Izzat books and stories free download online pdf in Gujarati

ઈજ્જત

 (  રવિવારની એક રાત્રે રવિ અને સાગર નામનાં બાળપણનાં બે સાગરનાં ઘરે બેઠા હોય છે, આજે રવિથ થોડો ઉદાસ હોય એવું લાગી રહ્યું છે. સાગર રવિને  આવી રીતે ઉદાસ બેઠેલો જોઇને તે રવિની પાસે બેસીને અને તેની સાથે વાત કરીને આવી રીતે ઉદાસ બેઠા હોવાનું કારણ જાણવાની કોશીશ  કરે છે .‌‌)

સાગર :- " યાર રવિ, છેલ્લા કલાકથી તું મારા ધરે આવ્યો છે, જ્યારથી તું મારા ધરે આવ્યો છે ત્યારથી તું આવી રીતે ઉદાસ કેમ બેઠો છે ? શું થયું ?  "

રવિ :- " નહીં ભાઈ, એવું કંઇ નથી, આ તો આજે ઓફિસમાં કામ થોડું વધારે હતું, અેટલા માટે થોડો થાકી ગયો છું બાકી બીજું કોઇ વાત નથી. "

સાગર. :- " ના રવિ, તું ખોટું બોલી રહ્યો છે, નક્કી તું મારાથી કંઇક તો છુપાવી રહ્યો છે, એ વાત તું તારા આ બાળપણનાં મિત્ર ને નહીં જણાવે ? આવી રીતે ઉદાસ બેસી રહેવાથી શું તને  આ સમસ્યાથી નીકળવાનો રસ્તો મળી જવાનો છે ?એટલા માટે તું મહેરબાની કરીને હવે મને જણાવીશ કે શું વાત છે ? ",

રવિ :-" વાત જાણે એમ છે કે આજે સવારે હું અને મારી ગર્લફ્રેન્ડ બન્ને કાકરીયા (અમદાવાદ) તળાવ ફરવા માટે ગયા હતા, ત્યાં અમે ખૂબ જ મજાક-મસ્તી કરી હતી, મજાક-મસ્તીમાં અમારા વચ્ચે ઝઘડો થઇ ગયો, અને તે મારાથી નારાજ થઇ ગઇ. મે તેને મનાવવા માટે ખૂબ જ કોશીશ કરી પણ તે ના માની અને રડતી રડતી  ત્યાંથી નીકળી ગઇ. ! "

અમર. :-" (હસીને ) અરે ભગવાન ! હવે આ નાદાન છોકરાને મારે કઇ રીતે સમજાવવો ? પાગલ ? બસ !! અાટલું જ ? અાવી સાવ નાની એવી વાતમાં તું ઉદાસ થઇ ગયો ? એક છોકરી શું પોતાની જીંદગી માથી ચાલી ગઇ કે એની યાદમાં આવા દુખ અને દર્દથી ભરેલા ગીત ગાઇને આવી રીતે 'દેવદાસ' જેવું મોઢું કરવાનું બંધ કર અને મારી જેમ મરદ બન મરદ .... ! અરે  !  છોકરીઓ તો અેક 'રમકડાં' જેવી હોય છે, રમકડાં ! .. એકની સાથે પ્રેમની રમત રમો,એનાથી મન ભરાઇ જાય અેટલે એની સાથેનો સંબંધ તોડીને બીજી પટાવવાની ! બસ આવી જ રીતે ટાઇમ પાસ કરવાનો . સમજ્યો !! આ 'પ્રેમ, પ્યાર અને મોહબ્બત 'એ બધું તો માત્ર ચોપડી અને ફિલ્મોમાં જ સારુ લાગે, રીયલ લાઇફ માં નઇ, રીયલ લાઇફ તો આપણા જેવા લોકોની હોય છે, અત્યાર સુધીમાં મેં કેટલી બધી છોકરીઓ સાથે મોજમસ્તી  કરી અને તરછોડી પણ દીધી .. અને તે ?...?

રવિ :- " અરે ભાઈ એ તો ખૂબ જ સારી છોકરી હતી, મારી જેમ જ એ પણ મને ખૂબ જ પ્રેમ કરતી હતી, મારા કહેવાથી અને મારા પર વિશ્વાસ રાખી એ મારા ઘરે આવી હતી . અને હું દારુના નશામાં એની સાથે ચી ....ચી ... કેટલો નીચ થઈ ગયો હતો હું, એક વાર પણ મને એના પ્રેમ અને વિશ્વાસનું ધ્યાન પણ ના રહ્યું, અને અત્યારે અે મારી સાથે વાત તો શું એ મારુ મોઢું પણ જોવા માગતી નથી "

સાગર :- "અરે ભાઈ એ ક્યાં કોઈ પરી કે કોઇ રાજકુમારી હતી કે એ આપણને કોઇ પણ સંજોગોમાં મળવી જ જોઈએ !  અને આમ પણ તું આવી રીતે ઉદાસ ના થા, મારી સાથે રહ્યા કર, હું એક થી એક સુંદર અને ચડીયાતી છોકરીઓ સાથે તારી મુલાકાત કરાવીને એની સાથે તારી મિત્રતા કરાવીશ, તું માત્ર તેની સાથે મિત્રતા કર અને મોજ મસ્તી કર,  અરે પાગલ જીંદગી અને યુવાની માત્ર અને માત્ર એક જ વાર મળે છે, છોકરીઓનાં દિલને  તું માત્ર એક રમકડું જ સમજ. "

' બસ ટ્રેન અને છોકરીની પાછળ નહીં પડ્યા રહેવાનું,

બીજી આવે ને પેહલી જાય . સમજ્યો કે નહીં !!! "

(રવિ પોતાનું પર્ચ  કાઢીને અેમાં રાખેલો ફોટો જોઇને રોવા લાગે છે, ત્યારે સાગર રવિને આવી રીતે રડતો જોઇ જાય છે )

સાગર :- (હસીને)" લાવ મને જોવા તો દે કેવી લાગે છે, ત્યાર પછી મને તું એક મોકો તો આપ પછી તું જો હું તને શીખવાડું કે છોકરીઓ સાથે મોજમસ્તી કઇ રીતે કરાય ?"

  (જેવો સાગર તે ફોટો જોવે છે કે તરત જ તે પર્સ તેના હાથમાંથી પડી જાય છે, તેનું મગજ થોડા સમય માટે કામ કરતું બંધ થઈ જાય છે, તેના મોં માથી અવાજ પણ નીકળતો બંધ થઈ જાય છે  થોડા સમય પછી અવાજ નીકળ્યો તો માત્ર એટલું જ બોલી શક્યો કે .,)

સાગર :- "અરે ! આ તો મારી બેન નીશા છે ! (ગુસ્સે થઈને) પાગલ, હરામી, તને આખાય અમદાવાદમાં મોજમસ્તી કરવા માટે માત્ર મારી જ બહેન મળી ? આપણી બાળપણની ભાઈબંધી ના બદલામાં તે મને આટલો બધો મોટો દગો આપ્યો ? હવે તો તને ભાઈબંધ કહેવામાં પણ મને શરમ આવે છે (ખૂબ જ ગુસ્સો કરીને રવિ નો કોલર પકડીને ) આ તે શું કર્યું મારી બહેન સાથે ? જલ્દી બોલ નહીતર હવે હું તારો જીવ લઈ લઈશ

રવિ :- "(સાગર નાં હાથમાંથી પોતાનો કોલર છોડાવીને અને થોડું હસીને)  શું થયું ભાઇ !! રમકડાં રમકડાં ની વાત કરતો હતો ને !, શું કહ્યું હતું તે ? હમમ... હા યાદ આવી ગયું ' બસ ટ્રેન અને છોકરીની પાછળ નહીં પડ્યા રહેવાનું, બીજી આવે ને પહેલી જાય,' આવુ જ કંઈક કહ્યું હતું ને તે ! અને તું આટલી જલ્દી પોતાની વાતોથી ફરી ગયો ? તું કરે એ લીલા અને હું કરુ એ ભવાઇ ? આ તે કેવી વાત થઇ ? અરે ભાઈ  આ નીશા જેવી રીતે તારી બહેન છે એવી જ રીતે એ મારી પણ બહેન છે . એની સાથે આવું બધું કરવાનું તો હું સપનામાં પણ ના વિચારું અને એને તારા આ બધા પરાક્રમો વિશે બધી જ ખબર છે, મેં તને કેટલી વાર સમજાવ્યો પણ તને તો છોકરીઓને રમકડું સમજીને એની તારા પ્રત્યે રહેલ પ્રેમની લાગણીને દુભાવીને, એની  જીંદગી બરબાદ કરવી, આ બધું તો તારા માટે તો માત્ર રમતની વાત છે ને, જ્યારે આ વાતની જાણ નિશા ને થઇ, અને તેના પછી જ્યારે નિશાએ મને આવું નાટક કરીને જીંદગી ના સાચા રસ્તા પર લાવવાની વાત કરી ત્યારે હું માની ગયો, ત્યાં જો નિશા તે પડદાંની પાછળ ઉભી છે, હવે તું બોલ શું હજું પણ  છોકરીઓ માત્ર હાથનું રમકડું જ હોય છે કે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી તેને તરછોડવી જોઇએ ? ભાઇ સાગર કોઇ પણ છોકરી આપણી બહેન નિશાની જેમ જ કોઈની બહેન કે  દિકરી હોય છે, તેનામાં પણ કોઈના માટે પ્રેમ અને લાગણી હોય છે, એ કોઈ રમકડું  નથી  હોતી

(નીશાને પડદાની પાછળથી બહાર નીકળતી જોઇને સાગર પોતે મુંઝાઇ જાય છે, તે નિશાના પગ પકડીને પોતે કરેલ ભુલો ની માફી માગે છે અને ભવિષ્યમાં ક્યારેય આવી રીતે કોઇપણ છોકરીની જીંદગી બરબાદ નહીં કરે તેવું વચન આપે છે. ખરેખર આજે સાગર ને સમજાઈ  ગયુ હતુ કે છોકરીઓ ક્યારેય કોઇ રમકડું નથી હોતી )

******