવાના કરો . નિરાલીની તબિયત સારી નથી . '

પહેલો તાર સંદેશો લાવ્યો હતો .


નિરાલીએ પુત્ર રત્નને જન્મ આપ્યો હતો અને બંનેન
તબિયત સારી હતી .


જયારે બીજો ?   નિરાલીની બગડેલી હાલતનો સંદેશ આપી રહ્યો હતો તેનો એક જ અર્થ નીકળતો હતો . નિરાલીની તબિયત પ્રસુતિ બાદ બગડી આવી હતી . તેને શું થયું હશે ?  એક જ સવાલ દરેકના હોઠો પર હતો . 

તે વખતે સત્યમની આંખો સામે ફિલ્મ અનુપમાનો કિસ્સો નર્તન કરી રહ્યો હતો . આ ફિલ્મમાં પ્રસુતિ બાદ કંઈ કોમ્પ્લીકેશન થતાં એક જનેતાના મોતની વાત હતી . તેને યાદ કરી સત્યમ અસ્વસ્થ થઈ ગયો હતો ! તેના દિમાગમાં અશુભ વિચારોની વણથમ્ભિ વણજાર શરૂ થઈ ગઈ હતી .


સવારના આઠ વાગ્યે શોભા બહેનની નણંદનો દીકરો હસમ
મહાબળેશ્વર આવ્યો હતો . તેણે સબ સલામતનો સંદેશ આપ્યો હતો અને ઘરમાં બધાના જીવ હેઠા બેઠા હતા ! 

પોસ્ટલ ખાતાની લાપરવાહીને કારણે આવી હાલત નિર્માણ થઈ હતી .નિરાલીને લેબર પૈન કે કારણે te
તેને હૉસ્પિટલમાં લઈ ગયાં બાદ સત્યમના પિતાજીએ તાર કર્યો હતો . 

નિરાલીની તબિયત સારી નથી . શોભા બહેન અને સત્યમને તરતજ મુમ્બઈ રવાના કરો .

સત્યમ પોતાની રચનાને જોવા મળવા તેને ગોદમાં લઈ રમાડવા ઉપરતળે થઈ રહ્યો હતો .નિરાલીએ હસમુખ મારફત સંદેશો મોકલ્યો હતો .

' અહીં બધું જ હેમખેમ છે અને ચિંતાને કોઈ અવકાશ નથી . તમે નિરાંતે હરી ફરી મોજ માણી આવજો . ' 


00000000000000000 (ક્રમશ )