gamdano suwrn bhurkal books and stories free download online pdf in Gujarati

ગામડાનો સુવર્ણ ભૂતકાળ

ગામડા નુ લોકજીવન એટલે કુદરત ની સત્રછાયા મા જીવવુ કુદરત આપે ને તેના આધારે ગામડા ના લોકો મોજ કરે આનંદ માણે ગામડા ના ભોળા રદય ના માનવી નો ખાસ આધાર એટલે મેઘરાજા....મેઘરાજા વરસે ને અમે ગામડા ના લોકો માજ કરીયે આનંદ કરીયે અને જેની પાસે ન હોય એને મુઠી માથી ચપટી તો ચપટી પણ આપી ને રાજી થઇ અે...અને કોઇ ને આપવુ એ ગામડા ના ભોળુડા માનવી નુ આગવુ લક્ષણ છે એટલે જ કુદરત વરસાદ વરસાવી ને કરોડો વરસો થી માનવી ને જીવાડી રહ્યો છે...અને બિજી વાત કે ગામડા ના ખેડુતો જેઠ મહીના મા વાવણી થાય ને હોશે હોશે વાવણીયા જોડી ને વાવવા જાય છે ત્યારે વાવણીયા માંગવા નો જેનો હક છે એવા તુરી લોકો એક અભિયાગત ના રૂપ મા આવતા હતા દુર થી રાવણહથ્થા ની સંગાથે જેનુ ખેતર હોય તેના વડવા ના પોતા એ બનાવેલા દુહાઓ પોતા ના કંઠે લલકારતા આવતા ને સાંભળી ને એ ખેડુત નુ હૈયુ હરખાતુ કારણ કે કોઇ ને મુઠા ચપટી આપ્યા પછી બિજુ કઇ નહી પણ આશીર્વાદ તો મળશે જ એટલે જે કઇ પણ વાવતા હોય એમા થી ઉદાર દિલે અભિયાગત ને હરખાતા હૈયે આપતા ને ધરમ નુ કામ કરી ને ધરતી ના પેટાળ મા ધરણીધર પર વિશ્વાસ રાખી ને બિબડા વાવી કહે છે કે હે કુદરત અમે આંખ્યુ વિશી ને વાવી દિધુ છે હવે તારે ઉગાડવુ હોય તો ઉગાડ જે આવો ભાવ વ્યક્ત કરી ને નિરાંતે સુઇ જાય છે પણ કુદરત બહુ દયાળુ છે હો ભાઇ તે કઇ ગાંડા તો નથી જ એ ધરતી ના પેટાળ મા પડેલા બિબડા ને ગરમી આપી ને લિલુડા અંકુર આપી ને ખેડુતો ના હૈયા હરખાવી ને કુદરત પોતે દયાળુ છે એ વાત સાબિત કરે દેતો હોય છે
                          ખેતર મા રૂડા મજા નો મોલ લહેરાતો હોય ને ખેડુતા હરખાતા હૈયે કાળાઆંતરે કામ કરી ને ખેતર મા મોલ પકવતો હોય છે રાત્યુ ની રાતો ઉજાગરા કરી ને રોઝ કે ભુડ થી પોતાના ખેતર ની રખવાળી કરી ને મોઘેરા મોલ ને સુરક્ષત રાખી અને ભાદરવા મહીના મા અંગારા ઓકતા સુર્ય ના તાપ મા તપતા તપતા પરસેવો પાડતા પાડતા લાણી ટાણા ની યાદ આજે આવે છે ત્યારે એવુ લાગ્યા કરે છે કે કયા ગયો એ સમય કે ભાદરવા પછી જયારે વરસાદ વિદાય લેય ને લુહાર ની કોડ્યે દાતરડા કકરાવ્વા લોકો ની ભીડ જામતી ને મારે આજે દાડીયા(મજુર)કરેલા છે એટલે દાતરડા ની જરૂર છે હો..કે...મારા દાતરડા પહેલા કાકરી દેજો...કાકરતા કાકરતા ઉચુ જોયા વિના સરૂ કામે સૌ ને જવાબ દેતો લુહારો આજે કયા ગાયબ થઇ ગયા અને ગામ ના ઘણા બઘા લોકો માત્ર ને માત્ર ખેડુત આપે એના પર નિર્ભર રાખનાર સાધુ...બ્રાહ્મણ...વાણંદ..હરીજન..આવા ઘણા લોકો આજે કોણ બાજરો લણે છે...કોણ શિંગ ના ખેતર મા શિંગ વહેવા નુ કામ કરે છે....જે ગયુખેડુત શિંગ વે'તા હોય ત્યા હક ધરાવતા લોકો પાવેથરો લેવા જતા....પાથરો માત્ર નામ પુરતો જ હતો બાકી તો પાથરા ના બદલે ગાસડીયુ બાંધા દેતા જે માંડ માંડ ઘર સુધી પહોચાડતા આવા ઉદારદીલી જીવન હતા ગામડા માનવી ના....હા...અને...જે ખેતર મા બાજરો લણાતો હોય ત્યા આ લોકો કાંપા લેવા જતા(કાપો એટલે લણતા મજુરો કાપડ મા થી બનાવેલુ ડુંડા ભરવા માટે બનાવ્વા આવતુ પોણો મણ ડુંડા સમાય એવી જોળી)આખુ વરસ મંદીર ના દેવતા ની પુંજા કરનાર પુંજારી ને લોકો ભાવ થી કાપા આપતા પણ કેટલા કાપા આપતા એ પણ એક રસપ્રદ વાત છે લેવા આવનાર લોઠકો આદમી હોય તો કાપા ઉપાડવા ની હોડ બંધાતી કે પંદર કે વિસ કાપા ની ગાસડી ઉપાડી જાવખરા....હા...હા...નાખી દિયો પંદર કાપા ઘર સુધી ઉતારૂ નહી ઠેઠ પહોચાડી દઉ તોજ એ ડુંડા મારા નહીતર દાણા કઢાવી ને પારેવા ને નાખી દઉ બિજુ બોલો ઇ બે બાપ નો હોય...આવુ મે જોયેલુ છે માત્ર વાતુ સાંભળેલી નથી...આવુ આનંદી ને મોજીલુ જીવન આજે ગામડા માથીયે ગુમ થઇ ગયુ.....!
                           કેવા સંપી ને રહેતા હતા જમીન વાળા હોય કે જેને જમીન ન હોય એના ઘરમા પણ ખેડુત જેટલુ જ અનાજ ભેળુ થઇ જતુ હતુ કારણ કે ભોળુ જીવન હતુ ભેળુ કરવાની ભાવના ન હતી ભગવાને આપ્યુ છે તો બધા ભગવાન ના સંતાનો છે સંપી ને રહેવુ ને વહચી ને ખાવુ એ ભાવના માનવતા નુ દર્શન કરવતો એ જમાનો હતો એ જમાનો સમય ના ફરતા ચક્ર ના પટ્ટા પર કોણ જાણો કેટલોય દિર નિક્ળી ગયો આજે તો બસ ભેળુ કરવા ની એવી ભાવના પ્રગટી છે કે એ ભાવના ના કાળા પ્રકાસ મા બિજા નુ દુખ સુજતુ નથી હુ સુખી તો જગ સુખી એ ભાવના આજ ના માનવી ને મહા દુખ ની ખાઇ મા ધકેલી રહી છે ને માનવ પણ કેવો અણઘણ થઇ ગયો છે કે આવી માનવ ધર્મ વિરોધી ભવના ને ભવતારણ નુ સાધન માની ને એ ભાવના ને વાલપ કરી ને માનવ મટી ને દાનવ નુ મહોરૂ પહેરી ને જગત ના ચોક મા ટહેલી રહ્યો છે ને અહી રોજ રહેવા નુ છે એવા ઠાઠ માઠ મા જીવી રહ્યો છે માળો ભાન ભુલેલો જનાવર જેવો અબુધ્ધ
                        
*******ગામડા નો ભાવ ભરેલો લગ્ન પ્રસંગ*********

યાદ કરો ઇ જમાનો કે તે'દી ઢોલ શરણાઇ ના સુર થી જે આગણા મા લગન હોય ઇ આગણુ મંગળસુર મા તણાતુ'તુ પરભાત ના પોર મા ઢોલ ને શરણાઇ વાળા લગ્ન લખાય ગયા પછી રોજ સવાર મા ને સાંજકના ઢોલ વગાડવા આવતા ત્યારે બે'ન દિકરીયુ  ઢોલ ને ચાંદલા કરી ને સાથીયા કરી પછી ચોખલીયે વધાવતી..ઇ જમાના મા એવો રિવાજ હતો કે ઢોલ વગાડી લિધા પછી ગોળ કાયમ આપતા જ ...જાન પરણી ને આવે ત્યારે જે આપવુ હોય ઇ આપે પણ કાયમ ગોળ છે કોઇ કઠોળ કોઇ બીજી વસ્તુ આપે...જાન પરણી ને આવ્યા પછી તો ઢોલ શરણાઇ વાળા લોઠકાઇ કરતા....લે...અટલા પૈંસા તો આપવા જ પડે ને દિકરો પરણાવીન આવાં છો આજ નય આપો તો કારે આપશો જેમ છોકરુ હઠ લે'ય એમ હઠ લેતા...વરરાજા ના બાપ ને ગામ ના માણસો કે'તા દે'ને દે'ને તારો છોકરો પરણોં છે તેં માગે છે ને તારી ઘેર ઠેકડા મારી મારીન વગાડાં છે તે માગે છે દે...દે તુ નય દે તો સુ ગામ દઇ જાહે...નો'તુ દેવુ તો સુકામ મોટા ઉપાડે છોકરો પરણાવાં ગ્યોથો...દે...દે આમ કરી કરી ને ઢોલ અને શરણાઇ વાળા ને રાજી કરતા ભાઇ...! 
                             તમને ખબર હોય તો પેલા ફુલેકા ચડાવતા આખા ગામ મા રાતે ફુલેકુ નિકળતુ શિયાળા ની ટાંઢ મા વરરાજા ને ઘોડી માથે બેહાડી ને ઢોલ શરણાય ના સુર થી સજાવી ને રાત આખી ગામ મા ફેરવતા.,.ઇ ફુલેકા ની વાત મને બોવ ગોઠે કેમ ખબર છે તેં'દી મિઠુ મિઠુ ખાવા નુ હોય...તે'દી ભાઇ આજ ની જેમ મંડપ બંડપ કાઇ કે'વા...!છાયો કરવા બે પાચ તાપડા આડા અવળા બાંધી દેય એટલે પુરુ કોઇ લોઠકાઇ નય ચાકડ મુકડં બેહી ને ખાઇ લેવા નુ મે'માન આવ્યા હોય ઇ'યે તે આમ જ બેહી ને ખાઇ લેય જમી લીધા પછી કોઇ કોઇ ના સગા સંબંધી ને ત્યા આરામ પર જતા રહે કોઇ વળી વાડીયુ મા આટા મારવા વયાજાય ટુક મા મોજ કરતા ત્યાર ના માનવીઓ હાયહોય જેવુ કાય નહી ખાવુ પીવુ ને તડકારા કરવા એજ સમજણ કાલ જે થાય તે પછી મે'માનો દિવસ આથ્મે ગમે ત્યા થી લગનવાળા ઘરે આવતા રહે વળી પાછા જમીકારવી ને બિડીયુ ના ભુંગળા સળગાવી ને ફુલેકુ ચડવા ની વાટ જોઇ ને પરબારીયુ બીડીયુ બંધાણ હોય તોય પીવે ને નહોય તોય પીવે અને લે'રા કરે
                       તે'દી એવો રીવાજ હતો કે ફુલેકા ના દિવસે જે મે'માનો આવ્યા હોય એને રાતે ફુલેકા મા ફરવુ પડતુ ને રોકાવુ પડતુ કેમ કે આખો દિવસ પૈસા લખવા નુ કાગળીયુ કાઢે જ નહી રાતે ફુલેકુ ફરવા નિકળે ત્યારે ફુલેકુ લખાય(ચાંદલો)એટલે રોકાણા વિના હાલે જ નહી રોકાવુ જ પડે...મજા ની વાત હવે આવે છે ગામ મા થી વાણદ કે બાબર આવી જાય ઢોલ ને શરણાઇ વાળા આવી જાય ગામના ને મે'માનો ભેળા થઇ જાય એકાદ ભણેલો માણસ આવી જાય કેમ કે કોઇ રૂપિયો લખાવે કોઇ બે રૂપીયા લખાવે કોઇ વળી પાચ રૂપીયા લખાવી નાખે ઇ ફુલેકુ લખવા વાળા ની જરૂર પડે ને...?બેન દીકરીયુ આવી જાય લગનગીત ગાવા માટે કોયલ જેવા કંઠ ને અંતર અને મન બંન્ને ઉજળા  કોળો ડાઘ ન ભાળો.....હા.. જોગમાયા જેવી પવિતર એ જમાનાની બે'ન દિકરીયુ શુ ઇ વરરાજા ને ગીતો મા લડાવતી'તી...ઘોડી પર વરરાજા ને બરાબર ગોઠવી દેય બન્ને બાજુ સત્તર વાળા ગોઠવાય જાય આગળ ઢોલ શરણાઇ વાળા ગોઠવાય જાય..વાણંદ કે બાબર ના હાથ મા મસાલ કે કિસલેટ બતી આપી દેય અને ગણેહદાદા ના ગીત ની સરૂઆત સાથે ફુલેકુ ગામ મા ફરવા નિકળે પછી તો જેમ જેમ આગળ હાલે ને જામતુ જાય ઘરે ઘરે ચા પાણી થાય એન બાપલા ઘુબાકા (જવાની ઉભરાતી હોય એવા જુવાનિયા ઓ તો નદી નો વેકરા મા ભગડતુતી(લંગડી)રમવા વયાજાય ને ખરેખરી ના દાવ મંડાય..)અહી ફુલેકુય સોળેકળાએ ખિલ્યુ હોય
                            જેમ જેમ સમય જતો જાય એમ ફુલેકુ ગાંડુ થતુ જાય...ઢોલ વાળા શરણાઇ વાળા...હારે ફરવાવાળા પણ ગાંડા થઇ જાય હવે હુ જે લખવા જઇ રહયો છુ તેમા ઢોલ અને સરણાઇ વાળા ના લાભ ની વાત છે...ફુલેકા મા ફરવા વાળા એવા રંગ મા આવી જાય કે એકા બીજા માથે થી ફેટા પાઘડી પનિયા રૂમાલ આવુ બધુ લઇ લઇ ને વગાડનારા ની માથે નાખવા મંડે કોઇ વળી કોટ પહેરી ને આવ્યો હોય તો બે પાચ જણા ભેળા થઇ ને કોટ કાઢ્યેપાર કરે ને નાખી દે'ય....અરે ભાઇ સવાર થાય ત્યા કોઇ ની માથે ફાળીયુ બાંધવા ન રહે ને વગાડવા વાળા ને ગાહડા બંધાય આવા હતા ભાઇ ગામડા ના ગાંડા ફુલેકા આજ ફુલેકુ રહ્યુ માત્ર ને માત્ર જમવા પુરતુ 
                                          આજે તો ડી.જે આવ્યા મંગળ પ્રસેગ મા અમંગળ ગીતો વગાડી ને ગંદા નાચ નચાવી ને મન માન્યા રૂપિયા લઇ ને ભરરરરર ભટ કરતા જતા રહે....એલા ભાઇ શુ કામ આવા કાન ફોડ ધ્વની મા ભાન ભુલા થઇ ને ફરો છો તમારા પુર્વજો ને પ્રેમથી પરણાવનાર ના સંતાનો ને બોલાવો તેને ભાવ થી આપો તો પરંપરા જળવાય અને તમારા કહેવાતા ઢોલ શરણાઇ વાળા ને પાસ પૈંસા મળે (જોકે આજે તો સૌ કોઇ પોત પોતા ની રીતે ધંધો કરે છે કમાય છે અને મોજ થી જીવન જીવે જ છે)પણ આપણી પરંપરા ન ભુલવી જોઇએ...અને હા જે પરંપરાથી સમાજ મા ખરાબ અસર થતી હોય એવી પરંપરા ને નાબુદ કરો પણ જેના થકી આપણે ઉજળા છીયે તેવી પરંપરા ને આવકારો સત્કારો એનો આદર કરો એમા કોઇ વાંધો નથી
                      એક વાર જાન મા જતા આવુ થયુ હતુ
__________________________________________
કેરી ને હોય જ્યા કાતરાં.(ત્યા) શરણાઇના નિકળે નય સુર
તોય વગાડે જે મરદ.(જેના)રૂદીયા રંગાણા''રામડા''
___________________________________________
આ દુહો મે હમણા જ લખ્યો પણ કેરી ને કાતરાં નો અનુભવ તો મને નાનપણ મા થયેલો વર્ષો પેલા ની વાત કરુ તો અમારા પરગણા મા એ સમય મા ચૈતર વૈશાખ મા લગન ની લાણી થાતી બધુ ખેતી ની નુ કામ થઇ જાય પછી નિરાતે ઉનાળા ના લાંબા દિવસો મા લગન કરતા પંદર કે અઢાર વાના ના લગન લખાય(વાના એટલે લગ્ન લખાયા પછી પંદર કે અઢાર દિવસે જાન જોડવા ની હોય ત્યા સુધી જે ઘરે લગ્ન હોય તેને ત્યા ગામ ના મોટેરા ઓ આખો દિવસ વાતુ ના હિલોળા ને ચા પાણી અને જમવા ના ધિબશાળા થાય અને અઢાર વાના પુરા થાય પછી જાન જોડી ને પરણવા જવા નુ હોય છે)હવે એક તો ઉનાળા ના વરહ વરહ જેવડા લાબા દિવસો એમા પાછા અઢાર વાના ના લગન લખાણેલા હોય અને ભાઇ ઇ જમાના મા આજ ની જેમ મરી ગયેલી મજા નો'તી હા...જીવતી મજા હતી વરરાજા ને હેડી હેડી ના ભાઇબંધો રેઢો ન મુકે ને વર ના બાપ ને એની હેડી હેડી ના રેઢા ન મુકે...એ.....ન.....બાપલા ચાર ઘર ની લાંબી ઓહરી મા બુંગણ પાથરી ને પાંચ દસ ભાભલા ઓ બુંગણ માથે મુકેલી થાળી માથી બીડીયુ ની ભુંગળીયુ સળગાવી ને ખોખારા ખાતા ખાતા પીતા હોય....રાજસ્થાન ના ચુડીયે વતરાય એવા અફિણ ના ઘાટા કહુંબા ની અંજળીયુ ની મોજ માણતા હોય ને અલ્લી દલ્લી ની વાતુ બેઠા બેઠા ઉખેળતા હોય તો વળી કોઇ વાત ડાહ્યો માણહ અાવી જાય તો વિતેલા જમાના ની વારતા માંડે પણ કેવી વાતુ માથા વઢાઇ ગયા પછી ધડ લડ્યા હોય એવા કોઇ ધિંગાણા ની વાતુ...વટ ના ખાતર ઘર બાર ગામ ગરાહ છોડી ને ધરમ ના બા'રવટે નિકળી ગયેલા મહા પુરૂષો ના નેક ટેક ની વાતુ મંડાતી....આવો હતો બાપલા એ સમય મા લગન નો માહોલ આજ ના જેવો નહી
                         હવે આપણે જે વાત નુ મથાળુ બાંધ્યુ છે એની થોડી વાત કરીયે અમારી બાળ ટોળકી મા એક અમારો ઠોળી ભાઇબંધ(ઠોળી મા કદાચ ખબર ન હોય તો કહ દઉ કે જે આનંદી માણસ હોય મોજીલો માણસ હોય તેને ઠોળી કહેવાય)આ અમારો ઠોળી ભાઇબંધ કઇક ને કઇક ઠોળ કર્યા વિના ન રહે જયા જાય ત્યા ઠોળ તો હારોંહાર જ હોય...હવે બન્યુ એવુ કે અમારા ગામ મા એક ભાઇ ના લગન અમે બધા ભાઇબંધો એ નક્કી કરી લિધેલુ કે જાન મા જાવુ એટલે જાવુ જાન મા આવ્વા નુ કહે તોય જાવુ ને ન કહે તોય જાવુ ગાડા મા ન બેહારે તો હાલી નેય જાવુ ઇ નક્કી અમે તો જાન જવા ની હતી એના આગલા દિ'યે નાય ધોય ને તૈયાર થૈંઇ ને દિવસ ઉંગ્યા મા પુગી ગ્યા ઢાઢા ને સણગાર્યા ઘોડા ઓ સણગાર્યા ગાડા જોડ્યા ને ગાડા મા બધા બેહવા મંડીયા અને અમે ચેલ્લા ગાડા મા બેઠા અને અમારી હારે ગાડા ના ઠાઠીયે બે શરણાઇ વાળા બેઠા અને બેન દિકરીયુ એ મિઠા રાગે લાંબા સાદે ગીત ઉપાડીયા ને ઢાઢા રઘવાયા થયા ને ગાડા વાળા એ કહ્યુ કે છોકરાવ સરખો થોભી રાખજો હો નકર કયાક લગન મા વિઘન નાખશો...! ત્યા શરણાઇ વાળો બોલ્યો કે આ છોરાવને ઉતાર્ય ને હેઠા લઇને કયાક પડીબડી જાહે તો ક્યા ઉપાધી કરશુ...! ગાડા વાળો કહે કે હા....હા...ઉતરો હેઠા અમે તો માંડ માંડ ગાડા વાળા ને સમજાવ્યા ને ચાનામાના બેસી રહ્યા ને ગાડા ને ઘોડા ઉપડ્યા 
                             હવે અમારા ઠોળી ભાઇબંધ ની કરડી નજર શરણાઇ વાળા ઉપર પડી ગઇ કે તુ અમને ઉતરવા નુ કહે છે પણ હવે તારી ખબર એક બે વાર મન મા બબડી લિધો પણ ગાડાખેડુ ગાડા માથી ઉતારી નાખવા ની બિક થી શબ્દો બહાર કાઢી ન શકિયો...શરણાય વાળા ગાડા ની વાડ્યે વાહા ઠેરાવી ને સામ સામા બેસી ને બિજુ ગામ આવે કે કોઇ સામુ મળે ત્યારે ટેં...ટેં...ટેં...શરણાય ના સુર રેલાવી ને મોજ માણે છે પાછા ચાનામાના બેસી જાય વળી બિજુ ગામ આવે ને વળી પછી ટે....ટે...ટે....સુર રેલાવે એમા જયા જાન જવા ની હતી તે ગામ આવી ગયુ અમે તો ઠેકી ઠેકી ને ગાડા માથી ઉતરી ગયા જ્યા ઉતારો રાખ્યો હતો ત્યા પહોચી ગયા કેમ કે અમારે ત્યા એક રિવાજ છે કે જાન આવે એટલે જાનૈયા ને પહેલા મિઠુ મિઠુ વરીયાળી નુ સરબત પાવા મા આવે છે એટલે બધા ની પેલા અમે પુગી ગયા ને પીપળ ના મોટા મોટા કળસ્યા ભરી ભરી ને સરબત આપ્યુ અમારા નનકા નનકા પેટ ટબોળીયા ના ભરાઇ રહ્યા અમે તો ઓટકાર ખાતા ખાતા ઉતારા મા પાથરેલા ગાડલા મા ગોઠવાય ગયા સામે વરરાજા ને અણવર અમારા થી થોડા ઉચા આસન માથે બેઠા અમે તો થાળીયુ મા થી મુખવાસ ના મુઠા ભરી ભરી ને ખાધા ને ઘડીક બેઠા ને પણ બેહે ઇ બાળક નય અમારા પેટમા ઉભા થવા ના ગલુડીયા રમવા મંડીયા ને ઉભા થૈંઇ ને ભાગ્યા એમા અમારી નજર મા આંબા આવ્યા ને અમી અમને રોકી ન શકિયા પણ આંબે ગયા ત્યા અમારી જેવા છોકરાવો ત્યાર થૈંઇ ને ઉભા'તા અમને ભાળી ને કહે તમારે કરીયુ ખાવી છે આયા હાલાે તમને કેરીયુ આપીયે(એટલે કેરીયુ નહી પણ ઘમપાક)તોય અમે તો ગયા પણ અમારે બોલવા નુ જ ન હોય બોલવા નુ તો અમારા ભાઇબંધ નેજ હોય અમે તો હળુ હળુ કરતા પાસે પુગી ગ્યા ને અમારો ભેરૂ કહે કે ભલા માણહ અમેતો તમારા મહેમાન કે'વાઇ આવજો અમારા ગામ મા તો ખબર પડે કે કેમ સાચવિયે તમને તમે તો ગાંડા જેવા લાગો....મેમાન શુ કાઇ કેરીયુ ખાય જાય તમતારે અમારે તમારી કેરીયુ નથી ખાવુ અમે તો તમારી પાહે બેહવા આવ્યા છીયે થું તમતારે અમે ભાગી જાઇ આમ કરતા કરતા બે ત્રણ કેરીયુ તોડી લિધી ને મુઠીયુ બાળી ને ગાયબ.!આમ કરતા કરતા સામૈૌ નુ ટાણુ થઇ ગયુ
                                 ઢોલ માથે દાંડી પડી ને શરણાઇ..ટે...ટે....ટે...વાગવા મંડી ને અમારો ઠોળી ભાઇબંધ મેડીયો ઉચોનિચો થાવા...હાલો હવે મને ઓતાર આવશે આજ શરણાય વગાડવા દઉ નહી....!અરે પણુ તુ શુ કરીશ તો કહે કે તમે જોયા કરો જો જો હવે હુ શુ કરુ છુ તે...અમે તો ગયા ને બરાબર શરણાઇ વાળી ની સામે ગોઠવાય ગયા ને બરાબર રંગ જામ્યો જાનૈયા રંગ મા આવી ગયા મંડીયા નાચવા ને એકાબિજા માથે થી ફેટા ના પનિયા જોટી જોંટી ને ઢોલ ને શરણાઇ વાળા માથે નાખવા મંડીયા ઇ ટાણે અમારા ભાઇબંધે ચડ્ડી ના ખીસ્સા મા થી કેરી કાઢી અને એક છોકરો તો અમારા ઠોળી ભાઇબંધ નેય વધી ગયો એણે ખાટી આંબલી ના કાતરાં કાઢીયા અને સામે ઉભા ઉભા ખાવા નુ સરૂ કર્યુ ને સરણાઇ ના સુર ઓલવાઇ ગયા ને બધા જોતા રહ્યા.........
                 
                     
                   આપણા ગામડા ની ઘણી બધી ઉજવળ પરંપરા ઓ આજે લુપ્ત થતી જાય છે અને ઘણી બધી પ્રથા ઓ એકદમ અસ્ત થઇ ગઇ છે જ્યારે ઘણી બધી પ્રથા ઓ આથમણી દિશા તરફ મુઠીયુ વાળી ને દોડતી આથમવા ઉતાવળી થઇ રહી છે...આપણા સમાજ મા ઘણી બધી પરંપરા ઓ જે સમાજ ને હાનીકર્તા હોય ને તેને સમાજ તિરસ્કારતા હોય એનો તો આપણ ને આનંદ હોય છે ને હોવો જોઇ એ પણ જે પરંપરા આપણુ ગૌંરવ હોય આપણી ઓળખાણ હોય જેના થકી આપણે ને આપણો સમાજ આપણુ પ્રા:ત પરગણુ ઉજવળ થઇ ને ફરતુ હોય અને એ પરંપરા જો આથમતી હોય તો એમા બની શકે તો થોડુ દીવેંલ પુરી ને પ્રકાશિત કરજો ને આથમતી પરંપરા ને રોકજો કેમ કે જેના થકી આપણી ઉજવળ ઓળખાણ છે અને  ઉજવળ ઓળખાણ સાથે જ જીવવા ની મજા છે બાકી તો જીવન તો બધા જીવે જ છે ને.....?
                             આજે મોઘવારી ના યુગ મા પૈસા અને સમય નો બગાડ ન થાય તેનુ ધ્યાન રાખી ને સમાજ સુધારકો એ આપણી અમુક પરંપરા મા થોડો ફેરફાર કરી ને સમાજ મા કાર્યસફળતા કરવા નુ કામ કર્યુ છે જે વંદનિય ને પાત્ર છે જ પણ જે પરંપરા મા પૈંસા કે સમય નો બગાડ ન થતો હોય એવી ધણી બધી પરંપરા ઓ પણ આજે અસ્તા ને આરે જઇ ને ઉભી છે એમા થી એક પરંપરા ની આજે વાત કરવી છે જે પરંપરા છે''કરીયાવર''પાથરવા ની પ્રથા જે પ્રસંગ લગ્ન પછી એકાદ બે કે પાચ વરષે આણુ વાળવા મા આવે છે અને આણુ વાળ્યા પછી બિજા દિવસે જે પરંપરા ઉજવ્વા મા આવતી...આગળ ના સમય મા આપણે ત્યા એકલા લગ્ન થતા હતા એને લગ્ન પછી જેવા જેવા વેવાય ના મળી ગયેલા મન ઉતાવળા વેવાઇ હોય તો બીજા વરષે આણી વાળી લેતા અને ઉતાવળા ન હોય તો કેટલા વરષ નિકળીજાય એનુ નક્કી નહી...આણુ વાળવુ એટલે નક્કી કરેલ દિવસે ગામ મા થી માણસો ને જેમ જાન મા લઇ જાય એવી રીતે લઇ જતા હતા પણ અહી એક નવો રીવાજ હોય છે કે જે છોકરા ના નવોઢા ને તેડવા જતા હોય છે તે જ છોકરા ને ઘરે રહેવા નુ હોય છે બાકી ના તમામ ને જવાનુ હોય છે જો'કે એના શિવાય બિજા પણ ઘણા લોકો પણ હોય છે કેમ કે આણુ વાળી ને આવ્યા પછી ગામ ને અને આણુ વાળવા ગયેલા ને જમાડવા ના હોય છે એને દિવસ આથમવા ના ટાણે આણુ આવી જાય એટલે જમવા નુ ત્યાર જ હોય છે ને ગામ ના માણસો પણ આમંત્રણ હોવા થી આવી જતા હોય છે અને આણુ આવી જાય એટલે ગાડા માથી કે કોઇ પણ વાહન માથી કરીયાવર ..પેટી..પટારા...કે કબાટ..જે હોય તે નિચે ઉતારી ને ઘરમા ગોઠવી દેવી મા આવે છે અને ત્યાર બાદ પથરણા પથરાય છે ને કહેવા મા આવે છે કે લ્યો ત્યારે ઉભા થાવ લ્યો જમવા...હડેડાટ કરતા પાથ્ય મા બધા ગોઠવાય જાય છે ને સારથીયા એટલે કે પિરસવા વાળા પિરસવા લાગે ને બધા નિરાતે જમી ને આનંદ પામતા હતા પણ આ પ્રસંગે એક પણ પૈસા લખાવ્વા પડતા ન હતા
                               સવાર મા સમય થાય છે ''કરીયાવર''પાથરવા નો જે આખો પ્રસંગ બહેનો નો હોય છે જેમા ભાઇ ઓ ની જરા પણ જરૂર પડતી નથી કેમ કે કરીયાવર પાથરવા મા ભરત ચિતર..લુગડા લતા...ઠામ ઠિકરૂ...ગોદડા ગાભા...ભરત મા માડ નુ ભરત એટલે કે તોરણ...ટોડલી નુ ભરત જે ટોડલિયા..ચાકળા ચંદરવા...બારસાખ ના બારસાખીયા...હાથ બનાવટ ના દેશી ઝુમર..ત્થા બળદ ના સણગાર...મોતી ભરેલ રાશ...શિંગડા ના ખોભળા..માથા ની માથરાવટી..અને ઘોડા નો સણગાર...એ તમામ ગોઠવી શકે એવી હોસીયાર બહેનો ને બોલાવ્વા મા આવે છે અને એ કોઠાસુજ વાળી બહેનો સરસ રીતે ભરત ચિતર...ઠામ ઠિકરૂ..ગોદડા ગાભા આવુ બધુ એવી રીતે ગોઠવે કે ઘર આખુ ભરત થી ગુંથાઇ જાય છે જાણે કોઇ નવોઢા બેઠી હોય...આપણે ત્યા તો ભાઇ શુભ પ્રસંગો મા ઝડ ને ચેતન બધાય રંગાઇ જતા હોય છે..જુવો ને લગ્ન પ્રસંગે ઢોલ ને ચાંદલા કરીયે છીયે સાથીયા કરીયે છીયે ચોખલિયે વધાવિયે છીયે..આવી જ રીતે ઘરને પણ સણગારીયે છીયે આખુ વાતાવરણ પ્રસંગમય બનાવી દઇએ છીયે...જયારે કરીયાવર પાથરી ને ઘર ને સણગારીયા પછી ગામ ની બહેનો ને માતાઓ અને બાળકો કરીયાવર અને નવી વ્વારૂ ને જોવા અને આશીર્વાદ આપવા માટે જતા....બુઢ્ઢી માતા ઓ આવતા એટલે આવનારી નવોઢા સરણસ્પર્સ કરતી ત્યારે ધ્રુજતા સ્વરે ડોસી મા ઓ જે આશીર્વાદ આપતા એ બહુ સમજ્યા જેવા હતા અને સાથો સાથ નવાય પમાડે તેવા હતા અમારા પરગણા ની વાત કરુ તો આશીર્વાદ ના પહેલા શબ્દો ''ગરઢી ડોહી થા ને તારા સાચુ સસરા ની સેવા કર''હવે આવા શબ્દો સાંભળીયે એટલે નવાય લાગે જ કે ભૈંઇ મુરત માજ ગરઢા થવા નુ કેમ કહે...
                         અમે નાના નાના હતા ત્યારે નવા વરષ ના દિવસે ઘરે ઘરે આશીર્વાદ લેવા જતા ત્યારે આ આશીર્વાદ અમે ખુબ સાંભળેલો ત્યારે એક દિવસ નક્કી જ કરી લિધુ કે આજે પુછી જ લેવુ છે કે''ગરઢા ડોહા થવા નુ જ બધા ને કેમ કહો છો''એમા એક ડોચી મા ને હુ પગે લાગ્યો એટલે દુખણા(મિઠડા)લેતા લેતા બોલ્યા કે ''ગરઢો ડોહો થા સો વરહ નો થા'' એટલે મે કહ્યુ કે આઇ મારે તમ ને પુછવુ છે કે તમે બધા આયુ ગરઢા થવા નુ જ કેમ કહો છો તો એ આઇ એ મને પાહે બેહારી ને કિધુ કે બટા અમી પુરાણ ભણેલ્યુ ડોચ્યુ નથી અમી તો અટલુ જ જાણઇ કે તુને મારો ઠાકર ઠેઠ ગરઢો થા તાં હુંધી સાજો નરવો રાખે અટલે કે તુ સો વરહ નો થા એવા આસરવાદ અમી આપયે છયે''મારી શંકા નુ સમાધાન થયુ કે ઠીક આ માવડીયુ ઠેઠ સો વરષ ની આયુષ આપી દે છે આવા આશીર્વાદ દઇ ને
                                     આવી બોખો મો વાળીયુ ભગવતી ને ભોઠી પાડી દેય એવી દયાળુ દિલડા વાળીયુ ડોશીઓ નવોઢા ને હૈયા ના હેત થી આશીર્વાદ આપી ને ઓસરી મા બધા ભેળા થઇ ને બેસે છે કોઇ દાતે બજર દે છે તો કોઇ વાસેટી બજરૂ સુંધે ને વાતુ ના હિલોળે ચડે છે અને આપેલા કરીયાવર ને જોઇ ને વખાણ કરી ને વેવાઇ ના વખાણે ચડી જાય છે...આવા કરીયાવર પાથરવા ના પ્રસંગ નાનપણ મા બહુ જ જોયેલા છે...શુ મજા હતી એક વાર તો હાથ બનાવટ ના નવા નવા ઝુમર આવેલા એ જમાના મા ગામડા મા વિજળી ના દોરડા નહી ને શહેરો મા ખરી એ વિજળી ના ઉડી ગયેલા ગલોપ(લેમ્પ) લાવી ને ઉપર થી તોડી ને અંદર થી બધુ કાઢી ને એમા દરજી ની દુકાને થી કાપડ વેતરયા પછી જે રંગ બે રંગી કાપડ ના કટકા નિકળે તેને તે ગલોપ મા ભરી ને જગમગીયા ઝુમર બનાવેલા એ જોઇ ને બહુ નવાઇ લાગેલી બસ હરી ફરી ને ત્યા જઇ ને ઉભા રહીયે અંતે એક ગલોપ ફુટીયો ત્યારે નિરાત થઇ આજે તો આવુ બધુ લુપ્ત થતુ જાય છે ને એ પ્રસંગ યાદ આવે ત્યારે અકળામણ થાય છે કે શુ જુનુ જુનુ બધુ જતુ રહેશે કે શુ....?ત્યા ગીતા  મા ભગવાન કૃષ્ણચંદ્ર એ કહેલી એક વાત યાદ આવે છે પરીવર્તન એ સંસાર નો નિયમ છે....તમે ગમે એટલા ધમપચાડા કરો પણ પરીવર્તન અનિવાર્ય છે...સતા પણ માનવી અમુક પરંપરા ને જાળવ્વા ની કોશિસ કરશે જ...આજ યાદ આવ્યુ ને લખાય ગયુ

**ગામડા નો સંગીત નો સુવર્ણ યુગ કઇક આવો હતો**

ગરવી વાણી ગંજવતો.(ઓલ્યા)મુછાળા માણતા મોજ
ડાલામથ્થા ને ડોલાવતો.(એવો)રંગીલો રેડીયો''રામડા''
__________________________________________ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ રજુ કરે છે લોકવારતા જીથરોભાભો વારતાકાર કાનજી ભુટા બારોટ....ત્યા'તો બધા એક કાને થય જાતા..આપણા જાણેતા ને માનેતા સૌ ને પોતાના લાગે એવા કામણગારા કંઠ ના માલિક એવા આપણા હેમ ના ઢેખળા જેવા કિમતી હેમુભાઇ કવરા સાસરીયા નુ ગીત ''વો'વે વગોવ્યા મોટા ખોરડા રે લોલ''.....મન મોર બની થનગાટ કરે...ત્થા કેટલાય  નાટકો સાંભળવા લાયક સંસ્કારી મનોરંજન પિરસાતા'તા..દિવાળી બા ના લોકગીતો...આપણા કવિવર ભગત બાપુ ના નામ થી પ્રસિધ્ધી પામનાર કવિ કાગ ની સ્વરચીત પોતાના કંઠે રજુઆત થી સાભળનાર ના ચ્વાછ અધ્ધર ચડી જાતા એવા છંદો ની રમઝટ માણવા મળતી રામાયણ...ત્થા ખાનદાની ની ખુમારી ની સુરવિરતા ની વાતુ દાનવિરો ની વાતુ જાણવા મળતી એવી આપણૂ આકાશવીણી સંભળાવનારુ સાધન એટલે આપણો રેડીયો આજે એ રેડીયો બિચારો રાતાપાણીયે રો'વે છે અને કહે છે કે અમને સાંભળનાર માણનારા મરદ મુછાળા કયા ગયા
                                   ગામ ના સરપંચ ને ત્યા કે ગામના ચોંરે રેડીયો મુકવા મા આવતો અને ચોંરે સાજે નાના મોટા ભેળા થઇ ને બહતા ને રેડીયો સાંભળતા બુઢા ભાભા ઓ બધા ભેળા થઇ આખો દિવસ બેઠા બેઠા સાંભળતા ને ચા કહુબા ને હોકા ગડગડાવતા અને સાંજે વાળુ પાણી કરી ને કામે ગયેલા બધા સાંભળવા આવતા અને રાજકોટ ટેસણ માથે મુકી ને લોકગીતો ભજન લોકવારતા ને દુહા છેદો સાભળતા ને મોજ કરતા...આમ કરતા કરતા પછી તો ઘેર ઘેર રેડીયો લાવ્વા મંડીયા..ખેતરે ખેડવા જાય ત્યાય હારે લેતા જાય ઢાઢા જોડેલા તરેલે રેડીયો ટીંગાડી ને સાંભળતા સાંભળતા ખેડતા કળીયા હાકતા'તા ઇ ભોળા રદય ના માનવીયો......હા
                           એમા વળી ધિરે ધિરે ટેપ અાવ્યા મને યાદ છે કે અમારા ગામ મા એક ભાઇ નવુ નવુ ટેપ લાવ્યા હારે બારવટીયા ઓ ની વારતા ની કેસેટો લાવ્યા અને ખોરડા માથે ફિક્કર મુક્યા તેં ગામ ના બધા ઘેરાવળી વળી ને અડધી રાત સુધી બજારુ મા બેહતા ઓલ્યો ટેપવાળો ભાયે'તે બધા ની હોરે ઉચો થાતો થાતો બેહે એમા કેસેટ અડધી થાય એટલે ફરવ્વી પડે નેં એટલે ઘોડી ને જાય ફેરવી ને પાસો આવે ત્યા વળી ઘુસવાય વળી પાસો જાય....હવે સાંભળવા વાળા ને કાય નહી ને આ ટેપ વાળો ઘોડી ઘોડી ને અડધો થઇ જાય તોય ઉચો ઉચો હાલે કેમ કે ટેપ એનુ છે ને એટલે આવો હતો ભાઇ તે'દુ નો જમાનો
                                એમા વળી કોય ના લગન આવે ત્યારે જાયા જેવુ થાય...તેદી એવુ હતુ કે જેના લગન આવે ને ત્યારે ટેપ વાળા કે'તા કે વરા'જા ટેપ બેપ વગાડવુ હોય તો લય જાજોં..વર'જા ને કે'વા ની જ વાટ હો ઇ તરત લઇ આવે પછી તો એક હાથ મા ટેપ રહી ગ્યુ હોય એક હાથ મા તરવારં અને હારે મોતી ભરેલી કોથળી ટીંગાતી હોય કોથળી મા ધાણા વરીયાળી ને વાતરેલુ ચોપારી હોય કો'ક સામુ મળે ને કે'ય કે લાવો'લ્યો વરરાજા ધાણા...ધાણા ને ચોપારી આપતો આપતો વરા'જો ગામ મા ફરતો હોય તો આપડી જેવા જોઇ જાય કે એલા ટેપ હારે લાગે કે શુ...!એટલે તરત સાદ કરે એલા આવો વરરાજા ચા પાણી પીવા....ચા પાણી ના બહાને આવે તો ટેપ સાભળીયે ને બેહીયે વરરાજા આવે ને સિધ્ધા લાઇટ ના બોડીયે જ જાય ને દોરડુ નાખી ને ટેપ સાલુ કરે...વરરાજાનેય એટલુ જ જોતુ હોય કયારે કો'ક સાદ કરે ને જાવ...
                               આજ તો ભાઇ રેડીયા ગયા ટેપે'તે ગયા આ ટીવીયુ ના ડબલા આવ્યા ત્યા થી મનોરંજન ની મજા જ બગાડી નાખી નયએવા ગીત આવે નયેવા ફિલમ આવે નયએવા સમાચાર આવે આપણો રેડીયો તો ભાઇ આપણુ પ્રતિબિંબ હતુ જેમા થી સંસ્કાર મળતા'તા...અને રેડીયો બધા હારે બેહી ને સાંભળીશકતા પણ આ ટીવીયુ કયા હારે બેહીન જોવાય એવીયુ છે કાયમ કાયમ નવાનવા નખરા વધતા જ જાય છે  આપણે વધારે નથી કે'વુ બાકી રેડીયો એટલે રેડીયો
                                
                     આજે તો આપણે મરેલા મનોરંજન ના હેવાય થઇ ગયા છીયે બાકી તો  આપણી રંગ ભુમી ના નાટકો..આપણી રંગભુમી ના ગીતો જે આપણ ને અને આપણી આગવી પેઢી ને કઇક સુ સંસ્કારો આપતા'તા એના બદલા મા આપણે શુ આપ્યુ....?માત્ર ને માત્ર સમાજ મા થી જાકારો જે આપણ ને સાચી સમજણ આપતા પાપ ના મારગે જઇ રહેલા માણસ ને સત્ય મારગ નો રાહ બતાવતા આપણા દેશી નાટકો જે ગામડે ગામડે ભજવાતા ને એ કાળ ના આપણા ભોળુડા માનવી ઓ હોશે હોશે જોતા...ઇતિહાસ ના પાના ઉખેળતા જાણવા મળે છે કે રામાયણ..મહાભારત...રાજા હરીચંન્દ્ર..શિબી રાજા..જેવા સત્ય નો રાહ બતાવતા નાટકો નો આપણા દેશ ના ઘણા બધા મહાપુરૂષો ના જીવન પર પડેલી બચપણ મા થી જ પડેલી એ અસર જીવન ના અંત સુધી રહેલી ને જીવન રૂપી વૃક્ષ ના મુળ મા રહેલા નાટકો ના સત્ય નુ પાણી મળતુ રહેલુ...આ આપણા નાટકો અને એ નાટકો ને ભજવતા આપણા કલાકારો કેમ બિચારા થઇ ને ફરે છે ગામડે ગામડે ભજવાતા નાટકો આજે બંધ થઇ ગયા છે એવુ કહીયે તોય ખોટુ નહી...આજે ગામડા મા નવરાત્રી ના સમય મા કયાક કયાક જોવા મળીજાય છે બાકી જેમ દિવા મા દિવેલ ખુટતુ જાય ને અને જ્યોતિ ઝાંખી પડતી જાય એમ આપણા નાટકો રૂપી જ્યોતી ઝાંખી પડતી જાય છે એને આજે દિવેંલ ની જરૂર છે જે દિવેલ એટલે પ્રેક્ષકો છે આપણે જ જોવા નહી જઇએ તો કલાકારો નો ઉમંગ આથમી જશે ને સાથો સાથ આપણા અણમોલા નાટકો ની જ્યોતી આથમી જશે અને એના માટે સરકારે પણ આંખ ઉઘાડવા ની જરૂર છે જેમ મરી રહેલા માનવી ને બચાવ્વા ની કોશીસ કરીયે છીયે એટલી તા'તી જરુર છે.....આજે આપણે એટલે કે આપણુ ગુજરાત આપણી અસ્મિતા બચાવ્વા મા બહુ જ પાછળ છે એવુ કહી શકાય નાટકો આપણુ ઘરેણુ છે એ ઘરેણુ સાચવ્વા ની જરૂર છે નહીતર આ મોઘા મુલુ ઘરેણુ ખોવાય જશે ને દિવો લઇ ને ગોતવા જશોતોય જડશે નહી
                                  નાટકો નો ઉદ્ભભવ કયારે થયો કોણે કર્યો કયા પ્રદેશ માથી ઉદ્ભભવ થયો એ કહેવુ બહુ જ મુશ્કેલ છે પણ નાટકો એક સમાજ નુ દર્પણ છે એ વાત સોક્કસ છે આગળ ના સમય મા પાચ પાચ દસ દસ ઝુપડા ના સમુહ મા થી નાટકો નુ સર્જન થયુ છે...એ કાળ મા કોઇ મનોરંજન નુ સાધન ન હતુ આખો દીવસ કામ કરી ને થાકી ગયેલો માનવી સાજે વાળુ પાણી કરી ને પથારી મા પડવા ના બદલે કોઇ ગીત ગાઇ ને ભજન ગાઇ ને કે વાજીંત્ર વગાડી ને કે આખા દિવસ મા જોવા મળેલા દિલ ને સ્પર્શી ગયેલા દ્રષ્યો ને સાજે થોડુ ઘણુ સ્વરૂપ આપવા ની કોસીશ થતી અને આમ આખા દિવસ નો થાક ઉતારતા અને પછી પથારી મા પડી ને મિઠી મજા ની નિદ્રા લેતા આમ કરતા કરતા સમય જતા સંપુર્ણ નાટક નુ સ્વરૂપ મળી ગયુ ત્યાર પછી ના સમય મા અમુક લોકો દ્વારા નાટકો ભજવ્વા ની પરંપરા સરૂ થઇ જેમા સમુહ ભળતો ગયો આમ નખાયો આપણા નાટકો ની ઇમારત નો પાયો પછી તો સમય જતા નાટકો એક અમુક સમુદાય નો આજીવિકા નુ સાધન બની ગયુ નાટકો ભજવ્વા માટે ગામડે ગામડે જવા લાગ્યા અને જે કાઇ મળે એમા એ લોકો નુ ગુજરાન ચાલતુ અરે ભાઇ સમય જતા તો નાટકો ની બોલબાલા નો સમય આવ્યો કારણ કે સમાજ મા બનતી ઘટના ને નાટકો મા વણવા મા આવી સાથે સાથે પેટ પકડાવી ને હસાવતા
''હરાયા''(કોમડીયન પાત્ર)નો સમાવેશ કરવા મા આવ્યો....પણ ભાઇ શુ વાત કરૂ પાત્ર કેવા ભજવાતા...શુ પાત્ર'તા હતી....!આ...હા,,,,હા....રાજા ભરથરી નુ પાત્ર ભજવનાર ભવાયા ને કોઇ મહારાજા એ કહેલુ કે તારા પર હુ રાજી થયો છુ લે આ સોના ના તોડા દાન મા આપુ છુ(તોડા એટલે રાજા મહારાજા ઓ ને પગ મા પહેરવા નુ નક્કોર ઘરેણુ જે 500ગ્રામ નો એક તોડો થાય એટલે બે તોડા એક કિલ્લા ના થાય)ત્યારે એ કલાકારે કેવો જવાબ આપ્યો ખબર છે...કે હુ બાણુ લાખ માળવા નો ધણી છુ એ તોડો મારી સામે કઇ જ ન કહેવાય...આજે વર્ષો પછી પણ પ્રણામ કરવા નુ મન થાય કારણ કે પાત્ર ભજવનાર ને ખબરજ હોય છે કે આપણે તો રાત ના રાજા કહેવાઇ સવારે તો આ સપનુ સંકેલાય જવા નુ છે એટલે જે મળે તે લઇ લેવા મા જ લાભ છે પણ નહી પાત્ર ને અન્યાય ન થાય ભલે ને લાખો જતા કરવા પડે આ આપણા મોઘા મુલા નાટકો ના કલાકારો...રામયણ ના નાટક ભજવતા કલારારો ની વાત કરૂ તો એક વાત લખવા નુ મન થાય કે જયારે કૈંકેય કહે કે મારા ભરત ને ગાદી ને રામ ને ચૌદ વરષ નો વનવાસ સાંભળતા ની સાથે પાત્ર ભજનાર માણસ પાત્ર ભજવ્વા ખાતર ઘરતી માથે ઢળી પડે ને પછી કયારેય ઉભો ન થાય આના થી પછી કઇ પાત્ર'તા હોઇ શકે....!આપણો રંગમંચ નો રાજા જેને કહી શકાય એવા ઉપેન્દ્રભાઇ ત્રિવેદી ના મુખે થી લોક ગાયક ગુજરાત મા એક વાત સાભળેલી કે જ્યારે રા'નવઘણ નુ સુટીંગ સરુ હતુ ને અમારે કાળી ચકલી બની ને આઈ વરૂડી ભાલે બેચે એ સિન લેવા નો હતો વિચાર કર્યો કે બનાવટી ચકલી લગાડી ને સિન લઇ લેશુ નક્કી થયુ દરીયા કિનારે બધી ગોઠવણી થઇ ગઇ ને સિન લેવા નો સમય થયો ત્યા આભે થી ચકલી આવી ને ભાલે બેચી ગઇ ને હકીકત નો સિન લેવાય ગયો આને કહેવાય પાત્ર'તા અહી હેમુભાઇ ગઢવી નુ હોવુ મને જરુરી લાગે છે હેમુભાઇ ને ખાલી હેમ નુ ઘરેણુ કહી છુ તો નહી ચાલે કારણ કે હેમુભાઇ તો આખે આખો હેમ નો ઢેખળો હતો ભાઇ ગોતવા બેહો તો કયાય લોઢા ની કણી ન જોવા મળે આ આપણા હેમુભાઇ તો આપણી રંગભુમી ના પ્રાણ હતા ભાઇ...હેમુભાઇ ભારત પાકીસ્તાન કે પછી ચિન સાથે ના યુધ્ધ વખતે નાટક ભજવી ભજવી ને લોક ફાળો એકઠો કરતા હતા જે આકાશવાણી ના નેજા હેઠળ કામગીરી ચલાવતા હતા એમા(હુ એ ગામ નુ નામ ભુલી ગયો છુ માફ કરશો)ત્યા નાટક ભજવેલુ તો ત્યા થી ત્રણ કિલ્લો સોનુ ને એ પ્રમાણ મા ચાંદી ને રોકડ રકમ મળેલી પણ મન જરા પણ ખરાબ કર્યા વિના બધુ જ ફંડ મા નાખી ને દેશ ની ભક્તિ નુ ઉદાહરણ પુરૂ પાડીયુ આ રંગભુમી ના મહાનાયક  પડધરી ગામે રાહડા નુ રેકોડીંગ કરવા ગયા અને ત્યા થી પરબારા સ્વર્ગે સિધાવી ગયા...
                        શ્રી ટપુભાઇ દેગામા કહે છે કે હુ હાજીભાઇ અને હેમુભાઇ અમે ત્રણેય પડધરી ગયા ને ત્યા ગયા એટલે બહેનો બધી આવી ગઇ ને રેકોડીંગ સરૂ થયુ એક રાહડો ગાયો ને પુરો થવા આવ્યો કે હેમુભાઇ મારા ખોળા મા ઢળી પડીયા તરત જ ડોક્ટર બોલાવ્યા એટલે ડોકટરે કહ્યુ કે હેમુભાઇ ને હાલત ખરાબ છે એટલે રાજકોટ લઇ જવામા આવ્યા અને ત્યા ગયા પછી વસમી ઘડી આવી પહોચી....પણ મને લાગે છે કે હેમુભાઇ પડધરી ગયા હશે ને પડધરી ગામ ની નારી ઓ એ એવા રાહડા ગાયા હશ્ કે ઇ કરૂણ રાહડા મા આપણા હેમુ ભાઇ એવા તો ખાવાય ગયા હશે કે ચ્વાછ લેવા નુ શુકી ગયા હશે આને કહેવાય ખરી પાત્ર'તા આવા આપણા કલાકારો ને લાખ લાખ વંદન....આપણુ આ જીવતુ મનોરંજન આજે ઝાંખુ પડી રહ્યુ એ એક દુખ ની વાત છે આ નાટકો માથી રૂપાંતરીત ફિલ્મ રચીકો ને મારી વિનંતી કે નાટક આપણી કલા ની ધરોહર છે એ નિહાળવા ની આછી પાતળી આદત પાડજો તો આપણી ધરોહર રાજી થશે                   
                    ઘણા સમય પેલા એક કવીતા ભણવા મા આવતી'તી કે''અમે ફેરફદુરડી ફરતા'તા.ફરતા ફરતા પડી જવા ની કેવી મજા ભૈંઇ કેવી કેવી મજા''પણ  ભણે કોણ ફેર ફદુરડી ની કવીતા એ માથુ ફેરવી નાખેલુ નદી ના કાઠે નિહાળ ને નદી ને કાઠે ખાટી આંબલી નુ જાડવુ....તો કડવી કડવી નિહાળ મા ગોઠે કાય...?ખાટી ખાટી આંબલી તે'દી મિઠી મિઠી લાગેલી.. કેવડી નદી ના પહોળા પટ માથે મોટા મોટા પાણા નો કુદરતે અમારી સારુ મોટો બંધ બાંધી ને તૈયાર રાખેલો એ બંધ માથે થી બારે મહીના પાણી ધોધ ના રૂપે એ કાળ મા સરુ રહેતુ જેના કારણે લિલ બાજી જાતી ને અમારા માટે લફરણી બનાવેલી પણ લફહણી કેવી કે પગ ગયો નથી ને ઉંડા ઘુના મા ફગોળાણા નથી ત્યા લફરવા પોગી જાતા ને નાહી નાહી ને ધરાઇ પછી ભુખ્યા થાઇ ને આબલી માથે ચડી ને ખાટા કાંતરા નો ઢગલો કરીયે અને આંબલી ના છાયે મોટા મોટા પાણા પડેલા એની હારે ઘહી ઘહી ને પેટ ભરી ને ખાતા પણ કયારેય ખાટો ઓટકારેય આવેલો નય એમા અમારા માસ્તર સાહેબ ભાળી જાય એટલે પકડી ને પંજરી પાક આપે ઇયે મન ન હોય તોય ખાવો પડતો...
                      ફેરફદુરડી ની કવીતા સાંભળી સાંભળી ને વારે વારે ગોળ ગોળ ફરવા નુ ભુતવળગેલુ ઇ ભુત નુ વળગાડ કોઇ ભુવો પણ કાઢી હકે એમ નો'તો બસ મન મા અવળા હાથ ની એવી ગાંઠ બેહી ગીં કે એ ગાંઠ કોય થી ઉખળે એમ નો'તી વૈશાખ ના ઉના ઉના વા'તા વાયરા મા આઘા આઘા ખેતર ના ઢેફા ખુંદતા ખુદતા ઉઘાડા પગે બળબળતા બપોર ના વખતે ભાયબંધો ની હારે ઠુઠીયો કવાડો(કુહાડો)લય ને પુગી જાતા પણ શુકરવા ઇતો કો'ક પુછો હાલો હુ જ કય દવ કે ગોળ ગોળ ફરવા નુ સાધન બનાવ્વા સાટુ....અમારુ ખેતર ગામ થી ઉગમણી દહેં કે જ્યા દાડમા દાદા નુ થાનક હોવા થી અમારા ખેતર ની દહં ને દાડમા ની દહં કહેવાતી...બધા ભાયબંધો દાડમા ની દહેં આવેલા અમારા ખેતરે ઢાઢા બાંધવા ની ગમાણં ની પડખે ગોળ ગોળ ફરતો ચિસોડો બનાવતા ને મજા ના ગોળ ગોળ ફરતા બોવ મજા આવતી શુ કરડ કરડ અવાજ આવતો...!
                       હવે ચિસોડો કેમ કરીને બનાવતા ઇ વાત કરુ (આ ચિસોડા ના ચિત્ર માટે ગુગલ બહુ ઘુમરડું પણ ચિતર મળ્યુ નહી પછી હાથે ચિતરવા બેઠો પાચ કાગળીયા ચિતરી ચિતરી ને ફાડી નાખ્યા પછી આવુ ચિતર ચિતરાણુતો ન ગમ્યુ હોય તો માફ કરશો)સિમ મા કોઇ બાવળ હોય એમા થી બે લાકડા કાપી લાવતા એમા થી એક લાકડા ને એક પડખે કવાડે કવાડે પાતળુ બનાવી દેવા નુ અને જમીન મા ઉંડો ખાડો કરી ને ઉભુ ખોંડી દેવાનુ એક લાકડા ને સમતોલ રહે તેમ વચ્ચોવચ્ચ એક ખાડો કરવા નો હોય છે અને કાથી ની ગુંસ કરી ને થોડુ ધાસલેટ નાખવા નુ જેથી જયારે ચિસોડો ગોળ ગોળ ફરે ત્યારે કરડ કરડ અવાજ આવે હવે ઇ લાકડુ ખોડેલા લાકડા પર મુકી દેવા નુ એટલે ચિસોડો તૈયાર થય ગ્યો ગણાય...હવે સરુ થાય અમારા ચિસોડા ની ગોળ ગોળ ફરવા ની સફર બેય ચેડે એક એક છોકરો બેસી જાય ને એક છોકરો ગોળ ગોળ ફેરવે શુ ઇ ચિસોડો ગોળ ફરે ને શુ મજા નો કરડ કરડ સંગીત સાથે ચિસોડા ની મજા રહેલા છોકરા ઓ ગીત ગાતા હોય એ આજ ગીત કે''ફેર ફદુરડી ફરતા'તા ફર ફદુરડી ફરતા ફરતા પડી જવા ની કેવી મજા ભૈંઇ કેવી મજા 
             આપણા ગામડા ની દિકરીયુ ભેળી થય ને બંબે ત્રણત્રણ ના ઢુંગલા થય ને ફરફદુરડી ફરતું એમા જે...હા ફુ દલ્લી ફુ....જેવા ઉચ્ચાર કરતી ની એ એક સાંભળવા નો ને જોવા નો લહાવો હતો ભાઇ ઇ જમાના મા...હા...અને એક ગીત ગવાતુ થોડુક ભુલાય ગયુ છે કોઇ ને આવડતુ હોય તો લખશો કે,.....,..................................... મારા ભાભી નુ આણું વાળું ને મને ચડી રીસ બાવા ધતુંડી ફતુંડી....બાવા ધતુંડીફતુંડી...ઉનાળા ની ચિતળ રાત્યુ મા આપડા ગામડા ની દિકરીયુ રાહડા ગાવા ભેળી થાતી પેલા બે ચાર દિકરીયુ ભેળી થાય એટલે કાચ નો કુબો કરે....કાચ નો કુબો એટલે બિજી બહેનો ને બોલાવ્વા ની એક ગીત પ્રધ્ધતિ જે ચાર પાચ બહેનો ગોળ ગોળ ગોઠવાય જાય છે પછી ઉચ્ચા હાથ કરી ને તંબુ ના આકારે ભેળા કરી ને જોર જોર થી એક ગીત ગાવાતુ કે''કાચ નો કુબો તેલ ની ધાર આવજો ગોઠંણું કેટલી વાર.ભાઇ ના ભાણા ઉટકતા વાર.કોઠલા માથે કાંબી ને નો આવે એની મા જાય લાંબી'' પછી બધી દિકરીયુ ભેળી થઇ ને જે રાહડા ગવાતા.....!આ...હા.,.,હા ગામ ની દિકરીયુ ભેળી થૈંઇ ને આપણા સમાજ ના મહાપુરૂષો ને યાદ કરતી...રામ કૃષ્ણ ને યાદ કરતી આપણા એક વેણ ની ખટક ની ખટક મટાડવા માટે સંસાર ને અલવિદા કરનાર આપણા બહારવટીયા ઓ ને યાદ કરતી'તી આપણી દિકરીયુ....!ઉંચા પડથાર ના ચોરા ના પટાગણ મા મચાલ ના કે ચાંદા ના આછા અજવાળે આપણી દિકરીયુ રાહડા ગાતી'તી આપણા એ જમાના ના ભોળા રદય ના માનવીયો રસીલા રાહડા સાંભળતા....વંદન કરવા નુ મન થાય છે એ વિતેલા ભોળુડા જમાના ને જેની યાદ આજે માથાભારે થઇ ને શાંત ક્ષણો મા આપણા પર સ્વાર થઇ જાય છે ને આપણે એના આધિન થઇ જઇએ છીય અને હા એ ભવ્ય ભુતકાળ ને ભુલવો ન જોઇએ

********* ભોળપ થી ભરેલુ લોકજીવન *****

''ગામ ના ચોરે''ગામ ના પાધર ના વડલા કે પિપળા ના છાયે બાંધેલા ઓટલે કે પછી કોય ના કારજ ના પ્રસંગે ભેળા થયેલા એંશી નેવુ વરહ ના બોખા મોઢા ના થોથરાતા કંઠે વાલપ ભરેલા વેણ કો'ક દિ કાન ના કમાડ ને કયારેક ઉઘાડા મેલી ને આવા ભાભા ઓ ના ભોળપ થી નિતરતા વેણ ને કાન મા પ્રવેશવા દેશો તો આપણા ભવ્યભુતકાળ ને માણવા મળશે જાણવા મળશે ને તેની જાળવણી કરવા ના બિજ નુ તમારા રદય મા રોપાણ થશે અને આપણા વડીલો તો બાપલા આપણા ભવ્ય ભુતકાળ ની નજીક પહોચાડવા ની એક કેડી સમાન છે એની કરકચલી વાળી લબડતી ચામડી ભાળી ને આઘા ન ભાગતા એની નજીક જાજો અને તમે જેટલા ઓરા જશો એટલી એટલી આપણા વિતેલા જમાના ની વાતુ ઓરી (નજીક)આવશે ને તમને માહીતી નો ખજાનો અને મુંજવતા પ્રશ્ન ના જવાબો મળી જશે
                          જયારે દરીયા'દે(દક્ષિણ)થી ભગવાને પંખો સાલુ કરી દિયે છે વાતાવરણ મા ઘાવર(ભેજ)બેસી જાય ને દરીયા માથી જોટા મારતો પવન ઠેઠ હેમાળા ને ધક્કો દેવા મંડીજાય ત્યારે સમજી લેવા નુ કે સોમાચું કયાક નજીક મા હશે...આવુ વાતાવરણ વર્તાવા મંડે ત્યારે ખેડુત ના દિકરા ને ગાય માતા ના દિકરા યાદ આવે ધોરી(બળદ)વિના કોણ ધરતી માતા ના પેટાળ બિજ વાવી ને વસુંધરા ને કોણ લિલવરણી ઓઢણી ઓઢાડી શકે...ગાય ના ગોધા ને માત ના જોધા ભેળા થાય ત્યારે ધરતી માતા હરીયાળી બની શકે ને અન્ન ના ભંડાર સલકાવી ને માનવી ના પેટ ના ખાડા પુરાય છે 
                                ગામડા ગામ મા ગાય માતા ની કુંખે જન્મેલા નાના નાના ગોઢલ્યા નાના નાના વાછલડા ઓ ખેડુત ના દિકરા ઓ હરખાતા હૈંયે પાળતા હોય છે....શુ કામ....?એટલા માટે કે મોટા થઇ ને એ ગાયુ ના ગોધા મારુ મારા દિકરા ની જેમ કામ કરશે કયારેય આળસ નહી કરે આવી અંતર ની આશા સાથે વાછડા પાળી ને સગા દિકરા ની જેમ ઉજેરી ને મોટા કરતા હોય છ નાની નાની ઘુઘરીયુ બાંધે ફુમકા વાળા મોરડા મોઢે ચડાવે ને બળ વધારવા માટે બાજરા ના લોટ મા મિઠુ ને હળદર ભેળવી લોટ બાંધી અને એના પિંડલા બનાવી બનાવી પેટ ભરી ને ખવડાવતા હોય છે આમ પુરે પુરી સાચવણી પછી નાક વિંધી ને નાથ નાખવા મા આવે છે નાક બરાબર રૂજાય જાય પછી એને પલોટે વેતા કરે(પલોટવા કે વેતા કરવા એટલે ખેતર મા સાતી એ કેમ ચાલવુ જેની તાલિમ આપવી એને પલોટવા એવુ કહવાય છે)પલોટ્યા પછી વાછડા ને બળદ...ઢાઢા...કે ધોરી કહેવાય છે ઇ બળદ ખેડુત ને પોતા નો ધણી માની ને જે કહે તે કામે લાગી જાય છે અને ખેડુત ના દકરા પણ ખુબ જ ખ્યાલ રાખે છે વાવણી ને હજી વાર હોય ત્યા ગામ મા ઘાણી હોય તો ગામ મા નહીતર બાજુ ના ગામ મા જઇ ને ચિંગ કે તલ પીલાવી ને એમા થી તેલ નિકળે તે પોતે ખાય ને જે ખાણ નિકળે તે વાવણી ટાણે બળદ થાકી ન જાય નળવાય ન જાય એટલે કે દુબળા ન થઇ જાય એટલા માટે બકડીયા ભરી ભરી ને તેલ નિતરતા ખાણ આપી ને બળદ ને મજબુત બનાવી ને રાજી થતા હોય છે વાવણી વાત કરીયે તો વાવણી થઇ જાય ને વાવણીયા જોડવા નો વખત આવે ત્યારે બળદ ના શિંગડા ઓ એ ઘી ચોપડે માથે ને કોટ્યુ એ અબીલ ગુલાલ લગાડે ને કંકુ ના ચાંદલા કરી ને મોઢા મા ગોળ ના ગાંગડા મેલી ને ગળ્યા મોઢા કરાવે અને હડમાનદાદા ને તેલ ચડાવી ને પછી વાવણીયા જોડતા હોય છે...ખેતરે જતા સામે મળતા બાળકો ને પાંચીયુ દસીયુ આપી ને રાજી કરતા ત્યારે મેધરાજા પણ માનવી ને મન મેલી પાણી વરસાવી ને રાજી કરતા આજે આપણા મન ટુકા થતા જાય છે ને વરસાદ પણ ટુકા થતા જાય છે આ બધા આપણા જ વાવેલા બિજ ના ફળ છે.....ખેડુત જયારે વાવણી કરવા જાય ત્યારે મજા ની વાત તો ઇ છે કે આખો દિવસ ખેતર ની ખુતકણી માટી મા હાલી હાલી ને થાકી ગયેલા બળદ ના માટે ઉના ઉના પાણી તૈયાર રાખતા બળદ આવે એટલે ઉના પાણીયે પગ જારી નાખતા આખા પગ ને ગરમ પાણી પંખાળી ને પછી જ ખિલે બાંધી ને નિરણ ખવડાવતા જેથી થાક ઉતરી જાય ને નિંદર પણ સારી આવી જાય 
                          અને હા વાવણી ના ટાણે તો ડોકે બાંધેલા ઘુઘરા પણ રાતે છોડી લેતા કેમ કે બળદ હલ્લે ને ઘુઘરા નો અવાજ થાય ને બળદ ની નિંદર બગડે એટલા માટે રાતે છોડી લેતા ને દિવસે પાછા બાંધી દેતા પછી તો વાવણી બાવણી ઉકલી જાય ને સોમાચુ જામે ને ચરીયાણ મા ગોઠણ ગોઠણ સામુ લિલુચમ ખડ ઉભુ હોય એમા ચરવા માટે છોડે અને વરસાદ સરૂ હોય છત્રી ન હોય તોય ગોવાળ પલળતો પલળતો પણ બળદ ધરાય ન રહે ત્યા સુધી ચારતો પોતે દુખી થાય પણ બળદ ને કદી દુખી ન થવા દેય પણ હવે વરહતા વરસાદ મા બળદ ચારે એવી શક્તિ રહી નથી અને ઇ જમાના તો ભાઇ પલળનાર માણસ ના શરીર માથે નજર નાખો તો ધુમાડા ના ગોટા નિકળતા કેમ કે દેશી ખાણુ હતુ ઘી ગોળ ને સવાર મા ગોરહ મા ટાઢો રોટલો છોળી ને ખાતા ચા જેવુ કઇ હતુ નહી અને હશે તો ગરઢા બુઢ્ઢા પીતા હશે જવાનડા ઓ ને લગભગ દુધ રોટલા ના જ બંધાણ હતા
                             બળદ ની સાથે જે ખેડુત નો નાતો હતો જેવા પોતાના પેટ ના દિકરા ને પ્રેમ કરે એમ પંપાળતા ખેતર મા સાતી હાલતા હોય ને બળદ હારે વાતુ કરતા હોય એમ આમ હાલ્ય ને કયા જાય છે મોલ નો છોડવો સાતી ની હડફેટે આવી જાય ને બબડવા મંડે એલા આને હાલવા ની ખબર જ નથી પડતી માળો રાની જેવો..આવો પ્રેમ કરી ને બળદ ને જાણે આમણી ભાષા સમજતા હોય એમ ઠપકો આપતા અને બળદ ને કાયમ હાકી જ લેવા એમ નહી.....હા...બળદ ને પણ રજા ના દિવસો નક્કી કરેલા હતો દર અમાસ બળદ માટે રજા નો દિવસ જાહેર કરેલો હતો આજ પણ અમારા પરગણા મા કોઇ સાતી નથી જોડતા અને બેસતા વરસ થી લઇ ને આખા વરસ ના તમામ તહેવારો એ પણ બળદ ને પો'રો ખાવા દેવા મા આવે જ છે...અરે ભાઇ માયબિજ ના પેંડા...ખિહર(મકરસક્રંતિ)ની તલસાકળી કે ઉતાસણી ના...ચૈતરી ના...ભાદરવી ના.....સાતમ આઠમ ના...કે ભાદરવી ના ઢેબરા...પેલા બળદ ને ચખાડી ને પછી જ જમતા...આપ જાણતા જ હશો કે અષાઢી બિજ ના દિવસે તો સુર્ય નારાયણ અસ્ત થાય ને આછુ આછુ અંધારુ ધરતી માથે ઉતરે એ સમયે ગામડા ના ભળા રદય ના માનવી ઓ થાળી મા સાકર લઇ ને આકાશ સામે મિટ માડી ને બિજ માવડી ના દર્શન કરવા ઉમટી પડે છે અને બીજ ના દર્શન થાય ત્યારે જે પ્રાથના કરવા મા આવે છે તેમા પણ બળદ ને સાથે રાખી ને પ્રાથના કરતા હોય છે ને બોલતા હોય છે કે''હે બીજ માવડી ચુંલે તાવડી ને બે ગાધા ને એક ગાવડી''આ માંગણી માં ગામડા ની માતા ઓ અને ભાઇ ઓ એવી પ્રાથના કરતા હોય છે કે હે,,,,,બીજ માવડી તુ અમારા ચુલે તાવડી તપતી રાખજે એટલે કે અમારી કોઠીયે દાણા ન ખુટવા દેતી ને દાણા ન ખુટે તોજ ચુલે તાવડી રહે એટલે પ્રાથના કરે છે કે હે બીજ માવડી તુ એવો વરસાદ વરસાવ કે આવતા વરસે અઢળક અન્ન પાકે ને અમારી કોઠીયુ ધાન થી ભરાય જાય એટલે કહે છે ચુલે તાવડી..અને બે ગોધા ને એક ગાવડી એટલે કે અમારી ગાવડી ને હેમખેમ રાખજે જેથી અમારા છોકરા ઓ દુધ ખાય ને અમને બળદ મળતા રહે જેથી અમારી ખેતી સલામત રહે આવી માગણી કરી ને પછી સૌ ગળ્યા મો કરે 
                                  આવી રીતે બળદ સાથે ગામડા ના ખેડુતો નો અપાર નાતો રહ્યો છે અને રહેશે આખી જીંદગી જે ખેતર મા જે ખેડુત સાથે આવો નાતો બંધાયેલા બળદ ને જ્યારે બુઢ્ઢાપો આવે કાયા થરથરવા મંડે તે સમયે પણ ખેડુત સાથ આપે બળદ ઉભો ન થઇ શકે તો આજુ બાજુ મા થી માણસો ને બોલાવી ને બળદ ને ઉભો કરે ને સેવા કરે આમ કરતા કરતા જ્યારે એવુ લાગે કે બસ હવે અંતિમ સમય સમય આવી જ ગયો છે ત્યારે ખેડુત ભારે હૈયે અને જળજળીયા ભરી આંખે બળદ ના નાક મા નાખેલી નાથ કાઢી ને માથે હાથ ફેરવી ને કહે કે ભાઇ તે મારુ ખુબ કામ કર્યુ જા તુ મારા લેણા માથી મુક્ત થયો અને આવતા અવતારે  વેવારી વાણીયો થાજે જા બાપ મારા થી તને દુખ અપાયુ હોય તો મને માફ કરજે ભાઇ આમ આજીજી કરી ને આખુ ઘર અગીયારસ ના ઉપવાસ ના પુણ્ય આપી ને વિદાય કરતા હતા અને બળદ ના મૃત્યુ પછી જેમ દિકરો ખોયો હોય ને જેમ માવતર દુ:ખી થતા હોય એમ દુ:ખી થતા હોય છે ગામડા ના ખેડુતો   
               
                       આપે બટાટા બાફવા નુ સાભળ્યુ હશે..શક્કરીયા બાફવા નુ સાંભળ્યુ હશે...ચણા બાફવાનુ સાંભળ્યુ હશે...શરીઘવા ની ચિંગુ બાફવા નુ સાંભળ્યુ હશે...આવી ઘણી બધી ખાવા ની વસ્તુ નુ નામ સાભળ્યુ હશે પણ કયારેય લુગડા(પહેરવા ના કપડા)બાફવા ની વાત કયારેય સાંભળેલી ખરી...?તમને પ્રશ્ન થતો હશે કે લુગડા બાફવા એટલે શુ...?કપડા શુ ખાવા ની વસ્તુ છે તેં બાફવા પડે...?કપડા એટલા માટે બાફવા પડતા'તા કે કપડા મા ટોલા હોય તે બાફવા થી મરી જાય ને ટોલા ના ત્રાસ થી બચી શકાય..આવુ અમે જોયેલુ છે માત્ર વાતુ સાંભળેલુ નથી મને આશા છે કે આ મારી વાત ના સાક્ષી ઘણા બઘા લોકો મળશે..અરે ભાઇ ઘણા ઘણા આદમી પોતે ગામ ના પાધર ની નદીયે તપેલુ ને કપડા લઇ ને જતા ને નદી ના કાઠે થી ટીટયા વિણી ને બાફતા મે મારી સગી આંખે જોયુ છે..શુ નિખાલસ'તા હતી ગામડા ની...!આજ તો જોકે જંતુનાશક દવા ના પ્રભાવ થી ટોલા નુ નખ્ખોદ નિકળી ગયુ છે અને જો આજે હોત તો કદાચ આવી રીતે કોઇ નદીયે જાત નહી કેમ કે આજે તો ગામડા મા પણ સરમ બહોળા પ્રમાણ મા આવી ગય છે ને નિખાલસતા બિચારી મરી ગઇ છે
                      લુગડા મા ટોલા નુ ખાટલા મા માકડ નુ રાજ હાલતુ'તુ આખો દિવસ બિચારા ગામડા ના ભોળા માનવી થાકી ને આવેલા માનવી જયા ખાટલા મા પડે ત્યા માકડ વાહે પડી જાય...તો આપણે ટોલા ને હમણા જ કપડા બાફી ને દુર કર્યા પણ આ ખાટલા ના માકડ ને કેમ કરી ને કાઢશુ...હાલો તો જરા આજ થી ત્રિસેક વરહ પેલા ના ભુતકાળ મા ભમવા જઇયે માકડ ને મારવા માટે મારા ખ્યાલ પ્રમાણે ત્રણ નુસકા અપનાવતા મે જોયા છે..પ્રથમ નુચકો મધાન તડકા ના વખતે ખાટલા ને ઘર ના ફળીયા મા ખાટલા ને ઉંધો કરી ને જોર જોર થી પછાડતા જેથી માકડ હેઠા ખરી માય ની ઉની ઉની ધુળ મા નાશ પામે....બિજો નુચકો ઉનુ ઉનુ પાણી ખાટલા પર રેડી ને માકડ ને દુર કરતા..અને ત્રિજો ને ચેલ્લો નુચકો કે ખાટલા ને ગામ ના પાધર ની નદી મા સવામા નાખી આવતા ને આખો દિવસ પાણી મા રહેવા દેતા સાજે લઇ આવતા જેથી માકડ દુર થઇ જતા આજે તો માકડ નુ નામ નિચાન જોવા નથી મળતુ આવુ જીવન કોણ જાણે કયા ખોવાઇ ગયુ આજે પલંગ આવી ગયા ઓલી શુ કહેવાય..સેટી કે બિજુ કાઇ કહેવાય મને તો પુરુ નામે નથી આવડતુ લ્યો..હવે આ સેટીયે તો અમારા ગામડા નુ લોકજીવન જ ફેરવી નાખ્યુ
                              ચૈઇતર વૈશાખ ના ધોમ ધખતા તાપ મા તો ભાઇ ગામ ના પાધર ની નદીયુ જાણે મેળો ભરાણો હોય એવો માહોલ સર્જાતો કોઇ બળદ લઇ લઇ ને ધમારવા આવતા..કોઇ ઘોડા ધમારવા આવતા...કોઇ ભેહુ નુ ખાડુ ઘમારવા આવતા..નાના બાળકો કજાડા પારૂ ને વાસરૂ ઘમારવા આવતા...અને ભાભલા ઓ નહાવા આવતા આમ નદી ને કાઠે બધા ભેળા થતા ને માછલિયુ પાણી માથી ડોકાઇ ડોકાઇ ને વાટુ જોતી કે આ બધા કયારે અમારી હારે નહાવા આવી ને અડવુ'દા રમે આ આપણા ગામનુ ભળપ થી નિતરતુ લોક જીવન બધા સંપી ને રહેતા'તા ભેળા બેહી ને જમતા'તા મુઠી મા થી ચપટી આપતા'તા એકબિજા મળે ને ત્યારે ખબર અંતર પુછતા'તા ગરીબ ની દશા સમજતા'તા આજે તો ભાઇ જેની પાસે હોય તે માજ કરે બાકી ના ને જે કરવુ હોય ઇ કરે આપણે શુ આવો જમાનો હવે ગામડા માય જન્મ લઇ શુક્યો છે
                               વાત નિકળી જ છે તો કહી દઉ કે ગામડા મા ખાસ કરી ને ઉનાળા ના દિવસો મા કાંગસી.દાંતિયા.ને લિખીયા (જે માલ ઢોર ના ચિંગડા મા થી બનાવ્વા મા આવતા અને તે પણ હાથ થી મહેનત કરી ને બનાવતા આજે તો રબ્બર નો અને મસીનરી નો ઉપયોગ કરાય છે)અને સાથે બાળકો માટે હાથ મા પહેરવા ના એક લાલ ને એક કાળા પારા ના કાંડા(જેને એક નામ થી ઓળખાવતા એ નામ મને યાદ નથી)અને સોયુ દોરા કાટા કાઢવા ના પીન કાટા કાઢવા ના ચિપીયા જે દોરા મા પરોવી ને લોકો પહેરતા જોયા છે અરે...આભલુ તો ભુલાય જાય છે આભલુ એટલે ગોળ ગોળ પતરા થી મઢેલુ મોઢુ જોવા માટે નુ આભલુ(કાચ...અરીસો)જે છોકાવો ખિસ્સા મા રાખતા..આવુ બધુ લઇ ને બે ચાર કાંગસાણી બહેનો આવતી અને ગામ ની બજારુ મા લાંબા લહેકે બોલતી ''સોયુ.કાગસિયુ લેવયુ કોય ને સોય ને કાંસિયુ''જે અવાજ આજ કરોડો રૂપિયા ખર્ષો તોય સાંભળ્વા ન મળે...પણ ત્યા તો ઘરે ઘરે થી છોકરાવો નિક્ળતા અને આવી ને કહેતા કે બહેનો ''હાલો અમારી ઘેર અમારે લાટ બધુ લેવુ છે''ઘરે ઘરે જઇ ને એ બહેનો સોયુ કાંગસીયુ.લિખીયા ને દાતીયા આપી ને રાજી કરતી ને ગામડા ની ભોળી બાઇયુ ઘઉ બાજરો કે કઠોળ આપી ને એ બહેનો ને રાજી કરતી પણ જયારે જમવા નુ ટાણુ થાય ત્યારે પ્રેમ થી જમાડતા અને એ બહેનો પણ કેવી દાતારી વાપરતી મફત મા ન જમતી....હા ઇ જમ્યા ના બદલા મા કાંગસીયુ ના દાંતિયા ના લિખીયા ના કે બિજી વસ્તુ નો હાલતી વેળા એ ઘાં કરતી જતી(હાલતી વખતે શુકામ નહીતર કદાસ લેય પણ નહા)આવા આપણા ગામડા ની વાતુ છે ભાઇ આજે તો શહેરો મા કટલેરી ઓ ખુલ્લી ગયુ ને આ બહેનો નો ધંધો ભાંગી પડીયો છે...અરે....ભાઇ આજે આપણે બજાર મા કટલેરી ની દુકાનો એ જ જઇ ને ઉભા રહીયે છીયે ને મોંઘા મુલ સુકવી ને વસ્તુ ખરીદિયે છીયે ને બજાર ના કાઠે બેઠેલી કાંગસાણીયુ બહેનો પાસે થી કઇ લેતા નથી ને ડબલ રૂપિયા આપી ને કટલેરીયે થી ખરીદીયે છીયે કેમ કે આજે આપણે પૈસા વાળા થઇ ગયા છીયે એટલે ઉચુ જોઇ ને હાલીયે છીયે
                              એલા....ભાઇ....યાદ કરો એ દિવસો કે જેદી બસ ઘઉં બાજરા નો વે'વાર હતો...હટાણુ કરવા જવુ હોય તોય બાજરા નુ બસકુ બાંધી ને જવાનુ...બિડી બાકસ લેવી હોય તો ખંભે રાખવા ના ફાળીયા ના ચેડે બાજરો બાંધીને દુકાને જઇ ને બાજરો છાબડા મા નાખી ને કહેતા કે શેઠે આની આવે એટલી બીડી ને બાકસ આપી દો ઇ બધુ આપણે ભુલી...? અરે યાદ કરો કે જયારે વર્ષો પેલા ના બાળકો ને  ટીક્કડા કે બિસ્કિટ જેવો ભાગ ખાવા નુ મન થતુ ત્યારે કહેતા કે માં મને થોડોક બાજરો આપો ને અને માં ઝભ્ભા ની છાળ મા બાજરો આપતી ને બાળકો હરખાતા હરખાતા દુકાને જઇ ને ભાગ ખાતા હશે ત્યાર નો જમાનો કેવો હશે આજે બાળકોય રૂપિયા રુપિયા કરે છે આવી વાતુ તમે તમારા વડીલો પાસે કયારેક બેસી સાંભળજો એવી આજની યુવા પેઢી ને મારી ભળામણ છે...આજે બે પૈડા..ચાર.પૈડા વાળી ગાડી ઓ મા ફરનારા ને ચિથરેહાલ ગરીબ ની હાચી ઉડાવનારા આપણા યુવાનો ને આજે કહવા નુ મન થાય છે કે તમે તમારા વડીલો ને આવી વાતુ હૈયા ના કમાડ ઉઘડાવી ને કરાવજો તો જાણવા મળશે કે આપણા વડીલો પણ આવા જમાના માથી પસાર થયા પછી જ આપણે સુખી થયા છીયે...આટલી સમજણ માનવ મા આવી જાય તોય ઘણુ ઘણુ કહેવાય ભગવાન સૌં ને સદબુધ્ધી આપે...
                    આપણા ગામડા મા જ્યારે કોઇ મોટી ઉમર ના ભાભા ગુજરી જાય એટલે બારમે દિવસે ઉતરક્રિયા કરવા મા આવે છે જેને ગામડા મા ઇ જમાના મા દા'ડો કહેતા ઇ દાડા મા કોઇ પણ જઇ શકે....અમારા ગામડા મા બાર બાર ગાઉ નો પંથ કાપી ને દા'ડો ખાવા ગયા ના દાખલા હજી પણ દેવાય છે....આજે પણ ભાભા ડાયરો વાતુ ના હિલોળે ચડ્યા હોય ત્યારે આજ ના જુવાનિયા ઓ ને ટકોર કરતા કહે કે તમે શુ જવાન થયા....!જવાની તો હતી અમાર જમાના મા દહ બાર ગાઉ નો પંથ કાપવો ઇ તો અમારે તો રમત વાત હતી....આજ ના જવાનિયા તો જુવો ને દહ બાર ડગલા જેટલુ જવાનુ હોય તોય તે માટર સાયકલ ને કિક મારી ને ઉપડે છે માળા સાવ  પગ ભાંગલા થઇ ગયા થયા છોડો  સમય સમય નુ કામ કરે છે પરીવર્તન સંસાર નો નિયમ છે એવુ ગીતા મા ગવાયુ છે એટલે એ કોઇ થી રોકી શકાય તેમ નથી
                             મારા બચપણ ની વાત અહી લખુ છુ જે મને વારે વારે યાદ આવે જેમા તમારો સથવારો કરવા નુ આજ અચાનક મન થયુ જો ગમે તો દાદ આપશો..મને વિશ્વાસ છે કે આપ ને સોક્સ ગમશે.....ઇ જમાના મા નાના નાના છોકરાઓ બધા ભાઇબંધો સાથે ટોળુ વળી ને ભાભા નો કે ડોચી મા નો દાડો ખાવા જાતા એમા છોકરાવો ને આમંત્રણ ની જરૂર નહી એટલે ખાવા હાલી નિકળતા તેદી આજ ની જેમ સરમ ન હતી ગમે ત્યા ને ગમેત્યારે પહોચી જતા પણ બિજા ગામ મા દાડો ખાવા જાવુ એટલે લોઢા ના ચણા ચાવવા બરાબર ગણાતુ કેમ કે જે ગામ મા દાડો હોય ઇ ગામ ના છોકરાવો પણ અગાવ થી જ તૈયારી સાથે ત્યાર જ હોય કે કયા ગામ ના છોકરાઓ કયા કેડે થી આવશે એને અટકાવ્વા શુ કરવુ એટલે ગામ ની ફરતી ચોકી ગોઠવી ને ત્યાર જ બેઠા હોય
                       આવો દાડો ખાવા એકવાર અમે અમારી ભાઇબંધો ની ટોળકી સાથે ગયેલા આમ તો ઘણી વાર ગયેલા પણ તે દી જે મજા આવેલી જે કયારેય ભુલાય એમ નથી...અમારા બાજુ ના ગામ મા દા'ડો હતો અમે સાજે બધા ભેળા થઇ ને જવા નુ નક્કી કરી દિધેલુ માંડ માંડ રાત કાઢી સવાર મા મોસુજણુ થયુ ને બધા ભેળા થઇ ગયા ને ખાધુ ન ખાધુ ને નિકળી પડીયા ધિંગાણે કેમ કે બાજુ ના ગામ મા જવા થી એ ગામ ના છોકરાઓ સાથે બાધવા નુ થાય જ(ઝધડો થાય જ)આમારી ટુકડી મા એક એવો લોઠકો સેનાપતિ હતો કે એને કોઇ મારે તો સામેવાળા ના હાથ મા લાગે પણે એનુ રવાડૂય અવળુ નો થાય ઇઅમારો સેનાપતી અમારી ઢાલ બની જાય એટલે અમારે વધારે ચિન્તા રહે નહી.....એટલે અમે તો ઉપડ્યા રસ્તા મા આડા આવતા વડલા ની વડવાઇઓ પકડી ને હિચકા ખાતા ખાતા ને ડાળું પર અડવુ'દા રમતા રમતા બપોર ઢુકડા બાજુ ના ગામના પાદરે પહોચીયા પણ ગોઠવાયેલી ચોકીઓ ને વટી ને ગામ મા પ્રવેશ કેમ તરી ને કરવો એ અમાર માટે મોટો પડકાર હતો હવે કેમ કરી ને ગામ મા જવુ......!એમા એવુ બન્યુ કે બે ચાર માટા આદમી જતા'તા એની હારે અમને જવા નો મોકો મળી ગયો ને અમે પહોચી ગયા 
                                    ઇ જમાના મા આજ ની જેમ મંડપ બંડપ કઇ ન મળે આડા અવળા નાડા (દોરડા)બાંધી ને માથે તાપડા કે કંતાન નાખી ને આછો પાતળો છાયો કરી નાખતા અમે તો જઇ ને ડાયરા મા ઓસરી ના પડથાર ની કોરે લાઇન બંધ ગોઠવાઇ ગયા ડાયરા મા વાતુ ના હિલોળા થતા કાવા કહુંબા લેવાતા પણ અમારે વાતુ હારે કે કહુંબા હારે કઈ લેવા દેવા ન મળે અમારે તો ખાવા નુ કયારે થાય ને કયારે જમી લઇએ....એમા આમ થી એક ભાઇ આવ્યા ને કહ્યુ કે લ્યો ત્યારે થાવ ઉભા અમે તો વાંદરા ઠેકે એમ ઠકી ને પાથ્મા (પંગત મા)ગોઠવાણા થાળી વાળો થાળીયુ આપી ગયો ચાલિયા આવી ગયા...થોડી વાર થઇ એટલે લાડવા ની ને વઘારેલા ચણા ની ડોલુ આવી ગયુ બસ વાનગી નો પ્રવાહ પુરો થયો  ને પાથ્યા (પંગત) મા હાકલ થઇ કે કરોલ્યો હરી હર પણ જ્યા જમવા નુ સાલુ થયુ ત્યા સામે ની વંડીયે એ થી અમારો સામો પક્ષ ડોકાણો ને જમી ને બહાર નિકળવા ના ઇશારા થયા...અમે તો નિરાતે જમી લિધુ પાથ્મા પાણી આવી ગયુ એટલે પાણી પીય ને ઓટકાર ખાતા ખાતા માટા આદમી ના ટોળા મા બહાર નિક્ળ્યા પણ અમારી ધારણા ખોટી પડી કેમ કે જેના જેના ઘર આવતા ગયા એમ એમ બધા તરતા ગયા ચેલ્લે અમે ને અમારો વિરોધ પક્ષ જ વધ્યા હવે અમારો ભેરુબંધ જે અમારી ઢાલ હતો અણે બાજી હાથ મા લઇ લિધી ને કિધુ કે એલા બધા ગાંડા બાવળ ની ચોટીયુ કાપી લ્યો અમે બધા ચોટીયુ કાપવા ના કામે લાગ્યા ને અમારા વિરોધ પક્ષ મા થી સૈનિકો ઓછા થવા મંડીયા ને આખરે ટોળુ વિખરાય ગયુ ને અમે હેમખેમ ઘર ભેળા થયા એટલે લખવુ પડે છે કે''ઇ જમાના મા દાડો ખાવા જવુ એટલે ધિંગાણુ ખેલવા જવા બરાબર'' 

                   લેખક....રામભાઇ આહીર