Shashvat prem - Cha - 2 books and stories free download online pdf in Gujarati

શાશ્વત પ્રેમ- ચા (2)

મહામહેનતે મને એક યુક્તિ સૂઝી. પણ તમને ખબર છે એ સાંભળીને સામે વાળાનાં હાવભાવ જ બીક લાગે તેવા થઇ ગયા હતાં. મેં એને બાલ્કની માંથી જોતા કહ્યું કે જો આ ઉંચાઈ વધારે નથી, થોડી હીંમત કરીશું તો કૂદી જવાશે. અને એમ પણ ચોંકીદાર તો સૂવે છે તો આરામની બહાર જવા મળશે. મને આજે પણ વિચાર આવે છે કે આવો વિચાર આવ્યો ક્યાંથી હશે!....પણ એ તો હું હતી, કાંઈ કોઇનાથી સમજે થોડી! ..
પછી શું!...અમે રૂમમાંથી નીચે તો આવી ગયા પણ એક કૂતરું અમારો અવાજ સાંભળી ગયું અને ભસવા લાગ્યું. ચોકીદાર ઉઠી ગયા એટલે અમે એમનાથી સંતાતા સંતાતા ગેટની બીજી બાજુથી બહાર નીકળવા લાગ્યાં. લારીએ ગયાં અને ચા તો પીધી સાથે સાથે ચા વાળા કાકાને સમજાવીને આવ્યાં કે કોઈને અમારી એવી રીતે બહાર આવવાની વાત કોઈને કહે નહીં. પણ અમને શું ખબર હતી કે અમારું એક પગલું બધાની માટે દોડભાગ કરાવી દેશે... સવાર પડતાં જ અમારી હોસ્ટેલનાં મેડમે અમારી બધાં પર એમનો ગુસ્સો ઉતાર્યો. કેમકે એમને વાતની તો ખબર પડી ગઇ હતી પણ કોણ હતું એ નહતી ખબર!...

           અમારાં માટે એ વાત સૌથી વધારે ફાયદાકારક હતી. મનમાં થતાં હાશકારા સાથે અમે બંને એકબીજા સામે જોઈને ઈશારા ઈશારા માં હસવા લાગ્યાં.....અને એમ પણ એ મારું છેલ્લું વર્ષ હતું એ સ્કુલમાં એટલે આટલું ડેરીંગ કરવું લાજમી હતું......પણ ફક્ત ચા માટે......


Patch up:

આજથી લગભગ ચાર-પાંચ વર્ષ પહેલા એટલે કે મારું 11-12મું ધોરણ. હું મારા ઘરથી થોડે જ દૂર આવેલાં સ્કુલમાં ભણતી હતી. એ સમય એટલો અજીબ હતો ને કે કદાચ હું શબ્દોમાં તેને વ્યક્ત ના કરી શકું. પણ કહેવાયને કે Teen age એ જીવન માટે વળાંક નું કામ કરી શકે. એ જ એક એવો સમય હોય કે તમારા શરીરમાં હોર્મોન્સ બદલાતા રહે. એટલે મારાં પણ વિચારોમાં અને કદાચ વર્તનમાં પણ ઘણાં બદલાવ આવતાં હતાં. મને દરેક નાની નાની વાતોમાં ખોટું લાગી આવતું. કોઈકવાર ગુસ્સો એટલો આવે કે સામેવાળાને જાણ્યા વગર જ કશું પણ બોલી નાંખતી. સાચું કહું તો હું એ બધું હેંડલ જ નહતી કરી શકતી, એટલે આવી પરીસ્થિતિથી બચવા માટે અને મારું મન શાંત કરવા હું સાંજનાં સમયે એકલી સ્કુલ અને મારા ઘર વચ્ચે એક મેદાન જેવી જગ્યા હતી ત્યાં બેસતી. મેદાન જેવી એટલે કહ્યું કે ત્યાં સાંજે બધા ફરવા આવે રમવા આવે પણ એ પાર્ક ના કહી શકાય. એ જગ્યા એ એક ચા વાળા કાકા રોજ આવતાં સાઈકલ પર ચા વેચતાં અને સાચ્ચે કહું એટલી મસ્ત ચા હોતી'તી કે મજા આવી જાય. હું રોજ ત્યાંથી ચા લેતી અને એક સાઈડમાં બાકડા પર બેઠા બેઠા ચા ની ચુસ્કી સાથે બધાને Observe કરતી.
શરૂઆતમાં તો કોઈક કોઈક દિવસ જ જતી હતી પણ પછી ટેવ પડતાં રોજનું થવાં લાગ્યું. મને આમ કરવાથી ઘણું બધું શીખવા મળતું. જ્યારે પણ કોઈ અસમંજસમાં હોવ તો હું વિચારતી કે મને ભગવાન કોઇને કોઇ ઇશારો જરુર આપશે કે મારે શું કરવું જોઈએ અને મને એ જગ્યાએથી જવાબ મળી જતા. એટલે એ મારી માટે મનગમતી જગ્યા પણ હતી.
કેટલાક દિવસ પછી એક દિવસ હું આમ રોજની માફક એકલી બેઠી હતી અને મારી જોડેની બેન્ચ પર એક છોકરો અને છોકરી બેઠાં હતાં. દેખાવમા તો કપલ લાગતાં હતાં પણ પ્યાર નહીં ઝગડો કરી રહ્યા હતાં. મેં પહેલાં તો એમની પર ધ્યાન ના આપ્યું પણ પછી તો આ રોજનું થવાં લાગ્યું. એક દિવસ, બીજે દિવસ, ત્રીજો દિવસ....હવે તો મને ગુસ્સો આવવા લાગ્યો હતો. મનમાં થતું અરે તમારે ઝઘડવું હોય તો તમારા ઘેર જાઓ અહીંયા શું બધાની વચ્ચે ઇજ્જત કાઢવાની!.... પણ પછી થયું કે જોવા તો દે કઈ વાત પર આટલાં દિવસથી ઝઘડે છે!.. પછી મેં એમની વાત પર ધ્યાન આપ્યું તો મને સમજાયું કે ખરેખરમાં કારણ તો એકબીજાને કેટલો પ્રેમ કરે છે એ ના કહેવું જ હતું. એટલે કે તે બંન્ને એકબીજાને પ્રેમ તો કરતાં હતાં પણ કોઈ દિવસ તે પ્રેમ બતાવવાની કોશિશ નહતાં કરતાં અને બસ આ વાત એમની વચ્ચે અનબનનું કારણ બની ગઇ હતી. પછી મને વિચાર આવ્યો કે મારે કંઈક તો કરવું જોઈએ જેથી તે ફરીથી એક થઇ જાય. અને એક વિચાર પણ આવ્યો.
          મને લખવાનો શોખ, મારી લાગણીઓ મારાં શોખ અને મારી ભાષા ગુજરાતી! એટલે મારી પાસે હું એક નોટબુક અને પેન હંમેશા રાખું. અને એક વખત મેં સાંભળ્યું હતું કે પેલી છોકરી બોલી રહી હતી કે તારા અલગ અલગ રીતનાં અક્ષર કાઢવાની ટેવ છે તો મને શું ખબર કેટલી છોકરીઓને લવ લેટર આપતો હોઇશ!. બસ....આ વાતનો મેં ફાયદો ઉઠાવ્યો અને એક લેટર છોકરા તરફથી પેલી છોકરી જે તેની ગર્લફ્રેન્ડ હતી તેને લખ્યો. અને મોકો મળતાની સાથે જ એ રીતે મુકી દીધો કે ખીસ્સામાંથી પડી ગયો હોય તેમ લાગે. મારા વિચાર્યા અનુસાર એ છોકરીએ ગુસ્સામાં એ ચીઠ્ઠી ખોલીને વાંચવાની શરૂઆત કરી. થોડું વાંચતા એનાં હાવભાવ બદલાવા લાગ્યાં અને ગુસ્સો પણ શાંત થવાં લાગ્યો. પેલો છોકરો સાઈકલવાળા કાકા પાસે ચા લેવા ગયો હતો. કેમકે આજે તેમની છેલ્લી મુલાકાત એ લોકો શાંતિથી બેસીને ચા પીવા માંગતાં હતાં.
            આખી ચિઠ્ઠી પુરી થતાં થતાં એ છોકરીનાં આંખમાં નમી આવી અને તે એકીટશે પેલા છોકરાને જોતી રહી. છોકરો તેની તરફ આવી રહ્યો હતો અને બંને હાથમાં ચા ના કપ હતાં. એક કપ તેની તરફ ધર્યો અને બસ છોકરી તો પોતાનું ધ્યાન ભુલી કંઈક વિચારતા વિચારતા ચા નો કપ હાથમાં પકડી જેવો જ મોં એ લગાડ્યો કે તરત જ ગરમ ચા થી તેનાં હોઠ દાઝી ગયા અને એક સૂસવાટ નીકળ્યો. તેનાંથી છોકરાનું ધ્યાન એ છોકરી તરફ ખેંચાયું અને કંઈ પણ વિચાર્યા વગર અને ચિંતામા તે છોકરીનાં હોઠો પરથી ધીમેથી અને ધ્યાનથી ચા સાફ કરવાં લાગ્યો. હજું સુધી એ છોકરીનું ધ્યાન તૂટ્યું જ નહતું અને એકીટશે આ બધુ જોતી હતી.
             અને અચાનક એ છોકરી પેલા છોકરાને જોરથી Hug કરી બેઠી. થોડો આશ્ચર્યજનક ચહેરાં સાથે અને થોડો ખચકાટ અનુભવે ધીમેથી છોકરાનાં હાથ એ છોકરીને પકડી રહ્યા. પછી શું!.... બધી જ ભૂલો અને ઝઘડા આપોઆપ હવામાં ઉડી ગયાં.

તમને થતું હશે ને કે એવું શું લખેલું હતું!.......