Criminal justice books and stories free download online pdf in Gujarati

ક્રિમિનલ જસ્ટિસ - વેબસિરિઝ રીવ્યુ

                    ક્રિમિનલ જસ્ટિસ-વેબસિરિઝ રીવ્યુ

નેટફ્લિક્સ ની Scared games અને એનેઝોન પ્રાઈમ ની મિર્ઝાપુર જેવી ક્રાઈમ બેઝ વેબસિરિઝ બાદ સ્ટાર નેટવર્ક ની ઓનલાઈન સ્ટ્રીમિંગ ચેનલ હોટસ્ટાર પર પણ એજ પ્રકારની એક વેબસિરિઝ વહેલી તકે રજૂ કરવાનું દબાણ હતું.બીજી ક્રાઈમ બેઝ વેબસિરિઝ ને ટક્કર મારવાં હોટ સ્ટાર લઈને આવ્યું છે એક શાનદાર વેબસિરિઝ નામ છે ક્રિમિનલ જસ્ટિસ.

Writer:-પીટર મોફેટ,શ્રીધર રાઘવન
ડિરેકટર:-તીગમાંશુ ધુલિયા,વિશાલ ફુરિયા
કાસ્ટ:-વિક્રાંત મેસી,પંકજ ત્રિપાઠી,જેકી શ્રોફ,રુચા ઇનામદાર,અનુપ્રિયા ગોયંકા, મિતા વશિષ્ટ,દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય
સ્ટોરી:-
વેબસિરિઝ ની શરૂવાત થાય છે એક કોલેજની ફૂટબોલ મેચથી..જ્યાં આદિત્ય શર્મા(વિક્રાંત મેસી) પોતાની ટીમ ને મેચ જીતડવામાં મુખ્ય ભાગ ભજવે છે..જીત ની ખુશીમાં આદિત્ય નાં મિત્રો એક નાઈટ પાર્ટી નું આયોજન કરે છે જેમાં આદિત્ય ને પણ આમંત્રણ હોય છે.તાનીયા નામની આદિત્ય ની કોલેજ ફ્રેન્ડ એની સાથે વન નાઈટ સ્ટેન્ડ માટે તૈયાર હોવાનું જાણ્યાં બાદ આદિત્ય એ માટેની પૂર્વતૈયારી રૂપે કોન્ડોમ ખરીદી રાખે છે.
આદિત્ય ની બહેન અવની (રુચા ઈમાનદાર) ઘરમાં પાર્ટી હોવાથી આદિત્ય ને એક દિવસ પૂરતી પોતાની ફ્રી પડેલી કેબ ચલાવવા કહે છે જેથી થોડી આવક થઈ જા..જેનો આદિત્ય સ્વીકાર કરે છે..આદિત્ય પાર્ટીમાં જવાનો જ હોય છે ત્યાં સનાયા નામની એક યુવતી નશાની હાલતમાં આદિત્ય ની કેબમાં જોરજબરદસ્તી સવાર થાય છે..સંજોગો એ રીતે આગળ વધે છે કે આદિત્ય અને સનાયા વચ્ચે સનાયા નાં ઘરે ફિઝિકલ રિલેશન બંધાય છે.
આદિત્ય ને જ્યારે ભાન આવે છે ત્યારે સનાયા નું કોઈએ મર્ડર કરી દીધેલું હોય છે..આદિત્ય ડ્રગ્સ અને શરાબનાં નશામાં એ યાદ નથી કરી શકતો કે સનાયા નું મર્ડર એને કર્યું છે કે બીજાં કોઈએ..સનાયા ની લાશને જોઈ ગભરાઈ ગયેલો આદિત્ય જરૂરી સબુતો મિટાવી સનાયા નાં ઘરેથી ભાગી જાય છે..રસ્તામાં આદિત્ય ની કાર નું એક્સિડન્ટ થાય છે અને એ પહોંચે છે પોલીસ સ્ટેશન..જ્યાં પોલીસ સનાયાનાં મર્ડર અને રેપ કેસમાં આદિત્ય ની ધરપકડ કરે છે.
અહીં એન્ટ્રી થાય છે માધવ મિશ્રા (પંકજ ત્રિપાઠી)ની..માધવ મિશ્રા પૈસા નો લાલચી અને પગ ઉપર ખુજલી ની સમસ્યાથી પીડાતો વ્યક્તિ છે..પૈસા માટે એને આદિત્ય નો કેસ લડવાનું મન થાય છે..ધીરે-ધીરે એની આત્મીયતા આદિત્ય તથા એનાં પરિવાર જોડે વધતી જાય છે.માધવ મિશ્રા આદિત્ય નો કેસ પોતે કઈ રીતે લડશે એની તૈયારી કરી રહ્યો હોય છે ત્યાં આદિત્ય જે કેબ ચલાવતો હોય છે એ કંપની મંદિરા માથુર (મિતા વશિષ્ટ) નામની નામચીન વકીલને આદિત્ય નો કેસ સોંપે છે.
બસ પછી શરૂ થાય છે એક ટોપ કલાસ કોર્ટ રૂમ ડ્રામા, જેલ ની અંદર ચાલતી હેવાનીયત,મામલા ની અલગ લેવલ પર તપાસ,મીડિયા ની ભડવાગીરી, વિકટીમનાં પરિવાર ને સહન કરવી પડતી તકલીફો..એમાં પણ જે રીતે જેલમાં આદિત્ય નાં ગયાં પછી મુસ્તફા ભાઈ (જેકી શ્રોફ) નો જેલમાં જે રીતે રૂતબો બતાવ્યો છે એ જોવાલાયક છે..લાયક (દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય)નામનાં એક અન્ય ગુંડા ની જોડેની મુસ્તફા ની જેલની અંદરની લડાઈ તાદર્શ જોવાં મળે છે.
આદિત્ય ની બહેન અવની પોતાનાં ભાઈને બચાવવા ક્યાં સુધી જાય છે..? આદિત્ય સાથે જેલમાં શું થાય છે..?શું આદિત્ય સનાયા નો ખુની હતો..?જો આદિત્ય સનાયા નો ખુની નહોતો તો કોને સનાયા નું મર્ડર કર્યું અને કેમ..?માધવ મિશ્રા આદિત્ય ને જેલની દિવારોની બહાર કાઢી શકશે કે નહીં..?આ સવાલોનાં જવાબ શોધવા આ ખુબસુરત વેબસિરિઝ જોવી જ રહી.

એક્ટિંગ:-
વાત કરીએ વેબસિરિઝનાં મેઈન લીડ વિક્રાંત મેસી ની તો વેબસિરિઝ મિર્ઝાપુર થી પણ સવાયું કામ આ વેબસિરિઝમાં વિક્રાંત મેસીનું જોવાં મળશે.ખૂબ સુંદર રીતે ચહેરાનાં માસુમ ભાવો સાથે આદિત્ય નું કેરેકટર વિક્રાંત દ્વારા આબેહુબ ઝીલાયું છે.
માધવ મિશ્રા નાં રોલમાં પંકજ ત્રિપાઠી નું કામ સ્ટેન્ડિંગ ઓવેશન માંગી લે એવું છે..ખુજલી ની સમસ્યાથી પીડાતા એક અપરણિત વકીલનાં રોલમાં પંકજ ત્રિપાઠી મેદાન મારી જાય છે..આટલી ગંભીર થીમ વાળી વેબસિરિઝમાં પણ પંકજ ત્રિપાઠી પોતાની ડાયલોગ ડિલિવરી અને એક્ટિંગ દ્વારા હસાવવામાં સફળ થયાં છે.
મુસ્તફા ભાઈ નાં રોલ માટે જેકી શ્રોફ ને લઈને કાસ્ટિંગ ડિરેક્ટરે જોરદાર કામ કર્યું છે..જેકી શ્રોફ ની ટપોરી બોલવાની ઢલણ મુસ્તફા ભાઈનાં એમનાં રોલ સાથે જામે છે..'અપના બચ્ચા હૈ..'આ ડાયલોગ તમે જ્યારે પણ જેકી સર નાં મોંઢે સાંભળશો ત્યારે એવું જ લાગશે કોઈ લોકલ ગુંડો બોલી રહ્યો હોય.
આ સિવાય આદિત્ય ની બહેનનાં રોલમાં રુચા ઈમાનદાર નું કામ સારું છે..બે-ત્રણ એપિસોડ માં આવતી મિતા વશિષ્ટ પણ મંદિરા માથુર નાં રોલમાં જામે છે..મંદિરા માથુર ની આસિસ્ટન્ટ નિખત નાં રોલમાં અનુપ્રિયા ગોયંકા અપ ટુ માર્ક લાગી.
છેલ્લે વાત કરું આ વેબસિરિઝનાં એકમાત્ર વિલન લાયક નો રોલ પ્લે કરતાં દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય ની તો મુસ્તફા ભાઈને બરોબરની ટક્કર આપનારાં હોમો સેક્સ્યુલ કેદી તરીકે દિવ્યેન્દુ નું કામ ઉત્તમ છે.
ડાયલોગ:-વેબ સિરીઝ માં ઘણાં સમજવા લાયક ડાયલોગ છે..અને સારી વાત છે કે ગાળો નો ઉપયોગ પણ જ્યાં જરૂર હોય ત્યાં જ કરાયો છે.સારાં ડાયલોગ મોટાભાગે પંકજ ત્રિપાઠી નાં ભાગે ગયાં છે અથવા તો મુસ્તફા બનતાં જેકી શ્રોફ નાં ભાગે.આ સિવાય કોર્ટ રૂમમાં પણ જે કંઈપણ ડાયલોગ આવે છે એ જરૂર મુજબનાં છે.

વેબસિરિઝ ની માવજત:-
આ વેબસિરિઝની આ પ્રથમ સિઝન છે જેનાં કુલ દસ ભાગ છે..દરેક ભાગ ની લંબાઈ 45-50 મિનિટ ની છે.જો તમે એક ક્રાઈમ અને સસ્પેન્સ બેઝ વેબસિરિઝ જોવાં માંગતા હોય તો આ વેબસિરિઝ તમારાં માટે જ બની છે..એમાં પણ જે રીતે જેલની અંદરનું વાતાવરણ દર્શાવાયું છે એ તમારાં મનનાં ઊંડાણ સુધી ઉતરી જશે.
આ વેબસિરિઝનાં પ્રથમ બે ભાગ તીગમાંશુ ધુલિયા એ અને બાકીનાં આઠ ભાગ વિશાલ ફુરિયા એ ડિરેક્ટ કર્યાં છે..અમુક સીન માં લાઈટીંગ નો ઉપયોગ કાબિલે-તારીફ છે.ખાસ કરીને જેલની અંદર નાં દ્રશ્યો વખતે.વેબસિરિઝ માં બેકગ્રાઉન્ડ મ્યુઝિક નો પણ સમજી વિચારીને ઉપયોગ કરાયો છે..એમાં પણ લાયક ની એન્ટ્રી વખતે વાગતું થીમ સોન્ગ તો ગજબનું છે.હિન્દી ની સાથે આ વેબસિરિઝ અન્ય સાત પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.
આ વેબસિરિઝ આધારિત છે BBC ની આજ નામની એક વેબસિરીઝ થી..જે સાલ 2008 માં આવી હતી..આની ઉપરથી HBO માટે પણ the night of નામે એક અન્ય વેબસિરિઝ પણ બની ચુકી છે.

તો દોસ્તો ઓવરઓલ આ વેબસિરિઝ એકદમ પરફેક્ટ છે આજની એ યુવા ઓડિયન્સ માટે જેમને આવું કંઈક નવું જોવાની ઈચ્છા થતી હોય છે.આ વેબસિરિઝ ને તમે હોટ સ્ટાર પર ત્યારે જ જોઈ શકશો જ્યારે તમે હોટ સ્ટાર પ્રીમિયમ સબ્સ્ક્રાઇબ કરાવ્યું હોય..પણ નિરાશ થવાની જરૂર નથી ટેલિગ્રામ એપ્લિકેશન પર આ વેબસિરિઝ સંપૂર્ણ ઉપલબ્ધ છે.
હું આ વેબસિરિઝ તમે બધાં જોવો એવું તમને recommend કરીશ.. મને આ વેબસિરિઝ પર્સનલી ખૂબ ગમી છે.તમે ના જોઈ હોય તો અચુક જોઈ લો.

-જતીન.આર.પટેલ (શિવાય)
Mo.8733097096