Time pass - 6 books and stories free download online pdf in Gujarati

ટાઈમપાસ - 6

અવન્તિકાનું નામ દિલો દિમાગમાં વસ્યું હતું. બે વર્ષથી તેને જોઈ નથી. તે કેમ અચાનક મને આમ છોડીને જતી રહી! એક વખત કહેવું તો જોઈતું હતું. તેણે મારથી શુ સમસ્યા છે? આ રીતે કોઈ કોઈને છોડીને જતું હશે? મેં કેટલા દિવસો સુધી તેને શોધી, મને તો વિશ્વાસ જ નથી આવતો, અવન્તિકા આવું કરી શકે, મારી અવન્તિકા આવું કરી શકે.
હજુ તો કેટલું જીવવું તું, કેટલુએ ફરવું તું, ખાવું તું,પીવું તું, વાતો કરવી હતી. પણ તે મને અધુરો છોડી હંમેશા હેમશા માટે જતી રહી, તેણે તો પ્રોમિસ પણ તોડયું..


                                 ****


મને યાદ છે. અમારી પેહલી ટ્રીપ, કચ્છની ટ્રીપ, તે સાંજે અમે ભુજમાં ઉતરી હમીરસર તળાવની  સામે જ હોટેલ લીધી હતી.  ત્યાંથી છતરડી ખૂબ જ નઝદીક હતી. હું અને અવન્તિકા ખેંગારબાગ ખૂંદતા-ખૂંદતા છતરડી પોહચ્યા હતા.

"આ એજ જગ્યા છે, જ્યાં સમીર-નંદની સાથે ફેરા ફર્યા હતા." રવિએ કહ્યું.

"આપણે પણ ફરી લઈએ..." અવન્તિકા રવિનો હાથ પકડતા કહ્યું.


તેને પહેલો ફેરો ફરતા ફરતા વચન આપ્યું" તું જ્યારે અને જ્યાં કહે ત્યાં તને અનલિમિટેડ પીઝા ખવાડાવીશ..."

"હું બસ તારી સાથે સાત જન્મ સુધી રહેવા માગું છું.." અવન્તિકાએ કહ્યું. બને ફેરાઓ ફરતા ગયા વચનો આપતા ગયા.

ખેંગારબાગ, પ્રાગમહેલ, ઐતિહાસિક  હમીરસરતળાવ, રાજેન્દ્રબાગ જે હમીરસર તળાવ, અડીખમ ભુજીયાની સાક્ષીમાં પ્રેમી જોડલાઓ હમેશા માટે એક થઇ ગયા.
હમીરસરથી પ્રાગમહેલ સુંદર દેખાતો હતો.પ્રાગમહેલની ઉપર પૌરાણિક નાનકડા ટાવર જેવું છે. એમે બને ત્યાં ટાઇટેનિકના પોઝમાં ઉભા રહ્યા, સામે અડીખમ ભુજીયો દેખાઈ રહ્યો હતો. આખું ભુજ શહેર જ્યાં આંખ પોહચે ત્યા સુધી ફેલાયેલો હતો.આથમતા સૂરજને આંખોમાં લઈને, એકમેકમાં ભરી દીધા.


લખપત, ધોરડોમાં કચ્છનું સફેદ રણ જોયા પછી, રાત માંડવી રોકવાનું નક્કી કર્યું. અરેબિયન સમુદ્ર કિનારે વસેલું શહેર સુંદર હતું. અમે બને દરિયા કિનારે ખુલ્લા પગે ભીની માટીમાં ચાલતા-ચાલતા દૂર નીકળી ગયા હતા.

પવન મંદમદં વાઈ રહ્યો હતો. સાંજ અને રાત વચ્ચેની પાતળી લીટી જેવા આ સમયમાં રવિ, અને અવન્તિકા કિનારે બેઠા રહ્યા,    પ્રવાસીઓ માટેની બોટ કિનારે લંગરાવેલી પડી હતી. જે પવનમાં ધીમેધીમે હાલક ડોલક થઈ રહી હતી. 

"રવિ, અહીં પૃથ્વી પરથી તો તું ભલે આથમી ગયો,પણ મારા જીવનમાં સદેવ તું રોશનીભરતો રેજે...." તેને શરમથી પલકો ઝૂકાવી દીધી.

"અને તું પણ આ શીતળ ચંદ્રમાની જેમ મારા જીવનમાં અવિરત શીતળતા પરોવતી રહેજે..."
સમુદ્રનો પાણી વધી રહ્યું હતું. રવિ- અવન્તિકા પર થોડી-થોડી વારે પાણી ભીંજવી જતું. લાગણીઓમાં ભીંજાયલાઓને સમુદ્ર શુ ભીંજવી શકવાનો?

સમુદ્ર હોટેલના અંદર પણ તોફાને ચડ્યું હતું. અવન્તિકા, રવિના આગોસમાં હતી. રવિ તેના શરીરના વણાકો પર ચૂમી રહ્યો હતો. તેના અંબોડે બાંધેલા કેશોને મુક્તિ આપી દીધી હતી. ફેબ્રુઆરીની આ ટાઢીરાતમાં બને ખુલ્લા જીષ્મ એકેમકમાં સમાવા તૈયાર હતા. રવિએ અવન્તિકાના હોઠ પર હોઠ ધરી દીધા. ઓરડાની અંદર ગાજવીજ સાથે માવઠું થયું.


                                ****


"હૈ, રવિ, આજકલ ઓફિસમાં કામ કરવાનો બહુ કંટાળો આવે છે. ચાલને ક્યાંક ફરી આવીએ..."જાગુએ કહ્યું.

"હા મને પણ આજકલ ઘૂંટન થાય છે. વિચારું છું. ક્યાંક ખુલ્લી તાજી હવામાં મન મોકળું કરી લઉં.."

"કચ્છ જઈએ, હું તો ગઈ નથી, પણ ત્યાંના બધા વખાણ કરે છે, આપણે કચ્છ જઈએ?" જાગુએ રવિ તરફ જોતા કહ્યું.

કચ્છનું નામ  સાંભળ્યા ફરીથી હૈયે સમાયેલો તોફાન બહાર આવી ગયો, લાગણીઓના મોજમાં તે ડુબવા લાગ્યો. કચ્છ જવાની તેણે હા કરી,ફરીથી ભૂતકાળ જીવવાની ઈચ્છાઓએ તુફાન જગાડ્યો, મનમાં એક અંતરયુદ્ધ શુરું થઈ ગયું.

"હૈ, ક્યાં ખોવાઈ ગયો? આજકલ ખબર નહિ કેમ મને તારો સ્વાભાવ વિચિત્ર લાગે છે. તું કામ પ્રત્યે પણ પૂરતો સભાન નથી, કેટલું કામ તારું પેન્ડિંગ છે. જ્યારે હું તને જોઉં છું. તું ફકત ખોવાયેલો જ રહે છે." જાગુએ કહ્યું.


"એવું કંઈ નથી."

"તું મારાથી પણ જૂઠ બોલીશ? તારો આજ ભાર મને હળવો કરવો છે."

સૂરજબારી પુલ કચ્છ અને ગુજરાતને એક કરે છે. અમે બને કારથી સાંજના સમયે ત્યાં પ્રવેશ્યા, સૂરજ હજુ ડુબવાને સમય હતો. ત્રણ-ચાર કિલોમીટર લાંબા પુલ પરથી કાર પુરપોટા ઝડપે ગુજરી ગઈ,આસપાસ સમુદ્રનો પાણી સોનાની જેમ ચમકી રહ્યો હતો.બહાર પવન અને પાણીનું સંગીત, કારમાં વાગતું લવ એંથમ સાથે અમારી કચ્છમાં એન્ટ્રી થઈ.


ક્રમશ.


Share

NEW REALESED