natak....gamdani datari books and stories free download online pdf in Gujarati

નાટક....ગામડાની દાતારી

(પથરાવ આબડખાબડ કેડા માથે દુબળા ઢાઢાની દહબાર ગાંઠું વાળી રાંહ હાથમા પકડીને એક ફાટલટુંટલ લુગડા પે'રેલ એક જવાની ને વટાવી ને ગઢપણના પેલા પગથીયે પગ મુકવાની તયારી કરતો જવાન ખખડીગેલી ગાડી જોડીને વરહ થોડુ નબળુ થયેલુ તેં સંબંધીના ઘેર થી કે'ણ આવેલુ કે એકાદ ગાડુ ભરીન ડુચો લય જા તો વરહ હળુહળુ નિકળી જાય અટલે એક ભાઇબંધને હારે લિધેલ...સબંધીનુ ગામ બારક ગાવ આધુ...તો સ્હથવારો હોય તો વાતુમા ને વાતુમા કેડો ઉકલેને....?પોતે ગાડું હંકારે જાય છે અને ભાઇબંધ ગાડીની વાડં માથે આડુ પકડીને બેઠો છે અને વારાઘડીયે પૈડાનુ ધેન રાખતો જાય છે કે પૈંડાનો પાટો કયાક ઉતરીન જાય એવુ લાગે તારે કેડાના કાઠે કોહ લાલતા હોય ન્યા થી પાણી લાવીને પાટા માથે પાણી રેડતા રેડતા કેડો ટુંકો કરતા જાય છે અને હારે લિધેલુ ઠામડુ ભરીલેય છે તો કેડે કામં આવે ને......પણ હવે તો પાટો વારાઘડીયે ઉતરવાનુ સ્હરૂ કરી દિધુ પાણી નાખે ધુડ નાખે પણ ઢાઢા પાચ પગલા ભરે'તાં પાટો સરી જાય છે બેય ભાયબંધ કાહટી કરીકરીને એક તો ભુખ્યા થયેલા એમા પૈંડુ કવરાવે અટલે લાબરા જેવા થય ગયો મનમા વિચાર કરે છે કે હવે નેરાનો કાઠો ને છાયો આવે તો ઘડીક પોરો ખાય લેઇને ઢાઢાને નિરણ ખવરાવી લેઇ ને હારે લિધેલુ ભાતુય ખાય લઇ 
                       આવો વચાર કરતા કરતા ઢાઢા ના પુછડા ઉબેળ્યે જાય છે એમા નેરૂ આવે છે ઇ નેરામા ખોડીયાર માનો ધરો આવ્યો ઇ ધરો આછા પાણી થી ટબોળીયાનો ભરેલો છે અને નેરા ના કાઠે ઘટાટોપ વડલો બેય ભાઇબંઘ ના હૈયા હરખાણા મનમા થયુ કે આયા જોતરઢાળા કરીયે ગાડાને કેડો તારવીને વડલાના છાયે લિધુ અને ગાડુ છોડીને ઢાઢાને ધરામા પાણી પાયને પછી ધમારી નાખ્યા પછી વડલાના મુળીયા હારે બાંધી ને બથ ભરીને નિરણ નાખી ને બેય ભાયબંધો ભાતુ છોડીને ખાવા બેઠા નિરાતે ખાઇ ને ઓટકાર ખાતા ધરામા પાણી પીવા ઉતરાં પાણી બાણી પિયને હાથપગ ધોઇને વડલાના શિતળ છાયામા થાકોડો ઉતારવા જોડાના ઓહીકા કરી ને લાંબા થયા ને ખાડાખડીયા વાળા કેડાના હડદોલા ખાઇ ખાઇને થાકી ગયેલા બેય ભાઇબંધોને મિઠી મજાની ઉંઘ આવી ગય પછી તો મોડા હુંથી પડાં રયા એમા એક ભાયબંધના લમણા માથે એક ટેટુ પડીયુ ને બે માથી એક ભાઇબંધ જાગી જાય છે અને બિજા હલબલાવતા કહે)

લખમણ:  ''એલા ઉભો થા ઉભો આ દિ આથમવા ગયો
                આપડે કારે પોગશુ 

માલો:      ''ઓ...હો...હો...હો...બોવ મોડુ થય ગ્યુ હો
               હાલ્ય હાલ્ય ઢાઢાને એકદમ ધરમા નાખ્ય
               ધરમા'' 

(''ઢાઢાને ધરમા નાખીને બેય ભાયબંધો હાલતા થયા ઢાઢાનોય થાક ઉતરી ગયેલો અટલે ઉતાવળા ઉતાવળા ગાડુ ખેસેં જાય છે બેય ભાયબંધ સખ દખની વાતુ કરતા જાય છે જયારે ઢાઢા કેડો ટુકો કર્યે જાય છે એમા ઓશિંતો એક ભાયબંધને મનમા વિજળી જેમ ચમકારો થયો કે આપણે જે ગામા જાઇ છયે ઇ ગામ છે બહુ મોટુ વળી ગામમા જાવા માટે ચાર જ ડેલા મુકેલા એ ડેલા બંધ થય જાય એટલે પુરૂ પછી ગામમા ગરવાનો વચાર કરવો એજ નકામો પછી તો સવારમા મોહુજણે જ ગામમા જવાહે આમ વચાર કરતા બિજા ભાયબંધ ને કેય છે'')

માલો:   ''એલા લખમણ તને ખબર છે...?આપડે 
            જાઇતો છયે પણ મને માળા મોળા વચાર આવે
             છે હો''

લખમણ:''મોળા વચાર નો કરાય હો ઇએ તો તુને
              કિધુથુને કે ગાડુ ભરી જાંજે..?તો પછી વચાર
              કર્યા નો હોય જ નય હો''

માલો:     ''તુ હમજ્યો નય હુ તુને ઇ કવશુ છુ કે આ
              જોતો ખરો અતારે જડવજડ દિ રયો ને
              આપડે હજી ઘણુ રણ કાપવાનુ છે લઇને
              કયાક ગામના ડેલા બંધ થય જાહેતો માળુ
             ભારી થાહે ગામની બાર રાત કાઢવી
             પડહે....હો''

લખમણ: ''હા...હો...એલા ઇતો મને હાંભરતુ જ નથ તુ
              કે એમ થાય તો તો ભારે થાય હો''

માલો:    ''હવે જે થાય ઇ ખરૂ....હવે તો એકદમ ઢાઢાને
             હાકે રાખુ 

(પછીતો બેય ઉતાવળા થયા વાતુ કરવાની બંધરીને કેમ કરીને એકદમ પંથ કપાય બિચારાં હાડપિજરીયા ઢાઢાના ખાડાખડીયા વાળા કેડે હાલી હાલીને કાંધ આવી ગ્યા છે પણ ઇના ધણીની ઉતાવળ ઇએ હમજી ગ્યા હોય એક ઉતાવળાપગે ગાડાને તાણે જાય છે એવે વખતે કો'ક ઘોડેસ્વાર સામો મળ્યો રાહ્ય તાણી ને ગાડુ ઉભુરાખીને એને પુછતા માલો કહે છે)

માલો:   ''હેં....ભાઇ તમારા ગામના ડેલા કારે દેવાય
            જાય છે

અહવાર: ''તમારે મોડુ તો જાણે થય ગ્યુ છે પણ ગાડુ
               હાકવામા
               ઉતાવળ રાખશો તો પુગી'તો જવાહે હવે તમે
                ખોટી નો થાતા નકર તમી ટેમે પોગશો નય
                ઠાકર મંદરે આરતી થય ગ્યા પછી ડેલા
                દેવાય જાય છે 

(અટલી વાત કરીને અહવાર જતો રહે છે આયા ઢાઢા ને ઉતાવળા હાકવા ની મથામણ કરતા બેય જણા ગાડુ હંકારે જાય છે ત્યા સુરજ નાર'ણ રાતી ચરોઠી જેવા થયને આધા આધા ધરતીમા ના ખોળામા ઓલવાયને અલોપ થય જાય છે ત્યારે બન્ને ના મનમા વિચાર ઘુટાય છે કે હમણા ઠાકર મા'રાજની આરતી થાહે ને હમણા ડેલા બંધ થાહે પછી ગામમા જવાઇર્યુ.....!!!આભના એકકોર્યના ખુણે લપાઇ બેઠુલુ અંધારુ દિ'આથમવાની વાટ જોયને બેઠુ બેઠુ જાણે વિચાર કરતુ હોય કે કારે દિ'આપમેને કારે હુ ધરતીને મારા કબજા મા લઇ લઉ...ગાડુ ખખડતુ ખખડતુ ગામના સિમાડા લાખલ થ્યુને ઠાકરના મંદરે પુજારી એ શંખ ફુકીને આરતી ટાણાની ગામ લોકોને જાણ્ય કરી અને નગારા માથે ધમાધમ ડાંડી ઓ પડવા લાગી અહી ગાડા વાળા માલા અને લખમણને ઉતાવળ વધવા લાગી...અહી આરતી પુરી થય અહી ડેલા બંધ થાવાની ત્યારી અહી ગાડાને દરવાજા પરવેશ કરવો બધુ તાકડોતાકડ થઇ ગ્યુ ઘી ના ઠામમા ઘી પડી ગયુ...બજારમા ધિરે ધિરે હાલતુ હાલતુ ગાડુ બરોબર ઘરના ફળીયામા પોગ્યુ ત્યા ઘરધણી હાથમા બોઘરૂને ભેસ દોયને ઉભા થયેલા ઇ મેમાનને ભાળી ને બોઘરૂ પડથારે મુકીને મેમાનની સામુ હાલ્યા અને કહ્યુ કે)

માણસુર:   એલા આવો મે'માન આવો બસ બસ હવે
                ન્યાન્યાન (ત્યાને ત્યા )છોડી નાખો ગાડુ હવે
                વધારે હાકશો મા બિચારા ઢાઢા
                કાયગ્યા(થાકી ગયા) હશે

માલો:   (રાહ ફગાવતા કહે)મામા તમારુ ગામ બોવ
            આઘુ હો બાપલા એકતો આ નબળા ઢાઢાને
            એમા મોળો કેડો સવારના ઘેરથી નિકયાં તયે
            અટાણે પુગાણુ એમા તમારા ગામમા વળી
            પાછો ડેલાનો ડેરો

માણસુર:  હા...હો...ભાઇ ઇ તો અમારા ગામની ચોકી
                છે અમારા ગામા જાલર ટાણા પછી ગામમા
                ઇ ગામમા ને બારં ઇ બાર હો....બાપલા
                ચરલુય ફરકે નય હડકાયુ કુતરુ ગામનુ હોય
                તો ભલે પણ બારંગામનુ હડકાયુ ગામની
                માલીકોર આવી નો હકે(હારે આવેલા
                જવાન સામે જોતા કહે કે )આ મે'માન ને
                ઓળખોં નય હો

માલો:      લે...તારે કરો વાત એને નો ઓળખોં ઇ મારા
              બાપુ હારે ઓલા કાળુભાઇ નો આવતા..?? 
             એનો છોકરો છે

માણસુર: હા...હા...ઇ'તો ઓલા તરાહી પાધડી વાળા
              કાળુભાઇ ને...?ભારી સવાણદાર માણહ 
              આવે તારે આખી રાતં સુવેજ કોણ એને
              પાછી વારતાવુય એવિયુ કે'ય કે સુવાનુ મનજ
              નો થાય હો

લખમણ: (માલા સામુ જોઇને કહે)લે તારે....!!મારા
              બાપુ પાઘડીયે ને વારતાએ પરખાણા

માણસુર: લ્યો લ્યો હવે વાતુમા બોવ વખત કાઢો માને
              ઢાઢાને ધરમાથી કાઢો બચારાના કાંધ રયગ્યા
              હશે(ઢાઢાને બાધવા ના ખિલ્લા સામે આંગળી
             ચિધતા કહે)ઓલા ખિલે બાધીને નાખો નાખો
             બચારા ભુખ્યા થ્યા હશે

માલો:     લે...લે..લખમણ તુજ ઢાઢાને જોતરમાથી
              કાઢ
              કાઢ મારી હથેળી માતો ઠેઠ થી રહું તાણી
              તાણીને ફરફોલા પડી ગ્યા છે હો ભાય

માણસુર: લ્યો લ્યો જટ ધરમાથી કાઢોને પાણીબાણી
              પાયને રજકો નાખો

નાથીમામી: એ આવ્ય આવ્ય માલા'તા શુ તારા બાપુ ને
                 બધા મજામા તો છે ને....?

માલો:   હા મામી એ બધા નરવા ચિભડા જેવા છે પણ
            આ વરહે થોડુ મે'મઠુ થું તે માલઢોરની ઉપાધ છે

નાથીમામી: હા...માડી ઇ કાય આપડા હાથની વાત
                થોડી છે અને વરહતો સારા મોળા આવ્યા
                કરે એમા મુંજાય થોડુ જવાહે....આ તારા
                મામાને મે હયે ચડાવ્યુ કે ભાણીયાને ક્યો કે
                થોડી ઘણી નિરણ લય જાય તો વરહ
               હળુહળુ નિકળી જાય દકાળ કાય કાયમ
               થોડો રે'વાનો છે

માલો:    તમારી વાત સાચી છે મામી ખરા વખતે તો
            સમંદી જ કામં આવેને

મામી:    લે'તે આવેજને અમી કાય ભુલી થોડા જાઇ આ
            ગયા દકાળમા તારા બાપે અમારા માલઢોરને
            તમારા ગામમા ઢોરવાડો ખોલાણોથો ન્યા
           રાખીન આખુ વરહ કઢાવી નાખુંથુ ઇ કાઇ થોડુ
          ભુલી જવાહે કાળ જાહે ને કેણી રયજાહે....હા

(લખમણ ઢાંઢા ને છોડી પાણી પાય એને ખિલે બાધી દિધા પછી રજકો નાખી દિધો અને મે'માન ને ઘરધણી એઇને બાપલા ધોળાફુલ ગોદડા પાથરીને બેઠા પછી ઘરધણીએ હાકલ કરી કે )

માણસુર:  એલા હાભળું આજતો લાપસી રાંધજો
              આજ મેમાનની હારે પેટ ભરીને લાપસી ખાઇ

મામી:  હા...હા...કાઇ તમી કેહો તોજ થોડી લાપસી 
              થાહે...!એ આંઘણ મેલી દિધુ છે ઘડીક વાતુ
             કરો તાં આઘડીયે લાપસી તાર કરી નાખુ

માણસુર:  પણ આ છોકરા કેમ એકેય દેખાતા નથ બધા
              કયા વયાગયા છે

મામી:       એ....ઇ ઓલાં નાટક વાળા ભવાયા રમવા
               આવ્યા તે બધુ જાણવા ગ્યા છે કે સેનો ખેલ
               નાખવાના છે હવે આવતાજ હશે

માણસુર: એલા તો તો મજડો પડી જાહે હો કાં
              મે'માન...''તો તો હવે જડ વાળુ તાર કરી
              નાખો નાટક જોવા જાવુ છે

(ત્યા જ છોકરાઓ આવ્યા મે'માન ને ભાળીને રામ રામ મળ્યા અને ખબર અંતર પુછીને પછી નાટક ની વાત કરતા કધુ કે)

ભીખો:   એલા મે'માન તમી તાકડોતાકડ આવ્યા હો
             આજ નાટક વાળા આવ્યા અને કરણરાજાનો
             ખેલ નાખવાના છે મજા આવહે....હો

માલો:    (ચારેબાજુ જોતા કહે)પણ આ મેઘો કેમ
             દેખાતો નથ 

ભીખો:   મેઘો તો ન્યા નાટક વાળા પાહે કિસલેટ બતી
             ખોટકાય ગેલી છે તે દલીચંદ શેઠની હાટે લેવા
             જાવાના છે અટલે ખોટી થય ગ્યો
             છે....વાણીયા થોડા અજાણાં ને આપે દલીચંદ
             શેઠ વરાપરસંગે જેને જોવે એને આઠાના
             પાવલી મા આપે અને વરો પુરો થાય અટલે
             પાછી દઇ આવ્વાની

માલો:    એલા ભાઇ તો તો તમારે બોવ સારૂ કેવાય
            કિસલેટ બતી અટલો અજવાળાનો ધોધ હો...

            (આમ વાતુ કરે છે તેયા મામી એ કહ્યુ કે)

મામી:   એલા હાથબાથ ધોઇને વાળુ કરવા બેહી જાવ

(ભીખો પાણીનો કળશોં ભરીને પડથારે ઉભો રહે છે અને મેમાન ને હાથ ધોવરાવે છે ને બેય મેમાનને મારા સમ ને તારા સમ દઇ દઇ ને પરાણે તાણં કરી કરીને ખવરાવે છે પછી મે'માન કેય છે કે)

લખમણ:  ભલાથીન હવે રે'વાદેજો હો નકર પાછુ પેટમા
                કઠશે હો રાતે જાગવાનુ છે નકામા પાછા
                જોલા આવશે

માલો:   હા....હો...મામા ઇ વાત હાચી હો લખમણની 

ભિખો:   લાપસીનો દોથો ભરતા કહે કે અટલીતો
             લેવીજ પડશે એમા હાલશે જ નય (બેય
             મેમાનની તાહળીયુ ભરી દિધી)

લખમણ:  તે મે'માન કાય કોરી લાપસી ખાહે નાખ્ય
               નાખ્ય દુધ નાખ્ય

માલો:      (ભિખો દુધનુ બોઘરુ લેય છે અને માલો
              બોધરાનો કાઠો પકડતા કહે)એલા ભાઇ આ
               પેટમા જરાય જગ્યા નથી હો હવે લાપસી
               ભીની થાય અટલુ જ નાખજે હો ભાઇ

ભિખો:    એલા હા ભાઇ હા અમારે કાય દુઘ વઘારાનુ
              નથી કે વધારે નાખી દવ

(આમ તાણ્ય કરી કરીને મેમાનને જમાડ્યા અને પછી ખાટલે જઇને બેઠા અને વાતુએ વળગ્યા પણ હવેતો ભવાયની વાતુની સરવાણી છુટી હો ફલાણા ફલાણા ભવાય એટલે ભવાય માળા વેહ ભજવે તમને એમ થાય કે હરીચંન્દ્ર પોતે જ જાણે આવ્યા ન હોય....!!!!)ત્યા બાંર થી પડકારો હંભળાણો કે એલા હાલો હાલો જોવા નથી જાવુ...''એલા ઉભો રે ઉભો''આવયે છઇ...?બધા ચોરે જાય છે જોવે છે તો આખુ ગામ પોગીગ્યુ છે એકબાજુ બેનદિકરીયુ બાયુ ને છોકરાઓ ગોઠવાયગ્યા છે એક બાજુ જુવાદડો ઓ બેહીને ખેલ સાલુ થાવાની વાટે ઉચાનિચા થાય છે એને ચોરાની ઉચા પડથારની ઓહરીયે ગામનો ગલઢેરો ડાયરો બેઠો છે કોઇ હોકા પી રયા છે કોય વળી અફિણ નો કહુબો ધોળીરયા છે કોઇ બિડીયુ ફુકીરયા છે અને દલીચંદશેઠ ધોળા ફુલ લુગડા પેરીન ગલોફામા પાન ભરાવી લાલચટ્ટક હોઠ કરીન શેઠની રીત પરમાણે બેઠા છે એવામા નાટકનો મેન નાયક આવીને ચારે બાજુ હાથ જોડીને પછી ચોરે બેઠેલા ગલઢેરા ડાયરા સામે ફરીને કહે છે)

મુખ્ય નાયક: ગરઢેરા ડાયરાને મારા નમન આમતો ગામડુ
                   એ અમારી જીવાદોરી છે ગામડુ અમારૂ
                   તારણ હાય છે ગામડુ અમને આપે છે ને
                  અમે જીવિયે છીયે પણ આજ અમે જે
                  નાટક ભજવ્વાના છીયે તે અમારા પેટ માટે
                 નય પણ એક ગાયમાતાના ભુખ્યા પેટનો
                 ખાડો પુરવા માટે અમારી કલાને કીમે
                લગાડવીની છે આજે અમે દાન લેહુ એ ગૌં
                શાળામા દાન કરશુ....અને હા આજે દાનમા
                કોઇની પાઇ લેશુ નય આજ દાનમા નિરણ
                પુળો જ લેહુ અટલે મારા બાપ ફુલનયતો
               ફુલની પાંખડી આપતા રે'જો એક પુળા થી
               માંડીન ગમે એટલુ આપી હકો છો..અને હા
               તમારા ગામાથી જેટલી નિરણ મળે એ  
               ગામના બળદ ગાડા મા ભરીને અમે કે'ઇ ઇ
               ગૌં શાળા મા ઠલવી આવ્વાના બધાને કબુલ
               મંજુર હોય તોજ નાટક ભજવ્વાનુ છે બોલો
              મંજુર છે ને....????

(બધા એક હારે બોલ્યા એલા હા ભાઇ હા અમી તાર છઇ....પછી તો બાપલા ગણપતીની વંદના કરીને કરણ રાજાનો ખેલ સાલુ થયો પણ એવો વેહ ભજવ્યો કે જોનારા બધા ભાન ભુલા થયગ્યા પણ કોણ જાણે કેમ નાટક થંભીગ્યુ....મુખ્યનાયક પટમા આવીને કહે છે )

નાયક:  એલા કાય આમ થોડુ હાલશે કોઇ કાઇ બોલતુ
           નથી ચાલતુ નથી અમે ગૌં શાળા માટે નિરણ
           લેવા નિક્યા છઇ ને તમે તો વેશ જોવામા જ
           રહી જાહો તો બિચારી ગૌ માતાનુ શુ થાહે
           (આમ કહીને નાયકે દુહો લલકાર્યો કે)

           કરને કો'ક દિ અખતરો દઇને માટુ દાન.તારા
           ભર્યા રેહે ભંડાર રાતેન દિ'એ રામડા

(દુહો પુરો થયો ત્યા તો દાનની સરવાણી છુટ્ટી કોઇ કહે કે મારા સો પુળા કોઇ કહે બહે પુળા એમા દલીચંદ શેઠ કેય મારા આટલા રૂપિયા નાયક કહે )

નાયક:   શેઠ હેઠા બેહી જાવ મે કિધેલુ છે કે કોઇનો
            રૂપિયો લેહુ નય

શેઠ:    એલા અમાડે ઠોડી જમીણુ છે તે નિડન આપહી
          અમાડી પાહણ કાવડીયા હોય તમાડે લય લેવા
          જોવે માડામે'ડબાન 

નાયક:  શેઠ અમી નિમ લયને નિકળાં છઇ અમારી થી
           નિરણ વગર બિજુ બધુ અઘરાજ છે

શેઠ:     ટો...ટો...ટમે ભાડેં કડી હો...ભાઇ(ચારે બાજુ
           નજર ફેરવતા શેઠ કેય)એલા ઓલ્યો વહટો 
           કિમ ડીખાટો નથ

વહતો:  (માણસો માથી વહતો ઉભો થયને કેય છે)આ
           રિયો બોલો શેઠ

શેઠે:     એલા વહટા આટો ઘેટી કટડાણી.,,,!!!

વહતો:   ઇતો કારક ઘેટીય કતરાય....!

શેઠ:     હવે હુ ટને કુછુ કે કાલં તુ મને શુ ભળામણ કરટો'ટો....?

વહતો:    મારે પાનસો પુળા નિરણ વેચવી છે એમ કે'તો
              તો

શેઠ:       ટો મને વેચની....!!???

વહતો:   એ....શેઠ તમને દિધી...

શેઠ:     (શેઠે ઠેકડો મારીને કધુ કે)એ..નાયક લખી નાખ્ય
           મારા પાણસો પુળા....માડામેડબાન

(આમ નિરણનો ધરૂ થઇ ગ્યો અહી માલો મંડીયો ઉચોનિચો થાવા એનેય દાન કરવાનો ઓતાર ચડોં છે એમા લખમણે કોણીનો ઠોહો મારીને માલાને ચેતવોં કે)

લખમણ:   જોજે હો કયાક ગાડા કાઢતોનય હો....

માલો:    લખમણ મારીથી રેવાતુ નથ હો હવે ગાંડા
             કાઢવાજ પડશે

લખમણ: પણ તુ આયા નિરણ લેવા આવ્યો છો ઇ વાત
              ને વિહરતો નય

માલો:    એ.....લખમણ જાજી વાતના ગાડા ભરે(એમ
            બોલીને હફડક ઉભો થય ને નાયકને કહે છે
            કે)નાયક એક ભરોટુ મારૂ લખી નાખ્ય ને...!!??

લખમણ:  વાહ તારી દાતારી માલા...માલા...!તારે તારા
               માલઢોરનો'તો વચાર કરવોથો'ને

માલો:   માલઢોરનો વિચાર તો ઉપરવાળાને કરવાનો છે
            મે તો ગાયમાતાજ્યુ નો વિચાર કરીને મારૂ જાતુ
            કરી દિધુ છે ઉપરવાળો બધા સારાવાના કરશે

(પછી તો ભાઇ ફરીવાર નાટક સાલુ થયુ બધા જોવામા ખોવાય જાય છે આ બાજુ સણભણ સણભણ થાતી થાતી આ વાત દલીચંદ પાસે પોગતા વારનો લાગી કે માલો આપણા ગામનો ભાણેજરૂ પણ કેવુ ડાપણ કરી બતાવ્યુ એના પરગણામા નબળુ વરહ છે મામાના ઘેર નિરણ લેવા આવ્યોને ભરોટાનુ દાન કર્યુ વાહ તારી દાતારી....પણ આ વાત ઘડીક માણસોના મગજમા રહી પણ નાટક જોવાના રસ મા બધાયને ભુલાય ગઇ પણ દલીચંદ શેઠના કાળજાં મા ઘર કરી ગઇ.....અંતે નાટક પુરૂ થયુ બધા પોતપોતાના ઘેર જયને ઉંઘી ગ્યા પણ શેઠને ઉંઘ ન આવી બસ વિચારતા જ રહ્યા કે શુ આવી દાતારી હશે....ભવાયા સવારમા ગામમા ફરતા થયા જેણે જેણ રાતે લખાવ્યુ થુ એના ઘેર ઘેર જયને એકદમ બળદગાડો ભરી ભરીને નક્કી કરેલી ગૌં શાળા એ નિરણ પુગાડી દિયો ગામ મા થી નિરણ આવ્વા મંડી બળદગાડાના ભરોટા ભરાવા મંડીયા અને જાણે રેલ ગાડી ઉભી હોય એમ ગાડા ત્યાર થયો હારે માલોય ભરોટુ ભરીને તયાર થયો બધા જોઇ રયા ઘણા એ સમજાવ્યો પણ માલો માનયો નય અને ગૌં શાળા એ જયને ગૌં માતાને પગે લાગીને ઘર ભણી હાલી નિકળીયા પણ ઘરે જયને જોવે છે તો એકને બદલે બે ભરોટા ફળીયામા ઠલવાયેલા જોયા પુછ્યુ તો જવાબ મળ્યો કે આ એક ભરોટુ મામા અે આપ્યુને એક તારી દાતારી જોઇને શેઠે મોકલાવ્યુ આમ કુદરત કોયનુ રાખતો નથી....વાહ દાતારી

                       લેખક...રામભાઇ આહીર