SANGATH 13 - Conclusion books and stories free download online pdf in Gujarati

સંગાથ 13 (અંતિમ પડાવ)

સંગાથ – 13 (અંતિમ પડાવ)

કોલેજમાં સાથે અભ્યાસ કરતા પ્રત્યુષ અને જાહ્નવી વચ્ચે પાંગરેલો પ્રણય લગ્નજીવન સુધી પહોંચતા ખૂબ મુશ્કેલ પરિસ્થિતોનો સામનો કરતા પરિવારની વિરુધ્ધ જઈ લગ્નની મંજીલ સુધી પહોંચે છે. લગ્ન પછી બંનેના જીવનમાં વારંવાર ઊભા થતા નાના મોટા પ્રશ્નોમાં તેમનું જીવન દુ:ખદાયક બની જાય છે. પોતાની પત્ની જાહ્નવી ના મળતા તેને શોધવા નીકળેલા પ્રત્યુષને જાહ્નવી માટેના સાચા પ્રેમનો અહેસાસ થાય છે. પ્રત્યુષને પોલીસ સ્ટેશનમાં બોલાવી કોઇ અજાણી લેડીએ રેલવે ટ્રેક પર સુસાઇડ કર્યાના સમાચાર આપવામાં આવે છે અને સાથે તે શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે કે કદાચ તે લેડી જાહ્નવી તો નહીં હોય ને..! હોસ્પિટલમાં રહેલી ડેડ બોડીની ઓળખ કરવી મુશ્કેલ બને તે રીતે ભયાનક અકસ્માત થયો હતો, પણ પ્રત્યુષ જાહ્નવીના કપડા અને તેની વસ્તુઓ અને તેના હાથમાં તેણે ગીફ્ટમાં આપેલ રીંગ જોઇ તે ડેડ બોડી જાહ્નવીની જ છે તે ઓળખ કરી શકે છે. જાહ્નવીના મૃત્યુથી પ્રત્યુષ સાવ ભાંગી પડે છે. જાહ્નવીથી દૂર થયા પછી ભાંગી પડેલ પ્રત્યુષ દારુના નશામાં ધૂત રહે છે. એક દિવસ દારુના નશામાં ટ્રાફિકવાળા રોડના સામે છેડે જાહ્નવી જેવી જ દેખાતી યુવતીને જોઇ તેની તરફ દોડી જવા કરે છે, પણ દારુના નશામાં અકસ્માત થતાં તે રોડ પર અર્ધ બેભાનાવ્સ્થામાં પડી રહે છે. જાહ્નવી જેવી દેખાતી યુવતીના આગ્રહથી પ્રત્યુષને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે, પણ પેલી યુવતીને પ્રત્યુષ પ્રત્યે કોઇ અકળ આકર્ષણ લાગે છે. પ્રત્યુષના એક્સીડેન્ટના સમાચાર મળતા તેના મિત્રો હોસ્પિટલ દોડી આવે છે. ભાનમાં આવ્યા પછી પણ પ્રત્યુષના મનમાં પેલી જાહ્નવી જેવી યુવતીના જ વિચાર આવ્યા કરે છે. હોસ્પિટલના સીસીટીવી ફુટેજની મદદથી જાહ્નવી જેવી દેખાતી પેલી યુવતીના ઘરનું એડ્રેસ જાણી પ્રત્યુષ અને તેના મિત્રો તે યુવતીના ઘરે પહોંચે છે, જ્યાં તેમને ઘર માલિક મેજર પ્રકાશ મજમુદાર જણાવે છે કે જાહ્નવી જેવી દેખાતી તે યુવતી મેજરની દીકરી જયના છે. ઘણી આશાઓ સાથે આવેલા પ્રત્યુષ ઉદાસ થઈ જાય છે. મેજરના ઘરેથી નીકળી પ્રત્યુષ અને તેના મિત્રો જયનાની પાછળ એક ડ્રેસની શોપમાં પહોંચે છે, જ્યાં પ્રત્યુષના આશ્ચર્ય વચ્ચે તે યુવતી જયના બિલકુલ જાહ્નવીના પસંદનો જ ડ્રેસ પસંદ કરે છે. આ તરફ મેજરના પત્ની તેમને કોઇ વાત કરવા પ્રયત્ન કરે છે, જે વાત કોઇ મોટા રહસ્ય પરથી પરદો ઉઠાવશે. હવે આગળ વાર્તા માણીએ....

મેજર પોતાની પત્નીના મૌન ચહેરા તરફ જોવા હિંમત કરી શકતા નહતા. રુમમાં ક્યાંય સુધી મૌન છવાઇ રહ્યું.

“ડૉન્ટ ઇગ્નોર ધ રીયાલીટી...!” મેજરના પત્નીએ મેજરને કહ્યું.

“આઇ ડૉન્ટ..!” મેજરે ટૂંકમાં જ જવાબ વાળ્યો.

“તમે જાણો છો આ તમે શું કરી રહ્યા છો..?” મેજરની પત્નીએ મેજરના હાથમાં રાખેલા ન્યુઝ પેપરને ખેંચી લઈ સવાલ કર્યો.

“મેં શું કર્યું..?” મેજરે અજાણ્યા બનવા ઢોંગ કરતા કહ્યું.

આ તરફ જયના શોપમાંથી બહાર નીકળી ગઈ. તેની પાછળ પ્રત્યુષ અને તેના ફ્રેન્ડ્સ જવા કરે છે, ત્યાં જ પ્રત્યુષને તેનો મોબાઇલ યાદ આવે છે. તેણે તેના બધા ખીસ્સા ચકાસી જોયા, પણ મોબાઇલ મળ્યો નહીં.

“શું શોધે છે..?” શ્વેતાએ પ્રત્યુષને સવાલ કર્યો.

“મારો મોબાઇલ...અરે તે તો ત્યાં મેજરના ઘરમાં જ રહી ગયો..!” પ્રત્યુષે યાદ આવતા જવાબ આપ્યો.

“પ્લીઝ યાર, હવે તે ખડુસ મેજરના ઘરે પાછા નહીં જવું હોં..!” સુમિતે ગભરાતા સ્વરે કહ્યું.

“અરે પણ તે મોબાઇલ પચ્ચીસ હજારનો છે, એમ કાંઇ થોડો જવા દેવાય..?” કાર્તિકે હળવા મજાકના મૂડમાં કહ્યું.

“યાર, લાઇફ ઇમ્પોર્ટેન્ટ છે કે મોબાઇલ..? આઇ’મ ડેમ શ્યોર ધીસ ટાઇમ હી વીલ કીલ મી..!” સુમિતે તેના મનમાં રહેલી સંભાવના વ્યક્ત કરતા કહ્યું.

બધા મિત્રો ફરીથી મેજરના ઘરે મોબાઇલ લેવા જાય છે.

“શું કર્યું..? આ તમે પૂછો છો..?” મેજરના પત્નીએ મેજરને સામો સવાલ કર્યો.

“આઇ ડૉન્ટ થીંક આઇ’વ ડન એનીથીંગ રોંગ..!” મેજરે દીવાલ પર રાખેલા પોતાના દીકરાના ફોટા તરફ જોતા કહ્યું.

“યુ લાઇડ બીફોર ધેટ યંગ મેન. તમે જયના વિશે બધું જ જાણો છો, તો પણ તમે તેના હસબન્ડ આગળ જૂઠુ બોલ્યા..!” મેજરના પત્નીએ સાફ શબ્દોમાં વાત કરતા કહ્યું.

“માઇન્ડ વેલ....શી’ઝ જયના...એન્ડ શી’ઝ માય ડૉટર..!” મેજરે ભારપૂર્વક શબ્દો ઉચ્ચારતા કહ્યું.

“આમ બૂમો પાડવાથી પણ સાચી વાત નહીં બદલાય..!” મેજરના પત્નીએ શાંત શબ્દોમાં કહ્યું.

મેજરની આંખો સજળ બની. તેની નજર સમક્ષ ભૂતકાળના દ્રશ્યો ઉભરાયા. તે ઢળતી સાંજે મુંબઇથી રીટર્ન આવ્યા પછી મેજર બરોડા રેલવે સ્ટેશને ચાલતા આગળ આવી રહ્યા. રેલવે પ્લેટફોર્મથી આવવાને બદલે શોર્ટકટના રસ્તે આવવા મેજર રેલવે ટ્રેકની સાઇડમાં આગળ ચાલતા રહ્યા. અચાનક તેમના કાને કોઇના ઊંહકારા સંભળાયા. આસપાસ ઘણી નજર કરવા છતાંયે કાંઇ દેખાયું નહીં. થોડે દૂર રેલવે ટ્રેકની સાઇડના ખાડા જેવા ભાગમાં બે જેટલા પુરુષો અને એક સ્ત્રીએ કોઇ લેડીને બળજબરીપૂર્વક મોં દબાવી પકડી રાખી હતી. સંજોગવશાત બંને લેડીના એકસરખા જ કપડા પહેરેલા હતા. મેજરે જોરથી બૂમ પાડતા તે બે યુવકો મેજર તરફ ધસી ગયા. તેમણે મેજરને ચપ્પુ બતાવી ત્યાંથી ભાગી જવા કહ્યું, પણ મેજરે બોર્ડર પર ભલભલા દુશમનોને ધૂળ ચાટતા કર્યા હતા તો આ લબરમૂછીયાની શી વિસાત..! એક જોરદાર ઝાપટથી તે યુવકના હાથમાંનું ચપ્પુ ક્યાંય ફેંકાઇ પડ્યું. આ તરફ પેલી લેડીને બે સાથીદાર સાથેની યુવતી એક તરફ ખેંચી ગઈ અને તેની પાસેથી તેનું પર્સ અને હાથમાં પહેરેલી વીંટી અને કાનની એરીંગ્ઝ કઢાવી જાતે પહેરી લીધી. ક્યાંય સુધી તે લેડી પેલી યુવતીને પોતાનું પર્સ લઇ જવા દેતી નથી અને પર્સને મજબૂતાઇથી પકડી રાખી પાછળ ખેંચાય છે, પણ તે યુવતીતે લેડીને જોરદાર ધક્કો મારી દૂર ફંગોળી દે છે, જેનાથી તે લેડીનું માથુ જોરથી રેલવે ટ્રેક સાથે અથડાય છે, જેનાથી તે બેભાન થઈ ઢળી પડે છે. આ જોઇ મેજર તે લેડી તરફ દોડ્યા આવે છે. આ તકનો લાભ લઈ બંને ગુંડાઓ ત્યાંથી ભાગી છૂટે છે.

મેજર પેલા બંને ગુંડા સાથેની જોડીદાર યુવતી તરફ દોડી તેને બૂમ પાડી રોકવા કરે છે, પણ પર્સ અને ઘરેણા લૂંટી ભાગતી યુવતી મેજરના ડરે પાછળ જોઇ ભાગતી રહે છે, અને સામેથી અચાનક આવતી એક્સપ્રેસ ટ્રેઈન જોઇ ના શકતા તે ટ્રેઇન નીચે કચડાઇ જાય છે. આ તરફ રેલવે ટ્રેક સાથે અથડાઇ બેભાન થયેલી લેડીના માથામાંથી ઘણું લોહી વહેતું જાય છે. મેજર તત્કાળ તે લેડીને હોસ્પિટલ લઈ જાય છે, જ્યાં ઘણી ટ્રીટમેન્ટ કરવા છતાંયે તે લેડી પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે. પોતાનો એકમાત્ર દીકરો દેશ માટે શહીદ થયા પછી પોતાની પત્ની સાથે દુનિયાથી અલગ પડીને જીવતા મેજરના જીવનમાં આ લેડી એક નવી આશા લઈ આવી. મેજરને તે લેડીમાં પોતાની દીકરી હોવાનો ભાસ થયો અને આ અજાણ્યા લાગણીના તંતુને નવું નામ જયના આપી હંમેશા પોતાની સાથે જ રાખવા મેજરે નિર્ધાર કર્યો. આજે આટલા મહિનાઓ પછી અચાનક તેણે આપેલ જયના નામની વાસ્તવિકતા જાહ્નવી સામે આવતા મેજર વાસ્તવિકતાથી દૂર ભાગવા પ્રયત્નો કરે છે. હવે તે વાસ્તવિકતા જાણી ગયા કે જયના એ જ જાહ્નવી છે..! મેજર ભૂતકાળથી વર્તમાનમાં પાછા ફર્યા.

“ના....ના...ના....આ મારી દીકરી જયના જ છે....આટલા સમય પછી આમ કોઇ આવી જઈ મને કહે કે તે જયના નહીં પણ જાહ્નવી છે, તો કાંઇ એમ હું થોડું માની લઉં..! શી’ઝ માય ડૉટર જયના, એન્ડ આઇ વૉન્ટ લીવ હર. ધેટ્સ ફાઇનલ..!” મેજરે પોતાના મનની વિમાસણને શબ્દો વડે દબાવતા તેના પત્ની આગળ ઇચ્છા વ્યક્ત કરી.

“હું તમારી સીચ્યુએશન સમજી શકું છું, ઇવન આઇ હેવ એટેચમેન્ટ ફોર હર....બટ વી કાન્ટ ફેસ ઑફ ફ્રોમ રીયાલીટી...શી’ઝ જાહ્નવી. જરા તેના હસબન્ડ વિશે પણ વિચારો... તે કઈ સ્થિતીમાં...” ખુલ્લા દરવાજા પાસે રાખેલા ફ્લાવર વાસ પછડાવાના અવાજ સાથે મેજરના પત્ની અધૂરા શબ્દે તે તરફ નજર કરે છે. દરવાજે પ્રત્યુષને જોઇ મેજર પણ અવાક થઈ જાય છે. પ્રત્યુષની આંખોમાંથી આંસુની ધાર વહેતી જાય છે. રુમમાં ચીર શાંતિ વ્યાપી રહે છે. રડતા પ્રત્યુષને તેના મિત્રોએ સંભાળવા કોશીશ કરી, પણ તે શાંત ના રહ્યો ત્યારે મેજરના પત્નીએ પ્રત્યુષને શાંત રાખવા કર્યું. પ્રત્યુષની આંસુ નીતરતી આંખો સામે નજર મેળવી જોવા પણ મેજરની હિંમત થઈ રહી ના હતી.

મેજરના પત્નીએ મેજરને હિંમત આપતા મેજર પ્રત્યુષને બોલ્યા, “આઇ’મ સૉરી, બટ...” મેજરના શબ્દો અધવચ્ચે અટકાવતા પ્રત્યુષે હાથ જોડી મેજરને કહ્યું, “પ્લીઝ સર.... આઇ શુડ સે થેંક યુ....તમે ના હોત તો મારી જાહ્નવી પણ કદાચ.....મારા જીવન પર તમારો ઘણો મોટો ઉપકાર છે..!” મેજર સમક્ષ હાથ જોડી નતમસ્તક બેઠેલા પ્રત્યુષ અને તેની ચોધાર રડતી આંખો જોઇ મેજર ઇચ્છવા છતાંયે તેમની જયનાને લઈ જવા ના કહી શક્યા નહીં. તેમણે પ્રત્યુષ સમક્ષ જાહ્નવીથી જયના બનવા સુધીની યાત્રા વર્ણવી. બધાની જાણ બહાર આ યાત્રાનું વર્ણન માત્ર પ્રત્યુષ અને તેના ફ્રેન્ડ્સ જ નહીં, પણ દરવાજે આવેલી જયના પણ ચૂપચાપ સાંભળી રહી હતી. પોતાના અસ્તિત્વની વાસ્તવિકતા અને ભૂલાયેલી યાદશક્તિની વાત સાંભળતા જયના દરવાજે જ ઢળી પડી..!

આ જોઇ બધા તે તરફ દોડી ગયા અને જયનાને તત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. અચાનક મળેલા શૉકથી જયના પર ઘણી નેગેટીવ અસર થઈ. કેટલાય કલાકો પછી પણ જયના ભાનમાં ન આવતા પ્રત્યુષ સાવ ભાંગી પડ્યો. પોતે જાણે ફરી મળેલી જાહ્નવીને ગુમાવી રહ્યા હોવાનો અજ્ઞાત ડર પ્રત્યુષના મનને કોરી ખાવા લાગ્યો. હવે તો પ્રત્યુષ પણ મનોમન પોતાને જાહ્નવી માટે અનલકી અને અપશુકનીયાળ માનવા લાગ્યો.

“આઇ’મ રીસ્પોન્સીબલ ફોર હર સીચ્યુએશન..!” હોસ્પિટલના આઇ.સી.યુ. બહાર બેઠેલા પ્રત્યુષે રડતા રડતા પોતાની જાતને કોસતા કહ્યું.

“નો પ્રત્યુષ, યુ આર રીસપોન્સીબલ ફોર હર લાઇફ. જાહ્નવી માત્ર તારા પ્રેમના બળે જ આટલી મુશ્કેલીઓથી બહાર આવી શકી છે અને આજે પણ તારા પ્રેમની તાકાતથી જ તે સાવ સાજી થઈ જશે..!” શ્વેતાએ પ્રત્યુષને હિંમત આપતા કહ્યું.

ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર જયનાની સીચ્યુએશન વધુ ક્રિટીકલ થતી રહે છે. તેમને જયના કૉમામાં ના જાય તે બીક રહે છે. જયનાની બોડી કોઇપણ ટ્રીટમેન્ટને રીસ્પોન્સ આપતી નથી. બહાર બેઠેલો પ્રત્યુષ મેજરની પાસે જાય છે.

“સર, આઇ’મ સૉરી, આ બધું માત્ર મારા કારણે જ થયું છે. હું જાહ્નવીની લાઇફમાં પાછો આવ્યો જ ના હોત તો સારુ હોત....સર, આઇ પ્રોમિસ યુ તેના ભાનમાં આવતા જ હું કાયમ બધાથી બહુ દૂર ચાલ્યો જઈશ અને તે હંમેશા તમારી દીકરી જયના બનીને જ રહેશે..!” પ્રત્યુષના આ શબ્દો સાંભળી સૌ કોઇ આશ્ચર્યમાં પડે છે. સાચા પ્રેમમાં રહેલો ત્યાગભાવ બંને પક્ષે જોવા મળે છે.

પ્રત્યુષના આગ્રહથી ડૉક્ટર્સ તેને આઇ.સી.યુ.માં આવવા પરમીશન આપે છે. જાહ્નવીની એક ઝલક જોવા પાગલની જેમ મથતા પ્રત્યુષની નજર સમક્ષ તેની જાહ્નવી હતી, છતાંયે તેના ચહેરા પર ગ્લાનિ અને વિશાદની રેખાઓ હતી. જાહ્નવીના હાર્ટ બીટ્સ ધીમે ધીમે ઘટતા જાય છે, ડૉક્ટર્સ તેને રીકવર કરવા મથતા રહે છે, ત્યાં જ પ્રત્યુષનો હાથ બેડ પર સૂતેલી જાહ્નવીના હાથે સ્પર્શે છે. તેનો સ્પર્શ થતાં જ જાણે જાહ્નવીની મંદ થયેલી હાર્ટ બીટ્સ ફરી રેગ્યુલર થવા લાગે છે. ડૉક્ટર્સના ધ્યાનમાં પણ આ ચમત્કાર આવે છે. પ્રત્યુષના સ્પર્શ માત્રથી જાહ્નવીની બોડી ડૉક્ટર્સની ટ્રીટમેન્ટને રીએક્ટ કરવા લાગે છે. બધાના આશ્ચર્ય સાથે જાહ્નવી તેની આંખો ખોલે છે. તે કોઇપણ શબ્દ બોલ્યા વિના ઘડીભર પ્રત્યુષ સામે તાકી રહે છે, પછી આંખ બંધ કરી સૂઇ જાય છે. ડૉક્ટર્સ પ્રત્યુષને આઇ.સી.યુ.થી બહાર લઈ જાય છે. બહાર સૌ કોઇ ડૉક્ટરના રીએક્શનની રાહ જુએ છે.

“ઇટ્સ રીયલી અ મીરેકલ. પ્રત્યુષના સ્પર્શ માત્રથી પેશન્ટની હાલત સુધરવા લાગી અને પેશન્ટ ભાનમાં પણ આવ્યા..!” આઇ.સી.યુ. બહાર આવેલા ડોક્ટરે જણાવ્યું.

“સર,પણ હવે જયનાને કેમ છે..?” મેજરે ઉતાવળે પૂછ્યું.

“નાઉ શી’ઝ આઉટ ઑફ ડેન્જર. બસ હમણાં થોડીવારમાં જ તેમને આઇ.સી.યુ.માંથી રીકવરી રુમમાં શીફ્ટ કરાશે.” ડૉક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું. ડૉક્ટરના શબ્દો સાંભળી સૌના જીવમાં જીવ આવ્યો. થોડીવારમાં જ જાહ્નવીને રીકવરી રુમમાં શીફ્ટ કરવામાં આવી. સૌ કોઇ જાહ્નવીની આસપાસ વીંટળાઈ ઊભા રહી ગયા. તે આખી રાત પ્રત્યુષ જાહ્નવીના બેડ પાસે સતત જાગતા રહી ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો.

બીજા દિવસે સવારે જાહ્નવીને ભાન આવવા લાગ્યું. તે જોઇ પ્રત્યુષ દોડતા ડૉક્ટરને બોલાવી આવ્યો. જાહ્નવીની આસપાસ સૌ કોઇ આવી ગયા. જાહ્નવીએ ધીમે ધીમે આંખ ખોલી. તેણે આસપાસ ઊભેલા સૌ કોઇને જોયા. બે ઘડી તેની નજર પ્રત્યુષના ચહેરા પર થંભી ગઈ અને પછી તરત તેણે મેજર સામે જોયું.

“જયના...હાઉ આર યુ નાવ...?” મેજરે જયનાના માથે હાથ ફેરવતા પૂછ્યું.

“આઇ’મ ફાઇન નાવ..!” મેજરના સવાલનો હળવેથી જવાબ આપ્યો.

“મને તમે દૂર તો નહીં કરો ને...?” જયનાએ મેજરને સવાલ કર્યો.

“નેવર માય ચાઇલ્ડ...આઇ વૉન્ટ લેટ યુ ગો એવર..!” આંસુભરી આંખે મેજરે જયનાને જવાબ આપ્યો.

જયનાનો જવાબ સાંભળી નિરાશ ચહેરે પ્રત્યુષ ચૂપચાપ રુમમાંથી બહાર નીકળવા કરે છે. તેને જયના હોશમાં આવ્યાની ખુશી પણ છે અને સાથે જાહ્નવી હોશમાં ના આવ્યાનો ગમ પણ છે. તેની નજર સમક્ષ તેની જીંદગી હોવા છતાં તે જાણે તે જીંદગીથી દૂર થઈ રહ્યો હતો. તેના દરેક આગળ વધતા ડગલે તેણે જાહ્નવી સાથે કરેલ અયોગ્ય વર્તાવ નજર સમક્ષ દેખાયો અને તે દરેક અયોગ્ય વર્તાવ બાબતે તેને ભારોભાર પસ્તાવો રહ્યો હતો. તે મનોમન વિચારતો રહ્યો કે તેના ખોટા વર્તન માટે તેના માટે આજ સજા રહી કે તેની સમક્ષ તેના જીવનનું અમૃત હોવા છતાંયે તે જીવનના એક એક ટીપાં માટે તરસતો જઈ રહ્યો હતો. તેનો સૂકાયેલો જીવન રસ ક્ષણિક જીવંત થઈ ફરી તેનાથી દૂર થઈ રહ્યો હતો, તેમ છતાં તેને જયનાના સાજા થવાની ખુશી પણ હતી. તે ધીમે ધીમે રુમની બહાર નીકળવા જાય છે, તેમ તેમ તેના કાને રુમમાં આવતો જયનાનો મીઠો અવાજ કાનમાં વધુ ગૂંજ્યા કરતો રહ્યો. જે જીવન રસ માટે સદાય તરસતો રહ્યો તે જીવનરસને આજે જાતે જ મૂકી દૂર જઈ રહેલા પ્રત્યુષની મનોસ્થિતી ખૂબ દુ:ખદાયક બની. જાહ્નવી સાથે બસ સ્ટેશનની પહેલી મુલાકાતથી લઈને તેના ઘરે કન્વીન્સ કરવા માટેના પ્રયત્નો અને જાતે મેરેજ કરી લેવાની તે પળ, જાહ્નવીને સદાય સૌભાગ્યવતી બનાવી પોતાની જીવનસંગીની કરવાની ક્ષણ અને જાહ્નવીમય જીવનમાં આવેલી નાની નાની બાબતોનું વિકરાળ સ્વરૂપ અને છેવટે જાહ્નવીથી થયેલી જુદાઇ અને જાહ્નવીને શોધવા કરેલા પ્રયત્નોની સફર તેની નજર સમક્ષ આ દરેક ક્ષણમાં ઉપસી રહી. આંસુ નીતરતી આંખે રીકવરી રુમની બહાર નીકળતા પ્રત્યુષનું મન ફરી ફરીવાર તેની જાહ્નવીને જોઇ લેવા કર્યું, પણ તેણે મનોમન વિચાર્યું કે જાહ્નવીને જોયા પછી હવે તે તેનાથી દૂર નહીં જઇ શકે.

મન મક્કમ કરી પ્રત્યુષ રુમ બહાર જવા કરે છે, ત્યાં જ તેના કાને એક મધુર પરિચિત કર્ણપ્રિય અવાજ સંભળાયો, “પ્રત્યુષ, ક્યાં જાઓ છો..?” ઘડીભર પ્રત્યુષને આ અવાજ કોઇ ભ્રમ થયો હોવા લાગ્યું.

“પ્રત્યુષ, મને આમ મૂકી ક્યાં જાઓ છો..?” ફરી આ મધુર અવાજ પ્રત્યુષના કાને પડતાં જ તેના પગ રુમ બહાર ના નીકળતા ત્યાં જ સ્થિર થઈ ગયા. તેનું હ્રદય બમણી ગતિએ ધબકવા લાગ્યું. પોતે ક્યાંક આ સપનું તો જોઇ રહ્યો નથી ને તેવા અજ્ઞાત ડર સાથે ધીમેથી તે પાછળ ફર્યો. આ કોઇ સ્વપ્ન નહીં, પણ વાસ્તવિકતા જ રહી. તેની જાહ્નવી તેને બોલાવી રહી હતી. અશ્રુભરી આંખે તે તેની જાહ્નવી તરફ દોડી ગયો.

“જાહ્નવી, તને બધું યાદ....તુ...જાહ્નવી...!” તૂટક શબ્દોથી પ્રત્યુષ પોતાના મનના ભાવ એકસાથે રજૂ કરવા કરે છે.

“હા પ્રત્યુષ, તારી જાહ્નવી પાછી આવી ગઈ...હવે ક્યારેય મને તારાથી દૂર ના થવા દઈશ..!” જાહ્નવીએ પ્રત્યુષનો હાથ મજબૂતીથી પકડતા કહ્યું.

પાસે ઉભેલા સૌ કોઇની આંખ સજલ બની. મેજર તરફ જોઇ જાહ્નવી બોલી, “ભલે જાહ્નવી પાછી આવી ગઈ, પણ તમારી જયના ક્યાંય ગઈ નથી હોં...!” જાહ્નવીના આ શબ્દો સાંભળી મેજરે પ્રેમપૂર્વક જાહ્નવીના માથે હાથ ફેરવી તેને આશીર્વાદ આપ્યા.

થોડા દિવસોમાં જ જાહ્નવી સાવ સાજી થઈ ગઈ. મેજરે જાહ્નવી અને પ્રત્યુષના ફરી મેરેજ કરાવ્યા અને જાહ્નવી અને પ્રત્યુષ ફરી સદાય માટે એક થઈ ગયા. તેમનું જીવન ખુશીઓથી ભરાઇ રહ્યું. મેરેજ થયાની બીજી સવારે પ્રત્યુષ સ્નાન કરી ડ્રોઇંગ રૂમમાં બાથ ટૉવેલ નાખી તૈયાર થાય છે, ત્યાં જ જાહ્નવી આવી બોલી, “ આ ટૉવેલ અહીં ડ્રોઇંગ રૂમમાં કેમ નાખ્યો..?”

“શું થયું એટલામાં..?” પ્રત્યુષે શર્ટના બટન બંધ કરતા સામે સવાલ કર્યો.

“એટલામાં..? યુ નો મને તમે આમ કાંઇ ગમે ત્યાં નાખી દો એ આદત નથી ગમતી હોં..!” જાહ્નવીએ સ્પષ્ટતા કરતાં કહ્યું.

“અરે પણ આટલું કામ તું કરી લઈશ તો શું થઈ...?” જાહ્નવીનો ગુસ્સાભર્યો ફેસ જોઇ પ્રત્યુષ ચૂપ થઈ ગયો. “હા, ડિયર વાઇફ....હું જાતે જ લઈ લઉં છું..” બોલતા પ્રત્યુષે તે નાખેલો ટૉવેલ જાતે લઈ લીધો.

“એય, હજુ યાદ છે ને...કાલે જ જયનાથી જાહ્નવી બની છું હોં..!” જાહ્નવીની પરાણે દબાવી રાખેલી સ્માઇલ સાથેના આ શબ્દો સાંભળી પ્રત્યુષ તેને ગળે વળગી પડ્યો અને પ્રેમ કરતા રૂમમાં લઈ ગયો. બંનેના ખડખડાટ હાસ્યસભર પ્રેમથી આખો રૂમ ઊભરાઇ ગયો..!

તેમની આ નૉક જૉક આમ જ ચાલતી રહી અને સમયનું વહેણ આગળ વધતું રહ્યું. લગ્ન પછી આવી બાબત સામાન્ય રહે ત્યાં સુધી બધું નોર્મલ જ હોય છે, આમ પણ મેરેજ પછી ખાધું પીધું અને મોજ કરી એવું કાલ્પનિક વાર્તામાં જ રહે છે....બાકી રીયાલીટી તો જે મેરેજ કરે તે જ જાણે....બસ આ બધામાં એક બાબત કાયમ રહેવી જોઇએ અને તે છે -- સંગાથ..!

**************

Share

NEW REALESED