dear mom books and stories free download online pdf in Gujarati

ડિયર મોમ

આપણે બધા પણ સાવ કેવા છીએ ને! મમ્મી બોલે તો કચકચ લાગે. કયારેક ક્યારેક મમ્મી પર અકળાઈ જઈએ. ને પછી જ્યારે હોસ્ટેલમાં જઈએ ત્યારે એ જ મમ્મીના હાથનું બનાવેલું ખવાનું મીસ કરીએ. એ મમ્મીને યાદ કરીને રડીએ. મા ને બાળક નો સબંધ જ કદાચ એવો હોય. અહીં એક આપણા જેવી જ અંજુને સાથે સાથે હવે એ પોતે પણ મમ્મી બની છે એ પોતાની મમ્મીને એક પત્ર લખે છે.......

વ્હાલી મોમ,

આમ તો તું ને હું રોજ વાતો કરીએ.. નિશિત ઓફિસે જાય ને રાધી સ્કૂલે એટલે હું નવરી પડું. તને ફોન લગાડું ને આપણે બધી જ વાતો કરીએ. પણ એ બધી વાતો માં ક્યાંક આ વાતો કહેવાની રહી જાય છે જે મારે તને આજે કરવી છે મોમ.

હું જ્યારે નાની હતી ને ત્યારે સ્કૂલે જવું મને જરાય નતું ગમતું. તું તોય મને ટીંગાટોળી કરીને કેવી પ્રેમથી મૂકી જતી. આજે જ્યારે રાધી આવા ત્રાંગા કરે છે ત્યારે મને સમજાય છે કે એક બાળહઠની વિપરીત જવુ કેટલું અઘરું છે! તું તો એ પરિસ્થિતિમાં પણ પ્રેમ બતાવી શકતી. તારી વાતોથી મને હસાવી શકતી. તારી ચૂમીઓ જાણે એ વ્હાલનો વરસાદ કરતી.

મને ખબર જ નથી પડતી મોમ કે હું તારા જેવી હોવા છતાંય તારા જેવી કેમ નથી! તું આઠ જણના પરિવાર ને એકલા હાથે ચલાવતી. કોઈ કામવાળી નહિ, કોઈ મદદ નહિ. દરેકના સવારના નાસ્તાથી માંડી ને રાતના ડિનર સુધી. ક્યાંય થાક નહિ ને ક્યાંય આરામ નહિ. હું તો નિશિત ના ટિફિન ને રાધી ના લંચ બોક્સ માંજ અટવાઈ જવ છું.

મોમ તું બધું જ મેનેજ કરતી. મારા માટે સૂકી ભાજી બનતી તો ભાઈ માટે રસાવાળું શાક. ક્યારેય કોઈને ના નહિ. દરેકનો પડ્યો બોલ ઝીલતી. હું તો શાક બનાવવા રહું તો રોટલી બળી જાય ને રોટલી તરફ ધ્યાન આપું તો દૂધ ઉભરાઇ જાય. હું તો વળી જમવામાં કેવા નખરા કરતી ને મોમ! આજ જોઈ એ ને આવું જ જોઈએ. કોઈ શાક મને ગમતા નહિ. સાચું કવ મોમ! હવે મને બધા શાક ભાવે છે. કેમ કે હવે ના તો એ જીદ કરવા તું છે ના તો એ ગોળ રોટલી માં તારા હાથનો સ્વાદ છે. તારા ભરાવેલા કોળિયાનો સ્વાદ હજુ મારા મોંમાં છે.

તને યાદ છે મોમ! હું કેતી કે હું તો ઘરનું કોઈ કામ નહીં કરું. સાસરે જઈને પણ આરામ જ કરીશ. મને હવે આ વાત પર હસવું આવે છે કે રડવું ખબર નહિ! અહીંયા સવારના દૂધવાળા માટે દરવાજો ખોલવાથી મારા દિવસની શરૂઆત થાય છે ને રાધી નું હોમવર્ક પતે ત્યારે રાત.

ને ઉઠવામાં તો હું કેવી હતી નહિ! કાયમ સવારે 9 વાગે જ ઉઠતી. કોલેજ ચાલુ થઈ તો 8 વાગે ઉઠતી. એથી વેલી સવાર કેવી હોય મેં કદી જોઈ જ ન હતી. હવે હું રોજ સવારે 5 વાગે ઉઠું છું એ પણ એલાર્મ વગર! હવે મને સમજાય છે તું વગર એલાર્મએ કેવી રીતે ઉઠી શકતી!

અને હા, લગ્નના આટલા વર્ષે આ પત્ર લખી હું તને કોઈ ચિંતા નથી કરાવા માંગતી. હું મારી બધી જવાબદારીઓ સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરું જ છું. આ પત્ર લખવા પાછળનું કારણ એક જ છે કે બાળક એમની દુનિયામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે કદાચ એમની પાસે પોતાના માને thank you કેવાનો પણ સમય નથી હોતો.

મેં આજે આ પત્ર તને એ thank you કેહવા લખ્યો છે. Thank you to my supermom.. ખરા અર્થમાં તું સુપર છે. તું પેલું બહુ સાચું કેતી તી, "તને હમણાં નહીં સમજાય જ્યારે તું મા બનીશ ને ત્યારે ખબર પડશે..!"

Love you mom..
તારી અંજુ..