Love, Life ane Confustion - 5 books and stories free download online pdf in Gujarati

લવ ,લાઈફ અને કન્ફ્યુઝન - 5

રિમા અને તેની ફ્રેન્ડ શિવરાત્રી ના દિવસે સવારે ના ભાગ માં મંદિરે પહોંચે છે અને શિવ ભગવાન નો ભાંગ વાળો પ્રસાદ લેવા એક્સાઇટેડ હોય છે. ભાંગ વાળું દૂધ પીધા બાદ નતાશા એ ગ્લાસ જ્યારે ડસ્ટબીન માં ફેંકવા જાય છે ત્યારે એ કોઈ છોકરા સાથે અથડાય છે અને એ છોકરો એને પડતા બચાવે છે. નતાશા અને તે છોકરા નો ફિલ્મી સીન થયા બાદ રિમા એ છોકરા વિસે નતાશા ને પૂછે છે ત્યારે નતાશા મોઢું મચકોડતા એ છોકરો એના સાથે કોલેજ માં ભણે છે અને તેનું નામ માહિર છે આટલું કહી વાત પૂરી કરી નાખે છે.
હવે આગળ...... 


માહિર 

"બે યાર આ અહીંયા પણ મળી ..."  શિવ મંદિર ની બહાર નીકળતા ફોન માં રિશી સાથે વાત કરતા હું બોલ્યો. 
"કોણ , પેલી શીના...?"
"અરે ના ના , નતાશા. એ જ નતાશા જેને મેં તમારા લોકો ના કહેવા પર ડેટ માટે પૂછ્યું હતું. ."

"અને પહેલી ડેટ પર જ એણે તને પાગલ કહ્યો હતો , સાઇકો પણ કહ્યો હતો  અને..." રિશીને મેં બોલતા અટકાવ્યો , "હા એ જ .... પોતે જ સાઇકો છે ને મને કહે છે. છોડ એને તું તૈયાર છે ને હું સાત મિનિટ માં તારા ઘર નીચે ઉભો હોઈશ ."

"હા , ભાઈ તું આવ હું તૈયાર જ બેઠો છું." રિશી એ ફોન કટ કર્યો .

હું બાઇક લઈ તેના ઘર તરફ નીકળી પડ્યો. 

***

" ક્યાં છે તું  સાડા દસ થયા અને છેલ્લી 20 મિનિટ થી તું મને કહે છે બસ પંહોચ્યો."  ફોન માં ગુસ્સો કરતા રિશી બોલ્યો.

"આવી ગયો , બસ આવી ગયો , સામે જો....." હું તેના ઘર થી લગભગ 60 - 80 મીટર દૂરી પર હતો.

"ક્યાં હતો , અને 100 વખત કીધું છે બાઇક ચલાવતા સમયે ભાઈ હેલમેટ પહેરો , અને ફોન માં તો વાત બિલકુલ ન કરો." મને ટપલી મારતા એ બોલ્યો.

"ફોન  ન ઉઠાવું તો તું જ મારા પર ગુસ્સો કરે અને ઉઠાવવું તો પણ. છોડ આ જો." મેં ખભે લટકાવેલ બેગ આગળ લીધું અને તેમાંથી બ્લુટુથ હેડફોન બહાર કાઢ્યા.

"આ અત્યારે ખરીદ્યા ?" 

"હા , કેટલા દિવસ થી ઈચ્છા હતી આજે એ શોપ પાસે થી નીકળ્યો તો શિવરાત્રી સ્પેશ્યલ ઓફર માં હતા તો ખરીદી લીધા. .... " ફરી બેગ માં રાખતા હું બોલ્યો , " ચાલ હવે બેસી જા મોડું નહીં થતું."

રિશી મારી પાછળ બેઠો . અમે થોડા આગળ નીકળ્યા ત્યાં એ બોલ્યો , " તે મને કહ્યું હતું કે મોડું ના કરજે હું અડધો કલાક થી મારા ઘર ની બહાર ઉભો હતો. તારે લેટ થવા નું હતું તો એક કોલ કરી ને તો જણાવી દે માણસ." 

"ઓહ હો રાધા રુઠી ગઈ ? અરે યાર છેલ્લા 1 મહિના થી મારે આ હેડફોન લેવા ની ઈચ્છા હતી, આજે ઓફર માં જોયા તો લેવા ઉભી ગયો હું." અમદાવાદ ના ટ્રાફિક ને પાછળ છોડતા અમે શહેર ની બહાર તરફ નીકળ્યા.

" તને ઈચ્છા હતી , હંમેશા બધી વાત માં હું પણું જ આવે તારું..." રિશી ગુસ્સે થતા બોલ્યો. પણ પાસે થી નીકળતી ટ્રેન ના અવાજ માં તેનો અવાજ દબાઈ ગયો.
અને માહિરે કશું સાંભળ્યું નહિ.
 
પછી ની દશ મિનિટ માહિર કે રિશી બંને માંથી કોઈ કાંઈ ન બોલ્યું. શહેર ની બહાર રેલવે ટ્રેક પાસે રહેતી વસ્તી પાસે માહિર એ બાઇક ઉભું રાખ્યું."ચાલ ભાઈ પહોંચી ગયા. આપણે જે  સાફ સુથરા શહેર માં રહીએ છીએ ને એનો બધો કચરો એકઠો કરીએ ત્યાં આ લોકો દરરોજ શ્વાસ લે છે. તો ભી એમને કશો વાંધો નથી. અને આપણને દરેક નાની વાત ની સમસ્યા છે ."

"પણ આજે જ કેમ અહીંયા આવ્યા આપણે ?"  રિશી એ આજુબાજુ ની ઝૂંપડપટ્ટીઓ તરફ નજર ફેરવતો બોલ્યો.

"આજે દરેક લોકો શિવ ભગવાન ને ખુશ કરવા માં બીઝી છે તો મેં વિચાર્યું કે આપણે માનવતા માણીએ થોડી.  
મેં નક્કી કર્યું છે કે દર રવિવારે હું અહીંયા આવીશ અને અહીંયા ના બાળકો ને ફ્રી ટ્યુશન આપીશ. " 

"મતલબ મોટા થઈ એ પણ આપણી જેમ ડીગ્રી મેળવી ને ભણેલ ગણેલ બેરોજગાર બની ને ઘરે બેઠા રહે." દેશ ની હાલાત પર કટાક્ષ કરતા રિશી બોલ્યો.

"ના , ડીગ્રી મેળવે કે નહીં એ મને નહીં ખબર બસ જે કામ કરે તે એ લોકો માં થોડી સાક્ષરતા હોવી જરૂરી છે જેથી કરી કોઈ વ્યક્તિ એમનું શોષણ ન કરી જાય." હું થોડો સિરિયસ બનતા બોલ્યો.

"ઓકે ચાલો , પહેલા આજે જે કરવા આવ્યા છીએ તે કરીએ." કહેતા રિશી  થોડો આગળ વધ્યો.

ત્યાં ખુલ્લા મેદાન માં 20 - 30 ઝુંપડીઓ અને ક્યાંક બહાર ટાયર થી રમતા છોકરાઓ , ક્યાંક ઝુંપડી ની બહાર એકઠી થઈ ગોદડી સિવતી બહેનો. અને ક્યાંક દૂર થી ચાલી ને આવતી 1 ફેમિલી જેમના કપડાં મેલા અને અનેક સાંધા વાળા , વાળ વિખરાયેલા અને ચેહરા પર બિચાડા હોવા ની રેખાઓ.

"આ એ લોકો છે જે ટ્રેન અને સ્ટેશન  પર ભીખ માંગે છે , જેમને પોતાની ની બધી મેહનત લોકો પાસે રૂપિયા માંગવા માં લગાવી દીધી છે. એમના શરીર ના બધા અંગો સહી સલામત છે તો પણ કોઈક વખત અપંગ હોવા નો ઢોંગ કરી અને કામ કરવા ની આળસ માં આત્મસમ્માન ને મારી લોકો સામે હાથ ફેલાવે છે. 
અને રિશી તું માનીશ નહીં એ લોકો અહીંયા રહેતા અને મેહનત કરી ને કમાતા લોકો કરતા વધુ કમાઈ છે. " સાંભળતા જ રિશી ચાલતા ચાલતા અટક્યો.

"એટલે જ લોકો હવે કામ છોડી આ ભીખ માંગવા નો ધંધો કરવા લાગ્યા છે." રિશી એ તે લોકો સામે દૂર થી મોઢું  મચકોડયું.

"પુરી રીતે સારા અને સાજા માણસો ને ભીખ આપવા કરતા મજૂરી કરતા અને મહેનત થી કમાતા લોકો ને તમે બે રૂપિયા વધુ આપશો તો વધુ પુણ્ય મળશે મારા ભાઈ. આ જ વાત હું દુનિયા ના દરેક લોકો ને સમજાવવા માંગુ છું. " 

"અને મંદિર અને મૂર્તિ સામે ચઢાવતા પૈસા ....?" રિશી મારી સામે જોઈ બોલ્યો.

" એ પણ ખોટા જ છે ને , ભગવાન ને ક્યાં પૈસા ની જરૂર છે ભગવાન તો બસ આપણા પ્રેમ ના ભૂખ્યા છે .પણ ના આપણે તો ભગવાન ને સરકારી કર્મચારી બનાવી દીધા છે ને , હે ભગવાન આ કામ કરી આપજો 51 રૂપિયા ચઢાવીશ." વ્યંગ સાંભળતા રિશી હસ્યો અને હું પણ.


અને ત્યાં રહેતા લોકો વચ્ચે પહોંચ્યા. બેગ માંથી થોડી ચોલેટ્સ , બિસ્કીટ્સ અને વેફર્સ કાઢ્યા. ત્યાં રમતા છોકરાઓ ને એકઠા કર્યા. અને બધા ને વેંહચ્યા. 
ત્યાર બાદ ટોળું વળી અમે લોકો ત્યાં રેલવે ટ્રેક પાસે નીચે બેઠા.
છોકરાઓ સાથે થોડી વાતોચિતો કરી , થોડી મસ્તી કરી. અને ત્યાર બાદ શિવ ભગવાન અને શિવરાત્રી વિસે પૂછ્યું. ત્યાં રહેતા 70% છોકરાઓ અને છોકરીઓ ને શિવરાત્રી નું મહત્વ અને શિવ ભગવાન વિસે ખાસ્સી જાણકારી હતી. 
ધન્ય છે એમને અને તેમના માતાપિતા ને. જે લોકો આખો દિવસ તનતોડ મહેનત કર્યા બાદ પણ તેમના બાળકો ને સારા સંસ્કાર આપે છે.


થોડો સમય તેમની સાથે વિતાવ્યા બાદ અમે ત્યાં થી નીકળ્યા. ત્યાં જ રિશી બોલ્યો , "ભાઈ દર રવિવારે હું પણ તારી સાથે અહીંયા આવિશ , ફ્રી માં ટ્યુશન આપવા."

"તું તો આવીશ પણ શું આ લોકો આપણી પાસે  ટ્યુશન લેશે ? જ્યાં સંસ્કાર હોય ત્યાં ભણતર અને સાક્ષરતા હોય એવું જરૂરી નથી હોતું. આજે પણ મજૂર નો દીકરો મજૂરી જ કરતો હોય એવા કિસ્સાઓ ના ઢગલા છે."
હું મુંજવાતા બોલ્યો. 

"આવશે આવશે એ લોકો , નો વરી." રિશી એ મને આશ્વાસન આપ્યું. " હવે ઘરે ચાલ પેલી મિસ રિના નું અસાઈમેન્ટ નહીં કરીએ ને તો કાલે ક્લાસ અટેન્ડ નહીં કરવા દે એ. અને ઉપર થી ફેઈલ કરશે એ અલગ. "

"હું તો નહીં કરવા નો એનું એસાઈમેન્ટ." બાઇક સ્ટાર્ટ કરતા હું બોલ્યો.

"નેક્સ્ટ વિક થી એક્ઝામ છે. લાસ્ટ માં રિઝલ્ટ માં કેટી આવે અને ડીગ્રી લેટ મળે એના કરતા કરી લો. હજુ એક વર્ષ એને સહન કરવી પડશે. પછી તો આપણે આઝાદ પરીન્દા. " હવા માં હાથ ફેલાવતા રિશી બોલ્યો.

અને મેં બાઇક ની સ્પીડ 80 સુધી પહોંચાડી.


કેવી રીતે મળશે રિમા અને માહિર ? નતાશા અને માહિર નો શું સીન છે આ સ્ટોરી માં ? 
જાણવા માટે વાંચતા રહો
લવ ,લાઈફ અને કન્ફ્યુઝન.