Prakash-Roshani books and stories free download online pdf in Gujarati

પ્રકાશ-રોશની

આલીશાન મકાન બહાર ઉછળતો દરિયો .... ફેસીનેટ ફર્શ પર મોંઘો ગલીચો... સામે જ નકશીકામ કરાવેલો સુંદર અરીસો... દરિયાની કંઈક અલગ સુંગધ અને રૂમની અલગ મહેક સાથે મળીને કંઈક અલગ માદક મહેક બનતી હતી ..આછા પરદામાં થી આવતો પ્રકાશ જાણે અલગ અલગ ભાત બનાવતો હતો.. રોશની અરીસા સામે બેઠી છે... તેણી પોતની જાતને નીરખીને જુએ છે... સહેજ શ્યામ વર્ણ અને વેવી કમર સુધી પોહચતા વાળ... સરસ ગોઠવાયેલા હોઠ.... આંખો માં અદભુત ચમક ... માપસર બાંધો ... અને ખાસ તો એ સ્મિત જે કોઈ પણ પુરુષને પાંગળા બનાવી દે...... તેણી પોતેજ પોતાનાં પ્રતિબિંબને જુએ છે....

"અરે .... તારી દીકરીનો વર્ણતો શ્યામ છે.... યોગ્ય મુરતિયો નહીં મળે....."
"અરે  આટલા ઇનામો મેળવશે ને આટલી હોંશિયાર હશે તો એના પતિને માફક નહીં આવે...."

એના મનમાં બે ચાર અવાજો અથડાયા અને તેને હસી કાઢ્યા ....

ત્યાંજ પ્રકાશ આવ્યો....
"ઓહો શુ...વિચારે છે... ડાર્લિંગ ..... ના ગમ્યો ફ્લેટ?! "

"ગમે જ ને...! તમને તો ખબર જ છે ....મને દરિયો ખૂબ ગમે તમે તો મને જન્નત આપી દીધી .....!"

"ઔર હમારી જન્નત .....આપકી બાહો મેં ....!"આટલુ  બોલી પ્રકાશ રોશની ને ઉપાડી લે છે...અને શરીરથી આત્મા સુધીના રાહ ખુલ્લા થઈ જાય છે....જ્યારે પ્રકાશ રોશનીના હોઠ પર પોતાના હોઠ મુકતો ત્યારે રોશનીને મળેલા મહેણાં દૂર થઈ જતા એને લાગતું કે પોતાને કોઈ અનહદ પ્રેમ કરે છે... જ્યારે કોઈના પ્રેમની લાગણી તમારા પર છલકાય ને ત્યારે માણસ બે ફુટ ઉંચો ઉડે...હવામાં તરવા લાગે ...જાણે સ્વર્ગમાં વિહરવા લાગે.....

                 રોશની પક્ષે પણ આવું જ કંઈક બન્યું હતું.... રોશની અતિ સામાન્ય છોકરી કહી શકાય આવું તેને પોતાને લાગતું પરંતુ તે એન્જલ કહી શકાય એવી છોકરી હતી... એના દરેક લહેકા માં ડ્રામા હતો... પુસ્તકોની ઊંડી ફિલોસોફી.... માણસાઈની ઉમદા ભાવના .... મનુષ્ય શબ્દ ટૂંકો પડે કદાચ ....પણ એક ખામી પોતાની જાત ને નીચી ધારી લેવાની ખામી ... એ પણ ઇચ્છતી કે પહેલા એ પોતાને પ્રેમ કરે પણ એવું એનાથી થતું જ નહોતું એના મનમાં નાનપણથી એક જ વાત ઘર કરી ગઈ હતી કે શ્યામ વર્ણ ધરાવતી છોકરી સુંદર ના કહેવાય...... એના મન માં સતત ઇનસેકયોરિટી રહ્યા કરતી ..

એવું નહોતું કે કોઈ એના પ્રત્યે આકર્ષણ નહોતું થયું... પણ શ્યામરંગી વિચારની લઘુતાએ એટલી મોટી દીવાલો ચણી રાખી હતી જે પડવાનું નામ જ ન લેતી... એના તરફ આકર્ષિત થતા દરેક વ્યક્તિ એને પોતાના મિત્ર અથવા તો પોતાના કોઈક કામસર આવ્યા હોય એવું જ લાગ્યા કરતું... એના મનમાં વિચારો આવતા જ નહીં કે કોઈ એને પ્રેમ પણ કરી શકે માત્ર ક્યારેક કોઈ એને સારા દોસ્તના રૂપમાં ઈચ્છે છે આજ એની વિચારસરણી હતી. .... અને આમ પણ પગલી રોશની ક્યાં જાણતી હતી કે એ તો કોઈ શાસ્ત્રમાં આરોપાયેલ નખશીખ સ્ત્રી છે...જે ને પામવા ઈન્દ્રએ પણ જમીન પર આવવું પડે...શરત એટલી જ સંગેમરમર શ્યામ હોય સફેદ સંગેમરમર  સંગેમરમર જ કહેવાય.....

પોતે યાદ કરે છે કઇ રીતે પ્રકાશ એના જીવનમાં આવ્યો ને રોશનીનું જીવન પ્રકાશમય થઈ ગયું ......

ઉંમર વધતા ઘર સુધી માગા આવ્યા લાગ્યા પહેલી દ્રષ્ટિએ રોશની રિજેક્ટ જ થતી એનો શ્યામવર્ણ જોય ને કેટલાય ના ભરી દેતા તો ક્યારેક રોશનીને એવું લાગતું કે કોઈ અયોગ્યને પસંદ કરી મારે કોઈનું જીવન બરબાદ કરવું નથી...

અને એક દિવસ પ્રકાશ આવ્યો.... પ્રથમવાર માં જ પ્રકાશના મનમાં કેટલાય વિચારો આવી ગયા ... શ્યામ આરસમાં કંડારેલી મૂર્તિ એની સામે ઉભી હતી હાથ માં ચા લઈને એને બંને હાથે સખત રીતે રકાબી પકડી રાખી હતી આખો શરમથી ઝુકેલી હતી સહેજ ઢળેલી અચાનક જ એના કાન પાછળની લટ એના ગાલ સુધી આવી અને ગાલ ને સ્પર્શી સેજ હોઠ પાસે સહેજ લાલ ગુલાબી ઝાય ધરવતા હોઠ પર લટ બેસી ગઈ.... પ્રકાશે હાથ  ઊંચો કર્યો ... પણ ચા લેવા માટે .... પરંતુ પ્રકાશનું મન જાણતું હતું કે હાથને માંડ ઝાલ્યો હતો...બાકી એના ચહેરા પર આવેલી લટને   સ્વસ્થાને સીધાવવા જ એને હાથ ઊંચક્યો હતો

ઘરે પોહચતા જ બધાએ નિર્ણય સાંભળવી દીધો છોકરી ખૂબ સારી છે ડાહી છે હોંશિયાર છે... પણ શ્યામ ?

"આપણો પ્રકાશ તો રિતિક રોશન જેવો છે... અને જો આપણે એની સાથે આ છોકરીના લગ્ન કરાવી દઈએ તો બધા એમ જ કહેશે બીજી નહીં મળતી હોય તો આ કાગડી લઈ આવ્યા...."

પ્રકાશના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું...
એને આવી લપ ના કરતા સીધા જ પોતના રૂમમાં જતું રહેવાનું નક્કી કર્યું

"આ વખતે પણ આપણી રોશનીનો મેળ નહીં પડે જોયું છોકરો કેવો રૂપાળો હતો.  ને એની માં તો વટનો કટકો ... એને આપણી દીકરી નો ગમે..."

"હશે મમ્મી જવા દેને ...."રોશની બોલી..

"અને જો કેવા રૂપિયાવાળા હે? કાંઈક બિઝનેસ કરે છે છોકરો મુંબઈમાં.... જોય એવી મળી જાય એને તો....." રોશનીના મમ્મી બબડયા કરે છે.... રોશની આ વાત થી ટેવાયેલી હોય તેમ પોતાના રૂમ તરફ આગળ વધે છે....

"કાશ .... ભગવાન મારી દીકરી ને થોડીક રૂપાળી બનાવી હોત લાઇન લાગેત મૂર્તિયાઓની આટલી હોશિયાર ડાહી કોના નસીબ માં હોય ....." માં એ નાખેલો છેલ્લો નિસાસો નાખ્યો જે રોશનીના કાન સુધી અથડાયો.. અને સહેજ એવા આંસુ આંખ  સુધી આવ્યા ને પાછા સુકાય પણ ગયા...
   તે રૂમમાં બેઠી અને ફોન ખોલ્યો.... ફેસબુકમાં નોટિફિકેશન હતી...પ્રકાશ પટેલ હેસ સેન્ડ યુ ફ્રેન્ડ રેકવેટ્સ .... અને ફટાફટ રોશનીએ આ નોટિફિકેશન ઓપન કરી સાચા કરતાંય વધુ સ્ટાઈલિશ અને હેન્ડસમ દેખાતો  પ્રકાશ એની ટચૂકડી સ્ક્રીનમાં દેખાઇ રહ્યો હતો.....એને આખી પ્રોફાઈલ ફંફોરી નાખી એકદમ મસ્ત મોલા માણસ ... ઝીંદગીને ભરપૂર જીવતો અને જાણે એક એક પલ ને માણતો પ્રકાશ દેખાય રહ્યો હતો....

બીજી બાજુ પ્રકાશેએ ચાર વાર રોશનીની પ્રોફાઈલ જોય નાખી હતી....એની ફેસબુક પ્રોફાઈલ એટલે નવી દુનિયા જેવા ગોતા લાગવાની પ્રકાશને મજા પડી ગઈ હતી...આખા પ્રોફાઈલમાં એનો કોઈ પણ ફોટો હતો નહીં...માત્ર અવનવી વાતો જેને રોશનીએ લખેલી હોય ... પ્રત્યેક શબ્દ લાગણીઓના ભારથી વજનદાર થયેલો એની જીવનની સુલજેલી ફિલસુફી જ દેખાતી.... કયારેક નાદાન છોકરી જેવી એની વાતો.. પ્રકાશને ધડકાવી મુકતી....

  "હાઈ.....મિસ રોશની" પ્રકાશે મેસેજ કર્યો...
ચાર પાંચ મિનિટ વિચાર્યા બાદ તેને જવાબ આપવાનું ઉચિત જાણ્યું..
"હેલો..."
"તમને મળીને મને ખુબ આનંદ થયો... મારે તમને માત્ર એટલું જ પૂછવું છે કે શું તમે મને બીજી વાર મળી શકો ... મારે તમારી સાથે વાત કરવી છે..."

આવું અચાનક પૂછી લેવા બદલ પ્રકાશને પણ થોડોક અફસોસ થયો પણ શબ્દોની પરછ ક્યાં પાછી ખેંચાય છે જ્યારે એ ઓલરેડી સીન થઈ ગયેલો મેસેજ હોય ....

થોડીક વાર પછી રોશનીએ પ્રત્યુત્તર આપ્યો ...."હા મને પણ આપને મળવુ ગમશે...."
 
"રોશની...... મારો શર્ટ.... જોને વળી બટન તોડ્યું મેં આ મારું લકી શર્ટ છે... ને ત્યારેજ મિટિંગ છે મારી જલ્દી બટન લગાવી દે....."  અને રોશની પોતાની તંદ્રા માંથી જાગે છે... હાથમાં સોઈ દોરો લઈ તે પ્રકાશના શર્ટનું બટન લગાવે છે..... સાથે જ વિચારે છે એમના લગ્ન ને ત્રણ વર્ષ થવા આવ્યા પણ એમના વચ્ચેનો પ્રેમ હજુય નાના ટીનએજર જેવો જ છે.... એ ક્ષણ કે જ્યારે રોશની પહેલી વાત પ્રકાશને મળવા ગઈ હતી....કાઈ રીતે પેટમાં પતંગિયાં ઉડતા હતા..અને પોતના ધડકન અને શરીરનો મેળ પડતો નથી.....

પ્રકાશ ઉભો હતો વ્હાઇટ શર્ટ બ્લ્યૂ ડેનિમ અને સરસ મજાના ચશ્માં ..... સામે રોશનીએ પણ સફેદ ડ્રેસ પેહર્યો હતો...બાંધણીની ઓઢણી કોઈ પણ એને ચાર પાંચ મિનિટ માટે જોય રાહે એટલી સોહામણી તે લાગતી હતી...

"સેમ પીચ ...." પ્રકાશ બોલ્યો..
રોશની હસી પડી "આ તો આમ જ અનાયાસે જ..." અને ત્યારે પ્રકાશને ખબર પડી કે રોશનીનું સ્મિત કયામત છે અફાત છે... જે એને તબાહ કરી જ દેવાનું છે...

"મને તમે ગમ્યા છો.... સાચું કહું તો ખૂબ ગમ્યા છો તમારી ઇચ્છા જાણવા માટે જ તમને અહીં બોલાવ્યા છે....તમે હા પાડી શકો ના પાડી શકો.... બીજું કાંઈ કેહવું હોય તો પણ કહી શકો....!" પ્રકાશ બોલ્યો....

રોશનિ માટે આ.... આ બધું અણધાર્યું જ હતું.. તેને વિચાર્યું પણ નોહતું કે જે છોકરો એને રિજેક્ટ જ કરશે એવી પાક્કી ખાતરી પોતના સહિત બધાને થઈ ગઈ હતી એ તેને આવું કૈક પૂછી રહ્યો છે. .... એને સમજાતું નથી પોતે શુ બોલે...કદાચ શબ્દો હૈયે હતા હોઠો સુધી આવવા હવાતિયાં મારતા હતા....
આખરે...

"તમને મારા માં શુ ગમ્યું?" રોશનીએ આડો પ્રશ્ન કર્યો....
"વેલ.... શુ ના ગમ્યું એ પૂછો બે દિવસ પછી એટલા માંડ્યા કે અત્યાર સુધીમાં મેં તમારા વિશેને  દરેક વાત જાણી લીઘી છે. ... આટલી લાગણીસભર ...આટલી હોશિયાર ....અને આટલી સુંદર છોકરી મારી પત્ની બને તો મારા અહોભાગ્ય કહેવાય. ....." અને આ સુંદર શબ્દ રોશનીના કાનને ચમકાવી નાખે છે... હાલ સુધી એને કોઈએ ક્યુટ નમણી કીધી હશે પણ સુંદર કોઈએ કહી નહોતી....છતાંય ખાતરી કરવા તે પૂછે છે.....

"મારા શ્યામ વર્ણના લીધે ......" તેની વાત વચ્ચે જ અટકાવતા પ્રકાશ બોલે છે... "બકવાસ વાત છે બધી શ્યામવર્ણ વાળા લોકો સુંદર ના હોય શકે ?  અને આમ પણ લોકો દૂધ કરતા ચા ના દીવાના વધુ હોય છે..... અને રહી વાત બીજાની તો કુછ તો લોગ કહેગે લોગો કા કામ હે કેહના.... તમારી મરજી જાણવી છે મારે... ટેક યોર ટાઇમ .... બસ મારે નો નથી સાંભળવું...."

રોશની થોડાક દિવસનો સમય માંગે છે...અને ફાઈનલી તે હા પાડવા માટે મળે છે... હજુય યાદ છે.. જ્યારે તે પાળી પર બેઠી હતી.... અને પ્રકાશ તેની બાજુમાં ગોઠવાયો  જ્યારે રોશનીએ હા પાડી તરત જ પ્રકાશ તેની સામે આવી ગયો
"આઈ એમ સો હૅપી સો હેપી.... " કરી ને એના હાથ ચૂમવા લાગ્યો.... અને પહેલા તો તેના  લલાટ પર એક પ્રેમ ભર્યું ચુંબન અને પછી હોઠ પર... રોશનીની અંદર કોરુંકટ રહેલું હ્ર્દય સાંદ્રતાથી ભરાય ગયું... અને આ સાંદ્રતા ક્યારેય ઓછી થઈ નથી

પોતે બ્લોગ લખે છે.... અને સરસ ઝીંદગી જીવે છે... સુખી જીવન પ્રેમાળ પતિ.... અને રોશનીના ઘરમાં આવ્યા બાદ પ્રકાશની ખૂબ પ્રગતી થઈ આથી ઘરમાં જે કાંઈ પ્રશ્નો હતા એ બધા રોશનીના સ્વભાવ અને પ્રકાશની પ્રગતિથી રેલાય ગયા...

રોશનીએ પ્રકાશ માટે ટિફિન બનાવ્યું ..ત્યાં જ ઓફીસમાંથી ટીફીન લેવા આવનાર માણસનો ફોન આવ્યો...

"મેડમ ગાડી બગડી ગઈ છે... સાહેબનો  ફોન નથી લાગતો એટલે આપને ફોન કર્યો છે.. ટીફીન તમે પહોંચાડી દેશો આજ?" માણસે ગળગળા સ્વરે કહ્યું...

"અરે હા ભલા માણસ થઈ જશે ચિંતા ના કરો ભાઈ..." તેને ફોન મુક્યો તે વિચારે છે કે પ્રકાશને ત્યાં જઈને સરપ્રાઈઝ આપશે....

તેને ટિફિન હાથમાં લીધું અને ઓફીસ તરફ નીકળી પડી....આખા રસ્તે એને વિચારો જ કર્યા કે પ્રકાશને કઇ રીતે સરપ્રાઈઝ આપશે એનું રીએક્શન કેવું હશે... વગેરે વગેરે ત્યાં જ ઓફીસ આવી ગઈ...

ઓફીસ પર પોહચતા જ તેણી પ્રકાશના કેબીનમાં ધક્કો મારે છે... શૈલી પ્રકાશની પર્સનલ સેક્રેટરી પ્રકાશના ગળે વળગેલી હતી..... રોશનીના પગ ખસકી ગઈ....પગની નીચે નો આધાર છીનવાઈ ગયો ને તે ધબાક દઈ નીચે પડી ગઈ....તેના આંખ માં અશ્રુ ગુસ્સો અને હાર બધું  એકસામટુ... આવી ગયું....

"રોશની મારી વાત સાંભળ.... .." પ્રકાશએ લગભગ ચીસ નાખી....

ત્યાં જ તેની તંદ્રા ઉઠી... ઉભી થઇને તે ચાલતી થઈ ગઈ પ્રકાશે લગભગ દોડ મૂકી... પરંતુ રોશની ઉભી જ ન રહી..... કદાચ એક સ્ત્રી બધું સહી શકે પરંતુ પોતાના પ્રેમના ભાગલા તે ખામી શકતી નથી.....

પ્રકાશ ઘરે પોહચ્યો પણ માત્ર રોશનીનો લેટર જ હાથ લાગ્યો.....

"વહાલા પ્રકાશ.....

તમે મને ખુબ પ્રેમ કર્યો છે... ખૂબ સારી રીતે રાખી છે... મુજ અભાગણને કદાચ તમે ખૂબ ઉંચે ચગાવી દીધી હતી એટલે જ મારી ઓકાત દેખાડવા માટે જ ઈશ્વરે મને આટલો મોટો ઝટકો આપ્યો હશે અભિમાન આવી ગયું હતું ને મને.... કે નજર લાગી ગઈ હશે ? અરે કેવી વાત કરું છું...મને કાઈ નજર લાગતી હશે ....શ્યામવર્ણ હોય એમને ક્યાં નજર લાગે....

પણ મને ખુબ દુઃખ લાગ્યું તમને શૈલી ગમતી હતી તો માત્ર એક વાર મને કીધું હો... હું જાતે જ દૂર જતી રહેત તમારાથી..... ખેર જગ્યા ત્યાંથી સવાર.... હું જઇ રહી છું.... આમ પણ શૈલી જેવી રૂપાળી અને સુંદર છોકરી અને ઉપરથી આટલી મહત્વકાંક્ષી... એની તોલે હું ક્યાં આવું નાહક જ મદ માં આવી ગઈ હતી .. માફ કરજો જો મેં કયારેય દુભાવ્યા હોય....

તમારી હતી કે પરાણે તમારી હતી એ ના સમજી શકેલી તમારી રોશની...."

પ્રકાશે લેટર નીચે પડેલા મેડિકલ રિપોર્ટ જોયા જેમાં રોશની પ્રેગેન્ટ છે એવું એને ખબર પડે છે....એને સમજાતું નહોતું કે થોડીક જ વાર માં એનો હસતો રમતો પરિવાર કેમ ઉજળી ગયો....

ચાર દિવસની સખત રઝળપાટ અંનિદ્રા ભરેલી ભટકતી રાતો રોશની વગરની અંધારી જીંદગી એને કરડવા દોડી રહી હતી બસ એ એક ક્ષણ જેમાં એ માત્ર એક સેકન્ડ માટે બહેકી ગયો હતો... એ ક્ષણ માટેની એની પીડા એને સુલગતી આગ માં ઝોકી રહી હતી... પ્રેમ તો એ રોશનીને જ કરતો હતો... પરંતુ શૈલીના અચાનક આમ નજીક આવવાથી એ બહેકી ગયો હતો કે માત્ર એને પકડીને સાંભળી રહ્યો હતો એ જ નક્કી કરી શકતો નહોતો...શૈલી હમેશા કહેતી કે રોશની ના બદલે કોઈ બીજી મળી હોત તો..... ! પણ પ્રકાશ હસતા બોલી દેતો રોશની બધાના  નસીબમાં ના હોય....

અને એ કેટલું સત્ય હતું...રોશની વગરની પ્રકાશની દુનિયા સાવ જ નિર્જન અને અંધારી હતી..

આખરે એને રોશની મળી ગઈ...નારી સંરક્ષણ ગૃહમાંથી પ્રકાશ એને જોય બેબાકળો બની ગયો હતો....રોશનીના આંખો ક્યાંય સુધી ભરાઈ આવી....

"મને માફ કરી દે રોશની .... તારા સમ આપણા આ આવનાર બાળકના સમ શૈલી સાથે મારે કશું જ નથી.. પ્લીઝ મને એ ગુનાહ ની સજા ના આપ જે મેં ક્યારેય કર્યો જ નથી... અને તું છે ને તારી જાતે ને નીચી ગણવાનું સાવ મૂકી જ દે...જ્યારે હોય ત્યારે હું બિચારી કહેતી હોય ..શેરની છો તું નારી..... ને હા આ દુનિયાની મોસ્ટ બિયુટીફૂલ વુમન..... સમજે છે... તું ચાલ મારી સાથે....."

રોશનીએ પ્રકાશનો હાથ પકડી રાખ્યો.... મને પણ માફ કરી દો... આજ જ હું ઘરે પાછી આવી જાત આજ નિરવભાઈ આવ્યા હતા અને મને સમજાવ્યું કે એવું કશું જ નથી માત્ર શૈલી થોડીક નજીક આવી ગઈ હતી અને આ વાત પરથી અમે એને બીજે નોકરી શોધી લેવાનું કીધું છે... પણ ના તમે એવું ના કરતા... વાંક મારો જ છે ... હું જ મારી જાતને નીચી ગણ્યા કરું છું ખોટા વિચારો કરું છું અવિશ્વાસ કરું છું... ગમે તે સજા આપો હું તૈયાર છું દરેક સજા ભોગવવાં માટે.....
 
"તો તારી સજા આખી જિંદગી મારી સાથે રહેવાની છે... મને પ્રેમ કરવાની છે... આજીવન મારી અર્ધાંગિની બની રહેવાની છે..... બોલ મંજૂર છે???"

"હ.....હા..." કહી રોશની પ્રકાશની બાહોમાં સમાઈ ગઈ......









 


Share

NEW REALESED