Ae jindagi books and stories free download online pdf in Gujarati

એ જિંદગી - મળી ના મળી


 
"શોધવા બેઠો તો પણ ન મળી
મને મારી આદરેલી..
આ શ્વાસોની રમતમાં , ગમતી પળ બે પળ ન મળી.. હા એક તારું સાનિધ્ય મારા જીવન માં ને જીવન જીવવા ની લય મળી .

પછી થયું કે એવી તો ઘણી ઈચ્છાઓ હતી
જે સમયસર કે માપસર ક્યારેય નથી મળી,
એવા ગુંચવાયો  આ જીવન ની રમતમાં કે ખુશીની કોઈ વ્યાખ્યા જડી ન મળી..

આજે ઓફીસ પર જઈને બેઠો .. જે કામ કરતો હતો એ ફાઈલ ન મળી.
બોસ સાથે આંખો જ્યાં મળી.. તો ચહેરા પર એમનાં સ્માઈલ ન મળી. 
મને યાદ આવે છે
મમ્મીનાં જન્મદિવસે આખુ શહેર ફરી વળ્યો હતો , 
પણ કયાંય એગલેસ કેક ન મળી..

કયારેક તું ફોન કરે.. અને કહે
એય ચાલને.. આજે તો
સાંજે બાગ માં જઈ હાથમાં હાથ નાખી બેસીએ.. ફરી એકવાર એ મુગ્ધ લાગણી ને જીવીએ .. પણ ..

હું વ્હેલો નીકળ્યો હોઉં ..
છતાં એજ દિવસે, મને મારી બસ ન મળી..

ખુશ કરવા તને એક વખત લઈ ગયો હતો મોટા મોલમાં..
હાથ જયાં નાખ્યો ખીસ્સામાં પુરતી રકમ  જ ન મળી..

મોડો પડયો હતો એ દિવસે જ્યારે દીકરી મૃગની ના પ્રોગ્રામમાં ને
મને જ એન્ટ્રી ન મળી..
જતી કરવી પડી.. ઘણી વાર, મીત્રો સાથેની મોજ-મસ્તી પણ ,, ,,
કામમાંથી કયારેય ફુરસત જ ન મળી ..

પણ આ બધાં વચ્ચે એક વાત હું તને
ચોકકસ કહીશ,
તું અને સાલી તારી આ લાગણી .. 
મને હંમેશા હાથવગી  જ મળી ..

થાકેલો પાકેલો જ્યારે ઘરમાં ડગલું માંડતો ને
ત્યારે બાળકોનાં વ્હાલ ની હુંફ મળી ..

બરાબર એ જ સમયે રસોડામાં થી
મારા તરફ
તું જે હુંફાળી સ્માઈલ ફેંકતી ને.. ને.. મને મારી ડાંડી ત્યાં જ ડુલ મળી ...

ખબર હોય છે .. ખુબ મોડુ થયું છે જમવામાં,
પણ દાળ હંમેશા ગરમ મળી ..

નાણાકીય કટોકટી .. એટલે મારી રોજનીશી,
પણ ઘર ચલાવામાં તું હોંશીયાર મળી ..

આ મારી પતંગ એટલે જ ઉડી રહી છે જીવન ના ઊંચા ગગન માં હજુ પણ 
ફીરકી પકડવા તું જો મળી ..

કેટલાય વેકેશન આપણાં .. બેગમાં જ પડ્યા રહ્યા ને કેટલા સપનાઓ તારી આંખો માં એમ જ વિલિપ્ત થતાં રહ્યાં ,
પણ તારી આંખોમાં કદી .. ન ફરીયાદ જોવા મળી ..

તારી હથેળીએ મારી આંગળીઓ
ખબર નહીં કેટલું ચાલી હશે..
જયારે પણ મોકો મળ્યો , એકબીજામાં પરોવાયેલી મળી ..

હોય છે હંમેશા વિખરાયેલા .. હું અને દિવસો મારાં
પણ તારી સાથેની રાતો બધl પરોઢ સુધી વીંટળાયેલી મળી ..

ભલેને ! લાખ ફરીયાદો હોય જીંદગીથી
છતાં..
તારી સાથેની અમાસ બધી, હંમેશા પુનમ બની ને મળી ..

કાયમીનો વસવાટ હોય.. એમ તું  મારામાં શ્વસતી રહી ..
હું શોધતો રહ્યો ખુદ ને * તું * મને મારૂ અસ્તિત્વ બની ....... મળી.. 

પણ જરા થોભી જા  એ જિંદગી તારી સાથે માણવાની
હજુ પણ મન  ના ખૂણે થોડી વધુ ઈચ્છા ઓ મળી,



રમતાં બાળકો
પાસેથી થોડું * નટખટપણું *
માંગી લાવજે.. એ જિંદગી..

પેલાં ગુલાબનાં છોડ પર *હાસ્ય* ખીલ્યું છે
એ તોડીને પહેરી આવજે.. એ જિંદગી

લાવ, પોતાની * મૂંઝવણો * મને પકડાવી દે
તારાં થાક ઉપર મનામણાનો વિંઝણે ઝુલાવી દઉં.. એ જિંદગી

જોને ! તારાં માટે
સાંજ બિછાવી દીધી છે અને
સૂરજ ને ક્ષિતિજે બાંધ્યો છે
આકાશે લાલીમા છાંટી છે..
વિતેલનો નથી આપવો
             અહેવાલ .. જવા દે એ જિંદગી
આ ક્ષણને ઉજવ .. 
             ગઈ કાલ .... જવા દે એ જિંદગી ..
પ્રેમ ને વિશ્વાસનાં ઘીમાં તાપે ચાક ચઢાવી છે
ઘુંટડે-ઘુંટડે માણજે એને એ જિંદગી .. *

 જીવન ની અડધી સફર પસાર કરી ચુકેલા સર્વે દંપતિ ને ... " આનંદ"  આપનો .