Shashwat prem - Cha (3) books and stories free download online pdf in Gujarati

શાશ્વત પ્રેમ - ચા (3)

તમને થતું હશે ને કે એવું શું લખેલું હતું! તો હું જણાવું ...એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે....
"My dear love, કદાચ આજ પછી મારો હક નહીં હોય તને આટલી પ્યારથી સાદ આપવાનો.. પણ આજે એક છેલ્લી વાર તને કંઈક કહેવા માંગુ છું. હા, એ વાત સાચી છે કે આપણી વચ્ચે ઘણાં દિવસથી તણાવ છે પણ એનો મતલબ એ નથી કે હું તને પ્રેમ નથી કરતો કે તારી ચિંતા નથી મને. તારી ચિંતા અને તારી ખુશીઓની ફિકર મને મારી છેલ્લાં શ્વાસ સુધી રહેશે. બસ ફર્ક એટલો છે કે તારી પર મારો હક હશે નહીં. મારી ભૂલોથી કદાચ તું ઘણીવાર દુખી થઇ છું અને આજે હું એ દરેક જાણે-અજાણે થયેલી દરેક ભૂલો માટે I am really sorry.. જો તું મને માફ કરી શકે તો મને એક Hug કરજે ને પ્લીઝ. અને જો માફ ના કરી શકે તો મારી સાથે સંબંધ ના રાખે તો પણ મારી સાથે કોઈકવાર વાત કરી લેજે ને... કેમકે તું જ મારા પ્રાણ છે અને જો પ્રાણ જ નહીં હોય તો હું તો જીવતે જીવ જ મરી જઇશ. અને બસ હવે બીજું તો કઇ નહીં કહીં શકું પણ છેલ્લે બસ એટલું જ કે...I Love you very much....from the bottom of my heart to last breath of my life... "
આખરે હું પણ એકતા કપૂરની સિરીયલો જોતી હતી તો કોઈક તો ફાયદો થવો જોઈએ ને!.... અને હવે રહી પેલા બે ની વાત તો જેવો જ Hug જેવો response મળ્યો એટલે છોકરો કોઇ પણ પ્રશ્ન વગર જ માની ગયો. એમ પણ અમુક છોકરાઓ થોડાં સમજદાર હોય અને દિલના સાફ પણ. જો એમને સાચ્ચે જ પ્રેમ હોય તો સામેવાળાની બધી ભૂલો માફ કરી શકે. પણ હું એ પણ કહેવા માંગુ છુ કે યાર આ દુનિયામાં છોકરીઓને જેટલી complicated બનાવી છે એટલી એ હોતી નથી. છોકરીઓ બહુ સરળ હોય છે બસ કોઇ એમનાં emotions સમજી નથી શકતા ને!....
             છોકરીઓની દરેક વાત અને હરકતનાં ઉંડાણમાં બસ 4 વાત હોય જે એ તેનાં પાર્ટનર પાસે થી ઇચ્છા રાખે. 100% attention, love, care અને respect. તમે તમારા પાર્ટનરને પોતાનું પૂરું ધ્યાન આપીને તો જોવો, કોઇ વખત વગર કારણે તેને કહી ને તો જોવો કે "you are looking most beautiful girl which I have ever seen", તમારું તેની નજીક જવું એનાં માટે comfortable ના હોય તો એ feelings નું માન રાખીને તો જોવો, એક વખત કહી જોવો ને કે I will wait for you.... બસ...આટલું જ તો simple છે.
            ચાલો છોડો, આ તો થઇ બીજી વાત. હું મારી પહેલી વાત તો પુરી કરું. બધું થીક થઇ ગયું હતું એ બંને વચ્ચે અને મારો ઘેર જવાનો ટાઇમ પણ થઇ ગયો હતો. એટલે હું ત્યાંથી નીકળતી હતી એટલામાં પાછળથી અવાજ આવ્યો, બેટા એક મીનીટ ઉભી રે... મેં પાછળ વળીને જોયું તો પેલાં ચા વાળા કાકા હતાં અને મને જ બોલાવતાં હતાં. મને આશ્ચર્ય થયો કે મારું શું કામ એમને!.. મેં તો પૈસા આપી દીધા છે. પછી હું તેમની પાસે ગઈ અને પૂછ્યું તો એ કાકા બોલ્યાં લે તારું ઈનામ, એક કપ ચા મારા તરફથી!. મને કાંઇ સમજાયું નહી તો મેં ફરી પૂછ્યું શેનું ઈનામ? કાકાએ બધું સમજાવ્યું કે તેમણે મને ચિઠ્ઠી મૂકતાં જોઇ હતી. અને મેં સારું કામ કર્યું એ માટેનું ઈનામ. મેં થોડા અચકાતા કહ્યું પણ કાકા એમને ના કહેતાં આ વાત. અને બીજું કઈ બોલું એ પહેલાં એ સમજી ગયા અને કહ્યું હા બેટા તું ચિંતા ના કરીશ, હું ધ્યાન રાખીશ.
છેલ્લે જતાં જતાં હું પણ ખુશ થઈ ગઈ કે મને બીજો કપ ચા પીવા મળી એને પેલાં બે પણ કે એમની વચ્ચે ફરી બધું સામાન્ય થઈ ગયું. એ દિવસે મારા ચહેરા પર એક સંતોષ વાળી મુસ્કાન હતી અને હાથમાં ઈનામરૂપી ચા .....

________________________________________
Girlsની વાત ના સમજાય તો એક વખત ચાલશે પણ ખોટું  સમજી તેનું અપમાન   નહીં....