My Innocent Love books and stories free download online pdf in Gujarati

My innocent love

પ્રસ્તાવના:-

ગણા સમય થી કઈક લખવાની ઈચ્છા હતી પરંતુ સારું કે વાંચવા લાયક વાર્તા ન મળતી હોવાથી આ વાત ધ્યાન માં રાખીને એ વિચાર ને મન માં ક્યાંક દબાવી રાખ્યો. થોડા સમય પહેલl મારા મિત્ર જય જોખાકર વડે કેહવાયેલા વાક્યો સાંભળી ને થયું કે હવે તો બહુ થયું કઈક તો લખવું જ પડશે તો એના પરિણામ સ્વરૂપ તમારી સામે રજૂ કરું છું મારી પ્રથમ નવલકથા My Innocent love.

નવલકથા પર ધ્યાન દોરતાં પેહલા ટૂંક માં મારો પરિચય માં કહું તો મારું નામ ક્રિષ્ના મુકેશભાઈ પટેલ હાલ માં જ સિવિલ  એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. વાંચન માં પેહલા થી શોખ હતો એટલે ગણું કહી શકાય એટલું વાચીયું છે અને ગણું તો બાકી છે. ગુજરાત નું હ્રદય કહી શકાય એવું સુરત મારું વતન છે હાલ સુરત માં જ સ્થિત છું.

નવલકથા વિશે ટુંક માં જાણવું તો બાળપણ માં થયેલા પ્રેમ ના એકરાર અને કહેવાયેલી વાતો અને વચનો ની એક ઝલક છે જે તમને હસાવશે,થોડાક અંશે આંખ ના ખૂણા પણ ભીનાં કરી જશે એવી રુદ્ર અને નંદિની ની પ્રેમ ની આ કહાની તમારી સમક્ષ રજૂ કરું છું.

આ નવલકથા મારો પ્રથમ પ્રયત્ન છે એટલે મારી અને મારા સાથે ગણા બધા વ્યક્તિઓ ને ખુબ જ આશાઓ અને લાગણીઓ જોડાયેલી છે. મને વિશ્વાસ છે તમને આ નોવેલ ગણી ગમશે કારણ કે આ નવલકથા માં તમને પોતીકા લગતા ગણા કિસ્સા હસે જે તમે પોતે પણ અનુભવીયા હસે અને ક્યાં ને ક્યાં તમે પણ તમારા અનુભવોની મીઠી યાદો ફરી એક વાર જીવી લેશો એવી મારી આશા છે એ સાથે પ્રસવના અહીંયા પૂરી કરું છું.

આ નવલકથા માં દર્શાવેલ સ્થળો,વ્યક્તિઓ , ઘટના કાલ્પનિક છે કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ થી સંબંધિત માહિતી એક સંજોગ માત્ર છે.

મુખ્ય પાત્રો:- 
રુદ્ર, નંદિની, જશ , અશત, દક્ષ, કિરણ,ચંદુ કાકા ,જશોદા બહેન ,માલતી કાકી , ભૂરો.

Innocent love:-

મુંબઈ ના પ્રખ્યાત અંધેરી રેલવે સ્ટેશન થી થોડા અંતર આવેલ મેહમુદ સ્ટુડિયો માં સાંજ ના 7:30 વાગે થી ભારત ના નવા ઉભરતા સિતારા એવા  બૉલીવુડ માં થોડાક જ સમય માં ખુબ જ પ્રશંસા અને નામના મેળવેલા સ્ટાર નો ઇન્ટરવ્યુ ચાલુ થવાની તૈયારી માં છે. હજારો ની સંખ્યા માં લોકો એને મળવા અને એના અનુભવો ને અહીંયા સુધી ની સફર જાણવા આતુરતા થી ઘડિયાળ પર નજર નાખી ને બેઠા છે.

સ્ટુડિયો સ્ટાફ થોડી થોડી વારે બધી વસ્તુઓ જેવી કે લાઈટ, સાઉન્ડ, ઓડિયો સિસ્ટમ વારે ગળી ચેક કરી રહિયા છે. સ્ટુડિયો ના માલિક સરફરાઝ ખાન જે કોઈ દિવસ કોઈ ઇન્ટરવ્યુ જોતા નથી એ પણ આજે આ સ્ટાર ની વાતો સાંભળવા જાણવા માટે પોતાના કેબિનમાંથી જરૂરી માર્ગદર્શન અને સલાહસૂચન આપે છે કારણ એક જ વ્યક્તિ છે જેની રાહ જોઈને ભારત ના ઘરે ઘરે આજે ન્યૂઝ ના જોતા લોકો પણ ન્યૂઝ ચેનલ ઓન કરીને બેઠા હતા.

અને અચાનક સ્ટુડિયો ની બધી લાઈટ બંધ થઈ ગઈ એંકર એ શો ની શરૂઆત થઈ ગઈ છે જાહેર કરી દીધું એટલે લોકો ની ચિચ્યારી અને ઉત્સાહ વચ્ચે એક સુંદર છોકરી સ્ટેજ પર આવીને પોતાનો પરિચય આપવા લાગી એટલે લોકો નો ઉત્સાહ વધુ જોર પકડવા લાગીયો એ સાથે આગળ ની હરોળ માં બેઠા લોકોને નમસ્તે કરીને ને આગળ વાત વધારવાની પરવાનગી માગી. બેઠેલા વ્યક્તિઓ માંથી 3 ઉંમરલાયક વડીલ આશીર્વાદ આપી પોતાના ચેહરા કેમેરા ને બતાવ્યા એ બીજું કોઈ નહિ પણ એ સ્ટાર ના માતા અને સ્વજનો હતા જેમાં થી પેહલા હતા માલતીબેન એમની બાજુ માં ચંદુકાકા ને જશોદાબેન ક્રમશ બેઠા હતા એની ઉપર ના સીટ પર ભૂરો ,જશ,કિરણ, દક્ષ ,અક્ષત બેઠા એક બીજા જોડે વાતો કરતા હતા અને સાથે હજારોની સંખ્યામાં માં લોકો એ સ્ટુડિયો માં હાજર હતા, જેમની નજર માત્ર એક જ વ્યક્તિ ની રાહ જોઈને શાંત થવાની એ તમામ લોકોને ખબર હતી એ સાથે લોકોની આતુરતાનો અંત આવ્યો ને સમય થઈ ગયો જ્યારે એ બધા ની સમક્ષ પોતાની હાજરી આપે એટલે લાઇટ્સ ઓફ થઈ એક સુંદર સંગીત વાગીયું એ સાથે એક શૂટ બુટ માં સજજ વ્યક્તિ ત્યાં હાજર થયો ને તમામ સ્પોટ લાઈટ હમણાં એના મુખ પર કેન્દ્રિત હતી.

એની એન્ટ્રી થી લોકો જોર જોર થી એક જ નામ બોલવા લાગીયા,
“ રુદ્ર રુદ્ર રુદ્ર રુદ્ર રુદ્ર રુદ્ર “
એંકર એ માઇક હાથ માં લઈને ને લોકોને શાંત કરવાનો નો નિરર્થક પ્રયત્ન કર્યો પરંતુ એના પર કોઈ ધ્યાન ના આપી બસ એક જ નામ ચારો તરફ ગુજતું જે હતું
“રુદ્ર રુદ્ર રુદ્ર રુદ્ર રુદ્ર રુદ્ર “
એ સાથે એ વ્યક્તિ એ હવા માં હાથ ફેરવી ને લોકોને શાંત થવા કહીયું ને સવને હાથ જોડીને વંદન કર્યા.
એ હજારોની સંખ્યા નો અવાજ એજ પળે સન્નાટો ફેલાઈ ગયો. હા આ રુદ્ર નો જ કમાલ હતો. આ પ્રતિક્રિયા બાદ ફરી એકવાર એને બધા વ્યક્તિઓ ને વંદન કરી ને પોતાની ફાળવેલ સોફા પર આવીને બેઠો. ત્યાં હાજર તમામ લોકો પર નજર નાખી પ્રથમ હરોળમાં બેઠા તેના સ્વજનો અને મિત્રો પર પડી જે તમામ ને આંખના ખૂણા ભીના થયેલ ચેહરા પર હાસ્ય અને આશ્ચર્ય ના મિશ્ર ભાવ હતા.

એ સાથે અંકેરે વાતો નો દોર પોતાના હાથમાં લીધો. એને પણ પોતાને વિશ્વાસ નથી બેસતો કે કોઈ સ્ટાર માટે લોકો એટલા હદ સુધી ગાંડપણ કરી શકે છે. એને ગણા સ્ટાર ના ઇન્ટરવ્યુ લીધા હતા ગણાની ફેન ફોલો કરતા જોયું પણ હતું પણ જે સ્ટારડમ રુદ્ર નું હતું એટલું ક્યારેય જોયું ન હતું એટલું નહીં કોઈ આટલા ટોચ પર પોચી ગયા છતાં પણ એટલાં હદ સુધી નમ્ર રહીને ને સવનો પ્રેમ જીતી રહોયો છે એ વાત એને ચોંકાવી રહી હતી. એ વિચાર કરતા તે ખ્યાલ બહાર રહી ગઈ ક તે લાઈવ ઇન્ટરવ્યુ માં છે.

વર્તમાન માં લાવવા માટે રુદ્ર એ 2-3 ચપટી વગાડી ત્યારે આભા બની ને રુદ્રને તાકતી હતી. 
રુદ્ર ની પર્સનાલિી એવી હતી કે કોઈને પણ પોતાની તરફ મોહી લેતો થોડા જ પળો માંતો એ લોકો ના હ્રદય માં સમાઈ જાય એવું એનું સ્મિત ચેહરા પર સતત ચમકતું, એ તેજ જે ભલભલાને તેના પ્રત્યે આકર્ષાઈ જવા કાફી હતું.

એંકર:- આપની સમશ જે વ્યક્તિ બેઠા છે એમને કોઈ પરિચય ના મોહતાજ નથી કે એમનું નામ પણ જાણવાની જરૂરત આપ સવ એમને જાણો જ છે તમારા અને પૂરા ભારતના ચાહિતા મિસ્ટર.રુદ્ર પટેલ. જેમના ટૂંક જ સમયમાં ગણી સક્સેસ, ખ્યાતિ, નામના મેળવી છે. પોતાના 3 વરસ ના અભિનય કારકિર્દી માં 8 મુવીઓ કરી છે ને તમામ 300 કરોડ ની ઉપર ની કમાણી કરી છે.

રુદ્ર ફરી એક વાર તમામ લોકોને નમસ્તે કરે છે ને વાતો નો દોર શરૂ કરે છે.

રુદ્ર: ઠેંક્યું વેરી મચ અવની અને મારા તમામ પ્રશંસકો ,સ્વજનો , મિત્રો અને ખાસ તો મારા તમામ ફેન્સ અને ચાહકો જેના લીધે હું અહીંયા તમારી સમક્ષ બેઠો છું.

અવની :- ચલોંતો ઇન્ટરવ્યુ માટે શ્રીગણેશ કરીએ.

રુદ્ર : હા કેમ નહિ.

અવની:- તમારું પૂરું નામ…?
અવની આવો સવાલ કરી પોતાની જાત ને કોસ્તી હતી કે જે વ્યક્તિ નું સમગ્ર ભારતમાં નામ છે એનું નામ પુછીયું. તેને પોતાના પ્રત્યે ચીડ થતી હતી પણ શું કરે બોલાઈ ગયું એ બોલાઈ ગયું.

રુદ્ર:- રુદ્ર જશોદાબેન પટેલ. 

રુદ્રને પરિસ્થતિ નો ખ્યાલ આવતા જ એને અવની ને નર્વસ ના થવા માટે કહીંને પાણી નો ગ્લાસ ધરીયો. અવની એક જ શ્વાસે પૂરો પાણી નો ગ્લાસ ગટગટાવી ગઈ. રુદ્ર ની સમજ શક્તિને બીજા પ્રત્યે ની લાગણી જોઈને બે ઘડી અંજાઈ ગઈ ને રુદ્રને જોતી જ રહી. તે ભાન ભૂલી ગઈ કે તે હમણાં લાઈવ ઇન્ટરવ્યુ લઈ રહી છે. ફરી એક વાર રુદ્ર એને વતૅમાનમાં લઈ આવ્યો.

રુદ્ર:- થોડું નર્વસ લાગી રહીયા કઈ વાંધો નહિ આવું બધા સાથે થાય. હું પણ મારી પ્રથમ મૂવી માટે ખૂબ જ નર્વસ હતો તો આ સ્વાભાવિક વાત છે. તમે એવું નહિ સમજો કે તમે રુદ્ર પટેલ નો ઇન્ટરવ્યુ લઈ રહીયા તમે આવું વિચારો કે તમે તમારા કોઈ મિત્ર જોડે વાતો કરવા ભેગા થયા છો.
રુદ્રની આ અદા પર અવની મનોમન ખીલી ઉઠી અને વાતો દોર શરૂ કર્યો.

અવની:- ઠીક છે રુદ્ર તો આ સહી તમારા નામ માં પિતાનું નામ વચ્ચે નથી પણ માતા નું એનું કોઈ કારણ..?

રુદ્ર ના ચેહરા ના હાવભાવ માં બદલાવો આવીયો જે અવની ની નજર બહાર ન રહી શકિયો. રુદ્ર પોતાને સ્વસ્થ કરીને જવાબ આપવા સમર્થ થયો.

રુદ્ર :- એ વ્યક્તિએ મને જન્મ આપ્યા સિવાય મારા જીવનમાં કોઈજ ફાળો આપીયો  નથી, મારી માતાએ સંપૂર્ણ અને સ્વલંબી  થઈને મને ઉછેરી મોટો કર્યો છે એટલે મારા નામ પાછળ મારી માં નું નામ મે રાખ્યું છે.
અવની રુદ્ર ના જવાબથીસંતુષ્ટ ન હતી એટલે તને વિસ્તાર થી જાણવા કહિયુ.

 રુદ્રને એ વાત જરાક પણ ની ગમી પણ પોતાને એટલા લોકો લાઈવ જોતા હતા એટલે કેવું જ પડશે એવું વિચારી વાત આગળ કરવાની શરૂઆત કરે એ પેહલા કમર્સિલ બ્રેક આવે છે.

બ્રેક પડતાની સાથે અવની રુદ્ર પર નજર કરે છે રુદ્ર હાલ પણ અસ્વસ્થ દેખાઈ આવતો હતો જે અવની જોઈ રહી હતી.
બ્રેક પતી એટલે તમામ લોકોની નજર રુદ્ર પર હતી કે રુદ્ર આ વાત નો શું જવાબ આપશે.
રુદ્ર ખોખરો ખાતા પાણી પીધું અને બોલવાનું શરૂ કર્યું

રુદ્ર:- પોતાના સપના જીવવા માટે કોઈ નિશ્ચિત કિંમત ચૂકવી પડે છે અને એ કિંમત હરકોઈ ચૂકવી નથી શકતા.

એટલું બોલતાંની સાથે રુદ્ર પોતાના ભૂતકાળના દિવસો માં ભળી ગયો.






આગળ આવતા ક્રમે:-

શું હસે આટલા મોટા સ્ટાર ની ભૂતકાળ ની કહાની એ તો ભવિષ્યના ગર્ભ માં છુપાયેલું હતું..
એવું તો શું થયું હસે જેને કારણે રુદ્ર તેના પિતા ના નામ ની જગ્યા જશોદાબેન નું નામ રાખે છે…?
એ જાણવા માટે જરૂર થી વાચતા રહો innocent love….


મિત્રો આ સાથે પ્રથમ મુલાકાત અહીંયા મુલતવી રાખું છું તમારો કિંમતી અભિપ્રાય જરૂર થી આપજો જો કોઈ ભૂલ થઈ હોય તો એ કોમેન્ટ માં જરૂર થી જણાવજો જેથી એ ભૂલ આગળ પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખીશ ને સારામાં સારું લખાણ તમને મળે એવાં પ્રયત્ન સતત ચાલુ રાખીશ.

મિત્રો જોડે શેર કરો કોમેન્ટ કરો.
તમારા અમૂલ્ય ફિડબેક મારા મોબાઇલ નો:-7878791949 પર આપી શકો છો.

આપ સવને જય શ્રીકૃષ્ણ

આવતા અઠવાડિયે જરૂર થી આવજો….

આવશો ને…..?

-ક્રિષ્ના પટેલ…