Saja - 2 books and stories free download online pdf in Gujarati

સજા - 2

આગળના ભાગમા જોયુ કે મિ પટેલ અને તેના મિત્ર ઓફિસ માટે જગ્યા જોવા ગયા હતા તે એક નાઈટ કોલેજ હતી જ્યાં મિ પટેલનુ શોક લાગતા મોત થયુ હતુ એક વર્ષ બાદ તેમનો દિકરો ત્યાં તેની દોસ્ત સાથે નાઇટ કોલેજ જોઇન કરી હતી ત્યાં તાશાને ડરાવનો અનુભવ થયો હતો હવે આગળ

તાશા સ્નેહાને જોઈ ડરી ગઇ હતી તે સીધી રુમ થી બહાર આવીને નિખીલ પાસેં ગઇ નિખીલ બહાર જ હતો તેને પણ તેવોજ અનુભવ થયો હતો

તાશા નિખીલ પાસે આવીને ગભરાતી બોલી "નિખીલ હવે અહિંયા એક ઘડી પણ નથી રહેવુ"

નિખીલ પણ ગભરાતા બોલ્યો "હાં હાં ચાલ આ કોલેજ કંઇ અલગ જ છે"

બંને ભાગતા ભાગતા કાર પાસે પહોંચ્યા કારમા બેસી કરના મિરરમા જોયુતો તે બધા પાછળ હતા હવે તે લોકોના ચહેરા અલગ જ હતા નિખીલ અને તાશા ને ખબર પડી ગઈ કે આ લોકો માણસ ન હતા તે જલ્દીથી ભાગી જવા માંગતા હતા કાર શરૂ કરી તે હાઈવે પર ચડ્યા થોડી વારમાજ કારનુ ટાયર પંક્ચર થઇ ગયુ

"તાશા હુ ટાયર ચેન્જ કરી લવ તુ નિચે ન ઉતરતી "

"હા પણ જલ્દી નિખીલ પ્લીજ "

"ઓકે"

નિખીલ ટાયર ચેન્જ કરવા બહાર આવે છે રસ્તો સાવ સુમસામ હતો નિખીલના ચાલવાની સિવાય બિજો એક પણ અવાજ ન તો આવતો નિખીલે ગભરાતા ગભરાતા ટાયર ચેન્જ કરી નાખ્યુ ત્યારબાદ તે કાર બેસવા ગયો ત્યાં તેણે જોયુ કે તાશા ત્યાં ન હતી તે વધારે ગભરાઇ ગયો તે આસપાસ જોવા લાગ્યો

તાશાને શોધતા શોધતા તેણે તાશા ને જોઇ તે જોતાજ તે મુજાંઇ ગયો તાશા તે આત્માઓના ચંગુલમા હતી નિખીલ કંઇ કરે તે પહેલા આત્માઓએ તાશાની ગરદન ધડ થી અલગ કરી નાખી નિખીલ આ બધુ જોઇ ખુબ દુખી થયો તે પોતાને સંભાળી કારમાં બેસી ફૂલ સ્પીડે ભગાડી તે જેમ તેમ કરી એક ઘર પાંસે પહોંચ્યો તે તેના એક દોસ્તનુ હતુ તેનો દોસ્ત તેને જોઇ તેણે જલ્દીથી પાણી આપ્યુ તે થોડો રિલેક્સ થયો પછી તેણે બધી હકીકત કહી પછી તેના દોસ્તે તેને ત્યાંજ રોકાવાનુ કહ્યુ થોડા દિવસ તે ત્યા રહ્યો એક વાર તેના દોસ્તે પુછ્યુ કે હવે શુ કરવાનુ છે ઘરે આંટીને ચિંતા થતી હશે તુ કેટલા દિવસથા અહી છો

"તારી વાત સાચી છે પણ ત્યા હુ જઇશ તો તાશા ના મમ્મી પપ્પા ને શુ જવાબ દઇશ "

"હુ સમજી શકુ છુ"

થોડા સમય બાદ રાત થઇ ગઇ હતી તે બંને જમીને સુઈ ગયા અડધી રાત થઇ ગઇ ગૌરવના ઘરેથી કોઇ બહાર આવ્યુ ત્યા પ્રોફેસર ની આત્મા આવી ગઇ

"ગૌરવ તો ક્યારે લાવીશ તેને "

"કાલે પ્રોફેસર " ગૌરવ કોઈના વશમા હોય તેમ બોલ્યો

પછી પ્રોફેસરની આત્મા અટટહાસ્ય કરી ગાયબ થઇ ગઇ પછી ગૌરવ પણ પોતાના રુમમા ગયો બિજા દિવસે નિખીલ ઉઠીને જોયુ તો તેની સાંમે ગૌરવ ઉભો હતો

"ઓહ ગૌરવ તુ તે તો મને ડરાવી દિધો "

"ચાલ આપણે બહાર નાસ્તો કરવા જઇએ "

"હા ઠિક છે હુ ફ્રેશ થઇને આવુ"

નિખીલ ને ખબર નહતી કે તે મોતાના મૂખમા જઈ રહ્યો હતો બંને કારમા બેસી નાસ્તો કરવા નિકળયા બંને તે જ હાઇવે થી જઇ રહ્યા હતા બંને તે જગ્યા પર પહોંચી ગયા જ્યાં નિખીલ નિ મોત હતી નિખીલ કોલેજને જોઇ ડરી ગભારાઇ ગયો

"ગૌરવ આ તુ ક્યાં લઇ આવ્યો "

ગૌરવ નિખીલને જોઇ હસ્યો અને નિખીલને તે અંદર લઇ ગયો નિખીલ કાર માંથી બહાર નિકળીને ભાગવાની કોશીશ કરે છે પણ ભાગી નથી શકતો અચાનક તે અંદર તરફ ખેંચાતો જાઇ છે તે સીધો એ જ બારી પાંસે આવે છે અચાનક તેની સામે પ્રોફેસરની આત્મા આવે છે નિખીલનો શ્વાસ રુંધાવા લાગ્યો અને તે સીધો બારીનિ બહાર તારો મા શોક લાગતા તેનુ પણ મોત થઈ ગયુ અને પ્રોફેસર નિ આત્મા ગાયબ થઇ ગઇ એ સાથેજ ગૌરવને હોશ આવી ગયો તે ત્યાં કેવી રીતે પહોંચ્યો તેનુ કંઇ ભાન ન હતુ અને તે ત્યાંથી તે ચાલ્યો ગયો અને તેની જતાજ ત્રણ આત્મા અચાનક આવીને ગાયબ થઇ ગઇ

થેંક્સ મારી સ્ટોરીને પસંદ કરવા માટે આના બાદ પછી મારી બિજી હોરર સીરિજ જે "ખૌફનાક સફર" મને આશા છે કે તેને પણ એટલીજ પસંદ કરશો તો રેટીંગ આપતા રહેજો