Milan - 1 books and stories free download online pdf in Gujarati

મિલન ભાગ 1

        મમ્મી મહેરબાની કરીને મને ફોર્સ નહી કરતી. તને તો ખબર છે મને આ મેળાવડો બિલ્કુલ પસંદ નથી. પણ બેટા મામાને ઘરે આ પહેલો પ્રસંગ છે. તુ નહી આવે તો મામાને કેટલુ ખરાબ લાગે. પણ મમ્મી ત્યાં બધાં એક જ વાત કરે છે 25 વર્ષની થઈ ગઈ, મેરેજ ક્યારે કરવાની છે. મને આ બધાના જવાબ આપવાંનો હવે કંટાળો આવે છે. સારુ  હું બધાને કહી દઈસ કે તને કોઈ કંઈ પણ પૂછે નહીં.

  દિવ્યા સરોજબેનની એકની એક દીકરી. પતિના મૃત્યુ પછી બન્ને એકબીજાને સહારે જીવતા. પરેશભાઈ પોતાની પાછળ અઢળક સંપત્તિ મૂકી ગયા હતાં. ગામમાં પણ ઘણી જમીન હતી. છતાં પણ દિવ્યા એક મોટી કંપનીમાં ઉંચી પોસ્ટ પર કામ કરતી હતી. એનુ માનવું છે કે એમ. બી. એ. થઈને જો ઘરે જ બેસવાનું હોય તો આટલો અભ્યાસ કરવાનો મતલબ શુ?

  આવતા મહિને સરોજબેનના ભાઈનાં દિકરાના લગ્ન છે. એમના ભાઈએ એમને અને દિવ્યાને અઠવાડિયા પહેલાં જ આવી જવાનું ફરમાન આપી દીધું હતું. સરોજબેનની પણ ઘણી ઈચ્છા હતી. પતિના મૃત્યુ પછી તો ભાગ્યે જ તેઓ કોઈ પ્રસંગમા ગયા હતા. પરંતુ ભાઈને ત્યાં આ પહેલો પ્રસંગ હોવાથી તેમને ઘણી ઈચ્છા હતી. અને દિવ્યાની પણ હવે લગ્નની  ઉંમર થઈ  રહી હતી. તેઓ  ઈચ્છતા હતા કે હવે દિવ્યા પણ પોતાના જીવનમાં ઠરીઠામ થઈ જાય. જો આવા પ્રસંગોમાં તે હાજરી આપે તો કોઈ સારા પાત્ર સાથે એના મેરેજની વાત ચલાવી શકાય.

   આમ તો દિવ્યા કોઈ અપ્સરાની ઉપમા આપી શકાય એટલી સુંદર તો નહોતી. પણ એને જોઈને કોઈને પણ એને પામવાની ઈચ્છા થાય એટલી સુંદર તો ખરી જ. તામ્રવર્ણની એની ત્વચા એની સુંદરતામાં વધારો કરતી હતી. એની શાલીનતામા અજબનું આકર્ષણ હતું. એની કોઈ ખાસ બહેનપણી તો ન હતી પણ બધા સાથે મિત્રતાભાવ રાખતી. 

દરેકને મદદરુપ થતી. દરેક  પુરુષ સાથે યોગ્ય અંતર રાખીને વાતો કરતી. એના વર્તનમાં ક્યારે પણ છીછરાપણું કે તોછડાપણું નહી  દેખાતુ. તેનો આજ સ્વભાવને કારણે જ તે બીજાથી અલગ પડતી હતી.

દિવ્યા પહેલાંથી આવી નહતી. તે પહેલાં બધાં સાથે હસી મજાક કરતી. બધાં તહેવારો ઊજવતી. જીવનની દરેક પળને મોજથી જીવતી. પરંતુ પિતાના મૃત્યુ પછી તે એકદમ તૂટી  ગઈ.એ એના પિતાની ખૂબ જ લાડકી દીકરી હતી. પિતાના ના જવાથી એના જીવન માં એક ખાલીપો આવી ગયો.  ધીરે  ધીરે તે એકલવાયું જીવન જીવવા લાગી      દિવ્યાના ના પાડવાથી સરોજબેન નિરાશ થઈ ગયાં. એને મનાવવા માટે એમણે છેલ્લા હથિયારનો ઉપયોગ કર્યો. એમણે દિવ્યાને કહ્યું, તુ નહી આવે તો મારે પણ નથી જવુ. અને તેમા તેઓ સફળ પણ થયા. માની જીદના કારણે તે મેરેજમાં જવા રાજી તો થઈ પણ,તેણે એની મમ્મીની સામે બે શર્ત મૂકી. એક  તો મેરેજના ત્રણ દિવસ પહેલા જ મામાને ઘરે જવાની,અને બીજી શર્ત ત્યાં કોઈ એના મેરેજની વાત નહીં કરે. સરોજબેને એની બન્ને શર્ત ખૂશી ખૂશી માની લીધી. એમને માટે તો દિવ્યા મેરેજમાં આવવા માટે રાજી થઇ એ  જ અગત્યનું હતું. મેરેજના બહાને એમની પૂત્રી પાછી બધાં સાથે હસતી - બોલતી થાય એ જ એમને માટે મહત્વનું હતુ.    

દિવ્યાએ જ્યારે ઓફિસમાં પાંચ દિવસની રજા મૂકી ત્યારે બધાને ખૂબ નવાઈ લાગી. જે છોકરી એક દિવસ પણ રજા નથી લેતી તેણે એક સાથે પાંચ દિવસની રજા લીધી! દિવ્યાએ એની મમ્મીને તો ત્રણ જ દિવસ પહેલા મેરેજમાં જવા માટે કહ્યું હતું. પણ લગ્ન પછી આરામ કરવા માટે બે દિવસની રજા વધારે લીધી હતી.

મામાને ઘરે દિવ્યાને જોઈને બધાં ઘણા ખૂશ થયા. તેનો કઝીન પવન પણ દિવ્યાના આવવાથી ઘણો ઉત્સાહમાં આવી ગયો. કારણકે જયારે દિવ્યા વેકેશનમાં મામાને ઘરે જતી  ત્યારે  દિવ્યા, પવન અને તેની નાની બહેન સપના ખૂબ મસ્તી કરતા. તેમની ત્રિપૂટી આખા ઘરમાં ધમાલ મચાવી મૂકતી.

આજે ગણેશપૂજનની વીધિ છે.  મહેમાનો આવવા લાગ્યા છે. મામીએ દિવ્યાને બહારથી ફૂલોની ટોપલી લાવવા માટે કહ્યું. દિવ્યા બહાર જઈને જુએ છે તો ફૂલોની બે ટોપલી હોય છે. તે આજુબાજુમાં નજર કરે છે પરંતુ કોઈ દેખાતુ નથી. તે બન્ને ટોપલી ઉંચકવાની કોશિશ કરે છે.   

may i help you mam ?  પાછળથી એક પહાડી અવાજ એના કાને અથડાયો. તેણે  પાછળ ફરીને જોયું તો એક યુવાન અદબ વાળીને ઊભો હતો. લગભગ પાંચ ફૂટ આઠ ઈંચ હાઈટ, વાંકડીયા વાળ,કસાયેલું શરીર, ઘઉંવર્ણો રંગ  અને જોઈને ગમી જાય તેવો ચહેરો.

હા please,આ ફૂલોની ટોપલી અંદર લઈ જવામાં મારી મદદ કરશો ? યુવાને બન્ને ટોપલી લઈ લીધી. દિવ્યા એ કહ્યું પણ કે એક ટોપલી મને આપી દો. પણ  યુવાને કહ્યું ના ના  વાંધો નહી I can manage.

by the way I am Divya.

good name mam,nice to meet you. I am  Rahul. 

Rahul ! nice name. good to see you. તમે પવનના મેરેજમાં આવ્યા છો.

હા હુ પવનના મેરેજમાં જ આવ્યો છું. અને તમે?
હું પણ એના મેરેજમાં જ આવી છું. પવન મારા મામાનો છોકરો છે.

ઓહ એમ છે. અને  હું એની માસીનો છોકરો છું.

બન્ને વાતો કરતા કરતા ઘરમાં દાખલ થાય છે. દરવાજામાંથી અંદર જતા ડોરમેટ પરથી દિવ્યાનો પગ લપસી જાય છે. એને પકડવા જતા પવનના હાથમાંથી ટોપલી ઊછળી પડે છે અને બન્ને પર ફૂલોનો વરસાદ થાય છે. આજુબાજુનું બધુ ભૂલીને બન્ને એકબીજાની આંખોમાં જોઈ રહે છે. એકબીજાના સ્પર્શથી જાણે શરીરમાં વીજળી દોડવા લાગી હોય એવું બન્ને જણાં મેહસુસ કરે છે.

ઘરમાં નાના છોકરાઓ તાળી પાડવા લાગ્યા. તાળીઓનો અવાજ સાંભળી દિવ્યા ચોકી જાય છે.  એમાંથી એક છોકરો જોર જોરથી બોલવા લાગ્યો કે એ..........હીરો એ હિરોઈનને બચાવી લીધી. આ સાંભળી દિવ્યા રાહુલની સામે જુએ છે. પરંતુ રાહુલ તો હજુ પણ દિવ્યાના ચેહરા તરફ અનિમેષ જોયા કરે છે. એ જોઈ દિવ્યા શરમથી પોતાની નજર ઝૂકાવી લે છે. અને એક ઝાટકા સાથે રાહુલના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લે છે.

આ બાજુ રાહુલ પણ પોતાની જાતને સંભાળી લે છે. મામી દિવ્યાને બોલાવે છે. દિવ્યા અને રાહુલ ટોપલીમાં બચી ગયેલાં ફૂલ લઈ જલ્દી - જલ્દી મામી પાસે જાય છે. પૂજા શરુ થાય છે. આખી પૂજા દરમિયાન રાહુલ દિવ્યા તરફ જ જોયા કરે છે. જેવી બન્નેની નજર મળે છે દિવ્યા પોતાની નજર ઝૂકાવી લે છે. પરંતુ બન્ને જણા એકબીજા તરફનો ખેચાવ મેહસુસ કરે છે.

           


          
                                    (આ સાથે મારી પહેલી વાર્તાનો પહેલો ભાગ અહી પૂર્ણ કરુ છુ.  આશા છે તમને આ વાર્તા પસંદ આવશે. આ મારો પ્રથમ પ્રયત્ન હોવાથી લેખનમાં કચાસ રહી ગઈ હોય તો માફ કરજો. અને એમાં સુધાર કરવાના સૂચન અવશ્ય કરજો. કહાનીનો બીજો ભાગ જલ્દી રજૂ કરવાનો પ્રયાસ કરીશ.)