Chamatkari maai in Gujarati Horror Stories by Darshan Bhatt books and stories PDF | ચમત્કારી માઈ

Featured Books
Categories
Share

ચમત્કારી માઈ

"તારે કદી ભૂત પ્રેત, ચુડેલ એનો અનુભવ થયો છે?"

મેઘા એ નીલમ ને પૂછ્યું

મેઘા અને નીલમ અમદાવાદ ની એમ જે મેડિકલ કોલેજ માં ડોક્ટર તરીકે કામ કરતા હતા. નીલમ ૫ વરસ આગળ હતી.  જ્યારે મેઘા હજી ડોક્ટર બની જ હતી

નીલમ : ચલ તને આજ અસલી ભૂત નો અનુભવ સંભળાવું....

તે દિવસો મા હુ ડોક્ટર વિનોદ ની હોસ્પિટલમાં ઇન્ટર્ન તરીકે કામ કરતી હતી એક વાર અમારે મેડિકલ ના કામે પાલનપુર જવાનું થયું ત્યાં અમે ઘણા મલેરીયા ના દર્દી મળ્યા અમે એમની સારવાર કરી અને રોગો થી બચવાના ઉપાય.......

મેઘા : અરે શું  યાર આમાં ભૂત ક્યાં છે?

નીલમ: કહું છું...

અમે ત્યાં એક ગામડા ની નજીક જંગલ  માં કેમ્પ રાખ્યો હતો. હું, વિનોદ અને, આસિસ્ટન્ટ કમલ બેઠા હતા. અચાનક મસ્તી સૂઝી. મેં અને વિનોદ એ કમલ ને ડરાવવાની યોજના બનાવી હુ સફેદ સાડી પહેરીને વાળ ખુલ્લા એકદમ ચુડેલ જેવી થઈને કમલ ની સામે આવી ગઈ અડધી રાત્રે આ સીન જોઈને કમલ ની તો ચીસ નીકળી ગઈ. પણ આમાં મોટી પ્રોબ્લેમ થઈ ગઈ. એક
સિટી નો અવાજ આયો અને ચારેબાજુ અંધાધૂંધી મચી ગઈ. ખરેખર તો  આ થયું એના લીધે આજુ બાજુના ગામવાળા એમને ચોર લૂંટારા સમજીને પકડવા આવી ગયા વિનોદ અને કમલ તો ભાગી ગયા પણ. એ લોકો એ મને પકડી લીધી હુ ત્યાં જ બેભાન થઈ ને પડી ગઈ....હુ જ્યારે ભાન માં આવી ત્યારે હુ એક મંદિર ને પગથિયે......

"અરે શું યાર નીલમ આ શું બકવાસ છે આમાં અસલી ભૂત જેવું કયા છે યાર " મેઘા અકળાઈ ને બોલી ઉઠી.

નીલમ : સારું ચલ તને એક અવતારી માઈ ની સ્ટોરી સંભળાવું. બસ એક શરત છે વચ્ચે ટોકવા ની નઈ

મેઘા : ચલ મંજૂર...

નીલમ : એક ગામ માં એક મોટા મંદિર પાસે ગામ ના લોકો ટોળા માં બેઠા છે... વચ્ચે હવન કુંડ માં આગ છે અને  આગ ની પાછળ એક ૨૭-૨૮ વરસ ની એ બાઈ.... લાલ ચટાક સાડી...શ્યામવર્ણી ત્વચા માથા પર સિંદૂર નો ગોળો અને હાથ માં ચાંદી નું કડું. આવી હતી સીતાપુર ગામ ની "અવતારી માઈ". હકીકત માં થોડા વરસો પહેલાં ગામ લોકો ને ખબર પડી કે એક છોકરી છે જે આત્માઓ ને કાબુ માં કરી શકે છે. ત્યારથી ગામ વાળા એ એને ભગવાન નો દરજ્જો આપી દિધો. સાક્ષાત્  કાલી માતા નું રૂપ.....ચમત્કારી માઈ....

માઈ ની બાજુ માં કોક સ્ત્રી બેઠી રડતી હતી એના ખોળા માં કોક ૧૪-૧૫ વરસ નો છોકરો બેભાન પડ્યો હતો. માઈ એના પેટ પર હાથ ફેરવ્યો અને આકાશ સામે જોઇને કહ્યું...."જ્યાં સુધી આ આત્મા ની સાથે હુ છું એનું તું કઈ બગાડી નઈ શકે....." એમનો અવાજ રાત માં સન્નાટા માં પડઘાઈ રહ્યો. માઈએ એક પોટલી કાઢી અને પેલી સ્ત્રી ને આપી " આ લે મારા ગુરુજી ની ચિતા ની ભભૂત...રાત્રે સૂરજ આથમ્યા પછી તારા દીકરા ના કપાળ પર ચોળી દે જે. એક દુષ્ટ  ચુડેલ ની નજર છે આના પર એ એના પ્રાણ ચૂસી લેવા માંગે છે. આ ભભૂત એની રક્ષા કરશે જા....... સુખી થા....." આવી રીતે જ ગામ ની  ઘણી બધી તકલીફો  માઇએ દૂર કરી હતી.

******************************************

દર શનિવારે ગામ લોકો મંદિર પાસે પોતાની સમસ્યા લઈને આવતા. માઈ પોતાની તંત્ર વિદ્યા થી એને સુલજાવી દેતી. આ સાપ્તાહિક જમાત ને ગામ લોકો જુમર કહેતા.  વખતે જ્યારે ગામ લોકો મંદિર પહોંચ્યા ત્યારે માઈ મંદિર  ના આખરી પગથિયે માથું પકડીને બેઠી હતી. દર વખતે પ્રગટેલા રેહતા હવન કુંડ માં પાણી હતું પાસે જ કાળી રાખ થી કંઇક ચોકડી જેવું બનેલું હતું...... ગામ ના સરપંચ જગન્નાથ બોલ્યા " શું થયું માઈ કંઈ તકલીફ આવી કે શું ? "

માએ એક ઊંડો નિસાસો નાખીને કીધું.... "એક જીન ની નજર છે. આ ગામ પર....એ બધું બરબાદ કરી નાખશે...ને આ વખતે મારી તાકાત પણ એને રોકી નહીં શકે.બધા જીવતા જ દફન થઈ જશો તમારા બધા ની મોત નજીક છે ?" આ સાંભળી ને તો ગામ વાળા તો ગભરાટ ના માર્યા કાપો તો લોહી નઈ જેવા થઈ ગયા બધા જ માઈ સામે જોતા  રહી ગયા. છેવટે ગામ ના સૌથી વડીલ શંભુ દાદા બોલ્યા " કોઈ તો ઉપાય હશે માઈ આ જીન ને શાંત કરવાનો"  માઈ બોલી " ઉપાય માત્ર એક છે બલી...."  અને મોટે અવાજે આકાશ ભણી જોઇને બોલ્યા " નર બલી..." તેમના શબ્દો શાંત હવામાં ગૂંજી રહ્યાં........  પછી સરપંચ ને કીધું  " જુઓ સરપંચ ૩ દિવસ પછી  મતલબ મંગળ વારે અમાસ છે એના પહેલાં તમે ગામ માં થી બલી માટે કોઈને તૈયાર કરીને લાવો તો આ ગામ બચી જશે બાકી તો.......માઈ ને વાક્ય પૂરું કરવાની જરૂર ન પડી....

*******************************************

સોમવાર ની રાત્રે  ગામ ના સરપંચ માઈ ને મળવા એમની ઝૂંપડી માં ગયા. માઈ એ કીધું " આવો સરપંચ સાહેબ. બોલો કોની બલી નક્કી કરી તમે?"
"કોઈ તૈયાર નથી માઈ! હુ કેવી રીતે કોઈને...."
"મને ખબર હતી" માઈ હસી પડી પછી કહ્યું
" સાંભળો સરપંચ કહી દો બધાને, મંગળ ની રાત્રે બધા લોકો મને મંદિર એ જોઈએ કોઈ બાકી ના રહી જાય "

*****************************************
મંગળવારે બધા જ ગ્રામજનો ભેગા થયા. બધા એ પગે પડી ને માઈ ના આશીર્વાદ લીધા. માઈ એ બધાને ઉદ્દેશી ને કીધું.. "મારી સમાધિ નો વખત થયો પછી બલી થશે કોઈ પોતાની જગ્યાથી હાલતા નઈ" આમ બોલીને માઈ ઝૂંપડી માં જતાં રહ્યાં. પાંચ મિનિટ વીતી ગયા બધું એકદમ શાંત.....અચાનક એક મોટો ધડાકો થયો અને આખી ઝૂંપડી ભભૂકી ઊઠી ??? લોકોની આંખો સામે જ ઝૂંપડી ખાક થઈ ગઈ અંદર લાલ રંગ ની સાડી માં લપેટાયેલી બહુ જ ખરાબ રીતે દાઝી ગએલી લાશ મળી
માઈ એ ગામ માટે બલી શોધી લીધી હતી......

******************************************
" બોલ મેઘા કેવી લાગી વાર્તા " નીલમે પુછ્યું

" આ......સા બધું સાચું છે " મેઘા ના કપાળ પર પરસેવો હતો.

" અરે! એકદમ સાચું છે. " નીલમ બોલી. અને મેઘા ના કાન પાસે આવી કહ્યું
" અને તને એક રાઝ ની વાત કહું? પેલી લાશ અવતારી માઈ ની નહોતી. એ બાજુ ના સ્મશાન માંથી લવાયેલી મહિલા ની લાશ હતી જેને અવતારી માઈ એ લાલ સાડી પહેરાવી અને પોતે પાછલા રસ્તે બહાર નીકળી ગઈ હતી! આ વાત કોઈ નથી જાણતું"

" તો આ વાત તું કેવી રીતે જાણે છે? "

"કારણ કે જે છોકરી ગામલોકો નો પીછો છોડાવતા પકડાઈ ને બેભાન થઈ ગઈ હતી, જેને ગ્રામજનો એ ભગવાન ની જગ્યા એ બેસાડી દીધી હતી...એ અવતારી માઈ.....હુ જ છું " નીલમ  ના ચેહરા પર ખંધુ  સ્મિત રમી રહ્યું હતું?.