Last meeting books and stories free download online pdf in Gujarati

છેલ્લી મુલાકાત.

શિયાળાની વિદાય લઈ રહેલી ઠંડી અને ઉનાળાની શરૂઆત  વચ્ચે બદલાતું વાતાવરણ એટલે જ વસંત....!!

સોળે કળાએ ખીલેલા ફૂલો ની મદહોશ કરી જતી ફોરમ માં  'મન મોર બની થનગાટ કરે ' પરિમલ નું મન પણ થનગનાટ કરી રહ્યું હતું.

સાંભળે છે ?

આજે વહેલી સવારે મોટરસાયકલ લઈ નીકળતા પરિમલે પત્ની આકાંક્ષા ને બૂમ પાડી,

બાળકો ને તૈયાર કરતી આકાંક્ષા એ પણ રસોડા માંથી બૂમ પાડી, હા.... આઈ..

ખુશી....? સેતુ..... ચાલો તમારું ટ્યૂશન નું બેગ તૈયાર કરો.

કહેતી આકાંક્ષા બહાર આવી તાળુકી શુ છે ...?
બોલો..

આકાંક્ષા નો ગુસ્સો જોઈ પરિમલ બોલ્યો કાંઈ નઈ હું બહાર જાઉં છું, બપોરે આવતા મોડું થશે... તું જમી લેજે.

આજે રવિવાર હતો અમાસ પણ હતી એટલે પરિમલે કાંઈ ઉપાડી હશે એ, આકાંક્ષા ને સમજાઈ ગયું. એટલે ક્યાં જાવ છો ? એ ન પૂછ્યું અને સારું કહી ઘરમાં ચાલી ગઈ.

પરિમલ અને આકાંક્ષા ના સુખી લગ્ન ને બાર વર્ષ પુરા થયા હતા, બે સંતાન ખુશી અને સેતુ ખુશી પંચમમાં અને સેતુ ત્રીજા માં અભ્યાસ કરતા, જાંબુઘોડા આમ તો ગુજરાત નો સૌથી નાનો તાલુકો પણ છતાં ગામડું જ કહેવાય, જ્યાં શિક્ષણ માટે પ્રાથમિક શાળા ખરી પણ આજના ઝડપી યુગ માં સારા ભણતર ની અપેક્ષાએ ખાનગી શાળામાં બાળકો ને અભ્યાસ કરાવવાની દેખાદેખી થી આકાંક્ષા એ બંને બાળકો ને અભ્યાસ માટે નજીક બોડેલી મુક્યા હતા, સવારે ટ્યૂશન બપોરે શાળા, બાળકો ને સમય ઓછો મળતા ટ્યૂશન કરાવવા પડતા અને સાથે  સમય મળ્યે આકાંક્ષા ઘરે પણ મહેનત કરતી.

આજે રવિવાર હતો બાળકો ને શાળાએ જવાનું ન હતું છતાં ટ્યૂશન સવારે હતું એટલે આકાંક્ષા ને વહેલા ઉઠવું પડ્યું હતું એનો ગુસ્સો તેના નાક ઉપર જ હતો.

પરિમલ વર્ષો થી અહીં જ રહેતો, પિતાજી ની નોકરી હતી એટલે અહીં અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ બોડેલી પૂર્ણ કર્યો, અનામત ની કમઠાણ ને લઈ નોકરી ના કાઈ ઠેકાણા ન પડતા લગ્ન બાદ ગામ માજ ઇલેક્ટ્રિક ની દુકાન શરૂ કરી હતી, દુકાન સારી ચાલતી એટલે ઘર ચલાવવા કોઈ તકલીફ નહતી પડતી. બચત પણ થઈ જતી હતી. દુકાન ની સાથે સાથે સાથે ગામ માં બાળકો માટે શરૂ થયેલા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ માં કોમ્યુટર ની તાલીમ પણ આપતો એ માટે કોઈ ફી ન હતો લેતો,બાળકો ને ભણાવવાનો આનંદ આવતો જેથી એ દુકાન માંથી સમય કાઢી કલાસ લેવા જતો. 2005 માં પરિમલ ના લગ્ન આકાંક્ષા સાથે થાય હતા, આકાંક્ષા સાચા અર્થ માં ગૃહલક્ષ્મી બનીને પરિમલ ના જીવનમાં આવી હતી, પછી તો બંને એ સાથે મળી એમના સુખી સંસાર ને ભરપૂર જીવ્યો હતો. શરૂઆતમાં નાણાંની તકલીફ રહેતી જે હવે દૂર થઈ ગઈ હતી.

આજે પરિમલ વહેલા કેમ ઉઠ્યા ?...
બાળકો ટ્યૂશન ગયા પછી આકાંક્ષા ના મન માં સવાલ ઉઠ્યો.
વેલેન્ટાઈન ડે નું સપ્તાહ ચાલે છે, ક્યાંક.... આકાંક્ષા ના મનમાં સળવળાટ થયો. પરિમલ ક્યાં ગયા હશે ? આકાંક્ષા એ અરીસા સામે ઉભા રહી પોતાની કાયા ને ધ્યાન થી નિહાળી. પોતે હતી એવીજ છે એનો તેને ગર્વ થયો, સુડોળ કયા સામે નિરાખતા તેને પોતાની કમર અને વક્ષસ્થળ ને નિહાળતી રહી. ગોરું મુખડું, કામણગારી આંખો કોઈ ફિલ્મની હિરોઇન જેવી લાગતી આકાંક્ષા ફરી ફરી ને અરીસા માં પોતાને નિહાળી રહી હતી, કુકર ની સીટી એ તેનું ધ્યાન ભંગ કર્યું એટલે મનમાં બબડાટ કરતી ટોવેલ લાઇ સ્નાન કરવા બાથરૂમ માં ચાલી ગઈ,

ઘર માં પ્રવેશતા જ ખુશી અને સેતુ એ બૂમ પાડી મમ્મી.....

ખાવાનું શુ બનાવ્યું છે ? સવારે 10 થાય હતા બાળકો ને ગરમ ગરમ ભાથું પીરસી આકાંક્ષા ઘર કામમાં જોતરાઈ, પણ મન માં વળી વળી ને પરિમલ રમ્યા કરતો હતો. શુ પરિમલ કોઈ ને ચાહતો હશે ? આજે અચાનક કેમ ક્યાં ગયા હશે ?

બપોર નો એક થયો, પરિમલ ની રાહ જોતી આકાંક્ષા ની ચિંતા વધતી જતી હતી. બાળકો જમ્યા હતા એજ પછી આકાંક્ષા ને કેમ જાણે ભૂખ જ લાગી ન હતી.

પરિમલ નો ભૂતકાળ આકાંક્ષા જાણતી હતી. પરિમલ નો લગ્ન પહેલા ગામ ની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવાની ના ઉંબરે ઊભેલું યૌવન તરવરાટ કરતું હતું ત્યારે પરિમલ ને ગામ ની જ અર્પિતા સાથે પ્રેમ થઈ ગયો હતો. અર્પિતા સામાન્ય કુટુંબ ની સીધી સાદી યુવતી હતી, પરિમલ ને એની સાદગી એ અકર્ષયો હતો. અર્પિતા જાણતી હતી પરિમલ એને ચાહે છે, એ  એના ઇજહાર ના ઇંતજાર માં હતી પણ પરિમલ ઘણા સમય સુધી પોતાના પ્રેમ નો ઇજહાર કરી શક્યો નહીં, અંતે હિંમત કરી તો બંને નો પ્રેમ પરવાન ચડે એ પહેલાં અર્પિતના લગ્ન અન્ય ગોઠવાઈ ગયા. પરિમલ ને કાંઈ સમજાયું નહીં. અને અર્પિતા એ પરિસ્થિતિ અને સંસ્કારો સામે હૃદય ની ઈચ્છાઓ અને પરિમલ ના પ્રેમ પર લગામ લગાવી જીવન સાથે સમાધાન કરી લીધું. 

પરિમલ અને આકાંક્ષા ના લગ્નની તેરમી વર્ષગાંઠ હતી, સાંજે પરિમલે બાળકો સાથે બહાર જમવા જવાનું આયોજન કર્યું હતું, સાંજે સૌ ભેગા એક રિસોર્ટ માં ગયા જ્યાં પરિમલે આકાંક્ષા ને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપી એ હતી સોનાની વીંટી છેલ્લા એક વર્ષ ની ડિમાન્ડ પુરી થતા આકાંક્ષા ઉછળી અને પરિમલ ને ભેટી પડી ત્યાં ખુશીએ કહ્યું બેસી જા જમવાનું ઠંડુ થઈ જશે. બાળકો સાથે પરિમલ પણ હસી પડ્યો. જમવાનું પૂરું થતા બાળકો રમતા હતા અને અચાનક પરિમલ ના મોબાઈલ પર ફોન આવ્યો, નંબર અજાણ્યો હતો પરિમલે ફોન ઉપાડ્યો....


હેલો.... સામે છેડે કોઈ અવાજ ન આવ્યો..
પરિમલ ફરી બોલ્યો હેલો.... સામે છેડે કોઈ બોલે એ પહેલાં પરિમલ ના હૃદય ના ધબકારા તેજ થતા હોવાનો અહેસાસ થયો. સામે થી ધીમો અને તીનો અવાજ સંભળાયો,

હા... હું અર્પિતા.

પરિમલ નું હૃદય બમણી ગતિએ ધબકવા લાગ્યું અને મગજ સુન્ન મારી ગયું. પણ...
પોતાની સ્થિતિ પામી થોડો સાઈડ માં જઈ પોતાને સ્વસ્થ કરતા બોલ્યો હા..

થોડી વાર ના શાબ્દિક મૌન બાદ પરિમલ બોલ્યો..

ઘણા સમયે યાદ કર્યો ને...!!

હા, તમે કેમ છો ?

બસ, મજામાં છું. આજે મારી લગ્ન તિથિ છે, એટલે પત્ની અને બાળકો ને સાથે લઈ જમવા આવ્યો છું.

સારું ત્યારે હું પછી ફોન કરીશ. માત્ર આટલું કહી અર્પિતએ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

આટલા વર્ષો પછી અચાનક આવેલા અર્પિતના કોલે પરિમલને અંદરથી ઝાંઝોળી નાખ્યો હતો. છતાં સ્વસ્થ થઈ પરિવાર સાથે ઘરે આવ્યો.

બીજો દિવસ....ત્રીજો દિવસ કરતા ચાર દિવસ પસાર થઈ ગયા, રોજ મોબાઈલ નો એ નંબર કાઢી જોયા કરતો,અરે નંબર સુદ્ધાં મોઢે થઈ ગયો. આ નંબર પોતાના પહેલા અને છેલ્લા પ્રેમ નો હોવાની ખાતરી છતાં પણ પરિમલ સામે કોલ કરવાની હિંમત ન બતાવી શક્યો.

આખરે પાંચમા દિવસે ફરી એ નંબર ઉપર થી પરિમલ ને કોલ આવ્યો...નંબર યાદ હતો.
હા આ અર્પિતનો જ મોબાઈલ નંબર હતો.

કોલ રિસીવ કરી પરિમલ કાંઈ બોલી શક્યો નહીં.

સામે થી અવાજ આવ્યો.... હેલો....

હા...

કેમ છો ?  બસ પાંચ દી થી તારા કોલ નો ઇંતજાર કરું છું.
તને સમય મળ્યો ખરો...!

હૃદય ના ધબકારા બંને તરફ વધેલા હતા છતાં બંને એ સ્વસ્થ બની વાત ચાલવી.

અર્પિતા અમદાવાદ હોવાનું જાણ્યુ તેના લગ્ન પછી તેને સંતાન માં બે દીકરાઓ હતા બંને સ્વસ્થ અને તંદુરસ્ત હતા. એક પાંચમા માં અને બીજો ત્રીજામાં અભ્યાસ કરતા હતા.

વર્ષો પછી ની વાતચીત માં ઘણું સાંભળવાનું સાંભળવાનું હતું પણ જાણે કેમ હ્રદયાવલી ના શબ્દકોષ માં શબ્દો ન હતા મળતા.

અંતે પરિમલ એટલુંજ બોલ્યો...
હા તારું આ કામ થઈ જશે
તારા માટે હું કાંઈ પણ કરું એ મારુ ભાગ્ય છે.

આમ પણ તારા માટે કાંઈ કરું એવો મોકો ક્યાં મળ્યો જ છે.

ચૌદ વર્ષ પછી અચાનક અર્પિતા એ કોલ કરી પરિમલ પાસે કાંઈ માગ્યું હતું. પરિમલ માટે એ કામ આસાન હતું.

બપોરે જમ્યા પછી દુકાન માં ખુરશી પર લંબાવી પરીમાલ આંખ બંધ કરી બે ઘડી અર્પિતા ના ખયાલો માં ખોવાઈ ગયો.

અર્પિતા...
સીધી સાદી, અને ઓછા બોલી એ યુવતી, ઉજળો વર્ણ, કાળી આંખો અને ભરાવદાર ભ્રમર સાથે શોભતા ઘુમરાયેલા કેશ, એની એક નજર કોઈ ને પણ બે હોશ કરી જતી. કોઈ પણ તેના આકર્ષક વ્યક્તિત્વ થી અંજાઈ જાય અને પહેલી નજરે તેને પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર થાય તેવું  એવું આકર્ષક જોબન..ધરાવતી એ નટખટ યુવતી આજે એક ઠરેલ ગૃહિણી હતી.

આવી એક સ્વીચ આપો ને અંકલ..

સ્વીચ લેવા દુકાને આવેલા નટખટ બાળક ના અવાજે પરિમલ હોશ માં આવ્યો. ઘડિયાળ માં સાવ પાંચ વાગ્યા હતા.

બાપ રે...ચા પીવાનો સમય પણ વીતી ગયો ?
અર્પિતા ના ખયાલો માં બે કલાક જાણે અડધો કલાક માં વીતી ગયા.

વેલેન્ટાઈન સપ્તાહ ચાલી રહ્યું હતું,
રોઝ ડે... પ્રપોઝ ડે...ચોકલેટ ડે... ટેડી ડે.... પ્રોમિસ ડે.....હગ ડે.... કિસ ડે અને વેલેન્ટાઈન ડે...

આજે પ્રોમિસ ડે હતો, સાંજે વહેલો ઘરે જઈ પરિમલ સવારે બાઇક લઈ નીકળે છે.

ત્યારે પત્ની આકાંક્ષા ને કહે છે આવતા મોડું થશે એટલે જમી લે...

અર્પિતા એ સોંપેલું કામ થઈ ગયું હતું.
અર્પિતા ને કિસ ડે ના દિવસે અમદાવાદ જ્યાં તે રહેતી હતી ત્યાં સુસેન સર્કલ પાસે આવેલા જવાહર બાગ માં મળવાનું હતું.

દિવસ , સમય નક્કી હતો... સવારે  અગિયાર વાગ્યે.
અર્પિતા આજે સવાર થી જ એક અલગ ઉન્માદ માં હતી. પોતાના પ્રિયતમ ને મળવાનો ઉન્માદ તેના રોમેરોમ માં તે અનુભવી રહી હતી. પરિમલના મનપસંદ કલર ની સિલ્ક ની સાડી પહેરી જવાનું અર્પિતએ નક્કી કર્યું. પાંચ વાગ્યે બાળકો અને સાંજે સાત વાગ્યે પ્રણય ઘરે આવી જતો હોવાથી આ વચ્ચેના સમય દરમ્યાન પરિમલ ને મળી પરત ઘરે ફરવું પડે એમ હતું. એટલે જ સવારે અગિયાર વાગ્યે મળવાનુ હતું.

સવાર થી અર્પિતા કાઈ અજુગતું અનુભવી રહી હતી, પરિમલ વિશે અનેક ધારણાઓ તેના દિલો દિમાગ માં ઉદભવી રહી હતી. બાળકો ને સ્કૂલ વાન માં બેસાડી 10 વાગ્યે અર્પિતા તૈયારી માં જોતરાઈ ઘડીક અરીસા સામે ગાઉન ઉતારી પોતાના માંસલ દેહ ને નીરખી રહી અને પોતાના પ્રતિબિંબ સાથે વાત કરતી રહી,

શુ પરિમલ આજે પણ મને એટલોજ પ્રેમ કરતો હશે ? ઓહ...પરિમલ આજે મને શું થયું છે..!

હું તારા ખયાલો માંથી બહાર કેમ નથી નીકળી શકતી.
ત્યારે જ પ્રતિબિંબે તેને એક પરિવાર ની વહુ અને પ્રણયની પત્ની અને બે બાળકો ની માતા હોવાનું ભાન કરાવ્યું. અર્પિતા ફટાફટ તૈયાર થઈ સોસાયટી ઓળંગી રોડ સુધી આવી, એક્ટિવા હતું પરંતુ આજે ઓટો માં જવાનું મન બનાવ્યું હતું. ઓટો પકડી તે પોતાના સમયે જવાહર બાગ પહોંચી ત્યારે બાગ માં ડાબી તરફ લીલા ઘાસ અને મહેંદી ની વાડ પછી આવતા ફૂટપાથ જેવા માર્ગ માં બોરસલ્લી ના ઝાડ નીચે બાંકડા ઉપર પરિમલ બેઠો હોવાનો ભાસ થતા તે એ દિશામાં ચાલી નજીક જતા સાચેજ એ પરિમલ હતો. 

થ્રી ફ્રેમ ચશ્મા માં પરિમલ આજે પણ એની ધારણા થી કાંઈ વધારે સોહામણો લાગતો હતો. આવી જ હાલત કાંઈ પરિમલ ની હતી.

સંકોચ સાથે બાંકડા ઉપર બેસી અર્પિતએ વાત શરૂ કરી..

આટલા વર્ષો માં મને કોઈ દિવાસ યાદ કરી હતી ?

હું તને ક્યાં ભુલ્યો જ છું..!
બસ, નસીબ ની ચોપાટ માં બાજી હારી ગયા પછી જવાબદારી ના બોજ નીચે એટલું દબાઈ જવાયું કે તારા વિશે ભાળ મેળવવાનું ચુકી જવાયું.

તું આજે પણ એવીજ છે..! કેટલી સીધી સાદી પણ તારા ચહેરા પર એ નૂર નથી જે હું જોવા માંગતો હતો.

કોઈ તકલીફ છે ? એટલું બોલતા અર્પિતા ના ગાળામાં એક ડૂસકું ભરાઈ ગયું અને આંખો માંથી અશ્રુધારા વહેવા લાગી.

પરિમલ ને કાંઈ સમજાયું નહીં અને પબ્લિક પ્લેસ માં અચાનક આવી સ્થિતિ ઉદભાવશે એવું ધાર્યું પણ ન હતું. જો કે બાગ માં સવારે કોઈ હતું પણ નહીં. અર્પિતા ને સાંત્વના આપતા તેને સમજાવી શાંત કરી એકાદ કલાક થી વધુ નો સમય વીતી જતા બંને એ ઉભા થવાનું નક્કી કર્યું.

પરિમલ ફરી ક્યારે મળીશ ?

ખબર નહીં... મનમાં ક્યારેય નહીં.
જીવન અને સમય હશે તો ચોકકસ મળીશું.

અર્પિતા એ પરિમલ ને ફરી માળાશે કે કેમ ? એ વિચારી વિખુટા પડતા તેને ભેટી પડી પરિમલ પણ પોતાને રોકી શક્યો નહીં.અને અર્પિતને આલિંગન માં લઇ તસતસતું એક ચુંબન આપી દીધું. અને માત્ર એટલુંજ બોલ્યો હેપી કિસ ડે...

બપોરે એક વાગ્યે બંને છુટા પડ્યા...

જવાહર બાગ માંથી નીકળી અર્પિતા ઘરે આવી તેને મગાવેલી વસ્તુ આપવા પરિમલ જાતે આવ્યો એ કરતા પરિમલ નું તેને આલિંગન આપવું અને તેની કિસ.... એ મનો મન અત્યંત આનંદિત હતી, અરીસા સામે ઊભા રહી પોતાને નિરાખતા અર્પિતા શરમાઈ ગઈ.

સમય જતો ન હતો....
સાંજે પાંચ પછી સમય નહીં મળે એમ વિચારી સાડા ચારે કોલ લગાવ્યો, પરિમલ કેટલે પહોંચ્યો એ જાણવા.

હેલો..... સામે થી અવાજ આવ્યો કોણ ?

પરીમલ ના મોબાઈલ માં કોઈ અન્ય વાત કરતા અર્પિતએ ફોન ડિસ્કનેક્ટ કર્યો. ફરી ટ્રાય કર્યો.

હેલો... ફરી એજ અવાજ અને કોણ ? એવો પ્રશ્ન કરતા અર્પિતા એ આ નંબર પરિમલ નો હોવાની ખાતરી કરવા પૂછ્યું.

પરિમલ છે ?  સામે થી રૂંધાયેલા સ્વરે ઉત્તર મળ્યો પરિમલ ભાઈ હવે નથી રહ્યા...!!

શુ વાત કરો છો ? તમે શું બોલો છો ? અને કોણ બોલો છો ?

અર્પિતા માટે આ એક મજાક અને એ પણ અસહ્ય હતો.

હું પરિમલ નો ભાઈ બોલું છું.

કોણ અભિષેક ? હા, પરિમલ ક્યાં છે ? એને ફોન આપ.

પરિમલ કાલે સવારે બાઇક લઇ, ઘરે મોડો આવીશ એમ કહી નીકળ્યો હતો એ સાંજ સુધી ન આવ્યો પણ એક સંદેશો આવ્યો કે એની બાઇક નો અકસ્માત થયો છે અને એ કોમાં માં બોડેલી હોસ્પિટલ માં દાખલ છે.

અર્પિતને કાંઈ સમજાયું નહીં એ માત્ર એટલુંજ બોલી શકી
પણ એ કેમ બને આજે સવારે તો પરિમલ અહીં અમદાવાદ માં મારી પાસે હતો, એ બપોરે જ ઘરે આવવા નીકળ્યો છે.

ત્યારે અભિષેક એટલુંજ બોલી શક્યો બહેન એ ક્યાંથી શક્ય હોય, કેમ મજાક કરો છો.

ગઈ કાલે સાંજે જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે એ એ. સી. યુ માં હતો , ડોક્ટરે એને બચાવવા તમામ પ્રયત્નો કર્યા પણ એને ન બચાવી શક્યા. રાત્રે એને અંતિમ શ્વાસ લીધા અને અત્યારે જ અંતિમ સંસ્કાર કરી ઘરે આવ્યા છે.

અર્પિતા ને ચક્કર આવી ગયા ને એ ફર્સ પર ફસડાઈ પડી.

હેલો.... હેલો.... બહેન પણ તમે કોણ ? ન પ્રત્યુત્તર મળ્યો ન કોઈ અવાજ આવ્યો. હેલો.....હેલો.... અભિષેકે ફોન ડિસ્કનેક્ટ કર્યો. પણ એ વાત એના મન માં રમતી થઈ. કોણ હશે એ બહેન ? અને ગત રાત્રે મૃત્યુ પામેલ પરિમલ આજે એની સાથે હોવાની વાત શા માટે કરી. હાઉઝ પોઝિબલ ઇટ..!

ત્રણ દિવસ સતત એ નંબર ઉપર કોલ કર્યા પછી એ નંબર ડાયલ કરતા અભિષેક  ને જાણવા મળ્યું કે એ બહેન કે જે આ ઘટના પછી હોસ્પિટલ માં હતા..
એ પરિમલ નું સર્વસ્વ, એનો પ્રેમ અર્પિતા હતી.

અર્પિતા હવે સ્વસ્થ છે, છતાં તેની માનસિક હાલત ઠીક નહીં હોવાથી ડોક્ટરે દિમાગ ઉપર વધુ જોર આપવા ના કહ્યું હતું, થોડા સમય પછી સંપૂર્ણ સ્વસ્થતા અનુભવતી અર્પિતા આજે પણ પરિમલ નો એ અહેસાસ તેની એ છેલ્લી મુલાકાત ને ભૂલી શકી નથી, કહો કે ભૂલવા માંગતી પણ નથી.