Prem thi Parivartan books and stories free download online pdf in Gujarati

પ્રેમથી પરીવર્તન




   સવાર થતા જ મોજે દરિયા સાથે નીકળી જતો કૃષ્ણમ આજે કંઈક દુઃખી દેખાય છે. તેમના મનમાં ઘણા પ્રશ્નોના વાવાઝોડા ચાલ્યા કરે છે પણ તે કોને કહે. પોતાના જીવન માં કરેલી ભૂલો ને તે વારંવાર વાગોળ્યા કરે છે અને પોતાના આસું ને રોકી શકતો નથી.

પોતે કરેલી ભૂલનો તેને પછતાવો થાય છે અને જીવન માં આવેલા દુઃખ ને એ સમજવાના પ્રયત્નો કરે છે. કહેવાય છે ને કે માણસ જીવન માં જયારે કંઈક ભૂલ કરે છે ત્યારે માણસ તેમાંથી શીખે છે એવી જ રીતે કૃષ્ણમ પણ કંઈક આવા રસ્તે આવી ને ઉભો છે. અને આજે એ પોતાના જીવન માં ઘણું શીખ્યો છે.

તમને થતું હશે કે કૃષ્ણમ સાથે એવું તે શું બન્યું છે? કે એ દુઃખી છે અને એવી તો પોતે શું ભૂલ કરી છે?  ચાલો તો પેલા આપણે કૃષ્ણમ ના ભૂતકાળના જીવનમાં ચક્કર લગાવીએ.

એક નાનકડા ગામનો વતની અને પોતાના મા-બાપ થી ખુબજ ડરતો વ્યક્તિ કૃષ્ણમ. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે શિક્ષકોથી ડરતો, ઘરે મમ્મી પપ્પાથી ડરતો. જીવન માં પોતે ડરવાનું  કામ કરે છે. મોટા કુટુંબમાં રહેતો હોવાથી કાકા બાપા ના છોકરા મારતા એવી રીતે ડર એના જીવનમાં એના નસીબ ની જેમ સાથે જ હોય.

એક દિવસની વાત છે કે જયારે કૃષ્ણમ નીડર બન્યો. તેના મોટાબાપુ ના દીકરાનું નામ રશ્મિન જેને પરિવારમાં ભૂત કહીને બોલાવતા અને કૃષ્ણમનો એ મોટો દુશ્મન હતો. એક તો રશ્મિન કૃષ્ણમને મારતો અને ઉપર થી ઘરે મમ્મી મારે. આવા ડર થી કૃષ્ણમ ના જીવન માં એક દિવસ સાહસ નું આગમન થયું. એક દિવસ રશ્મિન કૃષ્ણમ ને મારતો હતો અને અચાનક કૃષ્ણમ ને ગુસ્સો આવ્યો અને તેણે રશ્મિન ને દીવાલ સાથે પછાડ્યો અને ત્યાંથી ભાગી ગયો ત્યાર બાદ કૃષ્ણમ ના જીવન માં બસ માર ફાડ જ થવા લાગી. સમય જતા કૃષ્ણમ નિર્દય અને નીડર બન્યો. આમ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરી કોલેજ માં પ્રવેશ કર્યો અને ડોન ગિરી સાથે એ કોલેજ લાઈફ જીવવા લાગ્યો.

કોલેજના સમયમાં કૃષ્ણમને પ્રેમ સાથે કઈ પણ લાગતું વળગતું નોતું, બસ છોકરી ને જોય એટલે એની પાછળ પડી જતો અને જ્યાં સુધી એ છોકરીને પટાવે નય ત્યાં સુધી એને શાંતિ થતી નહિ. પણ ભગવાન પણ એની સાથે જ હોય એવી રીતે એ છોકરી ને પટાવી પણ લેતો. કોલેજ ના પહેલાં વર્ષમાં એ બસ સ્ટેશનમાં ઉભો હતો ને અચાનક એની નજર એક છોકરી પર પડી અને જેવી નજર એ છોકરી પર પડી ત્યાંજ એના અંતર મન માં રાક્ષસ જાગી ઉઠ્યો. થોડાક દિવસ એ છોકરીના ને જોતો રહ્યો અને તેના મિત્રો સાથે મજાક મસ્તી કરતો. કહેતો કે આ છોકરી ને પોતે પ્રેમ કરે છે. ત્યારે તો પરમ મિત્ર જીગ્નેશ એને કહેતો કે કૃષ્ણમ તમને પ્રેમ પણ થાય ? આવી વાત મારા માનવા માં નથી આવતી.

કૃષ્ણમ : અરે ભયલુ કૃષ્ણમને પણ પ્રેમ થાય એ શું માણસ નથી ?

જીગ્નેશ : માણસ નથી ભાઈ તું રાક્ષશ છે. હા હા હા હા હા.......

કૃષ્ણમ : તમારા જેવા જ મને સુધરવા નથી દેતા. હા હા હા હા હા.....

આમ એમની વચ્ચે ચાલતી મજાકમાં એ છોકરી એની સામે આવે છે અને કૃષ્ણમ એક સારો વ્યક્તિ હોય એવું વર્તન કરવા લાગે છે.

કૃષ્ણમ દેખાવમાં રૂપાળો અને પ્રેમાળ લાગતો એટલે કોઈ પણ છોકરી એની સામે એક વાર નજર કરે એટલે ફસાય જ જાય. આમ એ છોકરીની નજર પણ કૃષ્ણમ પર પડી અને કૃષ્ણમ એ એક પ્રેમ ભરી સ્માઈલ આપી દીધી. ત્યારે એ છોકરી એ પણ કૃષ્ણમ ને સ્માઈલ આપી અને ત્યારથી કૃષ્ણમ બસ એની પાછળ જ પડી ગયો. ખબર નહિ કે કૃષ્ણમ પણ એ છોકરીના મનમાં ઉતારી ગયો છે. આમ દરોજ્જ એક બીજાં ની સામું જોય ને બેસી રહેતા. એક દિવસ કૃષ્ણમ એ  છોકરી ની પાછળ પાછળ ગયો અને એ છોકરી ને એનું નામ પુછયુ

કૃષ્ણમ : ઓ હેલ્લો તમારું નામ તો જણાવો ?

છોકરી : કેમ મારા નામ નું શું કામ છે ?

કૃષ્ણમ : બસ એમજ પુછયુ.

છોકરી : સોનલ...

કૃષ્ણમ : તમારો આભાર સોનલ નામ જણાવા બદલ.

સોનલ : એમાં આભાર શું ? જો આભાર જ માનવો હોય તો તમારું નામ ?

કૃષ્ણમ : મારુ નામ તો મને પણ નથી ખબર. હા હા હા હા હા....

સોનલ : બસને આવી ગ્યા ને ઠેકાણે ?

કૃષ્ણમ : સોરી ! કૃષ્ણમ નામ છે મારુ.

સોનલ : સરસ નામ છે અને લખણ પણ એવા જ છે.

સ્માઈલ આપી ને જતી રહે છે. પછી કૃષ્ણમના મનમાં પ્રેમના વિચારો ઘર કરવા લાગ્યા. સોનલ તેના મનમાં ફરવા લાગી. ખબર નહિ આજે કૃષ્ણમ ને શું થઇ ગયું કે એ સતત એકલો એકલો હસ્યાં જ કરે છે. બીજાં દિવસ થવા ની રાહ જોવે છે.

બીજાં દિવસે સવારે ઉઠીને કોલેજ જવા માટે તૈયાર થાય છે. કોલેજ જતા રસ્તામાં બસ સોનલના જ વિચાર ચાલે છે. એ આજે આવી હશે કે નહીં.