લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 6

રિમા અને માહિર વિસે થોડું થોડું જાણ્યું. હવે સમય છે એમની પહેલી મુલાકાત નો.


પહેલી મુલાકાત 


"શું તે પેલા ને ના પાડી દીધી પણ કેમ ???" નતાશા લગભગ ચીસ પાડતા બોલી પડી.
"અરે શોક માં કેમ ચાલી ગઈ .મને એ પસંદ નહતો એ ફિલીંગ નહતી આવતી તેની સાથે તો કહી દીધી ના એમાં શું ?" રિમા રોડ પર ઉભા ઉભા રીક્ષા રોકતા ફોન માં નતાશા સાથે વાત કરતા બોલી.

"પણ કેટલી પરફેક્ટ જોડી હોત તમારી. એક જ સોસાયટી માં સામ સામે દરરોજ બાલ્કની માંથી ઈશારા માં વાત થાત. નજર મળત , મીઠું કે ખાંડ લેવા ના બહાને તું એના ઘરે જાત , એ પણ કંઈક બહાનું કાઢી તારા ઘરે આવત." નતાશા તેના ઇમેજીનેશન ના ફ્લો માં બોલતી રહી.

"સ્ટોપ યાર , આ ફિલ્મી સીન રીઅલ લાઈફ માં ખૂબ બોરિંગ લાગે તો મારે આવું કાંઈ નહીં જોઈતું." રિમા રીક્ષા માં બેસતા બોલી. "અને આમ પણ તને એ ક્યાં આ ફિલ્મી સીન પસંદ આવે છે પેલા શિવરાત્રી ના દિવસે મંદિર માં તારી સાથે પણ એવું કંઈક બન્યું હતું એ દિવસે તો પેલા સામે મોઢું બગાડી ને આવતી રહી હતી." 

નતાશા એ કોઈ જવાબ ન આપ્યો.

"હેલો..... " રિમા લાઇન ચેક કરતા બોલી.

"તારી સોઈ હજુ ત્યાં જ અટકેલ છે ને....?" નતાશા ચીડતા અવાજ માં બોલી.

"અચ્છા છોડ હું રીક્ષા માં બેસી ગઈ છું , અને  બસ 15-20 મિનિટ માં પહોંચી જઈશ."

"હા , પહોંચી ને કોલ કર મને . તને આપણી કોલેજ નું  કેમ્પસ હું બતાવીશ." નતાશા એ ફોન કટ કર્યો.


રિમા કોલેજ ના ગેટ પાસે પહોંચી, તેને નતાશા ને કોલ કર્યો પણ નેટવર્ક પ્રોબ્લેમ હોવા ને કારણે કોલ લાગ્યો નહીં. રિમા કોલેજ ની અંદર પ્રવેશી. અને ચારેતરફ નજર ફેરવી .  તેને ફરી નતાશા ને કોલ લગાવ્યો. આ વખતે રિંગ વાગી.
પણ એટલા માં જ રિમા ને હોર્ન નો અવાજ સંભળાયો. અવાજ નહીં પણ ઘોંઘાટ સાંભળ્યો. રિમા પાછળ ફરી , ચાર સ્પોર્ટ્સ બાઇક રિમા પાછળ ઉભા હતા અને તેમાં હેલ્મેટ પહેરેલ પાંચ છોકરા બેઠા હતા. તેમાંથી એક એ રિમા ને સાઈડ માં જવા ઈશારો કર્યો. રિમા તે લોકો સામે જોતી ઉભી રહી. 
પેલા એ ફરી ઈશારો કર્યો. ત્યાં રિમા એ તેને હાથ ના ઈશારા વડે સાઈડ માંથી જવા માટે કહ્યું. 
 
તે છોકરા એ બાઇક નું ગેઇર બદલાવ્યું અને સાઇલેન્સર નો અવાજ કરતા બ્રેક પર આંગળીઓ ટેકવી ને રિમા સામે હેલમેટ માંથી જોતો રહ્યો. રિમા પલક ઝબકાવ્યા વિના તેની સામે જોતી રહી. 

પેલાએ ધીરે ધીરે પોતાની આંગળીઓ બ્રેક પર થી હટાવી અને એક્સેલેટર માં પગ રાખતા તેનું બાઇક રિમા તરફ આગળ વધાર્યું.  

બાઇક તેની તરફ આટલી સ્પીડ માં આવતા જોઈ રિમા ના પેટ માં ફાડ તો પડી પણ ચહેરા પર ડર ની કરચલી પાડ્યા વિના ઉભી રહી. અને બાઇક રિમા તરફ આગળ વધી  . લગભગ 3 થી 4 ઇંચ ની દૂરી પર પહોંચતા એ છોકરા એ બાઇક નું હેન્ડલ થોડું નમાવ્યું અને તેની બાઇક  નો મિરર રિમા  ને સ્પર્શ થઈ નીકળી ગયો. 

રિમા એ બાઇક ને સાઈડ માંથી પસાર થતા ની સાથે જ રાહત નો શ્વાસ લીધો. અને ગળા સુધી આવેલ એના ડર નો ઘૂંટડો ફરી પેટ તરફ ધકેલ્યો.

"સાઇકો..." નતાશા રિમા પાસે આવતા બોલી. "દૂર રહેજે એનાથી. એ સ્વાસ્થ્ય માટે હાનિકારક વ્યક્તિ છે. "
રિમાએ જવાબ માં ફક્ત એક સ્માઇલ આપી અને નતાશા નો હાથ પકડતા બોલી , "મને કોલેજ કેમ્પસ તો દેખાડ યાર."

****

" વિકી મને પેલી વિસે બધી ઇન્ફોર્મેશન જોઈએ." બાઇક પાર્ક કરતા એ બોલ્યો.
"લાગે છે માહિર ને પેહલી નજર નો પ્રેમ થઇ ગયો." વિકી બીજા ફ્રેન્ડસ સાથે મળી મસ્તી કરતા બોલ્યો.
" પેહલી નજર નો પ્રેમ તો નહીં પણ એની નજર મને ટક્કર આપે તેવી છે. " માહિરે તેના વાળ માં હાથ ફેરવ્યો અને કેમ્પસ માં નજર ફેરવી.

"ભાઈ પેહલી ઈન્ફોર્મેશન એ છે કે એની ફ્રેન્ડ નતાશા છે." વિકી એ સામે આંગળી ચીંધી. 

"ભાઈ તારા જીવન માં નતાશા નામ નો ગ્રહણ લાગી ગયો છે." પાસે ઉભેલ આશુતોષ બોલ્યો.

માહિર કશું ન બોલ્યો એ બસ રિમા ને નિહારતો રહ્યો.

"ચાલ હવે જોતો જ રહીશ એની સામે કે કેન્ટીન માં નાસ્તો એ કરાવીશ." વિકી હસતા હસતા બોલ્યો.

"હું શા માટે નાસ્તો કરાવું ભાઈ?" માહિર એ રિમા પર થી નજર હટાવી.

"કારણકે ભાઈ ને પહેલી નજર નો પ્રેમ થઈ ગયો છે ફરી થી." આશુતોષ વિકી ને તાળી આપતા બોલ્યો.

"ચાલો ભુખ્ખડો.".....

બધા કેન્ટીન તરફ આગળ વધ્યા.

"ચાર પ્લેટ સમોસા અને બે કટિંગ." ટેબલ પાસે પડેલ ખુરશી માં બેસતા આશુતોષ એ ઓર્ડર આપ્યો.

"મારો ઓર્ડર કોણ તારા પિતાજી આપશે." માહિર બીજી ખુરશી માં બેસતા બોલ્યો.
"ભાઈ આજે પાર્ટી તારા તરફ થી છે તો અમારા સમોસા ત્યાં થી લઈ આવ અને તારો ઓર્ડર આપતો આવ." વિકી બોલ્યો.

મોઢું મચકોડતા માહિર કાઉન્ટ પાસે પંહોચ્યો , "એક પ્લેટ બટાકાપૌઆ અને એક કોફી. અને ચાર પ્લેટ સમોસા બે પ્લેટ માં કરી બંને પ્લેટ માં પાસે ચા રાખી અને માહિર વિક્કી અને આશુતોષ પાસે પંહોચ્યો. 

"થેન્ક્સ બ્રો." વિક્કી અને આશુતોષ એક સાથે બોલી પડ્યા.

માહિર ફરી કાઉન્ટર પાસે તેની નાસ્તા ની પ્લેટ લેવા આગળ વધ્યો ત્યાં જ સામે કાઉન્ટર પર પડેલ બટાકાપૌઆ અને કોફી કોઈ છોકરી લઈ અને ચાલવા લાગી.
"ઓ હેલો મેડમ....." માહિરે તેને અવાજ આપી રોકી. " એ ઓર્ડર મારો છે."

સાંભળી તે માહિર તરફ ફરી અને ચાલતા તેની પાસે પહોંચી ને બોલી , "એવું....? મારો પણ સેમ ઓર્ડર છે તો તું એ લઈ લે."

માહિર એક ક્ષણ તેની સામે જોતો જ રહી ગયો . એ છોકરી એ જ હતી જેની સાથે થોડા જ સમય પહેલા માહિરનો સામનો થયો હતો. એ સમયે પણ તેની આંખો માં કંઈક અલગ નશો હતો અને અત્યારે પણ એવો જ નશો માહિર અનુભવતો હતો.

"આવી રીતે આંખો મોટી કરી ને મારી સામે શું જુએ છે ? બહાર ગ્રાઉન્ડ માં પણ તારા એ સ્ટંટ થી નહતી ડરી અને અત્યારે પણ નહીં ડરું." કહેતા રિમા એ એક હાથે તેના વાળ હવા માં ઉછાળ્યા અને માહિર તરફ પીઠ કરી ચાલવા લાગી.


માહિર તેની આ અદા જોઈ જાણે તેના પર ફિદા થઈ ગયો હોય એ રીતે મલકાયો અને તેની સામે એકીટશે જોતો રહ્યો.

રિમા કોર્નર ના ટેબલ પર બેઠેલ નતાશા પાસે પહોંચી.
"શું રિમા , શું ચાલે છે ?" એક ભમર ઊંચી કરતા નતાશા બોલી.
"શું ? , કાંઈ જ નહીં ?" રિમા ઇનોસન્ટ બનતા બોલી.
"મેં જોયું હા ,ત્યાં જે આમ મસ્ત છોકરાઓ ને ઘાયલ કરી દે એવી સ્ટાઇલ મારી ને આવી તું પેલા માહિર સામે ,એ મેં નોટિસ કર્યું." નતાશા અવાજ ધીમો કરતાં બોલી ,"સાચું કહું છું દૂર રે એ સાઇકો થી એટલું તારા માટે જ સારું પણ અહીંયા તો તું જ એને ઈમ્પ્રેસ કરવા ના ચક્કર માં લાગે છે."

"હું કોઈ એને ઈમ્પ્રેસ કરવા ના ચક્કર માં નથી અને એક વાત કે મને તું શા માટે એને સાઇકો કહે છે ? જો તો ખરી બિચારો કેટલો ક્યૂટ લાગે છે." રિમા ઊંચી થતા ત્રાંસી નજરે માહિર ને જોતા બોલી.

"હા , સ્ટારટિંગ માં મને પણ ક્યૂટ લાગતો એ .  હું પણ એના ગુડલુકસ જોઈ એના પર ફ્લેટ થઈ ગઈ હતી અને ફ્લર્ટ પણ કરતી. અને તેને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો મને. આ કેન્ટીન માં અમે પહેલી ડેટ પર આવ્યા હતા અને આ જ જગ્યા પર બેઠા હતા." નતાશા ના ચહેરા પર ગુસ્સા નો ભાવ નજરે ચઢતો હતો.

"અને પછી શું થયું આગળ ?" વાત જાણવા ની ક્યુર્યોર્સિટી બતાવતા રિમા એ પૂછ્યું.

"એણે મને પહેલી ડેટ માં કહ્યું કે જો નતાશા મને તારા પ્રત્યે અટરેક્શન છે .  હું એક રાઇટર બનવા ઈચ્છું છું તો મારી ઇમેજીનેશન મુજબ મારી પહેલી સ્ટોરી માં જે મેઈન પાત્ર છે એ બિલકુલ તારા જેવું જ છે. એટલે મને તારા પ્રત્યે એક અનોખો લગાવ થઈ ગયો છે. તારી નાની નાની હરકત મને પ્રેરિત કરે છે.  જો આવી જ રીતે ચાલતું રહ્યું તો મને તારા થી પ્રેમ થઈ જશે." નતાશા બોલતા અટકી.

"હા તો ....? આગળ શું ?" અધૂરી કહાની સાંભળી હોય એમ રિમા એ કપાળ પર કરચલી લાવી અને પૂછ્યું.

"તો શું ? આ વાત તને વિચિત્ર ન લાગી ? મતલબ કે હું એની પ્રેણના છું એની સ્ટોરી નું મેઈન કેરેકટર છું , એની સ્ટોરી માં જે એનું ઇમેજીનેશન વાળું પાત્ર છે એ હું છું અને એ સ્ટોરી નો મેઈન હીરો છે. બાય ચાન્સ આગળ જતાં એના ઇમેજીનેશન ના પાત્રો વચ્ચે સ્ટોરી માં ઝઘડો થઈ ગયો કે જુદા પડી ગયા એ લોકો તો એ પણ મને છોડી ને ચાલ્યો  જાય ને.  એને મારા પ્રત્યે પ્અટરેક્શન જ એટલા માટે હતું કારણકે હું એના ઇમેજીનેશનના પાત્ર જેવી છું. આગળ જતાં અમે એક બીજા ને વધુ ઓળખવા લાગ્યા અને હું કંઈક અલગ નીકળી એ પાત્ર કરતા , તો એ મને છોડી ને પાક્કું ચાલ્યો જ જવા નો હતો. " નતાશા એક શ્વાસે બધું બોલી ગઈ.

નતાશા ની વાત સાંભળી રિમા ને શું બોલવું કશું સમજાયું નહીં. એ બસ વિચારતી રહી.પણ તેની આંખો સાફ સાફ કહેતી હતી કે આ વાત માં નતાશા ખોટી લાગતી હતી તેને.

નતાશા એ સમજી અને બોલી ," લુક રિમા એક એડવાઇઝ આપું ,જે લોકો નો ઇમેજીનેશન પાવર ખૂબ વધુ અને પાવરફુલ હોય ને એ લોકો ક્યારેય કોઈ ના સગા નથી થતા.  જો મારા થી પ્રેરિત થઈ તેણે તેની સ્ટોરી નું પાત્ર ગોઠવ્યું હોત તો વાત કંઈક અલગ હતી પણ અહીંયા તો બિલકુલ ઊલટું જ હતું. એટલા માટે હું તેને સાઇકો કહું છું. આવા લોકો તેમની કાલ્પનિક દુનિયા ને રીઅલ વર્લ્ડ સાથે સરખાવતા હોય છે. "

રિમા કશું ખાસ સમજી નહીં તેને હવે નતાશા સાચી લાગતી હતી પણ માહિર ખોટો નહતો લાગતો. તેને માહિર સામે જોયું ત્યાર બાદ ટોપિક અને નતાશા નો મૂડ ચેન્જ કરતા બોલી , "છોડ એને , ચાલ હવે ફટાફટ નાસ્તો પતાવીએ પછી આખું કેમ્પસ દેખાડ મને. અને હા આજે સાંજે રિવરફ્રન્ટે જશું. ઘણો સમય થઇ ગયો સાંજે ફરવા નહીં ગયા આપણે અને ત્યાર બાદ પાણીપુરી......"પહેલી મુલાકાત તો ખાસ રહી બંને ની ચાલો હવે જોઈએ આ બંને ની સ્ટોરી અલગ અલગ પાટા થી એક પાટે કેવી રીતે ચઢે છે? શું થાય છે આગળ ? 

    

***

Rate & Review

Daxa Vithlani 2 months ago

Dimple Vakharia 2 months ago

Dhvani Patel 3 months ago

Sneha Chaudhari 3 months ago

B DOSHI 3 months ago