Rahasy books and stories free download online pdf in Gujarati

રહસ્ય : એ રસ્તાનું

થોડાક સમય પેહલા ની વાત છે,

દૂર એક એક ગામ માં અભિષેક નામનો એક યુવાન વ્યક્તિ રહતો હતો એ જથ્થાબંધ માલ સમાન નો વ્યાપારી હતો.એક ગામ થી બીજે ગામ સામાન પહોચાડવાનું કામ કરતો.એ સમય માં transport એટલો વિકસિત ન હતો એટ્લે અમુક દુર્લભ વસ્તુઓ દરેક ગામ માં સરળતા થી પ્રાપ્ત કરવી થોડી મુશ્કેલ હતી.પરંતુ અભિષેક દૂર શહેરો માં યાત્રા કરીને પણ એવા સામાન લઈ આવતો.આવા કામો માં એને દિવસો સુધી યાત્રા કરવી પડતી,કેટલાય માઈલ્સ ની મુસાફરી અને અનેક અવનવી જગ્યાઓ માં થી પસાર થવું પડતું.પોતાના ધંધા માં અભિષેક ખૂબ જ ઈમાનદાર હતો.

સામાન્ય રીતે આત્મા ભૂત પ્રેત વગેરે થી કોઈ પણ વ્યક્તિ ડરી જાય પરંતુ અભિષેક માં ઊંધું હતું એને નાનપણ થી જ ભૂત પ્રેત માં અલગ જ રુચિ હતી.એનો શોખ જ સમજી લો પરંતુ આત્મા અને પ્રેતો માં એને અલગ અલગ વસ્તુઓ જાણવામાં એને બહુ રસ હતો.દેશ વિદેશ માં યાત્રા કરતી વખતે જ્યારે એને કોઈ ગામ માં ભૂત કે એવા કિસ્સા વિશે જાણ થાય તો એ તરત જ એ જગ્યાએ રોકાઈ ને એ વાત માં કેટલી સચ્ચાઈ છે એ જાણવાનો પ્રયત્ન કરતો.આવા વિચિત્ર શોખ ના લીધે અડધા લોકો પાગલ સમજતા કેટલાક તો એની હરકતો જોઈને માનતા કે એ પોતે ભૂત છે.પણ અભિષેક ને કોઈ પણ વસ્તુ થી જરા પણ ડર લાગતો ન હતો.

એના આવા અતિ સાહસિક ભર્યા કાર્યો માં એ કેટલીય વાર અમુક ષડયંત્ર નો શિકાર પણ થયો હતો.અને અનેક વાર ઇજાગ્રસ્ત પણ થયો હતો, પણ એનું માનવું હતું કે ભૂત પ્રેત ની વાતો માં ફક્ત 10% જ સાચી કહાનિયો હોય છે બાકી 90 % તો મિથ્યા ઉપજાવેલી કથાઓ હોય છે, અને એ અફવા ફેલાવવા પાછળ ચોક્કસ કોઈ રહસ્ય હોય છે,આ રહસ્યો ઉકેલવા માં એને ખૂબ મજા આવતી.

અભિષેક ના ધંધા માં એના બે સહાયક કમ મિત્ર હતા, નામ એમના વિષ્ણુ.અને આનંદ.અભિષેક, આનંદ અને વિષ્ણુ મોટા ભાગે બધી યાત્રાઓ સાથે જ કરતાં, વિષ્ણુ અને આનંદ પણ અભિષેક ના વિચિત્ર શોખ પૂરો કરવામાં અને અવનવા રહસ્યો ખોજવામાં મદદ કરતા.

એક વખત અભિષેક, આનંદ અને વિષ્ણુ અમુક સામાન લેવા માટે દૂર એક શહેર માં ગયા.શહેર એમના નિવાસ થી ઘણું દૂર હતું.તેઓ હમેશા ત્રણ ઘોડાઘાડી લઈને મુસાફરી કરતાં.એ ત્રણેય ઘોડાઘડીઓ સારી એવી મોટી હતી જેથી જેટલો બને એટલો વધુ સામાન લાદી ને લાવી શકાય.

ખાવા પીવા નો તેમજ મુસાફરી ને લાગતો સામાન તથા જંગલો માં થતી લૂંટફાટ બચવા માટે તેઓ હમેશા અમુક અલગ અલગ હથિયારો પોતાની સાથે રાખતા, અને ત્રણેય મિત્રો સ્વભાવે ખૂબ જ બહાદુર અને નીડર હતા.

પોતાના ઘરે થી નીકળી ને બે દિવસ વીતી ગયા પણ હજુ તેમનું ગંતવ્ય સ્થાન ઘણું દૂર હતું,મુસાફરી કરતાં રાત પડી,તેઓ એ આ રાત નજીક ના કોઈક ગામ માં વિતાવવા નું વિચાર્યું.

રસ્તા પર થી દૂર તેમણે એક ગામ દેખાણું,ત્રણેય ઘોડાઘાડીઓ એ ગામ માં પ્રવેશ કર્યો.અભિષેકે જોયું કે ગામ માં ઘર તો ગણા બધા છે.પરંતુ ખૂબ જ સૂમસામ છે,એનું કારણ શું હોય શકે ?

ભાગોળ માં થોડાક આગળ જતાં એક વ્યક્તિ પોતાના ઘર નો દરવાજો બંદ કરી રહ્યો હતો ત્યાં, વિષ્ણુ ની નજર એ વ્યક્તિ ઉપર પડી,વિષ્ણુ એ એને બૂમ લગાવી “ઓ ભાઈ .......એક ક્ષણ થોભો”.

એ વ્યક્તિ ની નજર આ ઘોડાઘાડી ઓ પર પડી.ત્રણેય મિત્રો ઉતરીને એ ઘર તરફ ગયા.

વિષ્ણુ : ક્ષમા કરશો ભાઈ ... અમે વેપારીઓ છીએ ,દૂર શહેર વેપાર કરવા જતાં હતા અને મુસાફરી માં અહીથી પસાર થતાં હતા.અત્યંત થાકી ગયા હોવાથી અહિયાં આ ગામ માં આરામ કરવા ની ઈચ્છા રાખીએ છે.આપના ગામ માં કોઈ આશ્રયસ્થાન કે આરામગૃહ હોય તો જણાવશો,આપની કૃપા રહેશે.

એ વ્યક્તિ એ જવાબ આપ્યો નહીં, બસ એ ત્રણ ના સામે તાકી રહ્યો.

આનંદ : અભિષેક ...મને લાગે છે આ વ્યક્તિ આપની ભાષા સમજતા નથી.

એ વ્યક્તિ : ભાષા તો હું સમજુ છું મુસાફિર ....બસ ખાતરી કરી રહ્યો છું કે તમે સાચે કોઈ મુસાફિર છો કે ?

અભિષેક : કે શું ?

એ વ્યક્તિ : કઈ નહીં ..

આ ગામ માં કોઈ વિશ્રામ ગૃહ તો નથી.પણ જો તમે ઈચ્છો તો આજ રાત પૂરતું મારા ઘર માં વિશ્રામ કરી શકો છો.મારૂ ઘર ખૂબ નાનું છે,પણ તમને તકલીફ નહીં પડે.

અભિષેક : તમારો ઉપકાર જિંદગી ભર નહીં ભૂલીએ.

આટલું સાંભળી ત્રણેય જણા ખુશ થઈ ગયા.

એ વ્યક્તિ : તમારો કીમતી સામાન અંદર લાવી દો,અને ઘોડાઘાડીઓ વાડા પાસે મૂકી દો.

ત્રણેય જણા ભાગીને ઘોડા ઘાડીઓ લાવીને વાડા પાસે ઊભી કરીને જરૂરી થેલા લઈ ઘર ના અંદર પ્રવેશ કર્યો.

અંદર પ્રવેશતા જ એમને જોયું કે નાના એવા ઘર માં ખૂણા માં એક પથારી માં એક નાનું બાળક સૂતું હતું.એ ઘર માં રસોડુ ,બાથરૂમ, શયન કક્ષ બધુ એક જ જગ્યાએ,.આવી પરિસ્થિતી માં પણ આ વ્યક્તિ એ આ મુસાફિરો ને રાત રોકવા નું આમંત્રણ આપ્યું એ જોઈને ત્રણેય જણા ગદગદ થઈ ગયા.

અભિષેક : ભાઈ .....તમારું ઘર ભલે નાનું હોય પણ તમારું હદય સમુદ્ર કરતાં પણ વિશાળ છે.

એ સાંભળી ને એ ભાઈ ખાલી હલકું એવું સ્મિત વેરાવ્યું.

વિષ્ણુ : તમારું શુભનામ તો જણાવો.

એ વ્યક્તિ : અહી તો બધા ની જિંદગી બેનામ જ છે, પણ લોકો મને અરવિંદ ના નામ થી ઓળખતા.

આનંદ : અમે તમારો મતલબ સમજ્યા નહીં.

અરવિંદ: કઈ નહીં ...બસ તમે આરામ કરો, અને માફ કરજો અમે અમારું ભોજન કરી લીધું છે એટ્લે હું તમને ભોજન માં કઈ નહીં આપી શકું.

અભિષેક : અરે ના અરવિંદજી તમે અમારા માટે જે કર્યું એ જ અમારા માટે ઉત્તમ છે.તમે અમારા ભોજન ની ચિંતા ના કરશો અમે તૃપ્ત છીએ.

અરવિંદ : ઠીક છે તો આરામ કરો, કોઈ વસ્તુ ની જરૂર હોય તો માંગી લેજો.

બધા સંકળાઈ ને ગોઠવાઈ ગયા,આખા ઘર માં ચાલવાની પણ જગ્યા નહોતી.

થોડીક વાર માં એ સૂતેલું બાળક ઉઠ્યું અને રોવા લાગ્યું .....

“ બાપુજી....મને ભૂખ લાગી છે ....પેટ માં દુ:ખે છે ,મારે ખાવું છે”.

અરવિંદજી ઊભા થઈ ને છોકરા ના મોઢા પર હાથ મૂકીને રોતો બંદ કર્યો અને કહ્યું “ચૂપ થઈ જા બેટા ..... લે આ પાણી પી લે.અને અવાજ ના કરીશ આપણાં ઘર માં મહેમાન છે, એ ઉઠી જશે...ચૂપ થઈ જા દીકરા”

આ બધો સંવાદ અભિષેક અને એના મિત્રો સાંભળી રહ્યા હતા.છોકરા નું કરૂણ રુદન એમના થી સહન ના થયું તેઓ બેઠા થઈ ગયા.

એમને ઉઠેલા જોઈને અરવિંદ નો ચેહરો સફેદ પડી ગયો.

અરવિંદ : અરે માફ કરજો મારો દીકરો બીમાર છે ,એણે તમારી ઊંઘ માં ખલેલ પહોચાડ્યો.

અભિષેક : અમે બધુ જ સાંભળ્યુ છે અરવિંદજી, માફ કરજો પણ આપનું બાળક બીમાર નહીં પણ ભૂખ્યું છે.

આનંદે પોતાના થેલા માથી અમુક ડબ્બા કાઢીને ને એ બાળક ને આપ્યા ..એ ડબ્બાઓમા અલગ અલગ શહેર માંથી લીધેલા પકવાન હતા.

એ વાનગીઓ જોઈને બાળક રોતું બંદ થઈ ગયું અને પોતાના પિતા ના સામે જોયું જાણે એ વાનગી ખાવા માટે એના પિતા ને વિનંતી કરતું હોય.

અરવિંદ : નહીં....અમે મહેમાન પાસે થી કશું એ લઈ ના શકીએ.અમારે તો ઊલટું તમને આપવું જોઈએ.

અભિષેક : આ બાળક કેટલાય દિવસ થી ભૂખ્યું પ્રતીત થાય છે, જીદ ના કરો અને એક મિત્ર સમજી મારી ભેટ તમે સ્વીકાર કરો.

બાળક એકટસે એ ભોજન સામે જોઈ રહ્યું હતું.

આનંદ : બેટા... આ બધુ તારું જ છે ...જમી લે.

અરવિંદજી એ પણ આ વખતે પરવાનગી આપી,બાળક જાણે કેટલાય દિવસ થી ભૂખ્યું હોય એમ ભોજન ગ્રહણ કરવા લાગ્યું.એણે ખાતું જોઈને અરવિંદ ની આંખો માથી પાણી આવી ગયું.

અભિષેક એ એક ડબ્બા માથી પૂરી લઈ કોળિયો અરવિંદ ના મુખ પર ધર્યો.

અરવિંદ એ મોઢું ના માં હલાવ્યું.

અભિષેક : આ બાળક આટલા દિવસ થી ભૂખ્યું છે તો તમે કેટલા દિવસ થી ભૂખ્યા હશો.

અરવિંદ એ મોઢું ખોલ્યું અને પૂરી મોઢા માં મૂકી.

ભોજન અંદર જતાં જ એના આંસુ ઓ રોકતા નહોતા.

અરવિંદ અને એના બાળક એ ભરપેટ ભોજન કર્યું, ભોજન બાદ એનું બાળક ખુશ થઈ ને સૂઈ ગયું.

અભિષેક : શું તકલીફ છે અરવિંદ જી ?અમે ગામ માં આવ્યા ત્યાર થી આ ગામ માં અમને કોઈ માનવ વસ્તી નો અહસાસ થતો નથી.તમારી દરેક વાતો માં રહસ્ય લાગે છે અને તમારી આંખો માં અપાર વેદના .અમારે પૂર્ણ સત્ય જાણવું છે .

અરવિંદ :તમે સત્ય જાણી ને પણ વિશ્વાસ નહીં કરી શકો.

અભિષેક : તમે સત્ય તો જણાવો ...વિશ્વાસ કરવો કે નહીં એ અમારા ઉપર છે.

અરવિંદ : હકીકત એ છે કે આ ગામ પર એક દુષ્ટ પ્રેત ની છાયા છે.એ દુષ્ટ પ્રેત ના કારણે અમારું ખુશહાલ અને સમૃધ્ધ ગામ બરબાદ અને વેરાન થઈ ગયું.

અભિષેક : દુષ્ટ પ્રેત ?

અરવિંદ : હા ...આશરે 1 વર્ષ પેહલા આ ગામ ખૂબ જ સમૃધ્ધ હતું, અહી કોઈ ગરીબ ન હતું બધા પાસે પોતાના ઢોર ઢાંખર અને સંપત્તિ હતી.

દિવાળી નો દિવસ હતો આખા ગામ માં ખુશી નો માહોલ હતો.આખા ગામ માં દીવાઓ પ્રગટાવી ને છોકરાઓ ફટાકડા ફોડીને ઉત્સવ મનાવી રહયા હતા, આખું ગામ ખુશી માં જૂમી રહ્યું હતું,

આ ગામ ની ગોળ ફરતે એક રસ્તો છે જે આખા ગામ ની સરહદ ને આવરી લે છે એના રસ્તા ના પેલી કોર એક બાજુ વેરાન જંગલ છે અને એક બાજુ નદી.

એ દિવસે એ ગામ ની ફરતે ને આખો રસ્તો દીવાઓ થી શણગારેલો હતો.

ક્રમશ ....

આ નવલકથા વિષે આપના મંતવ્યો અચૂક જણાવશો