Safal thavani dava - 5 books and stories free download online pdf in Gujarati

સફળ થવાની દવા ભાગ - 5

    સફળતા ની બીજી સાદી વ્યાખ્યા એ કે તમે જોઇ રહ્યા છો કલ્પના થકી તેની હકીકત,સપનાં તો ઘણા જુએ છે,ને જોવા જોઇએ એતો મફત છે,એમાં કોઇ પૈસા થતાં નથી.કોઈ પણ કામ તમે પુરી નિષ્ટા અને ઇમાનદારી થી કરો પોતાની જાત પર વિશ્વાસ રાખી તો તમારી કલ્પના ઓ ને હકીકત બનતા કોઇ નથી રોકી શકે.

    કેમકે ભગવાન અલગ નથી બધા માટે તે સરખું જ કામ કરે છે, પણ હા મહેનત તો તમારે જ કરવાની હોય છે,જય માતાજી કે હરહર મહાદેવ બોલવા થી દિવસો ની જાય 20કલાક વધુ માં વધુ ઓછા માં ઓછી 15કલાક એનાથી ઓછી નહીં ચાલે.

     તમને અવરોધો આવશે,પણ તેનો મુકાબલો કરવો પડે છે.તેમાં હતાશ થવાય તમે મહેનત કરો ને પરીણામ ન આવે એ સ્વભાવીક છે.પણ તમે ડરી ગયા તો મરી ગયા.માટે તમે ડર્યા વગર સામનો કરજો તો મિત્રો કોઈ ની તાકાત નથી કે તમને મુકેશ અંબાણી બનતાં રોકી શકે. પૈસા કમાવાના કે સફળ થવાના કોઈ ટુંકા રસ્તા ઓ નથી હોતા.નસીબ બસીબ ઘંટોએ હોતું નથી, સખત મહેનત નો કોઈ ઓપશન થી હોતો,એને બનાવું પડે છે, જલ્દી કંઈ મળતું નથી.જે જલ્દી મળી જાય તેની કંઈ મજા નથી હોતી.

" એ સફળતા જ શું જે મફત માં મળી જાય
,તે મંજીલ જ શું તે સહેલી હોય,જે રસ્તા જ શું જે સહેલા હોય સખત મહેનત વગર ની સફળતા લુણ વગર ના પકવાન સમી છે,"

      તમારે સફળ થવું હોય તો પોતાના નિયમો જાતે બનાવો.કોઈ ના બનાયેલા પર તમે ચાલશો તો ગાંડા થઈ જશો.કેમકે લોકો ને તમારી સારી પ્રગતિ સાથે કંઈ લેવા દેવા નથી. તેમને તો બસ તમારી મજાક ઉડાડવા માં જ  રસ હોય છે.તમને તમારો ખરાબ સમય તો મિત્રો તમારો ખરો શિક્ષક છે,તમે સખત મહેનત કર્યા પછી ,પરિણામ કુદરત પર છોડી દેવું, કેમકે આપણા કરતાં તેમના પ્લાન બહુ ઉંચા હોય છે.

    તમારે જો સફળ થવું હોય તો બેસી ન રહેવું સતત પ્રયત્ન કરતાં રહેવું. ને ભુલો થી ડરવું નહીં ક્યારે.માણસ ઠોકરો ખાતા ખાતા જ શીખે છે.ખરાબ સમય તમારો મિત્ર છે,તે તમને માણસો ની ઓળખ કરાવે છે.તમારા ખરાબ સમય મા કોઇ તમારી સાથે નથી હોતું, તમારા મા બાપ પણ નહીં આ હકીકત છે, તમારે જાતે પોતાને સંભાળવી પડે  છે.માટે મજબૂત બનો મિત્રો,તમારે બીજા ને દેખાડવાની જરુર નથી,પણ તમારે બીજા ની સાથે કદી સરખામણી ન કરવી,સફળતા એ કોઇ ના બાપ ની મિલકત નથી,તે મહેનત કરનાર માણસ ના પગ ની ધુળ બનીને રહી જાય છે.કેમકે કુદરતી  શક્તિ બધા માટે સરખી રીતે કામ કરે છે. તે કોઈની ઓળખ ને નોંધતી નથી. પહેલા મહેનત ના બીજ રોપવા પડે છે, પછી તે કુદરતી તત્વ તમને બદલો આપે છે. મફત માં કંઈજ નથી મળતું પ્રેમ હોય કે  સફળતા,પ્રસિદ્ધિ,દરેક માટે સંઘર્ષ વગર મળે તો તે ભીખ કહેવાય છે.જે પચવી બહુ ભારે પડી જાય છે.

   હોશીયાર,ઠોઠ,રુપાળુ,હોય કે કદરુપું, જાડું હોય કે પાતળું  હોય, તમે જો કદરુપા હોવ તમે ખોડખાંપણ વાળા હોવ એતો આશીર્વાદ છે, એમાં હતાસ થવાની જરુર નથી, એતો સફળ થવાની પહેલી સીડી છે, તેને તમારો મહેનત નો ઢાલ બનાવવો.ને નાની મોટી પરિસ્થિતિ થી હારી ને બેસી ગયા કરતાં તેની સામે કેવી રીતે લડી શકાય તેનો પ્રયત્ન કરો.રડવું કે મુકી દેવું તે સમધાન કરવું નથી.તમારે સફળ થવું જ હોય તો ઢોર બની જાવો,તમે માણસ બનશો તો લોકો તમારા પગ ખેંચશે જ એની પુરેપુરી ગેરંટી આ લોકો એતો ઈશ્વર ને પણ નહતાં છોડયાં તો તમને અને મને શું છોડશે.

   આ જે તમને શીખામણો ના રુપ માં જે શબ્દો ને વાક્યો ની જે દવાઓ ને ભાષણો આપવા માં આવે,તેનાથી ખોટા પાવર માં રહે માણસ ખોટા નશા માં રાખવા માં આવે ને એમાં ને એમાં માણસ ભરાડી છાતી વાળો માણસ સાવ અંદર થી કાચ ની જેમ તુટી ગયો છે,આજે દરેક ને એજ ચિંતા સતાવે,કે હું મહેનત કરીને સફળ તો થઈશ ને.મારી મહેનત નકામી ન જાય.આવો ડર ના કારણે બિચારા વિધ્યાર્થી ઓ હતાશ ફરે કાંતો સુસાઈડ કરે, કેમકે કોઈની ચિંતા ન કરવી સફળ થવું હોય તમારે તો મને શું ગમે છે,દુનિયા એક બાજુ હોય ફેમીલી પતિ પત્ની બધા એક બાજું પણ નિર્ણય તમારે તમારા દિલ નેજ સાંભળી લેવો અને પોતે કામ કરો તેમાં શ્રધ્ધા અને વિશ્વાસ રાખવો.

   તમારી સફળતા કે હોશીયારી ત્રણ કલાક નક્કી કેવી રીતે કરી એ તમે જરા વિચારો.કોઇનો બુદ્ધિ આંક કેવી રીતે નક્કી થાય? તમે મિત્રો મહેનત કરો બેસ્ટ પરિણામ ન આવે તો હતાશ ન થવું.કેમકે આ રસ્તો તમારા માટે નથી, લોકો શું કેશે તે વિચારો એના કરતા તમને શું ગમે તે તમારી આત્મા ને પુછો તે એવું ટાવર છે.ત્યાં કુદરત થી આવતા સંદેશા ને તમારા સુધી પહોંચાડે છે.માટે તમારી આત્મા નું સાંભળો.આપણે એમ ને એમ માણસ નથી બન્યાં કેટલાય સારા કર્મો કર્યા છે, આપણે ગયા જન્મ માં આપણે 84,0000લાખ ચક્રો પુરા કરીને આપણે માણસ બન્યાં છીએ.ભગવાને માણસ  આપણને સફળ થવા માટે તો બનાયા છે.

    કુદરત ક્યાંરેય કોઈ નું કામ બગડતો નથી, એ કાંઈ નવરો થોડો છે એવો પણ આપણી મહેનત ઓછી પડે છે. માટે આપણે વધારે સારું કરવાનો મોકો આપે છે માટે જે થાય તે સારા માટે તે સમજી ને તનતોડ મહેનત કરવી પછી તે ઈશ્વરી શક્તિ પરિણામ છોડી દેવું.જે કરીએ તે બેસ્ટ મહેનત કરવી,"આપણી મહેનત સાચી હોય કામ કરવાની ધગસ હોય,કોઇ વસ્તુ ને પામવાની તમન્ના હોય તમારો પ્રયત્ન જો સારો હોય તો દુનિયા ના ખુણે ખુણા અને બધી તાકાત તમને તે વસ્તુ સાથે મળાવવા લાગી જાય છે. આ ઓમ શાંતિ ઓમ માં શારુખાન આ ડાયોલોગ બોલે છે.ને તમને જે વસ્તુ માં રસ હોય તે કરો પહેલા કાબીલ બનો સફળતા જખ મારી ને મળશે, પહેલા દુનિયા તમારી પર મજાક ઉડાવશે,પછી તેજ તમારી પાછળ ભાગશે.
માટે તમે દુનિયા ની પરવા છોડો તમારો આત્મા શું કહેશે તે વિચારો આવા આલતુ ફાલતુ ડંપરિયા ને ન સાંભળો નહીં તો ગાંડા થઈ જશો.દુનિયા નું કામ જ છે,તમારી કમીઓ ને ખુલ્લી પાડી ને મોટો પહાડ બનાવવા નું અને તમારી કમીઓ ને ઉપાડી તમને ખુલ્લા પાડવાની માટે તમારે સફળ થવું હોય તો ઢોર ચામડી ના બની જાવો.તમને એવો રસ્તો મળી જશે,કે તમને તમારી મંજીલ સુધી લઈ જાય.તમારે પહેલા મહેનત ની ખેતી કરવી પડશે પછી જ યોગ્ય સમયે મળશે.

ને તમારી મહેનત સારી હશે તો કોઈ તમને એવું મળી જશે તમને તમારી મંજીલ સુધી કયાંરે કોઈ તમને પહોંચાડી જશે તમને ખબર પણ નહીં પડે.

    સફળ માણસો ની ગણના માં તમારે આવવું હોય તો કોઈને નડતર રુપ થવું ને કોઈ ને ખોટી સલાહો આપવી નહીં એ તમારા માટે બેસ્ટ છે.એને કોઈ ના એ સલાહ ની જરુર નથી તે પહેલાં તમારી અંદર ઉતારો પછી બીજા ને કહો એમ નેમ ફેકાફેકી કરશો નહીં.એમાં તમારી બુદ્ધિ નું પ્રદર્શન થશે,દરેક ને એટલી તો બુદ્ધિ હોય જ છે,તમે તમારા જ જ્ઞાન ની મજાક ઉડાવો છે,દરેક એ પોતાના સપનાં પોતાને જોઇને પસંદ કરે છે,દરેક માણસે પોતાની અંદર ઝાંખવા જરુર છે,આપણે લઈ ને જ આવ્યા છીએ.દરેક માણસે પોતાને ઓળખવા ની જરુર છે, એક માં ના બે જોડીયાં બચ્ચાં પણ અનેક જેવા નથી તો કોઈ કોઈના જેવું કેવી રીતે બની શકે.તમારે પોતાને આજ કરતા કાલ તેમાં સુધારો લાવવાની જરુર છે.તમારે કોઈ ટંકાર ના પ્રમાણ પત્ર ની શી જરુર તમે બરાબર છો. નેસાલું આપણે મરીએ ને લોકો ને ફોન કરવો પડે તો આપણે જીવનને જ નરક બનાવ્યું.


~ I am best creation of god ?

શૈમી ઓઝા "લબ્સ"