Hawas-It Cause Death - 27 books and stories free download online pdf in Gujarati

હવસ :-IT CAUSE DEATH ભાગ-27

હવસ :-IT CAUSE DEATH-ભાગ 27

પ્રભાત પંચાલનાં મોત નું રહસ્ય હજુપણ અકબંધ હોય છે..ચાર લોકોની ધરપકડ અને જાનકી ઠક્કરની પુછપરછ પછી પણ આ પેચીદો કેસ સોલ્વ નહોતો થઈ રહ્યો..અમુક વસ્તુઓ પરથી અર્જુન એ તારણ પર આવે છે કે અનિકેત કોઈનાં કોઈ રીતે પ્રભાતની હત્યા સાથે જોડાયેલો હતો.આ માટે અર્જુન બુખારી નામનાં પોતાનાં ખબરીને અનિકેત વિશેની રજેરજની માહિતી મેળવવાનું કામ આપે છે.આ તરફ ફોરેન્સિક ટીમ એ વાત પર કાયમ બને છે કે પ્રભાતનાં શરીરમાં જે ઝેર ગયું એ બિયરની બોટલ પરનાં બુચ પરથી ગયું હતું.બુખારી અર્જુનને અનિકેત નાં પોતાની સેક્રેટરી ઝેબા સાથે અફેયર હોવાની વાત જણાવે છે.

"સાહેબ અનિકેત ઠક્કર વિશે માહિતી મેળવતાં હું જ્યારે ઝેબાની કુંડળી શોધવા બેઠો તો ત્યાં મને ખબર પડી કે ઝેબા નું જોબ મુકવાનું કારણ ઘણું વિચિત્ર નીકળ્યું.ઝેબા થોડાં દિવસ પહેલાં બેબીસ કેર હોસ્પિટલમાં ગઈ હતી પોતાનાં મિત્ર શાહિદ ની સાથે."પોતાની વાત આગળ વધારતાં બુખારી બોલ્યો.

"બેબીસ કેર હોસ્પિટલ તો જાણીતાં ગાયનોકોલોજિસ્ટ ગાયત્રી રાણા ની હોસ્પિટલ છે ને?એક ગાયનોકોલોજિસ્ટ ને ત્યાં ઝેબાનાં જવાનું કારણ?..અને આ શાહિદ કોણ છે..?."અર્જુનનાં મનમાં ચાલતાં સવાલો એને બુખારીને પુછી લીધાં.

"હા આ હોસ્પિટલ ગાયત્રી રાણા ની જરૂર છે પણ એની અંદર ઘણી એવી વસ્તુઓ ચાલી રહી છે જે ગેરકાનૂની છે..ત્યાં મન માંગી કિંમત લઈને એબોર્શન કરવામાં આવે છે..અહીં ઘણી એવી કુંવારી યુવતીઓ પોતાની મરજીથી ગર્ભપાત કરાવવા જાય છે.."બુખારી ગાયત્રી રાણા વિશે જણાવતાં બોલ્યો.

"તો શું ઝેબા પણ ત્યાં એબોર્શન કરાવવા ગઈ હતી..?"અર્જુન બુખારીની વાત સાંભળતાં જ આશ્ચર્યથી બોલી પડ્યો.

"હા સાહેબ ઝેબા ત્યાં એબોર્શન કરાવવા જ ગઈ હતી..અને એ બાળક કોનું હશે એતો તમે સમજી જ ચૂક્યાં હશો..રહી વાત શાહિદ ની તો શાહિદ ઝેબાનો સ્કુલ ટાઈમનો ફ્રેન્ડ છે..શાહિદ ઝેબા ને પ્રેમ કરતો હોવાનું એનાં દોસ્તો દ્વારા જાણવા મળ્યું છે અને સાથે એ પણ ખબર પડી કે શાહિદ નું પ્રપોઝલ ઝેબા અસ્વીકાર કરી ચુકી છે..આમ છતાં શાહિદ એક સાચાં દોસ્તની જેમ એની મુસીબતનાં સમયમાં ઝેબાની પડખે આવીને ઉભો રહ્યો."શાહિદ વિશે ની વાત જણાવતાં બુખારી બોલ્યો.

"પણ તું એ બાબતે sure કરી રીતે છે કે ઝેબા એ જે બાળકનો ગર્ભપાત કરાવ્યો એ અનિકેત નું જ હતું..એવું પણ હોઈ શકે ને કે ઝેબાનું બીજાં કોઈ જોડે પણ અફેયર હોય..?"અર્જુનનાં સવાલો હજુ ચાલુ હતાં.

"સાહેબ,ગાયત્રી રાણા ની હોસ્પિટલનો કમ્પાઉન્ડર મનુ મારો જુનો મિત્ર થાય એને કહ્યું કે આ ગર્ભપાત કરવા માટેની સુચના અનિકેતે જ કોલ કરી મેડમને આપી હતી અને પેયમેન્ટ અનિકેત દ્વારા જ કરવામાં આવ્યું છે."બુખારી ઝેબા નાં ગર્ભ માં અનિકેતનું જ બાળક હતું એ વિશેની સ્પષ્ટતા કરતાં બોલ્યો.

"ખુબ સરસ..તે ધાર્યા કરતાં પણ ઘણું સારું કામ કર્યું છે.."બુખરીનાં વખાણ કરતાં અર્જુન બોલ્યો.

"અરે સાહેબ હજુ તો મારી વાત પુરી જ ક્યાં થઈ છે.."બુખારી એ કહ્યું.

"હજુ શું બાકી રહી ગયું પાછું..?"બુખારીની વાતથી નવાઈ પામી ગયેલો અર્જુન બોલ્યો.

"સાહેબ,જે પ્રભાત પંચાલની હત્યા થઈ છે એને લગભગ ઝેબા અને અનિકેતનાં આ અફેયર ની ખબર હોવી જોઈએ અને એટલેજ એ ઝેબા પર નજર કાયમ રાખે હતો..બેબીસ કેર હોસ્પિટલની રેસેપ્સનિસ્ટ શ્વેતા નાગોરી સાથે પ્રભાતને અંગત ઓળખાણ હતી..મનુ એ મને કહ્યું કે શ્વેતા એ ઝેબાનો એબોર્શન રિપોર્ટ રૂપિયાની લાલચમાં પ્રભાતને આપ્યો હતો."બુખારી છેલ્લે મોટી ખબર આપતાં બોલ્યો.

"વાહ બુખારી વાહ..તું તો ક્રાઈમ બ્રાન્ચ કરતાં પણ તારી ચેનલ તો ભારે નીકળી..તારાં કામનાં પૈસા તને મળી જશે."આટલું કહી અર્જુને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

બુખારી સાથે વાત પૂર્ણ કર્યાં બાદ અર્જુન ચહેરા પર ભેદી મુસ્કાન સાથે બોલી ઉઠ્યો.

"તો mr. અનિકેત ઠક્કર હવે હથકડી પહેરવા તૈયાર થઈ જાઓ."

***********

અનિકેત ઠક્કર ને પ્રભાતની હત્યાનાં આરોપ હેઠળ પુછપરછ થઈ શકે એટલાં સબુત અર્જુન એકઠાં કરી ચુક્યો હતો..અને હવે સત્ય શું હતું એની જાણ પોતાની પુછપરછમાં અનિકેતનાં મોંઢે પોતે બોલાવી લેશે એવો અર્જુનને દૃઢ વિશ્વાસ હતો પોતાની જાત પર.અનિકેત ઠક્કરની પુછપરછ કરવા જવાનું છે એમ કહી અર્જુને નાયકને જીપ નિકાળવાનો આદેશ આપી દીધો.

અર્જુન અનિકેતનાં ઘર તરફ જવા માટે નીકળતો જ હતો ત્યાં એનાં મોબાઈલ પર શેખ નો કોલ આવ્યો.

"બોલો ભાઈ..કોલ કરવાનું કારણ..?"ફોન ઉપાડતાં જ અર્જુન બોલી ઉઠ્યો.

"આતો બેંગ્લોર થી પ્રભાતની હત્યામાં જે ઝેર વપરાયેલું હતું એનો ફોરેન્સિક રિપોર્ટ આવી ચુક્યો છે તો હું તારાં ઈમેઈલ આઈડી પર મેઈલ કરું છું..ચેક કરી લેજે."શેખે કહ્યું.

"સારું..હું જોઈ લઉં."આટલું કહેતાં અર્જુન પાછો જઈને પોતાની ખુરશીમાં ગોઠવાયો.

કોમ્પ્યુટર ઓન કરી અર્જુને પોતાનું ઈમેઈલ આઈડી ઓપન કર્યું અને એમાંથી હમણાં જ શેખનો આવેલો મેઈલ ઓપન કર્યો..મેઈલમાં એક PDF ફાઈલ મોજુદ હતી.અર્જુને એ ફાઈલ ડાઉનલોડ કરવા મુકી ત્યાં નાયક અર્જુનની કેબિનમાં પ્રવેશ્યો.

"સાહેબ હું રાહ જોઈને ઉભો હતો પણ તમે ના આવ્યાં એટલે અહીં આવ્યો..આપણે જવાનું છે કે નહીં..?"આવતાં જ નાયકે પોતાનાં આવવાનું કારણ જણાવતાં કહ્યું.

"અરે નાયક બેંગ્લોરથી પ્રભાતને જે ઝેર અપાયું હતું એની ઓળખાણ થઈ ગઈ છે અને એનો રિપોર્ટ પણ આવી ચુક્યો છે..તો હું શેખે મોકલાવેલો મેઈલ જોતો હતો..એકવાર એ રિપોર્ટ જોઈ લઉં પછી નીકળીએ.ત્યાં સુધી તું અહીં બેસ."અર્જુને કહ્યું.

અર્જુનનો આદેશ મળતાં નાયક અર્જુનનાં ટેબલની સામે રહેલ ખુરશીમાં બેઠો..અર્જુને PDF ફાઈલ ડાઉનલોડ થઈ જતાં બેંગ્લોર ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ ઓપન કર્યો.જેમાં લખેલું હતું.

"પ્રભાતની હત્યા જે ઝેરમાંથી થઈ છે એ ઝેર કોઈ સામાન્ય ઝેર નથી પણ એ જેલીફિશ નાં શરીરમાંથી નીકળતાં દ્રવ્યમાંથી તૈયાર થતું ઘાતક ઝેર છે.આ જેલીફિશ નું નામ chirofex fleckeri છે અને એને ઘણાં sea wasp પણ કહે છે..આ જેલીફિશ નાં શરીરનું બંધારણ 95% જેટલું પાણીથી બનેલું હોવાથી એ પાણીમાં લગભગ અદ્રશ્ય હોય એવું લાગે છે..આવી જેલીફિશ ઓસ્ટ્રેલિયા મહાદ્વીપ અને એમાં પણ ન્યુઝીલેન્ડનાં દરિયાકિનારેથી મળી આવે છે..આ સાથે રિપોર્ટમાં એ ઝેરનું રાસાયણિક બંધારણ પણ મોજુદ હતું."

અર્જુને રિપોર્ટમાં રહેલ ઝેર વિશેની માહિતી નાયકને પણ કહી સંભળાવી,સાથે પ્રભાતનાં શરીરમાં ઝેર બિયરની બોટલનાં બુચ દ્વારા ગયું હોવાની જાણકારી પણ આપી.

"પ્રભાતની હત્યા માટે આટલું વિચિત્ર ઝેર..બહુ માઈન્ડ લગાવ્યું છે કાતિલે.એ ઝેર ને વળી બિયર બોટલનાં બુચ પર લગાવવું એતો જાણે એક માસ્ટર સ્ટ્રોક હતો હત્યારાનો.."પ્રભાતની હત્યા માટે કાતિલ દ્વારા રચવામાં આવેલ પ્લાન નાં વખાણ કરતાં નાયક બોલ્યો.

"નાયક અનિકેત ઠક્કરે જ પ્રભાતની હત્યા કરાવી છે..એવો હવે મને ચોક્કસ વિશ્વાસ આવી ગયો."અર્જુન બોલ્યો.

"તમે કઈ રીતે કહી શકો કે આ બધાં પાછળ અનિકેત ઠક્કર જ હશે..શહેરનાં સૌથી મોટાં શ્રીમંત માણસ સામે કંઈપણ પગલું લીધાં પહેલાં વધુ ને વધુ સબુત એકઠાં કરવા પડે."નાયક બોલ્યો.

નાયકની વાત સાંભળી અર્જુને એને અનિકેત અને ઝેબાનાં અફેયર ની,ઝેબા નાં એબોર્શન ની અને પ્રભાત દ્વારા ઝેબાનો એબોર્શન રિપોર્ટ મેળવવાની વાત જણાવી દીધી.જોડે જોડે પ્રભાતની લાશ જોડે મળેલ બોલપેન નું ઢાંકણ પણ અનિકેત ની જ બોલપેનનું ઢાંકણું હતું એ વિશે પણ અર્જુને નાયકને કહ્યું.

"તો તો સાહેબ પ્રભાત અનિકેત ને એબોર્શન રિપોર્ટ ની વાત પર બ્લેકમેઈલ કરતો હોવો જોઈએ,જેથી ગુસ્સે ભરાઈ અનિકેતે એનું ઢીમ ઢાળી દીધું.."અર્જુનની અપાયેલી માહિતી સાંભળી નાયક બોલી પડ્યો.

"હા નાયક હવે એની ગરદન પરનો ગાળિયો કસાઈ ચુક્યો છે..બસ જરૂર છે એ ગાળિયો બધું મજબૂતાઈથી ખેંચવાની.પણ એ પહેલાં હજુ બીજી માહિતી મેળવી લઉં."મક્કમ સ્વરે આટલું કહી પાછો અર્જુન કોમ્પ્યુટર ની સામે ગોઠવાયો.

"Where can i buy jellyfish poison.."ગુગલ ક્રોમમાં જઈને આટલું લખતાં જ અર્જુનની સામે ઘણાં વિકલ્પો આવી ચડ્યાં. અર્જુને એક પછી એક બધાં વિકલ્પો ને ખોલી જોયાં.અર્જુનનો ચિંતનાત્મક ચહેરો જોઈ કોઈપણ એ સમજી શકતું હતું કે એ કંઈક ગહન વિચારમાં છે.

"સાહેબ શું શોધી રહ્યાં છો..?"અર્જુનનાં ચહેરા પર વિચારમગ્ન ભાવ જોઈ નાયકે સવાલ કર્યો.

"નાયક આમાં લખ્યું છે કે આ poison ભારતમાં કોઈ જગ્યાએ મળવાની શક્યતા નથી..આને મંગાવવું હોય તો ન્યુઝીલેન્ડ નાં ઓકલેન્ડમાં આવેલ "sea hurbal" નામની કંપનીમાંથી ઓનલાઈન જ મંગાવવું પડે.અને એનું પેયમેન્ટ પણ ઓનલાઈન જ થાય."અર્જુન બોલ્યો.

"તો સાહેબ આનાંથી આપણે શું મતલબ?"નાયક ટુંકમાં બોલ્યો.

"નાયક મતલબ છે..મતલબ એટલો કે જો ઓનલાઈન પેયમેન્ટ થયું હોય તો એ પેયમેન્ટ કરનારની બેન્ક ડિટેઈલમાં એની એન્ટ્રી પડી જ હશે.અત્યારે તો બેંક બંધ થઈ ચૂકી હશે પણ તું કાલે બેન્ક ખુલતાં જ અનિકેત ઠક્કરની બધી બેન્ક ડિટેઈલ લઈને આવીશ.હું મારાં સોર્સ નો ઉપયોગ કરી અનિકેતનાં કઈ-કઈ બેંકમાં ખાતાં છે એની માહિતી એકત્રિત કરું."ઉંડું વિચારતાં અર્જુન બોલ્યો.

"પણ એમ કરવાનો ફાયદો..?"અર્જુનની વાત હજુપણ નાયકને ના સમજાતાં નાયકે સવાલ કર્યો.

"અરે બુદ્ધિ નાં બળદ.. જો અનિકેતની બેન્ક ડિટેઈલ પરથી એવું પુરવાર થશે કે એને જ ઓનલાઈન પેયમેન્ટ કરી આ ઝેર મંગાવ્યું હતું તો એની જોડે પોતાની ઉપર લાગેલો ગુનો સ્વીકાર્યા સિવાય કોઈ અન્ય વિકલ્પ જ નહીં વધે.."ચહેરા પર શાંત ભાવ સાથે અર્જુન બોલી પડ્યો.

"તો પછી આજ ની રાતે અનિકેત ઠક્કરની મુલાકાત લેવા નથી જવું.?"નાયક નાં સવાલો બંધ થવાનું જ નામ નહોતાં લેતાં.

"હા નાયક આજ ની રાત ભલે અનિકેત આઝાદ હવામાં શ્વાસ લઈ લેતો..પણ કાલે એ નક્કી જેલ ની સલાખો પાછળ હશે.પણ એ પહેલાં આજ ની રાત આપણે એક કામ કરી લઈએ.."આટલું કહી અર્જુને નાયકને એક કામ સોંપ્યું.

રાતે આઠેક વાગે અર્જુન પોતાની બુલેટ પર સવાર થઈને તથા નાયક અને અશોક પોલીસ જીપમાં બેસી શહેરની મુખ્ય સડક પર નીકળી પડ્યાં. આગળ જતાં સાંઈબાબા મંદિરથી અર્જુને અલગ રસ્તો પકડ્યો અને નાયકે અલગ રસ્તે..!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

અર્જુન અને નાયક અત્યારે ક્યાં જઈ રહ્યાં હતાં..??બેન્ક ડિટેઈલ અર્જુનની મનમાં ચાલતાં વિચારોને યોગ્ય ગતિ આપશે...??શું અનિકેતે જ પ્રભાતની હત્યા કરી હતી..??પ્રભાતની હત્યાની તપાસ આખરે કેવો નવો વળાંક લેશે..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ હવસ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)