Videshma Malelu Desi Dil - 1 books and stories free download online pdf in Gujarati

વિદેશમાં મળેલું દેશી દિલ - ભાગ-૧

ભાવનગર જિલ્લા ના ઘોઘા તાલુકાનું નાનકડું ગામ કરેડા


ગામના સરપંચ ભગવાનભાઇ દિહોરા જેવું તેમનું નામ તેવો જ તેમનો સ્વભાવ, પ્રેમાળ વ્યક્તિત્વ, હંમેશા હસતા જ રહે અને તેમની સાથે કામ કરવા વાળા ને પણ ગમ્મત કરાવે.


તેમની પાસે ગામના કે ગામની બહારના કોઈપણ માણસ તેની મુશ્કેલી લઇ ને જાય એટલે ભગવાનભાઈ તુરંત જ તેનો નિકાલ કરી આપતા.


ભગવાનભાઈએ ખાલી ૭ ધોરણ સુધી નો જ અભ્યાસ કરેલો છતાં પણ તેમની કોઠા સુઝથી ગમે તેવી મુશ્કેલીમાં પણ તે રસ્તો કાઢી આપતા. વળી પાછા છેલ્લા ૨૦ વર્ષોથી ગામના સરપંચ પણ હતા અને તેમના દાદા પરદાદાઓ મોટા જમીનદાર હતા એટલે ૩૦૦ વિઘાની જમીન માં જ ખેતી કરીને તેમનું જીવન વિતાવતા.


તેમના ધર્મ પત્ની ભાવનાબેન પણ તેમના પતિ ની જેમ ખૂબ જ સરળ અને સારા સ્વભાવના. ભાવનાબેન ની રસોઈ ના વખાણ તો ગામ આખું કરતુ અને જમવાના ટાઈમ પર ભગવાનભાઈ ના ઘરે જે પણ જાય તે જમ્યા વગર પાછો ના જય શકે. ખેતર નું કોઈ પણ કામ હોઈ બને સાથે મળી ને જ કરે. જરૂર હોઈ તો જ મજૂરોની મદદ લેતા, ભગવાનભાઈ એ ૨૦૦ વિધા જેટલામાં બધા ફળના વૃક્ષો અને રોપા વાવેલા. કેરી, મોસંબી, સીતાફળ, ચીકુ, દાડમ, નાળિયેરી, કેળા, પપૈયા, તરબૂચ, જમરૂખ, બોર આ બધાજ ફળો ભગવાનભાઈ તેનાજ ખેતરમાં ઉગાવતાં અને બધાનું ધ્યાન જાતેજ રાખતા. ૫૦ વીઘામાં બાજરી, ઘઉં, કપાસ, મગફળી કે પછી બીજા રોકડીયા પાક લેતા. અને બાકીના ૫૦ વીઘામાં તેમને ગુલાબ ઉગાવેલા હતા અને તે ગુજરાત બહાર મોકલતા.


આ જોઈ ગામના લોકો કોઈ કોઈ વાર ભગવાનભાઇ ને પૂછતાં પણ આટલો પૈસો હોવા છતાં પણ તમે કેમ મજૂરો પાસે કામ નહિ કરાવતા તમે જાતે જ કેમ કરો છો ?


ત્યારે ભગવાનભાઇ તેમને સમજાવતા કે, આ ખેતર માં હું મારા બાપા સાથે મળીને કામ કરતા ત્યારે આમાંથી મોટા ભાગના વૃક્ષો વાવેલા છે. વૃક્ષોની માવજત પેલા મારા બાપાએ કરી હવે હું કરું છું. વૃક્ષોને પણ પ્રેમની જરૂર હોઈ છે તેમનામાં પણ જીવ હોઈ છે અને આ બધા જ વૃક્ષો મને ખુબ જ વહાલા છે. તે આપણને આખું વર્ષ ફળો આપે છે તો આપણે પણ તેમનો સાથ આપવો જોઈએ તેમની માવજત કરવી જોઈએ અને લાગણીથી ઉછેરવા જોઈએ.


ભગવાનભાઇ ની આ લાગણીને કારણે જ આજદિન સુધી તેમને ખેતરમાં ક્યારે પણ ખોટ ખાધી જ નથી અને આટલા વર્ષો માં એક પણ વૃક્ષ સુકાયું નથી એ પુરા ગામને ખબર હતી.


આ બંને નો દીકરો પ્રીયાંસ દેખાવમાં એકદમ નોર્મલ છોકરા જેવો જ પણ ખેતરમાં કામ કરી કરી ને શરીર એક દમ કસાયેલું બની ગયેલું અને આજે જ તેનું ધો. ૧૨ નું રિજલ્ટ આવવાનું હતું. આમતો પ્રિયાંશ ભણવામાં બોવજ તેજસ્વી હતો ૧૧ અને ૧૨ કોમર્સમાં કોઈ પણ કલાસીસમાં ગયા વિના જ તે અત્યાર સુધી ની બધી જ પરીક્ષા માં સ્કૂલ માં પહેલા નંબરે આવતો હતો તેને પણ આશા હતી કે તે આ વખતે પણ સ્કૂલ માં પહેલા નંબરે આવશે "પણ તમે જે વિચારો છો તે કદી બનતું નથી" તેવું જ પ્રીયાંસ સાથે થયું કોમ્યુટરમાં રિજલ્ટ જોતા જ તે પાગલ થઇ ને ઝૂમવા લાગ્યો જોર જોરથી બૂમો પાડવા લાગ્યો અને તેનું કારણ હતું કે તે માત્ર સ્કૂલમાજ નહિ પણ આખા ભાવનગર જીલ્લામાં પ્રથમ નંબરે પાસ થયો હતો.


ભગવાનભાઈ અને ભાવનાબેનના આશીર્વાદ લેતા લેતા પ્રિયાંશે આ વાત કરી આ સાંભળતા જ તેનો ખુશ ખુશ થઇ ગયા કેમ કે, ભગવાનભાઈ ના કુટુંબની ૭ પેઢી માં કોઈનો ધો. ૧૨ માં નંબર નહોતો આવ્યો નંબર તો છોડો કોઈ ધો. ૧૨ સુધી ભણ્યું ના હતું. અને ભગવાનભાઈ એ ગામમાં બધા ને કેવડાવી દીધું કે આજે રાત નું જમવાનું બધા ને મારે ત્યાં છે. અને ભગવાનભાઈ, ભાવનાબેન અને પ્રિયાંશ તરતજ તેમના ઇષ્ટદેવ હનુમાનજીના દર્શન કરવા ગયા ત્યાંથી તેમના કુળદેવી માતા ખોડલમાં અને ચામુંડામાંતા ના દર્શન કરી ઘરે આવી ને સાંજની જમવાની તૈયારી માં બધાજ લાગી ગયા.


પ્રિયાંશનું સપનું હતું કે તે ને અમેરિકા જઈને ત્યાંની યુનિવર્સિટીમાંથી કોમ્યુટર સાયન્સ વિષયમાં અભ્યાસ કરવો હતો.

તેનું કારણ હતું કે તેનો જ સ્કૂલનો સિનિયર કરણ દેશમુખ અત્યારે કોલંબિયા યુનિવર્સિટી, ન્યુયોર્કમાં કોમ્યુટર સાયન્સ નો અભ્યાસ કરી રહ્યો હતો.

તે જયારે પણ પ્રિયાંશ ને કોલ કરતો ત્યારે તે ત્યાંનું જીવન, લાઈફ સ્ટાઇલ, કોલોજોનું વાતાવર બધું જ કહેતો અને આ જોઈ ને પ્રિયાંશ ને પણ ત્યાં જવાનું નક્કી કરેલું.

અને આજે રાતે બધા જ ગામ લોકો નું જમવાનું પૂરું થાય પછી તેને બા-બાપુજી સાથે વાત કરવાનું નક્કી કરેલું...


------------------------------------------------------------------------------------------------------------


બીજી તરફ પ્રિયાંશ જેટલું જ ખુશ કોઈ બીજું હતું.


પ્રિયાંશી તારું રિજલ્ટ આવી ગયું હશે બેટા ચેક કર.


મેહુલભાઈ એ ટી.વી. જોતા જોતા જ હોલમાં થી અવાજ કર્યો.


મેહુલભાઈ શુકલા ભાવનગર જિલ્લાના પ્રખ્યાત ઉધોગપતિમાંથી એક તેમનું નામ ખુબજ મોટું ગણાતું.


તેમના ધર્મપત્ની માયાબહેન એક કાર્ડીઓલોજી ડોક્ટર હતા.


બને પતિ પત્ની ને ૨ દીકરીઓ જ હતી પણ બને ને દીકરા જેમ જ ઉછેરતા બધી જ છૂટછાંટ તેમની દીકરીઓ ને આપી હતી પણ બસ તે બને પતિ-પત્ની તેમની છોકરિઑ ને એક વાત કહેતા કે છોકારોને મિત્ર બનાવો પણ પ્રેમ માં પડતા નહિ, તમને આપેલી આઝાદી નો ક્યારેપણ ખરાબ રીતે ઉપયોગ કરતા નહિ. આ બને ની મોટી દીકરી એટલે પ્રિયાંશી જે ધો. ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી હતી અને નાની દીકરી દેવાંશી ધો. ૯ માં અભ્યાસ કરતી હતી.


પપ્પાની વાત સાંભળી પ્રિયાંશીએ લેપટોપ ચાલુ કર્યું ત્યાં સુધી માં માયાબહેન, દેવાંશી અને મેહુલભાઈ પણ પ્રિયાંશીની બાજુમાં આવીને ગોઠવાઈ ગયા અને બધાજ રિઝલ્ટ ખુલે તેની રાહ જોતા રહ્યા.


રિઝલ્ટ ખુલવાની સાથે જ ચારે જણા એક સાથે નાચી ઉઠ્યા કેમ કે પ્રિયાંશીનો ભાવનગર જિલ્લા માં બીજો નંબર આવ્યો હતો અને ચારે લોકો બોવ જ ખુશ હતા તરત જ મેહુલભાઈ તેમની કાર લઇ નીકળી ગયા અને કેહતા ગયા સાંજે મૂવી જોવા જઈશું અને ડિનર કરવા તો બધાજ ૪:૦૦ વાગે તૈયાર રહેજો.

આ બાજુ માયાબહેન તો તેમના ઓફિસ વાળા અને ફેમિલીવાળા ને કોલ કરી ને આ ખુશ ખબર કહેવા માંડ્યા.


પ્રિયાંશી પણ તેમના સ્કૂલ ફ્રેંડ્સ ને કોલ કરી ને રિઝલ્ટ પૂછવા લાગી અને દેવાંશી ધો. ૧૦ ના કલાસસીસ માટે જતી રહી.


પ્રિયાંશીને કોઈ પણ જોવે એટલે બસ તેને પ્રેમ કરવા લાગે એવી એ છોકરી.


ચહેરા ઉપર હંમેશા સ્માઈલ જ હોય. બહુજ ઓછા પ્રમાણમાં મેકપનો ઉપયોગ કરી ને તેના ફેસને એકદમ ફ્રેશ કરી નાખે. નાકમાં નાની એવી રિંગ પેરે, કપાળ માં નાની એવી બિંદી, કાનમાં મીડીયમ સાઈઝની એયરીંગ અને વાળ મોટા ભાગે ખુલ્લા અને સ્ટ્રેઇટ જ રાખે સાથે સાથે તેની બ્રાઉન કલરની આંખમાં જોતા જ કોઈને પણ તેમાં કૂદી ને અંદર ફરતા ફરતા ખોવાઈ જવાનું મન થઇ જાય. આજના મોડર્ન જમાનાની સાથે રીતિ રિવાજ અને સંસ્કારો નું પરફેક્ટ મેચ, આજની કોઈપણ હોલીવુડ કે બૉલીવુડ ની હિરોઈન કરતા પણ ૧૦ સ્ટેપ્સ સુંદરતામાં આગળ. ખુદ સ્વર્ગના રાજા ઇન્દ્ર તેને જોવે તો તે અપ્સરાને ભૂલીને પ્રિયાંશી ના પ્રેમ માં પડી જાય એવું તેનું રૂપ.


પ્રિયાંશીએ તેનું એક બકેટ લિસ્ટ બનાવી રાખેલું અને તે તેના બેડરૂમ ની વોલ પર હતું. પ્રિયાંશીના જેટલા પણ સપના હતા તેણે એ લિસ્ટ માં લખી ને વોલ પર ચીપકાવેલું, પ્રિયાંશી બેડરૂમ માં ગઈ અને તે બકેટ લિસ્ટ ના પહેલા ખાન માં ટિક માર્ક કર્યું.


તે સપનું હતું ધો. ૧૨માં સારા માર્ક્સ સાથે રેન્ક લાવવો.


પછીનું સપનું હતું અમેરિકા આગળના અભ્યાસ માટે જવું.


અને આ માટે તેણે તેના પેરેન્ટ્સ સાથે રાતે મૂવી અને ડિનર પછી વાત કરવાનું વિચાર્યું.


-------------------------------------------------------------------------------------------------------


શું પ્રિયાંશ તેના બા- બાપુજી સાથ વાત કરી તેમને મનાવી શકશે ?

અને બીજી બાજુ પ્રિયાંશીની હાલત પણ પ્રિયાંશથી અલગ નથી. શું તે પણ તેના પેરેન્ટસ ને અમેરિકા જવા માટે મનાવી શકશે?


વાંચો આગળના ભાગમાં....

*********************************************

મિત્રો હું પહેલી વાર લખવાનો પ્રયત્ન કરું છું. ગુજરાતી વ્યાકરણ અથવા ગ્રામરમાં કોઈ પણ ભૂલ થઇ ગઈ હોઈ તો મને માફ કરસો. અને આ સ્ટોરી તમને કેવી લાગે છે તે મને અચૂકથી જણાવજો.